અમદાવાદમાં સૌથી મોંઘી અનલિમિટેડ ગુજરાતી થાળી માટે આ રેસ્ટોરન્ટ્સ છે ફેમસ, જાણો શું છે ભાવ

Tripoto

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. રાત્રી કર્ફ્યુમાં પણ છૂટછાટ મળી છે. રસીકરણની પણ શરૂઆત થઇ ગઇ છે જેથી હવે અમદાવાદીઓમાં કોરોનાનો ડર દૂર થઇ રહ્યો છે. વીકેન્ડ્સમાં હોટલમાં જમવા જનારા લોકોની સંખ્યા પણ વધી છે. પંજાબી,ચાઇનીઝ કે કોન્ટિનેન્ટલની સાથે જ ગુજરાતી થાળી હંમેશાથી અમદાવાદીઓની ફેવરીટ ડીશ રહી છે. આજે અમે આપને જણાવીશું કે અમદાવાદમાં સૌથી મોંઘી ગુજરાતી થાળી કયાં મળે છે.

Photo of અમદાવાદમાં સૌથી મોંઘી અનલિમિટેડ ગુજરાતી થાળી માટે આ રેસ્ટોરન્ટ્સ છે ફેમસ, જાણો શું છે ભાવ 1/7 by Paurav Joshi
વિશાલા  રેસ્ટૉરન્ટ

અમદાવાદમાં ગુજરાતી થાળી માટે કેટલીક રેસ્ટોરન્ટ્સ લોકોમાં ઘણી જ ફેવરીટ છે. જો કે આ રેસ્ટોરન્ટ્સમાં તમારે જમવું હોય તો ખિસ્સા હળવા કરવાની તૈયારી રાખવી પડશે. અમદાવાદમાં વિશાલા, અગાશીએ, રજવાડુ, ગોરધન થાળ, ગોપી, મહેમાન, સાસુજી જેવી પોપ્યુલર રેસ્ટૉરન્ટમાં અનલિમિટેડ ગુજરાતી થાળી જમવા માટે વ્યક્તિદીઠ 300 થી 900 રુપિયા જેવી રકમ ખર્ચવી પડશે. અનલિમિટેડ ગુજરાતી ખાવા માટે આવી રેસ્ટોરન્ટમાં સામાન્ય રીતે વેલકમ ડ્રિંકથી માંડીને ડેઝર્ટ સુધી પીરસવામાં આવે છે. ગુજરાતી ડિશમાં સામાન્ય રીતે બે કે ત્રણ શાક, ફરસાણ, મીઠાઇ, છાશ, પાપડ, સલાડ, ચટણી, રોટી, ભાખરી, રોટલાં કે પૂરી જેવી વાનગીઓ પીરસવામાં આવે છે. તો આવો જોઇએ અમદાવાદમાં ગુજરાતી થાળી માટેની ફેવરિટ અને સ્વાદિષ્ટ રેસ્ટૉરન્ટ વિશે.

વિશાલા રેસ્ટોરન્ટ

સામાન્ય રીતે અમદાવાદમાં ઘણા રેસ્ટોરન્ટ જોવા મળે છે પરતું અમદાવાદમાં અનલિમિટેડ ગુજરાતી થાળી માટે જુનું અને જાણીતું નામ છે વિશાલા રેસ્ટોરન્ટ. આ રેસ્ટોરન્ટ એપીએમસીની સામે વાસણા ટોલનાકા પર આવેલી છે.

અનલિમિટેડ ડીનરનો ભાવ

બાળક માટે – રૂ.548

પુખ્તવયના (એડલ્ટ) માટે – રૂ.953

થાળીમાં શું હશે?

Photo of અમદાવાદમાં સૌથી મોંઘી અનલિમિટેડ ગુજરાતી થાળી માટે આ રેસ્ટોરન્ટ્સ છે ફેમસ, જાણો શું છે ભાવ 2/7 by Paurav Joshi

હાજમા હજમ, કેરીનો બાફલો, લીંબુ શરબત, બાજરીના રોટલા, મકાઇના રોટલા, ભાખરી, રોટલી, માખણ, થેપલા, ખીચડી, કઢી, બટાકાનું શાક, 2 લીલા શાક, કઠોળ, 2 ફરસાણ, 2 મીઠાઇ, લીલી ચટણી, લસણની ચટણી, દાળીયાની ચટણી, પાપડ, ગોળ, કાકડી, બીટ રુટ, ડુંગળી, મરચાં, પપૈયું, ટામેટા, હળદર, ગાજર, અથાણું, લીંબુ, છાશ, જમ્યાપછી આઇસ્ક્રીમ, મસાલા ખારેક

રજવાડું રેસ્ટોરન્ટ

Photo of અમદાવાદમાં સૌથી મોંઘી અનલિમિટેડ ગુજરાતી થાળી માટે આ રેસ્ટોરન્ટ્સ છે ફેમસ, જાણો શું છે ભાવ 3/7 by Paurav Joshi

રજવાડું રેસ્ટૉરન્ટ ઘણાં વર્ષોથી ગુજરાતી થાળી માટે પ્રખ્યાત જગ્યા છે. સ્વાદિષ્ટ ભોજનની સાથે સાથે અહીંનું ગામઠી વાતાવરણ લોકોને આ રેસ્ટૉરન્ટ તરફ આકર્ષે છે. અહીં સંગીત સંધ્યાનું પણ આયોજન થાય છે. રજવાડું રેસ્ટોરન્ટ જીવરાજ ટોલનાકા નજીક, મલાવ તળાવની પાછળ, અંબાજી મંદિરના ખાંચામાં આવેલું છે.

અનલિમિટેડ ડીનરનો ભાવ

બાળક માટે – રૂ.375

પુખ્તવયના (એડલ્ટ) માટે – રૂ.750

થાળીમાં શું હશે?

શરબત, રોટલી, બાજરીનો રોટલો, ભાખરી, બટાકાનું શાક, લીલું શાક, મીઠાઇ, ફરસાણ, ખીચડી, કઢી (રાજસ્થાની, ગુજરાતી), ઘી, ગોળ, માખણ, પાપડ, સલાડ, અથાણું, કાંદા, કાકડી, બીટ, લીંબુ, મરચાં, લીલી હળદર, ટામેટાં, ગાજર, પપૈયું, આંબળા, મૂળા, શાકભાજીનું અથાણું, આઇસ્ક્રીમ, કોથમીર ફુદીનાની ચટણી, લસણની ચટણી, ખજૂર આંબલીની ચટણી, સીંગ દાળીયાની ચટણી વગેરે.

અગાશીએ- ધ હાઉસ ઓફ એમજી

Photo of અમદાવાદમાં સૌથી મોંઘી અનલિમિટેડ ગુજરાતી થાળી માટે આ રેસ્ટોરન્ટ્સ છે ફેમસ, જાણો શું છે ભાવ 4/7 by Paurav Joshi

હાઉસ ઓફ એમજી એ 20મી સદીની શરુઆતમાં બનાવવામાં આવેલી શેઠ મંગળદાસ ગીરધરદાસની હવેલી હતી. શેઠ મંગળદાસ ટેકસ્ટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હતા. આજે તેમની ચોથી પેઢીએ આ હવેલીને હેરિટેજ હોટલમાં ફેરવી નાંખી છે.

અનલિમિટેડ ડીનરનો ભાવ

પુખ્તવયના (એડલ્ટ) માટેઃ રૂ.695

થાળીમાં શું હશે?

બટાકાનું શાક, લીલી શાક, રોટલી, દાળ, રાઇસ, વેજીટેબલ સલાડ, રાયતા, ફરસાણ, મીઠાઇ વગેરે.

વિન્ટેજ વિલેજ

Photo of અમદાવાદમાં સૌથી મોંઘી અનલિમિટેડ ગુજરાતી થાળી માટે આ રેસ્ટોરન્ટ્સ છે ફેમસ, જાણો શું છે ભાવ 5/7 by Paurav Joshi

વિન્ટેજ વિલેજ રેસ્ટૉરન્ટ સરદાર પટેલ રિંગ રોડ પર, કઠવાડા સર્કલ નજીક દાસ્તાન ફાર્મમાં આવેલી છે. આ વિસ્તારને નવા નિકોલ તરીકે ઓળખવામાં આવે છે. દાસ્તાન ફાર્મ એ વિન્ટેજ ગાડીઓનું મ્યુઝિયમ છે. અહીં તમે જમવા જાઓ તો વિન્ટેજ કાર કલેક્શન પણ જોઇ શકો છો. અહીં ડીનરની સાથે સાથે રાજસ્થાની લોકનૃત્ય અને પપેટ શોની મજા પણ માણી શકાય છે.

અનલિમિટેડ ડીનરનો ભાવ

પુખ્તવયના (એડલ્ટ) માટેઃ રૂ.380

બાળકો માટેઃ રૂ.200

થાળીમાં શું હશે?

વેલકમ જ્યૂસ, 2 ફરસાણ, 2 સ્વીટ, 4 શાક (બટાકા, ગ્રીન, પંજાબી, કઠોળ), સલાડ, રોટલી, પુરી, પરાઠા, દાળ, રાઇસ, ગોળ, માખણ, કઢી, ખીચડી, ઘી, છાશ, પાપડ, મિનરલ વોટર વગેરે.

ગોપી ડાઇનિંગ હૉલ

Photo of અમદાવાદમાં સૌથી મોંઘી અનલિમિટેડ ગુજરાતી થાળી માટે આ રેસ્ટોરન્ટ્સ છે ફેમસ, જાણો શું છે ભાવ 6/7 by Paurav Joshi

ગોપી ડાઇનિંગ હૉલ અમદાવાદમાં બે જગ્યાએ છે એક એલિસબ્રિજ વિસ્તારમાં અને બીજું સેટેલાઇટમાં. એલિસબ્રિજ એ તેની જુની શાખા છે જ્યારે સેટેલાઇટમાં નવી શાખા છે. સેટેલાઇટમાં સહજાનંદ કોમ્પ્લેક્સ, 100 ફૂટ રોડ પર આ રેસ્ટૉરન્ટ આવેલી છે. ગોપી ડાઇનિંગ રેસ્ટૉરન્ટ તેના ઓથેન્ટિક ગુજરાતી, કાઠીયાવાડી ટેસ્ટ માટે જાણીતી છે.

ગુજરાતી થાળીનો ભાવ

પુખ્તવયના (એડલ્ટ) માટેઃ રૂ.360

થાળીમાં શું હશે?

4 જાતના શાક, 2 જાતની મીઠાઇ, 2 જાતના ફરસાણ, રોટલી, પુરી, રાઇસ, દાળ-કઢી, સલાડ, પાપડ-સારેવડા, ચટણી, અથાણું, છાશ, મિનરલ વૉટર

કાઠીયાવાડી થાળી (ફક્ત સાંજે)

પુખ્તવયના (એડલ્ટ) માટેઃ રૂ.390

બાળકો માટેની થાળી- રૂ.220

થાળીમાં આટલું હશે

ભરેલા રવૈયા, બટાકા, અડદની દાળ, સેવ ટામેટા, 2 જાતની મીઠાઇ, 2 જાતના ફરસાણ, બાજરીના રોટલા-ભાખરી-રોટલી, ખાટી કઢી, ખિચડી, માખણ, છાશ, ગોળ, ચટણી, મિનરલ વૉટર

ઇસ્કોન થાળ

Photo of અમદાવાદમાં સૌથી મોંઘી અનલિમિટેડ ગુજરાતી થાળી માટે આ રેસ્ટોરન્ટ્સ છે ફેમસ, જાણો શું છે ભાવ 7/7 by Paurav Joshi

ઇસ્કોન થાળ એ ઇસ્કોન ચાર રસ્તા પર આવેલી જુની અને જાણીતી ગુજરાતી રેસ્ટૉરન્ટ છે. આ રેસ્ટૉરન્ટમાં લોકો ફેમિલી સાથે જવાનું પસંદ કરે છે. ઇસ્કોન સર્કલ પર રુદ્ર એપ્લીસ, એસ.જી.હાઇવે સેટેલાઇટમાં આ રેસ્ટોરન્ટ આવેલી છે.

ગુજરાતી થાળીનો ભાવ

પુખ્તવયના (એડલ્ટ) માટેઃ રૂ.330

થાળીમાં આટલું હશે

ઇસ્કોનની થાળીમાં 3 જાતની મીઠાઇ (લિક્વિડ, ઘી, સોલીડ), શાક (પનીર, ગ્રીન વેજીટેબલ, બટાકા, કઠોળ), દાળ-ભાત (ગુજરાતી દાળ, પંજાબી દાળ, ગુજરાતી કઢી, કાઠીયાવાડી કઢી, ભાત-ખીચડી, લસણ ચટણી, માખણ, ગોળ-ઘી, ફરસાણ (ફ્રાઇ, બોઇલ, ચાટ), રોટી (ફુલકા, પુરી, રોટલા, થેપલા, ભાખરી), છાસ, ગ્રીન સલાડ, પાપડ, લાલ-લીલી ચટણી, મીનરલ વૉટર અને ભોજનના અંતે મીઠું પાન

નોંધઃ મોટાભાગની રેસ્ટોરન્ટમાં સાંજનો સમય 7 થી 11 વાગ્યા સુધીનો હોય છે પરંતુ અમદાવાદમાં રાતે 10 વાગ્યા પછી કર્ફ્યુનો અમલ થતો હોવાથી સમયમાં ફેરફાર હોઇ શકે છે. અહીં દર્શાવેલા ભાવમાં સર્વિસ ચાર્જ, જીએસટી અલગથી હોઇ શકે છે. કોરોના કાળમાં કોઇપણ રેસ્ટોરન્ટમાં જતા પહેલા સમય અને ભાવ ફોન કરીને જાણી લેવા હિતાવહ છે.

અમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.