નમામિ દેવી નર્મદે: ગુજરાતીઓની જીવાદોરી મા રેવા

Tripoto

હિન્દુઓની આસ્થામાં ગંગા નદીનું અનેરું મહત્વ છે. અપાર ધાર્મિક મહિમા ધરાવતી ગંગા જેટલું જ, કદાચ ગુજરાતીઓ થકી તેનાથી પણ વધુ પૂજાતી નદી એટલે નર્મદા. કોઈ ગ્લેશિયરની સહાય વિના માત્ર વરસાદનાં પાણીથી વહેતી નર્મદા ગુજરાતની કરોડોની જનતાની જીવાદોરી છે. ચાલો, ભારતની ૭ મુખ્ય નદીઓમાં સ્થાન ધરાવતી નર્મદા વિષે જાણીએ.

Photo of નમામિ દેવી નર્મદે: ગુજરાતીઓની જીવાદોરી મા રેવા 1/3 by Jhelum Kaushal
ક્રેડિટ્સ: અકસવીર

મધ્યપ્રદેશ તેમજ છત્તીસગઢની મૈકાલ પર્વતમાળામાં આવેલી અમરકંટકની પહાડી એ નર્મદા નદીનું ઉદગમસ્થાન છે. ત્યાંથી નીકળીને ૧૩૧૨ કિમીનું અંતર કાપ્યા બાદ નર્મદા નદી ગુજરાત પાસે આવેલા અરબી સમુદ્રમાં ભળી જાય છે. સમુદ્રની નજીકમાં આ નદી ૨૧ કિમી જેટલો વિશાળ પટ ધરાવે છે.

કોઈ ગ્લેશિયર વગર આ નદી આખું વર્ષ પાણી કેવી રીતે પૂરું પાડે છે?

Photo of નમામિ દેવી નર્મદે: ગુજરાતીઓની જીવાદોરી મા રેવા 2/3 by Jhelum Kaushal
ક્રેડિટ્સ: ઉત્કર્ષ સૂદ

નર્મદા નદીનો જન્મ થાય છે નર્મદા કુંડથી. નર્મદા કુંડ પર ભગવાન ઇન્દ્રની ખૂબ મહેરબાની છે એટલે આ કુંડમાં દર વર્ષે પુષ્કળ પાણી જમા થાય છે, આશરે ૧૪૦ સેમી જેટલું! ત્યારબાદ જબલપુર અને પંચમઢીની નાની-નાની નદીઓ આ મહાનદીમાં ભળે છે. સાથોસાથ વરસાદનું પાણી તો ખરું જ! જ્યાં ઉનાળામાં પણ પૂરતું પાણી ભરાઈ રહે છે તેવા નાના-મોટા તળાવો પણ નર્મદાને સહાય કરે છે. પરિણામે એટલું પર્યાપ્ત પાણી ભેગું થાય છે કે આખું વર્ષ આ નદી વહ્યા કરે છે. ગુજરાતનાં મોટા ભાગના વિસ્તારોમાં આ નદીની પહોળાઈ ૧.૫ કિમીથી ૩ કિમી જેટલી છે.

નર્મદા નદી અને વેદ કથાઓ

Photo of નમામિ દેવી નર્મદે: ગુજરાતીઓની જીવાદોરી મા રેવા 3/3 by Jhelum Kaushal
ક્રેડિટ્સ: પ્રદીપ સગવાલ

વેદો-પુરાણોમાં નર્મદાને ગંગા કરતાં પણ વધુ પવિત્ર નદી કહેવામાં આવી છે. કહેવાય છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે તે નર્મદા નદીના દર્શન માત્રથી મળી જાય છે.

અરે! એવું પણ માનવામાં આવે છે કે ગંગામાં લાખો લોકો પાપ ધોવા આવે છે એટલે ગંગા નદી પોતાની શુદ્ધિ માટે નર્મદા પાસે આવે છે. દર વર્ષે વૈશાખ મહિનાની સાતમે ગંગા શુદ્ધિકરણ માટે નર્મદા પાસે આવે છે. ભૌગોલિક દ્રષ્ટિએ આ વાત અશક્ય લાગે પણ આ સત્ય છે.

ગુજરાતમાં ચાંદોદ નામની એક જગ્યાએ નર્મદા અને ઔરવી નદી મળે છે. ઔરવી પાર્વતી નદી સાથે જોડાયેલી છે જે ચંબલની સહયોગી નદી છે. ચંબલ નદી યમુનાને મળે છે અને યમુના- ગંગાનો સંગમ તો જાણીતો જ છે. જ્યારે ગંગામાં પૂર આવે ત્યારે આ પાણી એકબીજામાં ભળી જાય છે.

પ્રાચીન કાળમાં મોટા મોટા રાજ્યોની સ્થાપના નદીકિનારે જ થતી હતી. નર્મદાને જન્મદાયિની કહેવામાં આવી છે. વાયુ પુરાણ અને સ્કંદ પુરાણમાં તો નર્મદા નદીનો જન્મ કેવી રીતે થયો તે ઘટના પણ વર્ણવવામાં આવી છે.

ફરવાની જગ્યાઓ

૧. અમરકંટક

ક્રેડિટ્સ: સોનૂ મોનૂ

Photo of Amarkantak, Madhya Pradesh, India by Jhelum Kaushal

અમરકંટક વિષે વિસ્તૃત માહિતી અહીં વાંચો.

૨. ભેડાઘાટ

ક્રેડિટ્સ: રોલિંગ ટવુંસ

Photo of Bhedaghat, Madhya Pradesh, India by Jhelum Kaushal

ભેડાઘાટ, સફેદ માર્બલથી ઘેરાયેલા ધુંઆધાર ઝરણાઓ વિષે વિસ્તૃત માહિતી અહીં વાંચો.

૩. હોશંગાબાદ

ક્રેડિટ્સ: મહેશ બસેડીયા

Photo of Hoshangabad, Madhya Pradesh, India by Jhelum Kaushal

૪. ઓમકારેશ્વર

ક્રેડિટ્સ: શ્રી રામ એમટી

Photo of Omkareshwar, Madhya Pradesh, India by Jhelum Kaushal

ઓમકારેશ્વર વિષે વિસ્તૃત માહિતી અહીં વાંચો.

૫. મહેશ્વર

ક્રેડિટ્સ: ડી ચંદ્રેશ

Photo of Maheshwar, Madhya Pradesh, India by Jhelum Kaushal

રામાયણ સાથે જોડાયેલી આ જગ્યા વિષે વિસ્તૃત માહિતી અહીં વાંચો.

૬. ભરૂચ

ક્રેડિટ્સ: પાબ્લો એરેસ ગેસટેસ્ટ

Photo of Bharuch, Gujarat, India by Jhelum Kaushal

શું તમે નર્મદા વિષે કઈક નવું જાણો છો? કમેન્ટ્સમાં અમને જણાવો.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.