રેસ્ટોરન્ટમાં બેઠા, જમવાનું મગાવ્યું અને રાહ જોવા લાગ્યા. થોડા સમયમાં જ તમારી પાસે એક રોબોટ આવશે જેના હાથમાં તમારું તાજું ભોજન છે! જમવાનું પીરસીને અને સલામ કરીને એ રોબોટ પાછો રસોડામાં જતો રહેશે!
જી ના, આ કોઈ કોઈ મિલ ગયા 2 ની વાર્તા નથી. પરંતુ કેરળના કન્નુરમાં બનેલી હોટેલ બી એટ ક્વિઝો ની વાત છે. આ હોટેલમાં ખાવાનું પીરસવાનું કામ રોબોટ કરે છે.
હોટેલના મેનેજીંગ પાર્ટનર નિઝામુદ્દીન સીવી કહે છે કે એમણે ચેન્નાઈમાં એક હોટેલ વિષે સાંભળ્યું છે જ્યાં ખાવાનું પીરસવાનું કામ રોબોટ કરે છે. પરંતુ કેરળમાં આ હોટેલ પહેલી છે. માત્ર પીરસવાનું કામ રોબોટ કરે છે બાકી કામ બધું સામાન્ય રીતે જ થાય છે.
આ હોટેલના પાર્ટનર્સમાં એક જાણીતા અભિનેતા મણિયપીલ રાજુ પણ છે. જમવાનું તૈયાર થયા પછી રોબોટના હાથમાં મુકવામાં આવે છે. પ્રોગ્રામ મુજબ એ જે તે ટેબલ પાસે જઈને ઉભો રહે છે અને " તમારું ભોજન આવી ગયું છે શ્રીમાન" એવું કહીને પીરસે છે. પીરસાઈ ગયા પછી રોબોટ પાછળ બનેલ એક બટન દબાવવાથી એ કિચન સ્ટેશન તરફ પાછો જતો રહે છે.
અત્યારે હોટેલ પાસે 5 ફૂટની ૩ મહિલા રોબોટ છે, જેનું નામ સેલિના, હેલન અને જેન છે. આ ઉપરાંત એક 4 ફૂટનો પણ રોબોટ છે જેનું નામ નથી રાખવામાં આવ્યું પણ એ બાળકો સાથે રમવા માટે, એમને ગળે લગાવવા માટે અને એમની સાથે નાચવા માટે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે.
તો નીકળી પાડો કેરળ! રોબોટના હાથે જમવા માટે!
.
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.