આ છે ભારતનું સૌથી સ્ટાઇલિશ શહેર, શું તમે આ અંગે જાણો છો?

Tripoto

તમે ભલે ફેશન મેગિઝિન દરરોજ ખોલીને ન જોતા હો કે લેટેસ્ટ ફેશનને ફૉલો ના કરતા હો પરંતુ જ્યારે પણ કોઇ સુંદર સ્ટાઇલ અને ફેશનેબલ કપડા પહેરીને પસાર થાય તો એકવાર નજર ફેરવીને જરુર જોતા હશો. સાજ-સજ્જા અને સુંદર કપડા પહેરવા તો ભારતીય સંસ્કૃતિનો હિસ્સો જ છે. દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, કોલકાતા તો ફેશનની આ રેસમાં સૌથી આગળ જ છે પરંતુ એવું પણ એક શહેર છે જેના વિશે તમે ખાસ જાણતા નથી પરંતુ આ શહેર આખા ભારત દેશમાં ફેશનની સૌથી વધુ સમજ ધરાવે છે.

મિઝોરમના પાટનગર આઇઝોલના લોકોની તસવીરો જો તમે જોશો તો અંદાજો આવશે કે હું શું કહી રહ્યો છું.

Photo of આ છે ભારતનું સૌથી સ્ટાઇલિશ શહેર, શું તમે આ અંગે જાણો છો? 1/1 by Paurav Joshi

જરા નાંખો આ તસવીર પર નજર...

અને આ ફેશનેબલ પરિવાર પર પણ...।

કપડાના ઢંગથી લઇને છત્રી સુધી ચઢ્યો છે આ રંગ...

અને એવું પણ નથી અહીં ફેશન ફક્ત અમીર લોકો સુધી સીમિત રહી ગઇ છે. શહેરના મોટા ઘરોથી નીકળીને ફેશન ગામડાઓના સામાન્ય ઘરો સુધી પહોંચી છે.

હવે અહીં પણ થોડીક નજર કરો...

વધુ એક...

એક સામાન્ય તસવીરને ફેશન બિલકુલ અલગ સ્તરે પહોંચાડી દે છે.

એવું પણ નથી કે ફેશન ફક્ત મહિલાઓ સુધી સીમિત છે પુરુષ પણ મહિલાઓને જોરદાર ટક્કર આપી રહ્યા છે.

જુઓ એક તસવીર...

શિયાળામાં પણ તમારો લુક સ્ટાઇલિશ રાખે છે આ...

એટીટ્યૂડ સાથે શિયાળાની મજા...

ગત પૂર્વોત્તર ફેશન શોમાં આ શહેરના પોશાકોએ ખુબ ધ્યાન આકર્ષિત કર્યું.

આઇઝોલની ફેશન ત્યાંના આદિવાસીઓના મનમાં પણ રંગ ભરી ગયું છે.

ફેશન વીકની એક ઝલક...

હવે વિચારો કે જ્યાંના લોકો આટલા સ્ટાઇલિશ છે તે જગ્યા કેટલી સુંદર હશે, તો તમે પણ આઇઝોલનું એક ચક્કર લગાવી નાંખો.

તમને કયા પ્રદેશનું કલ્ચર અને ફેશન સારી લાગે છે, અમારી સાથે કોમેન્ટ બૉક્સમાં શેર કરો.

અમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો