યાત્રા સાથે જોડાયેલી મારા જીવનની એક એવી ઘટના જે તમારા રુંવાટા ઉભા કરી દેશે

Tripoto
Photo of યાત્રા સાથે જોડાયેલી મારા જીવનની એક એવી ઘટના જે તમારા રુંવાટા ઉભા કરી દેશે by Paurav Joshi

આજે અમે વાત કરવા જઇ રહ્યા છીએ એક સુંદર પાગંલા ગામની જે ઉંચા ઉંચા બરફથી લદાયેલા પહાડોમાં વસ્યું છે. જ્યારે અમે આ ગામમાં આવ્યા તો આ ગામની સુંદરતાએ મને મંત્ર મુગ્ધ કરી દીધો. તમે આ ગામની સુંદરતા એ વાત પરથી લગાવી શકો છો કે આપણા દેશની સૌથી મોટી કૈલાસ માનસરોવર યાત્રા આ જ ગામમાં થઇને નીકળે છે. આ સાથે જ કાલી નામની નદી પણ આ જ ગામની પાસે થઇને પસાર થાય છે. જે ભારત અને નેપાળની બોર્ડરની વચ્ચો-વચ્ચ છે. આ નદી પૂરા પાગંલા ગામને પોતાની સુંદરતાથી ચાર ચાંદ લગાવી દે છે અને મારી કહાની પણ અહીંથી જ શરૂ થાય છે.

આપણા જીવનમાં કેટલાક પ્રસંગો એવા હોય છે જેને ભૂલવા કઠીન હોય છે. જેનો પ્રભાવ આપણા જીવન પર કાયમ રહેતો હોય છે. મારી સાથે પણ કંઇક આવું જ બન્યું. તમને તો ખબર જ હશે કે પ્રાઇવેટ કન્સ્ટ્રક્શન કંપનીઝની જૉબ કેવી હોય છે, આજે અહીં તો કાલે ત્યાં. બસ આમ જ ઝિંદગી ચાલે છે.

કાલી નદી પાગંલા ગામથી પસાર થાય છે, નદીના એક કિનારે નેપાળ અને બીજા કિનારે ભારત છે

Photo of યાત્રા સાથે જોડાયેલી મારા જીવનની એક એવી ઘટના જે તમારા રુંવાટા ઉભા કરી દેશે by Paurav Joshi

ક્રેડિટઃ વિશાલ યાદવ

Photo of યાત્રા સાથે જોડાયેલી મારા જીવનની એક એવી ઘટના જે તમારા રુંવાટા ઉભા કરી દેશે by Paurav Joshi

ઘટના (મારા ફોટોની પાછળ) વહેતી આ કાળી નદીમાં થઇ હતી. જો કે આ તસવીર ઘટના પહેલાની છે.

Photo of યાત્રા સાથે જોડાયેલી મારા જીવનની એક એવી ઘટના જે તમારા રુંવાટા ઉભા કરી દેશે by Paurav Joshi

પાગંલા ગામ જ્યાં અમારી કંપનીનો કેમ્પ બનેલો હતો.

Photo of યાત્રા સાથે જોડાયેલી મારા જીવનની એક એવી ઘટના જે તમારા રુંવાટા ઉભા કરી દેશે by Paurav Joshi

રજાનો દિવસ

એક કાળજુ કંપાવનારી ઘટના મારી સાથે થઇ હતી જે ઘટનાને અમે આજ સુધી નથી ભૂલી શક્યા. આજે અમે એ ઘટનાને તમારી સાથે શેર કરી રહ્યા છીએ. આ ઘટના ચાર પાંચ વર્ષ જુની છે.

દોસ્તો આ ઘટના ઉત્તરાખંડ સ્થિત એક સુંદર ગામ પાગંલાની પાસે વહેતી કાલી નામની નદીની છે. આ નદી ભારત અને નેપાળની બૉર્ડરથી થઇને અમારે કેમ્પની પાસે પસાર થતી હતી. આના જ કારણે અમારા બધાનો માછલી પકડવાનો પ્રોગ્રામ બે ચાર દિવસથી બની રહ્યો હતો. રવિવારે રજાનો દિવસ હતો તો હું અને મારી સાથે કામ કરનારા ચાર સહકર્મીઓનો માછલી પકડવાનો પ્રોગ્રામ અચાનક બની ગયો.

ક્રેડિટઃ હિન્દુસ્તાન પત્રિકા

Photo of યાત્રા સાથે જોડાયેલી મારા જીવનની એક એવી ઘટના જે તમારા રુંવાટા ઉભા કરી દેશે by Paurav Joshi

ક્રેડિટઃ વિશાલ યાદવ

Photo of યાત્રા સાથે જોડાયેલી મારા જીવનની એક એવી ઘટના જે તમારા રુંવાટા ઉભા કરી દેશે by Paurav Joshi

ચેતવણી નજરઅંદાજ કરવી પડી મોંઘી

જો કે એ દિવસો વરસાદના ચાલી રહ્યા હતાં. માછલી પકડવાના ચક્કરમાં આ વાતથી અમે અજાણ હતા. અમને શું ખબર કે 14 જુલાઇ 2015નો એ દિવસ અમારા માટે કાળ બનીને આવશે. પરંતુ બે-ચાર દિવસથી વરસાદ પણ નહોતો પડ્યો. જો કે નજીકમાં રહેતા એક-બે વ્યક્તિઓએ અમને ચેતવણી પણ આપી હતી. કે પહાડો પર હવામાન ખરાબ ચાલી રહ્યું છે. અને કાલી નદીનું પાણી પણ વધી શકે છે. આજે માછલી પકડવા ન જાઓ. તે દિવસે ખરેખર મોસમ ખરાબ હતું પરંતુ રજાના કારણે બસ માછલી પકડવાનું ઝનૂન અમારા બધાના મગજમાં હતું. એ વ્યક્તિઓને પણ અમે નજરઅંદાજ કરી દીધા અને નીકળી ગયા.

ક્રેડિટઃ વિશાલ યાદવ

Photo of યાત્રા સાથે જોડાયેલી મારા જીવનની એક એવી ઘટના જે તમારા રુંવાટા ઉભા કરી દેશે by Paurav Joshi

ક્રેડિટઃ અમર ઉજાલા

Photo of યાત્રા સાથે જોડાયેલી મારા જીવનની એક એવી ઘટના જે તમારા રુંવાટા ઉભા કરી દેશે by Paurav Joshi

ક્રેડિટઃ હિન્દુસ્તાન પત્રિકા

Photo of યાત્રા સાથે જોડાયેલી મારા જીવનની એક એવી ઘટના જે તમારા રુંવાટા ઉભા કરી દેશે by Paurav Joshi

હવામાનની અવગણના કરી

માછલી પકડવાની સારી જગ્યાની શોધમાં અમે નદીના કિનારે થઇને એક-બે કિલોમીટર દૂર પહોંચ્યા જ હતા કે એકાએક વરસાદ શરૂ થઇ ગયો. તે સમયે દિલ થોડુ ભયભીત થઇ ગયું હતું પણ અમારા બધાના મગજમાં તો માછલી પકડવાનું ભૂત સવાર થઇ ગયું હતું. અમે વરસાદની પરવા કર્યા વગર આગળ વધતા ગયા. હજુ તો અમને આગળ ગયે 15-20 મિનિટ જ થઇ હશે કે વીજળીના કડાકા સાથે વરસાદ પણ શરૂ થયો. હવે અમારા મનમાંથી માછલી પકડવાનું ભૂત ઉતરી રહ્યું હતું.

ક્રેડિટઃ અમર ઉજાલા

Photo of યાત્રા સાથે જોડાયેલી મારા જીવનની એક એવી ઘટના જે તમારા રુંવાટા ઉભા કરી દેશે by Paurav Joshi

ક્રેડિટઃ વિશાલ યાદવ

Photo of યાત્રા સાથે જોડાયેલી મારા જીવનની એક એવી ઘટના જે તમારા રુંવાટા ઉભા કરી દેશે by Paurav Joshi

આશા ગુમાવી

હવે માછલી છોડીને બધાએ પાછા કેમ્પમાં જવાનું મન બનાવી લીધું. પરંતુ હવે ઘણું મોડું થઇ ચૂક્યું હતું. કારણ કે હવે અમને નદીનું જળ સ્તર પણ વધતું નજરે પડવા લાગ્યું હતું. બધાએ વિચારી લીધું હતું કે હવે બચવું મુશ્કેલ છે. અમારી આંખોની ચારેબાજુ મૃત્યુનું તાંડવ થતું દેખાઇ રહ્યું હતું. જોતજોતામાં નદીનું જળ સ્તર ઝડપથી વધી ગયું અને અમારા ઘૂંટણો સુધી પહોંચી ગયું. અમે એકબીજાના હાથ પકડી લીધા જેથી અમે એકબીજાથી છૂટા ન પડી જઇએ. પરંતુ પાણી આગળ કોનું ચાલ્યું છે.

ક્રેડિટઃ વિશાલ યાદવ

Photo of યાત્રા સાથે જોડાયેલી મારા જીવનની એક એવી ઘટના જે તમારા રુંવાટા ઉભા કરી દેશે by Paurav Joshi

ક્રેડિટઃ અમર ઉજાલા

Photo of યાત્રા સાથે જોડાયેલી મારા જીવનની એક એવી ઘટના જે તમારા રુંવાટા ઉભા કરી દેશે by Paurav Joshi

પોતાનાને ખોયા

એકાએક પાણીનું વહેણ એવું આવ્યું કે અમે એક જ ઝાટકામાં એકબીજાથી અલગ થલગ થઇ ગયા. ત્યાર બાદ કંઇ ખબર ન પડી કે અમારી સાથે શું થયું. જ્યારે અમારી આંખો ખુલી તો અમે હોસ્પિટલની પથારીએ હતા. મારા શરીર પર ઘણી ઇજાઓના નિશાન હતા. પથારી પર બેસી શકાતું પણ નહોતું. મારા દ્વારા મારા બાકીના સહકર્મી કેવી સ્થિતિમાં છે તેવું પૂછવા પર કંપનીના મેનેજરે જણાવ્યું કે બધા સકુશળ છે અને પોતાની સારવાર કરાવી રહ્યા છે. જોકે આ જૂઠ નીકળ્યું. કારણ કે, પાછળથી મને ખબર પડી કે મારી સાથે આવેલા ચારમાંથી બે સહકર્મીઓએ હોસ્પિટલમાં આવીને દમ તોડ્યો હતો. હું આજે પણ તેમની કમી મહેસૂસ કરું છું. આજે પણ જ્યારે તે ઘટના મને યાદ આવે છે મારા શરીરના રુવાડા ઉભા થઇ જાય છે.

"ઝિંદગી જખ્મો સે ભરી હૈ વક્ત કો મરહમ બનાના શીખ લો

હારના તો મોત કે સામને હૈ ફિલહાલ ઝિંદગી સે જીના શીખ લો"

નોટ:

દોસ્તો મારી આ ઘટનાને તમારી સાથે શેર કરવાનો મુખ્ય હેતુ એ છે કે તમે ક્યારેય આવી જગ્યાએ ફરવા જાઓ છો તો તે જગ્યાથી અજાણ હોવ છો. તમને તે જગ્યાની જાણકારી નથી હોતી. જેનાથી મોટા અકસ્માત થવાની સંભાવના રહેતી હોય છે. એટલે ક્યાંક જતા પહેલાં તે જગ્યાની પૂરી જાણકારી લો, તમારી યાત્રા માટે સારુ રહેશે. અને તમારી યાત્રા પણ સુખદાયી રહેશે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads