ભારતની ફેમસ જગ્યાએ રહો માત્ર 400 રૂપિયામાં, જાણો અહીં

Tripoto
Photo of ભારતની ફેમસ જગ્યાએ રહો માત્ર 400 રૂપિયામાં, જાણો અહીં by Paurav Joshi

ભારત એક એવો દેશ છે જ્યાં દરેક રાજ્યમાં કોઈને કોઈ વિશ્વ-પ્રસિદ્ધ સાંસ્કૃતિક વારસો છે, જેના કારણે ભારતમાં રહેતા લોકો માટે આખા ભારતમાં મુસાફરી કરવી અને ત્યાં રહેવું ખૂબ મોંઘું પડે છે. આ બધાને કારણે લોકો ભારતમાં દરેક ભાગમાં ફરવા જવાનું ટાળે છે. જ્યાં એક તરફ સામાન્ય લોકોને ભારતમાં મુસાફરી કરવી મોંઘી લાગે છે તો બીજી બાજુ ફરવાના શોખીનો ભારતમાં મુસાફરી કરવી અન્ય દેશોની સરખામણીમાં સસ્તી લાગે છે. એવા જ જાણકાર લોકોના લિસ્ટમાંથી હું અમુક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યો છું જ્યાં રહેવા માટે માત્ર 400 રૂપિયા ચૂકવવા પડશે.

1. ચિટકુલ - હિમાલયન જનજાતિ

ચિટકુલ એક એવી જગ્યા છે જ્યાં સામાન્ય દિવસોમાં પ્રવાસીઓની ભીડ રહેતી હોય છે. જેના કારણે ત્યાંની મોટાભાગની હોટેલો ફુલ કે મોંઘા ભાવે ઉપલબ્ધ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ચિટકુલમાં હિમાલયન ટ્રાઈબ નામની એક હોટલ છે જે ફક્ત 350 રૂપિયામાં તમારા માટે રહેવાની વ્યવસ્થા કરે છે. અહીંની સર્વિસ અને રૂમની સ્થિતિ ઘણી સારી છે.

ક્યાં છે? - angla-Chitkul Rd, Near Chitkul Senior Secondary School, Chitkul 172109.

એક દિવસનું બજેટ - રૂ. 350, નોન એસી રૂમ.

2. દિલ્હી- યસ બૉસ

દિલ્હી ભારતની રાજધાની જ્યાં લાખોની સંખ્યામાં લોકો આવે છે. દિલ્હીમાં માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ મોટી સંખ્યામાં લોકો આવે છે. જો કે બહારથી આવતા લોકો માટે દિલ્હી ખૂબ મોંઘું છે, પરંતુ જેની પાસે જાણકારી છે તે ન્યૂનતમ ખર્ચ કરીને અહીં આરામથી એક દિવસ પસાર કરી શકે છે. અહીં રહેવા માટે એક-એકથી ચઢિયાતી ફાઈવ સ્ટાર હોટેલ અને રેસ્ટોરન્ટ છે જે ખૂબ ખર્ચાળ છે એટલે અહીં રોકાવું દરેક માટે શક્ય નથી હોતું. પરંતુ તમારા માટે એક સુંદર અને મનોરમ હોટેલ છે, યસ બોસ જે રહેવા માટે માત્ર રૂ.380 ચાર્જ કરે છે.

ક્યાં છે? - Building No. 875, Kumaharan Gali, Main Bazar, Kaseru Walan, Paharganj, New Delhi, Delhi 110055

એક દિવસનું બજેટ - રૂ. 380, નોન એસી રૂમ.

3. ઉદેપુર - ટ્રિપપિન

ઉદયપુરને ભારતનું હૃદય પણ કહેવામાં આવે છે, અહીં તમને મોટાભાગે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળશે. આ શહેર તેની સંસ્કૃતિ અને મોર્ડન ટેક્નોલોજી માટે ખૂબ પ્રખ્યાત છે. મોટાભાગે સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓ અહીં જતા જોવા મળશે, જેમના માટે અહીં રોકાવવું ઘણું મોંઘું બની જાય છે. આવા લોકો માટે અહીં ટ્રીપપિન હોટલ છે જે ઘણી સસ્તી અને સારી છે.

ક્યાં છે? - 7 lal ghat, Rajasthan, 313001 Udaipur

એક દિવસનું બજેટ - રૂ. 221, નોન એસી રૂમ.

4. આગ્રા- Big Brother's

આગ્રા તાજમહેલ અને તેના આગ્રાના કિલ્લા માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. તાજમહેલને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે. જેના કારણે અહીં રહેવા માટે હોટલ શોધવી સરળ નથી. જો તે ઉપલબ્ધ હોય તો પણ તે ખર્ચાળ પડે છે. આ સમસ્યાઓનું નિરાકરણ અહીં 'બિગ બ્રધર્સ' નામની હોટલ કરે છે. જ્યાં રહેવા માટે માત્ર 320 રૂપિયા ચૂકવવા પડે છે અને ત્યાંથી તાજમહેલનો નજારો પણ ખૂબ જ સુંદર દેખાય છે.

ક્યાં છે? - Rajeev nagar , gali no 1 ,Taj Mahal eastern gate road, near jalma hospital Behind hotel rashmi, near Hotel Amar Vilas, Eastern Gate, Paktola, Tajganj, Agra, Uttar Pradesh 282001

એક દિવસનું બજેટ - રૂ. 320, નોન એસી રૂમ.

5. ઋષિકેશ - Joey's

ઋષિકેશ જે દિલ્હી શહેર પછી મારા હૃદયની સૌથી નજીકનું સ્થળ છે. જો કે અહીં રહેવા માટે ઘણી સસ્તી જગ્યાઓ છે, પરંતુ તેના માટે તમારે હરિદ્વાર જવું પડશે. પરંતુ તમારે હરિદ્વાર જવાની જરૂર નથી, તેથી અહીં Joey's નામની એક હોટેલ છે જે રહેવા માટે માત્ર 200 રૂપિયા લે છે. અહીંથી લક્ષ્મણ ઝુલાનો નજારો સરળતાથી જોઈ શકાય છે.

ક્યાં છે? - Joey's Hostel Badrinath Marg, Opp. Balak Nath Mandir, Laxman Jhula, Tapovan, Rishikesh, Uttarakhand 249192

એક દિવસનું બજેટ - રૂ. 200, નોન એસી રૂમ.

6. પોન્ડિચેરી- વેલેન્ટાઇન્સ

પોંડિચેરી ભારતમાં સૌથી વધુ મુલાકાત લેવાતું સ્થળ છે. અહીં રોજ હજારો લોકો ફરવા આવે છે. જ્યારે પણ શાળા, કોલેજો અને ઓફિસોમાં રજાઓ હોય છે ત્યારે લોકો ઉનાળામાં પોંડિચેરી ફરવા ઉપડી જાય છે. આવા લોકોના રહેવાનો ખર્ચ ઓછો કરવા માટે તમે અહીં વેલેન્ટાઇન્સ હોટેલનો ઉપયોગ કરી શકો છો, અહીં તમારે એક દિવસ માટે માત્ર 350 રૂપિયા ચૂકવવા પડશે.

ક્યાં છે? - 41, Milad St, MG Road Area, Puducherry, 605001

એક દિવસનું બજેટ - રૂ. 350, નોન એસી રૂમ.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો