વિડીયોઃ સુરતની આ રેસ્ટોરન્ટમાં માણસ નહીં ટ્રેન પીરસે છે ભોજન

Tripoto

સુરત એમ જ થોડી કહેવાય છે કે ખાણીપીણીનું શહેર છે કારણ કે આ જે આ વિડીયોએ સાબિત કરી બતાવ્યું છે કે ખરા અર્થમાં સુરતના લોકો પોતાના ખાણીપીણીના શોખને કારણે આખા વિશ્વમાં ઓળખાય છે.

કોવિડ પછીના યુગમાં, રેસ્ટોરાં અને ખાણીપીણીની દુકાનો ગ્રાહકોને નવીન વસ્તુઓ સાથે લલચાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં સુરતમાં એક રેસ્ટોરન્ટમાં પણ વેઈટરો દ્વારા નહીં પણ ટોય ટ્રેન દ્વારા ભોજન પીરસવાનો એક એવો જ અનોખો આઈડિયા આવ્યો સામે આવ્યો છે. રેસ્ટોરન્ટની થીમ લોકોને તેમના ભોજનનો આનંદ માણવા આકર્ષિત કરી રહીં છે.

હાલ સોશિયલ મીડિયા પર સુરતના એક રેસ્ટોરન્ટનો વિડીયોખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ રેસ્ટોરન્ટની ખાસ બાબતએ છે કે અહીં તમને ભોજન માણસ નહીં પણ ટ્રેન દ્વારા પીરસવામાં આવે છે.

લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની રહેલું આ Trainian Express રેસ્ટોરનટ સુરતના UG-47/48 એટલાન્ટા શોપર્સ, રિલાયન્સ માર્કેટ પાસે, વેસુમાં આવેલું છે. આ રેસ્ટોરન્ટમાં નાના બાળકથી લઈને મોટી ઉંમરના લોકો તમને જોવા મળશે.

રેસ્ટોરન્ટના વિડીયોમાં એક ટોય ટ્રેન રેસ્ટોરન્ટના રસોડામાંથી સીટિંગ એરિયાની નજીક આવતી જોવા મળે છે. ટ્રેનના વિવિધ ડબ્બાઓ બ્રેડ, ગ્રેવીઝ અને પાપડ જેવા અન્ય ખાદ્યપદાર્થો જોવા મળે છે. રસપ્રદ વાત એ છે કે, દરેક ટેબલ પર સુરત શહેરના વિસ્તારો મુજબ નામ પણ રાખવામાં આવ્યા છે.