ભૂતિયા હોટલોમાં રહેવું કોઇ ડરામણી ફિલ્મથી વધુ ભયાનક રહ્યું, જાણો કેવી રીતે?

Tripoto
Photo of ભૂતિયા હોટલોમાં રહેવું કોઇ ડરામણી ફિલ્મથી વધુ ભયાનક રહ્યું, જાણો કેવી રીતે? 1/5 by Paurav Joshi

એકવાર ભૂતિયા હોટલમાં રહો તો તમે સાહસિક કહેવાશો. જો બીજી વાર રોકાઓ તો પાગલ કહેવાશો. પરંતુ ત્યારે કેવું થાય જ્યારે તમને ખબર જ ન હોય કે તમે કોઇ એવી જગ્યાએ રોકાયા છો?

લગભગ એક દશક પહેલા મેં જ્યારે જૉન કુસેક સ્ટારર 1408ને જોઇ હતી ત્યારથી મારા લિસ્ટમાં એક ભૂતિયા હોટલમાં રહેવાનું સામેલ હતું. પરંતુ મેં નક્કી કર્યું હતું કે હું જાણી જોઇને આ કરીશ અને પડકારોનો સામનો કરીશ.

પરંતુ થયુ બિલકુલ વિપરીત!

તમારી સાથે શેર કરવા માટે મારી પાસે બે અનુભવ છે- પહેલો જર્મનીનો અને બીજો બેંગ્લોરનો. જો કે હું એ હોટલોનું નામ જણાવી નહીં શકું કારણ કે તે હોટલોને ભૂતિયા હોટલો તરીકે ચિતરવી ઠીક નથી.

હેમ્બર્ગનો એ રહસ્યમયી બ્રશ

Photo of ભૂતિયા હોટલોમાં રહેવું કોઇ ડરામણી ફિલ્મથી વધુ ભયાનક રહ્યું, જાણો કેવી રીતે? 2/5 by Paurav Joshi

વર્ષ 2016માં હેમ્બર્ગમાં મારા એક સાથીનો માસ્ટર્સનો અભ્યાસ કરવા માટે પસંદગી થઇ હતી. ત્યાર બાદ અમારી સાત લોકોની ટીમે હેમ્બર્ગ જવાનો પ્લાન બનાવ્યો. તેને પોતાના ફાઇનલ ઇન્ટરવ્યૂ માટે ત્યાં જવાનું હતું. અમે વિચાર્યું હતું કે રજાઓ ગાળવા માટે આ એક સુંદર તક છે. તે સમય જાન્યુઆરીની વચ્ચેનો હતો તો તાપમાન શૂન્યથી નીચે હોવાના કારણે ત્યાં સતત બરફવર્ષા થઇ રહી હતી.

અમે લોકોએ રોકાવા માટે એક ઘણી જ ફેમસ ફોર સ્ટાર હોટલમાં 3 રુમ બુક કર્યા. આ હોટલમાં અમે એક સપ્તાહ પસાર કર્યું અને આ જ એકમાત્ર એવી જગ્યા હતી જે અમારા બજેટમાં હતી.

ચેક ઇન કર્યાના 24 કલાક સુધી તો બધુ જ ઠીક હતું પરંતુ બીજા દિવસે સવારે અચાનક મારી તબિયત ખરાબ થઇ ગઇ. સખત તાવ સાથે જ મને ખાંસી આવવાનું શરુ થઇ ગયુ અને ખાંસતા ખાંસતા લોહી પણ નીકળવા લાગ્યું. સામાન્ય રીતે મને 101 થી વધુ તાવ નથી આવતો પરંતુ તે દિવસે મારુ તાપમાન 104 સુધી પહોંચી ગયુ. અમે અમારા ભારતના એક ડોક્ટર મિત્ર સાથે મારા તાવ અંગે વાત કરી અને તેમની સાથે દવા અંગે ચર્ચા કરી. મારો એક મિત્ર જ્યારે દવા લેવા માટે કેમિસ્ટ પાસે પહોંચ્યો અને પછી પાછો ફર્યો તો તેની અંદર પણ મારી બીમારીના લક્ષણ દેખાવા લાગ્યા. બીજા 24 કલાકમાં તો અમે સાતેય મિત્રો તાવમાં પટકાયા. આ ઘણું જ અસામાન્ય હતું.

Photo of ભૂતિયા હોટલોમાં રહેવું કોઇ ડરામણી ફિલ્મથી વધુ ભયાનક રહ્યું, જાણો કેવી રીતે? 3/5 by Paurav Joshi
અમારી હોટલની બહારનું દ્રશ્ય

બે દિવસ પછી તાવ ઉતર્યો તો મને થોડીક રાહત થઇ. મેં અને મારા રુમમેટે સલાડ ખાધું. ખાધા પછી અમે વાત કરી રહ્યા હતા તો વીજળી જતી રહી. લાઇટ પાછી આવી તો મારા દોસ્તના હાથ ત્રણ બાજુએથી કપાઇ ગયા હતા. અમે એ વાતથી હેરાન હતા કે અચાનક શું થઇ રહ્યું છે. અમે અમારા બાકીના દોસ્તોને અમારા માળ પર કોફી લાઉંજમાં મળવા માટે બોલાવ્યા. જ્યારે અમે ત્યાં પહોંચ્યા તો તેણે કહાની સંભળાવવાની શરુ કરી. તો વીજળી જતી રહી. ફરી પાછો આવ્યો તો તેના હાથ પર ત્રણ કટનું એક નિશાન હતું. અમે કંઇક વધારે જ આશ્ચર્યમાં હતા, અમે આખી રાત સૂઇ ન શક્યા.

હોટલના કર્મચારીઓએ આને માનવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો કે અહીં આવુ કંઇ બન્યું છે. સારુ હતુ કે અમારી બીજા દિવસે સવારની ફ્લાઇટ હતી. અમારા ગંતવ્ય સ્થળ સુધી પહોંચતા પહેલા અમારા બધાની ખાંસી ઠીક થઇ ચુકી હતી અને અમે પહેલા કરતા ઘણું સારુ અનુભવી રહ્યા હતા.

બેંગ્લોરમાં વગર આમંત્રણના મહેમાન

Photo of ભૂતિયા હોટલોમાં રહેવું કોઇ ડરામણી ફિલ્મથી વધુ ભયાનક રહ્યું, જાણો કેવી રીતે? 4/5 by Paurav Joshi

હેમ્બર્ગની ઘટનાના એક વર્ષ બાદ અમે દોસ્તો સાથે બેંગ્લોર ગયા હતા. અહીં એક લોકપ્રિય ફાઇવ સ્ટાર હોટલમાં રોકાયા હતા. અહીં તો હોટલમાં ચેક ઇન કર્યા બાદ જ ઘટનાઓ શરુ થઇ ગઇ હતી.

ચેક ઇન કર્યા બાદ હું કોફી પીવા ગયો અને મારી મિત્ર થાકી હોવાથી રુમમાં આરામ કરવા ગઇ. તે બેડ પર સુવા જઇ રહી હતી તો તેને લાગ્યું કે કોઇ તેના બેડ પર આવીને બેસી ગયું છે. તેને લાગ્યું કે હું કોફી લઇને આવ્યો છું પરંતુ બેડ પર કોઇ નહોતું. પરંતુ ગાદલા પર કોઇના બેસવાના નિશાન હતા. તે જાણે કે ગાંડી થઇ ગઇ અને મોઢું ધોવા બાથરુમમાં જતી રહી. જેવું તેણે ચહેરા પર પાણી છાંટ્યું તો દરવાજો પોતાની મેળે બંધ થઇ ગયો. તેણે બૂમો પાડવાનું શરુ કર્યું અને દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પરતુ દરવાજો ન ખુલ્યો. પછી મેં બાથરુમનો દરવાજો ખોલ્યો. દરવાજો ખુલતા જ તે ધ્રુજતી બહાર આવી પરંતુ પછી મને તેને શાંત કરવામાં થોડોક સમય લાગ્યો.

બીજા દિવસે સવારે અમે દોસ્તો નાસ્તાના સમયે મળ્યા તો તેમને પણ રુમમાં કોઇક હોવાનો અહેસાસ થયો હોવાનું જણાવ્યું. આ અનુભવ વાસ્તવમાં ડરામણો હતો. એટલે અમે તે જ સવારે હોટલ છોડીને અન્ય હોટલમાં રોકાવાનું નક્કી કર્યું.

Photo of ભૂતિયા હોટલોમાં રહેવું કોઇ ડરામણી ફિલ્મથી વધુ ભયાનક રહ્યું, જાણો કેવી રીતે? 5/5 by Paurav Joshi
હોટલમાં અમારી રુમનું દ્રશ્ય

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

More By This Author

Further Reads