ફક્ત 10 હજારમાં એક સપ્તાહની કાશ્મીર ટૂર, આ રીતે બન્યુ શક્ય

Tripoto

" ગર ફિરદૌસ બર રુએ જમીં અસ્ત, હમીં અસ્તો, હમીં અસ્તો, હમીં અસ્ત!"

ખૂસરોએ કાશ્મીરને સ્વર્ગ કીધુ છે ખરેખર એ સાચુ જ છે અને આ ફિરદૌસ (સ્વર્ગ)ની સસ્તામાં યાત્રા કરવી સરળ પણ નથી. પરંતુ મારા જેવી રખડુએ ખિસ્સાને જરાપણ ભાર ન પડે તે રીતે એક સપ્તાહની કાશ્મીર યાત્રા કરી.

આ રીતે તમે પણ કરી શકો છો!

આગમન અને વિદાય

જે રીતે મેં કરી તેમ જો તમે દિલ્હીથી યાત્રા કરી રહ્યા હોવ તો દિલ્હીથી જમ્મૂની રાજધાની એક્સપ્રેસ પકડી લેવી. આ ટ્રેનનું ભાડું 2000 રુપિયા છે. અને આ બિલકુલ આરામદાયક યાત્રા છે. જમ્મૂમાં ઉતર્યા પછી તમે શ્રીનગર અને અનંતનાગ જતી બસો કે એસયૂવી લઇ શકો છો. બસ કે એસયૂવીની કિંમત તમારી ભાવતાલ કરવાની રીત અને તમારી પસંદની ટ્રાન્સપોર્ટ અનુસાર 450 રુપિયાથી 1000 રુપિયા જેટલી હોય છે.

મેં 1,100 રુપિયામાં પહેલગામથી અનંતનાગની ટિકિટ લીધી.

પાછા ફરતી વખતે મેં શ્રીનગરથી દિલ્હીની સીધી ફ્લાઇટ બુક કરી. જો તમે એડવાન્સમાં પ્લાનિંગ કરીને ટિકિટ બુક કરાવશો તો 3200 રુપિયા જેટલી નીચી કિંમતમાં પણ કરી શકશો.

ખીણમાં ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ

તમારી સંપૂર્ણ યાત્રામાં ટ્રેન કે વિમાનનું ભાડું જ મોટો ખર્ચ છે બાકી એકવાર તમે ખીણ પહોંચી જાવ છો તો તમને સસ્તામાં પબ્લિક ટ્રાન્સપોર્ટ મળી જશે. પહેલગામ પહોંચ્યા પછી મને મારા હોટલના કર્મચારીઓએ અરુ અને બેતાબ જેવી સુંદર જગ્યા માટે એક કેબ લેવાની સલાહ આપી, જેની કિંમત 2500 રુપિયા હતી. તે દિવસે હું સ્થાનિક બજારમાં ફરી અને ખબર પડી કે સ્થાનિક સૂમો ફક્ત 30 રુપિયામાં લઇ જાય છે. જો કે તેઓ પ્રવાસીઓને આ અંગે જણાવતા નથી. આ રીતે તેઓ એક નાનકડો ટૂરિસ્ટ ગોટાળો કરે છે.

સ્થાનિક લોક, હોટલ માલિક અને કેબ ડ્રાઇવર તમને સ્થાનિક ટેક્સીઓ અંગે નહીં જણાવે પરંતુ તેઓ ઊંચી કિંમતની એક ફુલટાઇમ કેબ કે ટટ્ટુ ભાડેથી લેવા પર ભાર મુકશે. આ ગોટાળાનો શિકાર ન બનવું હોય તો જતા પહેલા તપાસ કરી લેવી.

પહેલગામથી હું સુંદર અરુ અને બેતાબ ખીણ ગઇ (જ્યાં ઇમ્તિયાઝ અલીની હાઇવેનું શુટિંગ થયું હતું.) અને બેસરન પણ ગઇ. રેટ ઘણાં ઓછા હતા (30-50 રુપિયા). હું પ્રામાણિકતાથી કહીશ કે ઘણી જગ્યાઓ પર મને 30 રુપિયા પણ ન ચૂકવવા પડ્યા કેટલાક સ્થાનિક લોકો એટલા ઉદાર અને મદદગાર હતા તે ઘણીવાર મને લિફ્ટની ઓફર કરતા હતા.

પહેલગામમાં ચાર આશ્ચર્યજનક દિવસો પસાર કર્યા પછી હું ફરીથી એક સ્થાનિક ટેક્સીમાં રુ.180 ચૂકવી શ્રીનગર આવી. ફરીથી કેબવાળા તમને એક મોંઘી કેબ બુક કરવા માટે મજબૂર કરશે, તેમને ફક્ત ના પાડો.

શ્રીનગર પહોંચ્યા પછી, મેં સ્થાનિક બસનો ઉપયોગ કરીને શહેર (જુનું શહેર, જામિયા મસ્જિદ અને હજરત બલ)ની અંદર યાત્રા કરી. બસોમાં ઘણી ભીડભાડ હોય છે, પરંતુ તે ઘણી રસપ્રદ અને ખિસ્સા ખાલી નથી કરતી. મેં આખો દિવસ દોધપથરીમાં વિતાવ્યો. બડગામની પાસે આવેલું આ એક ઓફ બીટ લોકેશન છે જ્યાં કોઇ લોકલ ટ્રાન્સપોર્ટ નથી એટલા માટે હું એક કાશ્મીરી દોસ્તની સાથે ગઇ.

રહેવાની વ્યવસ્થા

મારી યાત્રા દરમિયાન દરેક રાત હું એક અલગ બેડ પર એક અલગ હોટલમાં સુતી હતી. હું એક થ્રી સ્ટાર હોટલ, એક આરામદાયક હોમસ્ટે, એક ભવ્ય હાઉસબોટ, એક વ્યવસ્થિત ઓયો અને એક ઉત્તમ સ્થાન પર રોકાઇ હતી જે એક રિસોર્ટ બનવાની તૈયારીમાં હતો.

યાત્રા દરમિયાન એક વાર હું એક સ્ટાન્ડર્ડ હોટલથી થ્રી સ્ટાર હોટલમાં અપગ્રેડ થઇને લિદ્દર નદીને જોવા માટે ભાગ્યશાળી બની. સારી ચીજો ક્યારેક જ થાય છે જ્યારે તમે ભાગ્યોશાળી હોવ છો. આ બધી હોટલ, હાઉસબોટ અને હોમસ્ટે 1000 રુપિયા પ્રતિ રાત (કેટલાક તો રુ.500)માં મળી ગઇ હતી. જો તમે બે લોકો છો આનાથી અડધામાં રહી શકો છો. જો તમે ભવિષ્યમાં ફરવાનું પ્લાનિગ કરી રહ્યા છો તો ઓફ-સીઝનમાં જજો જે રીતે મે જુલાઇમાં કરી હતી. જેથી તમને સસ્તામાં રુમ મળી જશે.

જો ઘણાં દિવસ શ્રીનગરમાં રોકાવાનો છો તો તમારે એક રાત હાઉસબોટમાં રહેવું જોઇએ અને વહેલી સવારે (300 રુપિયામાં તરતું માર્કેટ અને ઘાટ સુધીનું રોજિંદુ આવાગમન સામેલ છે)શિકારાની જાદુઇ મુસાફરી કરવી જોઇએ. પછી તમારે સ્થાનિક સંસ્કૃતિને જાણવા અને થોડાક રુપિયા બચાવવા માટે પોતાના બાકીના સમય માટે હોમસ્ટેમાં ચેક ઇન કરો.

ભોજન

કાશ્મીર ફરવા જવા માટેનું એક બીજુ કારણ કાશ્મીરનું ભોજન પણ છે. કાશ્મીરી પુલાવ, કાશ્મીરી વઝવાન, કેહવા અને નન ચા, તેમની પરંપરાગત બિરિયાની અને ઘણાં બધા સૂકા મેવા, આ બધુ જ તમારા માટે સ્વર્ગના અસાધારણ ટુકડા સમાન છે. જો તમે થોડાક સમય માટે ચારે બાજુએ જોશો તો તમને યોગ્ય રેસ્ટોરન્ટ મળશે, તમને કેટલાક અદ્ભુત શુદ્ધ શાકાહારી રેસ્ટોરન્ટ પણ મળશે, કારણ કે અહીં હિંદુ તીર્થયાત્રીઓની ભારે ભીડ રહે છે.

મેં ભોજન પર પ્રતિદિન 200 રુપિયાથી વધુનો ખર્ચ ન કર્યો, કારણ કે ભોજનની માત્રા ઘણી વધારે હોય છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો