આ રખડુ જોડી ફરી ચુકી છે 193 દેશ અને તે પણ ફુલ ટાઇમ નોકરીની સાથે!

Tripoto

દરેક વ્યક્તિ દુનિયા ફરવા માંગે છે, પરંતુ મોટાભાગે આપણે કોઇને કોઇ કારણથી આવુ નથી કરી શકતી. ક્યારેક નોકરી, ક્યારેક પરિવાર તો ક્યારેક ચીજોની જવાબદારીના કારણે આ સપનું મોટાભાગે સપનું બનીને જ રહી જાય છે. પરંતુ પ્રસન્ના અને સંગીતા એક એવું કપલ છે જેણે આવા કોઇપણ બહાનાને દુનિયા ફરવાની પોતાની ઇચ્છાઓને આડે નથી આવવા દિધા. એટલા માટે તો તેઓ ફુલટાઇમ જૉબ હોવા છતાં દુનિયાના 193 દેશો ફરી શક્યા!

Photo of આ રખડુ જોડી ફરી ચુકી છે 193 દેશ અને તે પણ ફુલ ટાઇમ નોકરીની સાથે! 1/11 by Paurav Joshi
ક્રેડિટઃ પ્રસન્ના

તેમણે પોતાની ઝિંદગી પોતાના હિસાબે બનાવી છે જેમાં તે કામ કરે છે અને ફરે પણ છે. કેવી રીતે આ કપલ આવુ કરી શકે છે એ જાણવા માટે મેં પ્રસન્નાને તેમની આ મુસાફરી અંગે કેટલાક સવાલ પૂછ્યા.

તમારા માટે ભારત અને વિદેશમાં ફરવાનો અનુભવ કેટલો અલગ હતો?

આનો જવાબ આપવો મુશ્કેલ છે કારણ કે ભારત ફક્ત એક દેશ નથી, આ મહાદ્વિપ જેવો છે. જ્યારે પણ તમે ભારતના અલગ અલગ રાજ્યોમાં ફરો છો તો તમે ઘણાં અલગ દેશ, ક્ષેત્ર અને સંસ્કૃતિને જુઓ છો. તમારી પાસે બધા પ્રકારના વિસ્તાર હોય છે, ડઝનો અલગ પ્રકારની ભાષા બોલનારા લોકો મળે છે, ખાવાનું તો ફક્ત એક રાજ્યથી બીજા રાજ્યમાં નહીં પરંતુ દરેક બીજા વિસ્તારમાં બદલાઇ જાય છે અને લોકો છે જે અલગ અલગ જુએ છે અને અલગ પ્રકારના કપડા પહેરે છે.

Photo of આ રખડુ જોડી ફરી ચુકી છે 193 દેશ અને તે પણ ફુલ ટાઇમ નોકરીની સાથે! 2/11 by Paurav Joshi
ક્રેડિટઃ પ્રસન્ના

ફરતી વખતે જે વાત આપણને સૌથી વધુ ઉત્સાહિત કરે છે એ કોઇ નવી જગ્યા કેટલી અલગ હશે, ત્યાંના સ્થાનિક લોકો, ભાષા, ખાવાનું અને બીજી ચીજો કેટલી ખાસ હશે. ભારતમાં તમે ફક્ત એક રાજ્યથી બીજા રાજ્યની બોર્ડર ક્રોસ કરો અને ક્યારેક તો તેની જરુર પણ નહીં પડે. તે જ રાજ્યમાં તમને અસાધારણ અને રોમાંચથી ભર્યો અલગ અનુભવ મળશે.

Photo of આ રખડુ જોડી ફરી ચુકી છે 193 દેશ અને તે પણ ફુલ ટાઇમ નોકરીની સાથે! 3/11 by Paurav Joshi
ક્રેડિટઃ પ્રસન્ના

ફરવા માટે આટલો ટાઇમ કાઢવાનું રહસ્ય શું છે? તમારી નોકરી સારી હતી કે તમારી ટાઇમ મેનેજમેન્ટ સ્કીલ એટલી સારી હતી કે તમે ફુલ ટાઇમ જોબની સાથે 193 દેશ ફરી લીધા?

આમ તો બન્ને ચીજોની જરુર પડે છે. દરેક પ્રકારની નોકરીમાં તમને આવી તક નથી મળથી જેમ કે ટેક ઇન્ડસ્ટ્રીમાં તમે અલગ-અલગ જગ્યાએથી કામ કરો છો. અમે બન્ને નવી કંપનીઓની સાથે કામ કરી રહ્યા છીએ તો તેમાં કેટલીક છૂટ મળી જાય છે અને અમે ભાગ્યશાળી પણ છીએ કે અમને એવા મેનેજર્સ મળ્યા જેના કારણે આ શક્ય બન્યું. જો કે અમારા માટે આ ઘણો વ્યસ્ત કાર્યક્રમ થઇ જતો હતો. કામ સમાપ્ત કરવું, નાનકડી ટ્રિપમાં અનેક દેશોમાં ફરવું, અનેક ટાઇમ ઝોનમાં ટ્રાવેલ કરવું, જેટ લેગ વેઠવું વગેરે.

Photo of આ રખડુ જોડી ફરી ચુકી છે 193 દેશ અને તે પણ ફુલ ટાઇમ નોકરીની સાથે! 4/11 by Paurav Joshi
ક્રેડિટઃ પ્રસન્ના

તમારે સૌથી પહેલા તો એ સમજવું પડશે કે તમે કેવા પ્રકારના ટ્રાવેલર છો. કેટલાક લોકો થાઇલેન્ડમાં જ બ સપ્તાહ પસાર કરી નાંખે છે અને કેટલાક એક સપ્તાહમાં જ પાંચ દેશો ફરી આવે છે. અને બીજા નંબરવાળા ટ્રાવેલર છીએ અને એટલા માટે આટલા સમયમાં અમે ઘણાં બધા દેશ ફરી ચૂક્યા છીએ. અમે દરેક દેશમાં બીજીવાર જવાનું પસંદ કરીએ છીએ અને આખા દેશનો અનુભવ લઇએ છીએ પરંતુ પ્રથમ લક્ષ્ય અમારુ એ હોય છે કે પહેલીવારમાં અમે વહેલીતકે તે દેશને જાણી લઇએ, ત્યાંના લોકો અને ખાવા પીવાને સમજી શકીએ.

ઘણાં બધા લોકો ભારતીય પાસપોર્ટ પર દુનિયા ફરવાને લઇને પરેશાન રહે છે. તમારો અનુભવ કેવો હતો?

જ્યારે અમે મુસાફરી કરવાનું શરુ કર્યું તો ફક્ત કેટલાક જ દેશ હતા જે ભારતીયોને વિઝા વગર કે વિઝા ઓન એરાઇવલની સુવિધા આપતા હતા. પરંતુ આજે 60 કરતાં વધારે દેશ એવા છે જે આવી સુવિધા આપી રહ્યા છે. વિઝાને અલગ રાખી દઇએ તો ભારતીયો કોઇપણ દેશમાં ચિંતા વગર ફરી શકે છે અને તેનું શ્રેય બૉલીવુડની લોકપ્રિયતાને પણ જાય છે. પહેલા અમારે વિગતવાર જાણકારી આપવી પડતી હતી કે અમે ક્યાંથી આવ્યા છીએ. પરંતુ હવે દરેક વ્યક્તિ ભારતીયને જાણે છે. નવા ટ્રાવેલર્સને આનાથી ફાયદો થશે, તેમને દુનિયામાં ક્યાંય પણ ભારતીય ખાવાનું અને મ્યૂઝિક મળી જશે.

Photo of આ રખડુ જોડી ફરી ચુકી છે 193 દેશ અને તે પણ ફુલ ટાઇમ નોકરીની સાથે! 5/11 by Paurav Joshi
ક્રેડિટઃ પ્રસન્ના

આ ખરેખર રસપ્રદ છે કે અંતરિયાળ જગ્યાઓ જેવી કે આફ્રિકા, મધ્ય એશિયા અને પૂર્વ સોવિયત સંઘના વિસ્તારોમાં ભારતીય ફિલ્મી સ્ટાર્સ, ફિલ્મો (ટીવી સીરિયલ સુદ્ધા) કેટલા લોકપ્રિય છે. અમને આર્મેનિયા અને કૉંગોમાં એવા પણ લોકો મળ્યા હતા જેમણે રાજ કપૂરના ગીતો ગાયા. તુર્કમેનિસ્તાનમાં પ્રેમાળ વૃદ્ધ આંટીઓએ મિથુન ચક્રવર્તીના ડિસ્કો ડાન્સર પર ડાન્સ કર્યો. મોરક્કોમાં નવા અને યુવા ફેરીવાળાઓએ મારી પત્ની માટે શાહરુખ ખાનની ફિલ્મ DDLJના ગીતો પણ ગાયા. આ બધો એકદમ જાદુઇ અનુભવ હતો.

શું દુનિયા ફરવી હંમેશાથી તમારુ સપનું હતું કે સમયની સાથે આ તમારો શોખ બની ગયું?

25 વર્ષની ઉંમર સુધી મારી પાસે પાસપોર્ટ ન હતો અને મારી પહેલી ઇન્ટરનેશનલ અમેરિકાની હતી જ્યાં મારે નોકરીના કારણે રહેવાનું હતું. અમેરિકામાં રહેતા ટ્રાવેલ કરવાનું સરળ થઇ ગયું હતું કારણ કે ફ્લાઇટ પર અમને અનેક ડીલ મળી જતી હતી. એકવાર જ્યારે અને ફરવાનું શરુ કર્યું તો ત્યારપછી અમે અટકવાનું નામ ન લીધું. અમારી પહેલી ટ્રિપ સિએટલથી લંડનની હતી. આ ઘણી રસપ્રદ હતી. અમને વિદેશી લોકો, અલગ કલ્ચર, અજાણી જગ્યા મળી રહી હતી. અમે તેનાથી ટેવાઇ ગયા હતા. જ્યારે પણ અમને રજાઓ મળતી હતી, મન કરતું હતું કે અમે આ રીતે જ ફરતા રહીએ.

Photo of આ રખડુ જોડી ફરી ચુકી છે 193 દેશ અને તે પણ ફુલ ટાઇમ નોકરીની સાથે! 6/11 by Paurav Joshi
ક્રેડિટઃ પ્રસન્ના

તમે અલગ-અલગ જગ્યાએ બીયર પીવાનું પસંદ કરો છો. તો તમારી આ વર્લ્ડ ટૂર પર બીયર પીવામાં સૌથી વધુ મજા ક્યાં આવી?

આ સવાલનો જવાબ આપવો થોડોક મુશ્કેલ છે. મને બધી જગ્યાએ બીયર પીવાનું પસંદ છે, તમે મારુ સંપૂર્ણ કલેક્શન જોઇ શકો છો. જો તેમાં મારી પસંદગીની જગ્યા પસંદ કરવી હોય તો હું ઓકીનાવાને પસંદ કરીશ આ અનુભવ મેં ચુરામી એક્વેરિયમમાં લીધો હતો. આ અનુભવને સૌથી મજેદાર એટલા માટે હતો કારણ કે એક્વેરિયમમાં રહેલી સ્ટિંગરે માછલીને પણ આ ઘણું પસંદ આવ્યું અને તે તો જાણે કે આના માટે બહાર જ છલાંગ લગાવવાની હતી.

Photo of આ રખડુ જોડી ફરી ચુકી છે 193 દેશ અને તે પણ ફુલ ટાઇમ નોકરીની સાથે! 7/11 by Paurav Joshi
ક્રેડિટઃ પ્રસન્ના

દ્રશ્યો, ખાવાનું કે કોઇ જગ્યાનું કલ્ચર - તમારા માટે સૌથી જરુરી શું છે?

હું આમાંથી કોઇ એક વસ્તુ પસંદ ન કરી શકું, અમારા માટે આ બધાનું મહત્વ છે. બે જગ્યાની વાત કરીએ તો ચેન્નઇનું ખાવાનું અને કલ્ચર શ્રેષ્ઠ હોઇ શકે છે પરંતુ હું કાશ્મીરને પસંદ કરીશ કારણ કે ત્યાંનું ખાવાનું ગજબનું છે, કલ્ચર પોતાની તરફ આકર્ષિત કરે છે અને જોવાલાયક શાનદાર પ્રાકૃતિક નજારો પણ છે.

Photo of આ રખડુ જોડી ફરી ચુકી છે 193 દેશ અને તે પણ ફુલ ટાઇમ નોકરીની સાથે! 8/11 by Paurav Joshi
ક્રેડિટઃ પ્રસન્ના

શું તમે આટલા બધા દેશોમાં ફરવા દરમિયાન ભારતીયોને લઇને કોઇ માનસિકતાને નોટિસ કરી છે?

અમે જ્યાં પણ ગયા બૉલીવુડ અને યોગા જેવી ચીજો ભારતની સાથે જોડાયેલી જોઇ. તેઓ દક્ષિણ ભારત અંગે કંઇ નથી જાણતા, તેઓ ભારતના દરેક પ્રકારના ભોજનને ઇન્ડિયન ફૂડ બોલે છે અને માને છે કે ભારતમાં દરેક યોગ એક્સપર્ટ હશે. તેમને એ પણ લાગે છે કે અમે ભારતમાં ફક્ત બૉલીવુડ ફિલ્મો જ જોઇએ છીએ.

પોતાની પત્ની સંગીતાની સાથે ટ્રાવેલિંગ પર તમારી રિલેશનશિપ પર શું અસર પડી?

હકીકતમાં અમારા સંબંધમાં આની ઘણી પ્રેમાળ અસર પડી હતી. અમને બન્નેને ફરવું અને નવી જગ્યાઓ પર જવાનું પસંદ છે. એક અજાણી જગ્યાએ હોવું અને સુંદરતાને નિહાળવાથી અમને એક નવી ઉર્જા મળતી હતી અને અમારો રોમાંસ ફરી શરુ થઇ જતો હતો. લગ્નના 20 વર્ષ અને એકબીજાને ઓળખવાના 25 વર્ષ બાદ પણ અમને એવું લાગે છે કે અમે હંમેશા હનીમુન પર છીએ. અમને પોતાને #RomanticRoadWarriors હેશટેગ આપવાનું ઘણું પસંદ છે.

Photo of આ રખડુ જોડી ફરી ચુકી છે 193 દેશ અને તે પણ ફુલ ટાઇમ નોકરીની સાથે! 9/11 by Paurav Joshi
ક્રેડિટઃ પ્રસન્ના

તમારી ટ્રિપમાં એક એવો અનુભવ કયો છે, જેનાથી તમને લાગ્યું કે તમે તમારા સપનાની ઝિંદગી જીવી રહ્યા છો?

અમે ઝામ્બિયાના સાઉથ લોંગ્વા નેશનલ પાર્કમાં એક દિવસ પસાર કર્યો જ્યારે અમે પગે ચાલીને હાથીઓને જોવાની કોશિશ કરી અને દિપડાને શોધવા માટે લાંબુ લાંબુ ડ્રાઇવિંગ કર્યું. સાંજના સમયે, અચાનક ગાઇડ અને ડ્રાઇવરમાં ચર્ચા શરુ થઇ ગઇ. તેઓ આફ્રિકામાં એક સારા સૂર્યાસ્તના અનુભવ માટે સૌથી જરુરી ચીજ, આઇસબૉક્સ અને તેમાં રહેલો સામાન કેમ્પમાં જ ભૂલી ગયા હતા. સ્ટાફ ઘણો પ્રેમાળ અને ફ્રેન્ડલી હતો જેના કારણે પોતાની ઉદાસી પણ ન દેખાડી. આ અમારી ટ્રિપનો છેલ્લો દિવસ હતો અને અમારી પાસે આ સાંજે મજા કરવાનું કો સાધન નહોતું.

Photo of આ રખડુ જોડી ફરી ચુકી છે 193 દેશ અને તે પણ ફુલ ટાઇમ નોકરીની સાથે! 10/11 by Paurav Joshi
ક્રેડિટઃ પ્રસન્ના

અમે પૂરો પ્રયત્ન કરી રહ્યા હતા કે અમે ઉદાસ ન થઇએ બિલકુલ આ જ સમયે અમારી ગાડી જમણી તરફ વળી ગઇ અને એવું લાગી રહ્યું હતું કે જાણે અમે કોઇ પહાડના શિખરે જઇ રહ્યા છીએ. અમે એક ખુલ્લી જગ્યામાં આવી ગયા હતા, સાચે જ તે એક પર્વતનો કિનારો હતો ત્યાં કેમ્પના બીજા સ્ટાફે અમારુ સ્વાગત કર્યું અને ત્યાં તે સાંજને એન્જોય કરવા માટે ઘણું બધુ હતું. તમે શબ્દોમાં આ અનુભવનું વર્ણન ન કરી શકો.

રીંગણ જેવા કલરનું આકાશ અને ડૂબતા સૂરજને જોઇને અમે જ્યાં બેઠા હતા, ત્યાં નજીકમાં જ દરિયાઇ ઘોડાનું ઝુંડ મોજ કરી રહ્યું હતું. આ બધુ ઘણું જ શાનદાર અને ક્યારેય ન ભૂલ શકાય તેવો નજારો હતો. ત્યાં સુધી કે જેણે કદી ડ્રિંક્સને હાથ નથી લગાવ્યો, તેણે પણ વાઇનનો ગ્લાસ ઉઠાવ્યો હતો, આ ખરેખર એક શાનદાર અનુભવ હતો.

તમને શું લાગે છે લોકો કેવી રીતે પોતાની નોકરીની સાથે ટ્રાવેલને પોતાની ઝિંદગીનો હિસ્સો બનાવી શકે છે?

પોતાના જીવનમાં રેગ્યુલર ટ્રાવેલ કરવા માટે તેને વેકેશનની જેમ જોતા ફક્ત રજાઓ સુધી સીમિત ન રાખો પરંતુ તેને પોતાની લાઇફ સ્ટાઇલ બનાવો. જેમ કે કેટલાક લોકો નવી જગ્યાએ ખાણી-પીણી અને શહેરમાં ફરવાનું પસંદ કરે છે, તેવી જ રીતે અમે હંમેશા નવી જગ્યા, કલ્ચર અને નાઇટલાઇફને જીવવાનું પસંદ કરીએ છીએ. આ રીતે અમે ટ્રાવેલને પોતાના જીવનનો હિસ્સો બનાવ્યો છે.

Photo of આ રખડુ જોડી ફરી ચુકી છે 193 દેશ અને તે પણ ફુલ ટાઇમ નોકરીની સાથે! 11/11 by Paurav Joshi
ક્રેડિટઃ પ્રસન્ના

અમે માનીએ છીએ કે મટિરિયલ ચીજોથી વધુ આપણો અનુભવ મહત્વનો છે. મારા હિસાબે બીજી કોઇ વસ્તુ કરતા ટ્રાવેલનો અનુભવ તમારી સાથે લાંબા સમય સુધી રહે છે. મને છેલ્લા 2 દશકમાં ખરીદેલા મારા ઇલેક્ટ્રૉનિક ડિવાઇસ કદાચ જ યાદ હશે પરંતુ હું અત્યાર સુધીની મારી મુસાફરીના અનુભવને ક્યારેય નહીં ભુલી શકું. એટલા માટે આપણે અનુભવ કરીએ છીએ કે ટ્રાવેલ આપણી ઝિંદગીનો એક ભાગ હોવો જોઇએ.

છે ને આ કમાલની જોડી!

અમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads