આ ૯ નદીઓ હિમાચલને બનાવે છે યાત્રીઓનું ડ્રીમ ડેસ્ટિનેશન!

Tripoto
Photo of આ ૯ નદીઓ હિમાચલને બનાવે છે યાત્રીઓનું ડ્રીમ ડેસ્ટિનેશન! 1/1 by Jhelum Kaushal
Photo of Himachal Pradesh, India by Jhelum Kaushal

રસ્તાની બંને તરફ લાલ, પીળા, લીલા, ભૂરા રંગના કપડાંમાં લખાયેલા બૌધ્ધ વાક્યો, ઠંડી લહેરાતી હવા, અને ખળખળ વહેતી નદી. આ કોઈ વિદેશનું નહીં, પણ ભારતનું જ દ્રશ્ય છે. બર્ફીલા પહાડોને લીધે હિમાચલ પ્રદેશ ખૂબસૂરત હતો જ, પણ કુદરતે નદીઓ આપીને એ સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા છે.

આજે આપણે આવી જ ૯ અદભૂત નદીઓની વાત કરવાની છે.

૧. બિયાસ

Photo of Beas River by Jhelum Kaushal

આ નદીને હિમાચલની લાઈફલાઇન પણ કહી શકાય! પુરાણોમાં લખ્યા અનુસાર વેદવ્યાસજી વ્યાસકુંડથી પૃથ્વી પર લાવ્યા હતા. હિમાલયમાંથી નીકળતી આ નદી હિમાચલમાં ૪૭૦ કિમી લાંબી સફર કરીને પંજાબમાં સતલજ નદીને મળે છે. હિમાચલનાં કુલ્લૂ, મંડી અને કાંગડા જિલ્લામાં આ નદીને ભરપૂર માણી શકાય છે.

બેસ્ટ વ્યૂ માટે: મનાલી

૨. ચિનાબ

Photo of Chenab River by Jhelum Kaushal

આમ તો ચિનાબ કાશ્મીરની ઓળખ છે. આ નદી માત્ર ભારતમાં જ નહીં પણ પાકિસ્તાનમાં પણ વહે છે. હિમાચલમાં લાહૌલ અને સ્પીતી ખાતે વહેતી ચિનાબને જોવા શિયાળામાં દેશ-વિદેશના પ્રવાસીઓનો ધસારો રહે છે. આ નદીને ચંદ્રભંગા પણ કહેવાય છે. જો તમે ઈચ્છો તો ઉનાળાની ઋતુમાં પણ આ નદીની સુંદરતા માણવાનું આયોજન કરી શકો છો.

બેસ્ટ વ્યૂ માટે: પાંગી ઘાટી

૩. યમુના

Photo of Yamuna River by Jhelum Kaushal

યમુના નદી ભારતની મહાન નદીઓમાં આગવું સ્થાન ધરાવે છે. ગંગા પછી હંમેશા આ જ નદીનો ઉલ્લેખ થાય છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ અને દિલ્હીમાંથી પસાર થતી આ નદી ખૂબ જ વિશાળ છે. હિમાચલમાં યમુનામાં તોંસ, ચંબલ. સિંધ, બેતવા, કેન જેવી નદીઓના પાણી ભળે છે.

બેસ્ટ વ્યૂ માટે: શિમલા

૪. સતલજ

Photo of Satluj River by Jhelum Kaushal

હિમાચલની ૫ મોટી નદીઓમાં સતલજ સામેલ છે. ચિનાબની જેમ સતલજ પણ ભારત અને પાકિસ્તાન બંનેમાં વહે છે. સિંધુ નદીની આ સહાયક નદીને હિમાચલમાં અહીંના સ્થાનિકોનો અપાર પ્રેમ મળે છે. જો હિમાચલની સૌથી સાફ નદીઓનું લિસ્ટ બનશે તો તેમાં સતલજનું નામ સૌથી આગળ હશે.

બેસ્ટ વ્યૂ માટે:

૫. રાવી

Photo of Ravi River by Jhelum Kaushal

પુરાણોમાં આ નદીને ઈરાવતી તરીકે ઓળખવામાં આવી છે જ્યારે ગ્રીક ભાષાએ તેને હાઇડ્રોટ્સ નામ આપ્યું છે. કહેવાય છે કે સદીઓ પહેલા માત્ર આ નદીનો કબજો મેળવવા ૧૦ રાજાઓ વચ્ચે યુદ્ધ થયું હતું. રાવી નદી કદાચ પ્રવાસન દ્રષ્ટિએ બહુ પ્રસિધ્ધિ નથી પામી પણ પ્રવાસપ્રેમીઓ માટે તો આ નદી પણ સ્વર્ગસમાન જ છે.

બેસ્ટ વ્યૂ માટે: ડેલહાઉસી, પીર પંજાલ, ધૌલાધર

૬. બાસ્પા

Photo of Baspa River, Himachal Pradesh by Jhelum Kaushal

ભારત અને તિબેટની સરહદ પર બાસ્પા ઘાટીમાંથી બાસ્પા નદી નીકળે છે. આ નદીની આસપાસ ભરપૂર કુદરતી સૌદર્ય પથરાયું છે. ગ્લેશિયરને કારણે આ નદી હંમેશા ભરપૂર પાણીથી ખળખળ વહે છે. બહુ જ ટુંકા સફર બાદ બાસ્પા સતલજ નદીમાં ભળી જાય છે. પણ તેની આસપાસના નજારાઓ સુંદર હિમાચલને વધુ સુંદર બનાવે છે. અહીંના જંગલોમાં પાડેલા દેવદાર અને ઓકના ફોટોઝ તમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને ચાર ચાંદ લગાવી દેશે.

બેસ્ટ વ્યૂ માટે: સાંગલા ઘાટી

૭. પાર્વતી

Photo of Parvati River, Himachal Pradesh by Jhelum Kaushal

મનતલઈ ગ્લેશિયરથી વહેતી પાર્વતી નદીનો પુરાણોમાં ખૂબ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મણિકરણ કસબાથી વહેતી આ નદી તેની આસપાસ ખૂબ જ સુંદર નજારાઓનું સર્જન કરે છે. અહીં તમને એવા કેટલાય લોકો મળશે જે ભારતના કોઈ અન્ય રાજ્યમાંથી અહીંની મુલાકાતે આવ્યા હોય અને પછી અહીં જ વસી ગયા હોય. આ નદી લાહૌલ, સ્પીતી, દેબ્સા થઈને ભુંતર પાસે બિયાસ નદીમાં ભળી જાય છે. પાર્વતી નદીનો ખરો આનંદ માણવો હોય તો ખીરગંગા કે મણિકરણ જવું જોઈએ.

બેસ્ટ વ્યૂ માટે: કસૌલ

૮. સ્પીતી

Photo of Spiti River, Himachal Pradesh by Jhelum Kaushal

હિમાલયન પહાડીઓમાં કૂંજુમ રેન્જમાંથી નીકળતી સ્પીતી નદી લાહૌલ અને સ્પીતીની નાનકડી દુનિયાની જાન છે. સ્પીતી ઘાટીના બધા જ નિવાસીઓ આ નદીની આસપાસ જ વસેલા છે. ઉપરાંત અહીં ઘણા મઠ આવેલા છે જે આ જગ્યાને ખૂબ જ શાંત અને રમણીય બનાવે છે.

બેસ્ટ વ્યૂ માટે: સ્પીતી લાહૌલ

૯. પબ્બર

Photo of Pabbar River by Jhelum Kaushal

થિયોન્ગથી નીકળતી પબ્બર નદી હિમાચલની પર્યટક નદી છે. અદભૂત દ્રશ્યો અને ખળખળ વહેતા ચોખ્ખા પાણીને કારણે અહીં હંમેશા મોટી સંખ્યામાં પર્યટકો જોવા મળે છે. હિમાચલના પ્રવાસે જાઓ તો આ નદીની અચૂક મુલાકાત લેશો.

બેસ્ટ વ્યૂ માટે: જુબ્બર, કિન્નૌર

હિમાચલની આ નદીઓ વિષેની જાણકારી કેવી લાગી? કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.