વિઝા વગર ફરી શકો છો આ 5 ઘણાં જ સુંદર દેશ

Tripoto
Photo of વિઝા વગર ફરી શકો છો આ 5 ઘણાં જ સુંદર દેશ 1/11 by Paurav Joshi

એક સમય એવો હતો જ્યારે વિદેશ ફરવા જવાનું પ્લાનિંગ કરવાનો અર્થ હતો વીઝા માટે અરજી કરવાની મુશ્કેલીઓ વેઠવાની. લાંબી લાઇનો, તમામ પ્રકારના દસ્તાવેજ, સવાલ-જવાબ અને પછી વિઝા પેપર આવતા સુધીનો લાંબો ઇંતેજાર. જોકે, આ વાત તો થઇ જુની, હવે ભારતીય પાસપોર્ટ હોલ્ડર્સને ઘણાં દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી કે વિઝા ઑન અરાઇવલની સુવિધા મળી ગઇ છે એટલે કે વિદેશની મુસાફરી ટેન્શન વગર.

ચાલો અમે તમને બતાવીએ આવા જ 5 ઘણાં જ સુંદર દેશો અંગે જ્યાં જવા માટે તમારે વિઝાની અરજી કરવાની જરુર નથી.

ઇંડોનેશિયા

Photo of વિઝા વગર ફરી શકો છો આ 5 ઘણાં જ સુંદર દેશ 2/11 by Paurav Joshi

જો તમારી પાસે ભારતીય પાસપોર્ટ છે તો તમે ઇંડોનેશિયામાં ટૂરિસ્ટ વિઝા વગર 30 દિવસ સુધી રહી શકો છો. ઇંડોનેશિયાનું નામ આવતા જ તમને બાલીનો વિચાર આવે છે. નિશ્ચિત રીતે બાલી ઇંડોનેશિયાના સૌથી સુંદર ટાપુમાંનો એક છે પરંતુ તમે ભૂરા સમુદ્ર, જ્વાળામુખીવાળા પહાડ અને અને મરીન લાઇફને નજીકથી જોવા માંગો છો તો તમારે એકવાર ઇંડોનેશિયા જરુર જવું જોઇએ.

Photo of વિઝા વગર ફરી શકો છો આ 5 ઘણાં જ સુંદર દેશ 3/11 by Paurav Joshi

ઇન્ડોનેશિયામાં ક્યાં ફરશો?

ઇંડોનેશિયાની રાજધાની જકાર્તા પોતાની ચહલ પહલ, નાઇટ લાઇફ અને શોપિંગ સેન્ટર્સ માટે જાણીતી છે. જો તમે અંડર વોટર સ્પોર્ટ્સના શોખીન છો તો તમે પાપુઆ આઇલેન્ડ જઇ શકો છો. લોમ્બોક, ટોબા લેક અને કોમોડો ટાપુ પણ ઇંડોનેશિયાના મુખ્ય આકર્ષણ છે.

ઇંડોનેશિયા ફરવાનો ખર્ચ?

જો ખર્ચની વાત કરીએ તો બાલી માટે 2 લોકો માટે 6 દિવસનું પેકેજ 70-80 હજાર રુપિયામાં મળી જાય છે.

Photo of વિઝા વગર ફરી શકો છો આ 5 ઘણાં જ સુંદર દેશ 4/11 by Paurav Joshi

ભૂટાન

ભારતનો પડોશી હોવાના કારણે ભૂટાન પહોચવાનું સૌથી સરળ છે. તમે હવાઇ કે રોડ માર્ગે ભૂટાન પહોંચી શકો છો. હિમાલયની પર્વત શ્રેણીમાં વસેલો આ દેશ પૈસાથી વધારે ખુશીઓને મહત્વ આપે છે. બૌદ્ધ ધર્મને માનનારો આ દેશ ટ્રેકિંગ અને કુદરતી સુંદરતાની મજા લેવા માટે શાનદાર જગ્યા છે.

Photo of વિઝા વગર ફરી શકો છો આ 5 ઘણાં જ સુંદર દેશ 5/11 by Paurav Joshi

ભૂટાનમાં ક્યાં ફરશો?

ભૂટાનમાં ફરવાની જગ્યાઓમાં ટાઇગર નેસ્ટ, હા વેલી, પુનાખા જોંગ, દોચુલા પાસ અને બુદ્ધ પ્રતિમા સામેલ છે. ટાઇગર નેસ્ટ તો દુર્ગમ પહાડોના ખૂણા પર બનેલા બૌદ્ધ મઠોનો એક સમૂહ છે, ત્યાં હા વેલી કુદરતના આકર્ષક નજારાથી ભરપૂર છે.

ભૂટાન ફરવાનો ખર્ચ?

ભૂટાનની બધી જગ્યાઓ ફરવામાં તમને 3-4 દિવસ લાગશે અને આના માટે એક કપલને 80 હજાર સુધીમાં ટૂર પેકેજ મળી જશે.

માલદીવ

Photo of વિઝા વગર ફરી શકો છો આ 5 ઘણાં જ સુંદર દેશ 6/11 by Paurav Joshi

હજારથી વધુ નાના ટાપુ વાળો દેશ માલદીવ પોતાના ચોખ્ખા ચણાંક બીચ, વાદળી આકાશ, ભૂરા પાણીવાળા સમુદ્ર અને તેની અંદર સુંદર કોરલ્સ માટે જાણીતું છે. જો તમે સમુદ્રની અંદરના સુંદર નજારા જોવા માંગો છો તો માલદીવ તમારા માટે યોગ્ય દેશ છે કારણ કે તમે અહીં સ્કૂબા ડાઇવિંગ, અંડર વોટર ફોટોગ્રાફીથી લઇને તમામ અંડર વૉટર સ્પોર્ટ્સનો આનંદ ઉઠાવી શકો છો. મોરેશિયસમાં તમારે ભારતીય પાસપોર્ટની સાથે પહોંચ્યા પછી વીઝા ઓફર કરવામાં આવે છે.

Photo of વિઝા વગર ફરી શકો છો આ 5 ઘણાં જ સુંદર દેશ 7/11 by Paurav Joshi

માલદીવમાં ક્યાં ફરશો?

માલદીવમાં સૌથી પહેલા તમે માલે ટાપુ પર જઇ શકો છો. અહીં આર્ટિફિશિયલ બીચ, નેશનલ મ્યુઝિયમ, સુનામી મૉન્યુમેંટ જેવી જગ્યાઓ પર ફરી શકો છો. પોતાના પાર્ટનરની સાથે કેટલીક રોમાંટિક પળો વિતાવવા માંગો છો તો અહીંના ટાપુ પર બને કોઇ વૉટર વિલામાં જરુર રહો. આ ઉપરાંત, બનના રીફ અને સન આઇલેન્ડમાં અહીં પણ સુંદરતાની મજા લઇ શકો છો.

માલદીવ ફરવાનો ખર્ચ?

ખર્ચના હિસાબે માલદીવ ફરવા માટે સારુ છે તો બે લોકો માટે માલદીવમાં 5 દિવસોનું ટૂર પેકેજ 70 હજારથી શરુ થાય છે.

મોરેશિયસ

Photo of વિઝા વગર ફરી શકો છો આ 5 ઘણાં જ સુંદર દેશ 8/11 by Paurav Joshi

જો તમારે વિદેશમાં ભારત જેવી જ સંસ્કૃતિ મળી જાય તો યૂપી બિહારની જેમ ભોજપુરી બોલતા લોકો મળી જાય તો સમજી જાઓ કે તે દેશ છે મોરિશિયસ. લીલીછમ ધરતી, સ્વચ્છ સમુદ્ર, સમુદ્રના કિનારે ઉભેલી પહાડીઓ અને તે પહાડીઓની વચ્ચે તિરાડોથી ટકરાતી સમુદ્રની લહેરો, કંઇક આવી જ છે મોરેશિયસની પ્રાકૃતિક બનાવટ.

Photo of વિઝા વગર ફરી શકો છો આ 5 ઘણાં જ સુંદર દેશ 9/11 by Paurav Joshi

મોરેશિયસમાં ક્યાં ફરશો?

મૉરેશિયસ જ્યારે પણ જાઓ ત્યાંના વૉટર સ્પોર્ટ્સની મજા લેવાનું ન ચૂકતા અને મૉરેશિયસમાં રહેલા સાત રંગોવાળી જમીન જરુર જુઓ. અહીં સ્નોરકેલિંગ અને વોટર સ્પોર્ટ્સની મજા માણવા માટે કેંબૂસ અને આઇલ ઑક્સ સર્ફ કે ટ્રુ ઑક્સ આઇલેન્ડ જવાનું ન ભૂલતા.

મોરેશિયસ ફરવાનો ખર્ચ ?

મૉરેશિયસમાં 6-7 દિવસોનું પેકેજ 2 લોકો માટે અંદાજે 1.5 લાખમાં આરામથી મળી જશે.

સેશેલ્સ

Photo of વિઝા વગર ફરી શકો છો આ 5 ઘણાં જ સુંદર દેશ 10/11 by Paurav Joshi

પૂર્વ આફ્રિકાના કિનારે રહેલા સેશેલ્સ 100થી વધુ ટાપુનો સમૂહ છે. આ દેશ લોભામણા મૂંગા ખડકો અને સુંદર સમુદ્ર કિનારા માટે જાણીતો છે.

Photo of વિઝા વગર ફરી શકો છો આ 5 ઘણાં જ સુંદર દેશ 11/11 by Paurav Joshi

સેશેલ્સમાં ક્યાં ફરશો?

સેશેલ્સમાં માહે આઇલેન્ડ, પ્રસલિન આઇલેન્ડ જેવા અનેક સુંદર ટાપુ છે જેની પર તમે તમારા પાર્ટનર કે ફેમિલી સાથે ક્વોલિટી ટાઇમ વિતાવી શકો છો. જો તમે સ્કૂબા ડાઇવિંગ અને સર્ફિંગના શોખીન છે તો તમે અહીં આ સ્પોર્ટ્સની મજા પણ લઇ શકો છો.

સેશેલ્સ ફરવાનો ખર્ચ?

ખર્ચના હિસાબે સેશેલ્સ થોડુક મોંઘુ હોઇ શકે છે. માહે અને પ્રસલિન આઇલેન્ડનો 6 દિવસનું પેકેજ 2 લોકો માટે અંદાજે 1.5 લાખમાં મળશે.

જો કે આ દેશોમાં તમે પહેલેથી વિઝા માટે જઇ શકો છો પરંતુ કેટલીક વાતોનો ખ્યાલ તમારે રાખવો પડશે. વેલિડ પાસપોર્ટની સાથે પાછા આવવા માટે કન્ફર્મ ટિકિટ હોવી જોઇએ.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો