આપણે મોટાભાગે ઘરથી દૂર જઇને રજાઓ ગાળવાનુ પસંદ કરીએ છીએ, પરંતુ મારા માટે સૌથી ખાસ યાત્રાનો અનુભવ એ રહ્યો છે કે મને ઘરથી દૂર એક ઘર મળી ગયું હતું. ઘણો જ યાદગાર અનુભવ હતો જ્યારે મેં ઓગસ્ટમાં લૉંગ વીકેન્ડ દરમિયાન દેહરાદૂનની યાત્રા કરી. હિમાચલમાં ભારે વરસાદ હોવાના કારણે પર્વતીય રસ્તા ઘણાં જ કઠીન થઇ ગયા હતા, જેથી મેં દેહરાદૂનમાં રોકવાનો નિર્ણય કર્યો.
હું મોટાભાગે મારી યાત્રા માટે એકાંત જગ્યાએ રહેવાનું પસંદ કરું છું, જેથી દેહરાદૂનમાં રોકાવાને લઇને ઘણી આશંકાઓ હતી. એવામાં એક દોસ્તે જ્યાં રોકવાની ભલામણ કરી તે શહેરથી 15 કિ.મી. દૂર હતું. વણજારા, ધ ફૉરેસ્ટ રિટ્રીટ. મેં બુકિંગ કર્યું અને ઘણી જલદી મારી ટેક્સી રિસ્પના નદીના કિનારે પહોંચી ચુકી હતી. જ્યાં થોડાક જ અંતરે વણઝારા આવતું હતું.
સુંદર વણઝારાની મુલાકાત
મુખ્ય શહેરથી ધોલાસ ગ્રામ તરફ આગળ વધ્યો તો મારી કાર ગામડાઓ અને લીલાછમ જંગલોથી ઘેરાયેલા પહોળા રસ્તા પાસેથી પસાર થવા લાગી. આ બપોરનો સમય હતો અને સામાન્ય છાંટાથી મારુ વેલકમ થયું. વણઝારાના ગેટ પર પહોંચીને મારી કાર વળાંકવાળા રસ્તાઓથી પસાર થતી રહી. સામે 2 એકરમાં ફેલાયેલો રાજસી વિલા જોઇ શકાતો હતો જે ઉંચા વૃક્ષો, પાંદડા અને ફૂલોથી હર્યોભર્યો હતો. મને વિશ્વાસ નહોતો થઇ રહ્યો હતો કે આટલો સુંદર વિલા અહીં હોઇ શકે છે.
વરસાદથી બચવા માટે અંદર ઘુસી ગયો હતો અને જેવી મારી નજર ઘરની બનાવટ પર પડી, હું ખુશીથી ઉછળી પડ્યો. હું એ જગ્યાએ જતો રહ્યો હતો જ્યાં અપાર સૌદર્ય અને પોઝિટિવિટીની લહેરો ઉઠી રહી હતી. મને લાગવા લાગ્યું હતું કે આ એક ખાસ યાત્રા થવા જઇ રહી હતી. વણઝારા સફેદ રંગમાં સ્નાન કરી રહ્યંહ હતું અને દરેક ખૂણાંમાં દુનિયાભરની યાત્રા સાથે જોડાયેલી કલાકૃતિઓ અને પુસ્તકોમાંથી એક અલગ જ માહોલ બની રહ્યો હતો.
હું દિલ્હીની સાંકડી જગ્યાએથી અહીં આવ્યો હોવાથી મને આ જોઇને ઘણો જ આનંદ થયો કે ઘર ઘણું મોટુ અને હવાઉજાસવાળુ હતું. કોંક્રીટની દિવાલોને લાંબી અને મોટી બારીઓથી ભરી દેવામાં આવ્યું હતું જેના કારણે અજવાળુ ચારેતરફ હતું. ચોમાસાની ઠંડી અને ભીની હવાઓએ ઘરમાં જ્યારે ઘુસવાનુ શરુ કર્યું તો અજીબ સંગીત વાગવા લાગ્યું અને ચારેબાજુ એક પ્રકારની સુગંધ ફેલાઇ ગઇ. અહીં થોડીકવારમાં જાણે મારી આત્મા તૃપ્તી અનુભવવા લાગી. ઘરનો માહોલ કોઇ સપના જેવું લાગી રહ્યું હતું અને મારુ રોમ રોમ રોમાંટિક ફીલ કરી રહ્યું હતું.
વીકેન્ડ પર મારુ જબરજસ્ત સ્વાગત કરવામાં આવ્યું જે મારા હોસ્ટ તરફથી હતું જેમાં ઉન્નતિ આંટી અને સુભાષ અંકલ સામેલ હતા. આ કપલે નિવૃત થયા બાદ પ્રકૃતિની વચ્ચે એવુ ઘર બનાવ્યુ છે જે કોઇને પણ આકર્ષિત કરી શકે છે. આ એ વણઝારા છે જેને નાનકડુ અભ્યારણ્ય પણ કહી શકાય છે. મને લાગે છે કે આ અમારા જેવા કુદરતને પ્રેમ કરનારા લોકો માટે સૌભાગ્યની વાત છે કે તેમણે આને બધા માટે ખુલ્લુ રાખ્યું છે. ત્યાં મને ક્યારેય એવુ ન લાગ્યું કે અજાણ્યા લોકોની વચ્ચે છું, આવુ ઘણું ઓછુ બને છે. હોસ્ટ આંટી અને અંકલના સ્નેહે મારા વેકેશનને ખાસ બનાવી દિધું. આંટીએ આ ખાસ જગ્યા અંગે હરતા-ફરતા મને જણાવ્યું અને મને એક પળ માટે પણ ન લાગ્યું કે હું એકલો આવ્યો છું. જીવનમાં નાની-નાની વસ્તુઓમાં મોટી ખુશીઓ શોધવાની આ રીતો મારા માટે કોઇ મોટા અનુભવથી કમ નહોતી.
હું જ્યાં પણ ક્યાંય જાઉંછું તો બહાર ફરવાનું પસંદ કરુંછું પરંતુ અહીં વરસાદ અને વણઝારાના આરામદાયક માહોલે મને અંદર જ પુરી રાખ્યો. આવું પહેલીવાર થયું કે બહાર નીકળ્યા વગર મેં વીકેન્ડ એન્જોય કર્યો. ધાબળા (બ્લેન્કેટ)માં પડ્યા પડ્યા પુસ્તકો વાંચવા અને શ્યામભાઇના બનાવેલા સ્નૅક્સ ખાતા ખાતા વરસાદનો આનંદ લીધો. સામાન્ય રીતે મારી યાત્રા દરમિયાન હું જે ચીજનો સૌથી ઓછો ઉપયોગ કરુંછુ તેમાં મારો રૂમ પહેલા નંબરે આવે છે. પરંતુ અહીં કેસ આખો ઉલટાઇ ગયો હતો અને રૂમમાં રોકાવાનું હું એન્જોય કરવા લાગ્યો હતો. અહીં મને જે સુવિધાઓ, કન્ફર્ટ અને સ્નેહ મળ્યો હતો તે કોઇ હોટલ તો ક્યારેય નહોતી આપી શકવાની. અહીં રૂમમાં પણ મારી પસંદગીની જગ્યા તે કોર્નર હતી જ્યાંથી બારીના ખૂણે પગ લટકાવીને બેસવું અને ભૂરા આકાશને બસ અનંત સમય સુધી નિરખ્યા જ કરવાનું સંભવ હતું.
મેં આની પહેલા ક્યારેય કોઇ નવી જગ્યાએ ઘર જેવો અનુભવ નહોતો કર્યો, અને મારી ઇચ્છા હતી કે હું વણઝારામાં હંમેશા માટે રહી શકું.
ઘરનું બનેલુ સ્વાદિષ્ટ ખાવાનું
હું દિલ્હીમાં એકલો જ રહું છું અને મોટાભાગે બહારના ખાવા પર ડિપેન્ડ રહું છું, એટલે જ્યારે મને ખબર પડી કે મને ઘરનું બનેલુ ખાવાનું મળશે તો તમે મારા ઉત્સાહની કલ્પના કરી શકો છો. શ્યામ ભાઇ રાંધવામાં એક્સપર્ટ છે અને તે ખરેખર શાનદાર ખાવાનું બનાવે છે. મારી પાસે સ્વાદિષ્ટ ઉત્તર ભારતીય ખાવાનો વિકલ્પ હતો પરંતુ એ વાતનું આશ્ચર્ય હતું કે દાળ અને શાકભાજીનો સ્વાદ કેવો હશે. હકીકતમાં, ત્યાં ચિકન, મટન અને માછલીની સાથે-સાથે કૉન્ટિનેંટલ ડિશોના ઓર્ડર્સ આવી શકે છે. જો કે વણઝારા એક ઘર છે, એટલે તમારે સમયસર ઓર્ડર આપવાના હોય છે જેથી બધી વ્યવસ્થા થઇ શકે.
વણઝારાની આસપાસ શું છે ખાસ?
નદીના કિનારે લટાર મારવી
વણઝારાની પાસે જ એક નદી વહે છે, એટલે તમે જંગલની સાથે જ નદી કિનારે લટાર મારવાનો આનંદ માણી શકો છો. તમે નદી કિનારે એકાંતમાં કલાકો બેસી શકો છો કે પછી ઇચ્છો તો નદીમાં ઉતરીને રમી શકો છો. સૌથી સારી વાત એ છે કે કોઇ વધારે ફેમસ જગ્યા નથી જેથી અન્ય ટૂરિસ્ટ સ્પૉટની જેમ અહીં ભીડ-ભાડ થવાના ચાન્સિસ જ નથી બનતા.
કરણી માતા મંદિર સુધી ટ્રેક
વણઝારાની સામે પહાડના શિખરે કરણી માતાનું મંદિર છે. અડધા કલાકનો ટ્રેક તમને મંદિર સુધી લઇ જશે, જ્યાંથી તમે ખીણના શાનદાર દ્રશ્યોને જોઇને રોમાંચિત થઇ શકો છો.
ગામમાં લટાર મારવી
વણઝારાથી થોડાક જ દૂર અનેક ગામ છે જે સાંજે આંટો મારવા માટે યોગ્ય જગ્યા છે. ગામડાના જીવનને નજીકથી જુઓ, જંગલોમાં ફરો અને પ્રકૃતિની વચ્ચે જઇને કેટલાક સમય માટે દુનિયાદારી ભુલી જાઓ. વરસાદ હોવા છતાં હું ફરવા નીકળ્યો હતો અને આ સુંદર અનુભવને ના કહેવાનું કોઇ બહાનું ન મળી શકે.
દેહરાદૂન જઇ આવો
જો તમે આસપાસ બધુ જ જોઇ લીધુ છે તો દેહરાદૂન શહેર પણ ફરી આવો. રૉબર્સ કેવ, સહસ્ત્રધારા ઝરણું, માઇંડ્રોલિંગ મૉનેસ્ટ્રી પર જાઓ કે મસૂરી અને લેંડોરના પહાડોમાં એક દિવસ પસાર કરવાનો પ્લાન બનાવો.
કેવીરીતે પહોંચશો
રોડઃ જો તમે દિલ્હીથી રોડ દ્ધારા આવી રહ્યા છો, તો વણઝારા લગભગ 270 કિ.મી. દૂર છે. આ રુટને ફોલો કરો.
દિલ્હી- શહાદરા- દેવબંધ- નાંગલ- દેહરાદૂન- ધૌલાસ- વણઝારા
આ ઉપરાંત તમને દિલ્હીથી દેહરાદૂન આવવા-જવા માટે વોલ્વો બસો મળી જશે.
રેલવેઃ વણઝારા સુધી પહોંચવા માટે સૌથી સુવિધાજનક રીત દિલ્હીથી દેહરાદૂન માટે ટ્રેન પકડવી. શતાબ્દી એક્સપ્રેસ જે દિલ્હીથી સવારે 6 વાગે ઉપડે છે અને દેહરાદૂનથી સાંજે 4.30 કલાકે પાછી ફરે છે. આ યાત્રાને પૂરી કરવા માટે પાંચ કલાક લાગે છે. સ્ટેશનથી વણઝારા માત્ર એક નાનકડી ડ્રાઇવ પર મોજુદ છે.
હવાઇ યાત્રાઃ તમે દિલ્હીથી દેહરાદૂન માટે પણ ઉડ્યન ભરી શકો છો. સ્પાઇસજેટ, એર ઇન્ડિયા અને ઇંડિગો જેવી એરલાઇન્સ સતત ઉડ્યન ભરે છે. યાત્રા માત્ર 45 મિનિટથી 1 કલાકની છે. અહીંથી વણઝારા માત્ર એક નાનકડી ડ્રાઇવ પર જઇ શકાય છે.
એટલે જો તમે નાનકડી રજાની શોધમાં છો જે તમને ફરી જીવંત કરી દેશે, તો વણઝારા જઇ આવો. અહીં તમને પ્રકૃતિના સ્નેહનો તો અનુભવ થશે જ સાથે જ એવું લાગશે કે જાણે તમે કોઇ પરિલોકમાં આવી ગયા છો.