135 દિવસ, 33 દેશ, 1 ગાડી: 60 વર્ષના આ ઝનૂની મુસાફરે કરી આ અનોખી રોડ ટ્રિપ

Tripoto
Photo of 135 દિવસ, 33 દેશ, 1 ગાડી: 60 વર્ષના આ ઝનૂની મુસાફરે કરી આ અનોખી રોડ ટ્રિપ 1/12 by Paurav Joshi

60 વર્ષના અમરજીત સિંહે દિલ્હીથી લંડન સુધીની રોડ યાત્રા કરીને એ તો સાબિત કરી જ દીધું છે કે ઉંમરનો જુસ્સા સાથે કોઇ સંબંધ નથી. દિલ્હીના આ રિટાયર્ડ વ્યવસાયીએ ફક્ત 135 દિવસોમાં 33 દેશોને કવર કરતા 36,800 કિ.મી.ની રોડ યાત્રા કરીને એ બતાવી દીધું છે જેના વિશે મોટાભાગના લોકો ફક્ત સપના જ જોતા હોય છે.

Photo of 135 દિવસ, 33 દેશ, 1 ગાડી: 60 વર્ષના આ ઝનૂની મુસાફરે કરી આ અનોખી રોડ ટ્રિપ 2/12 by Paurav Joshi

પોતાની જુની ટોયોટા ફોર્ચ્યુનર એસયૂવીની સાથે સિંહે 7 જુલાઇ 2018ના રોજ નવી દિલ્હીથી પોતાની યાત્રાની શરુઆત કરી હતી અને 16 ડિસેમ્બર 2018ના રોજ લંડનમાં પોતાની યાત્રા પૂરી કરી. 

Photo of 135 દિવસ, 33 દેશ, 1 ગાડી: 60 વર્ષના આ ઝનૂની મુસાફરે કરી આ અનોખી રોડ ટ્રિપ 3/12 by Paurav Joshi

સિંહ ત્રણ વર્ષ પહેલા કપડાના એક્સપોર્ટના પોતાના ખાનદાની વ્યવસાયમાંથી નિવૃત થઇ ગયા. તેમના હિસાબે તેમને પોતાની જવાનીના આ સપનાને પૂરા કરવામાં 40 વર્ષ લાગી ગયા. સિંહને ફરવાનો ચસ્કો ત્યારે લાગ્યો જ્યારે તે ભારતમાં બૅકપેકિંગ કરી રહેલા જર્મનીના એક કપલને મળ્યા. 20 વર્ષની ઉંમરમાં જ સિંહે પોતાના દોસ્તોની સાથે બાઇક પર જર્મની જવા માંગતા હતા, પરંતુ તેમના પિતાએ તેમને રોકી લીધા. રિટાયર થયા બાદ નવરાશના સમયમાં તેમની ફરી ફરવાની જવાની ઇચ્છા જાગૃત થઇ.

Photo of 135 દિવસ, 33 દેશ, 1 ગાડી: 60 વર્ષના આ ઝનૂની મુસાફરે કરી આ અનોખી રોડ ટ્રિપ 4/12 by Paurav Joshi

રખડવાના પોતાના સપનાને પૂરા કરવા માટે સિંહે વીઝા અને કાગળની કાર્યવાહી શરુ કરી દીધી જેને પુરા કરવામાં તેમને 3 મહિના લાગી ગયા. " રોડ પર મુસાફરી કરતા કરતા પળોને પોતાના કેમેરામાં કેદ કરવાનું જ સપનું હતુ, તે હવે સાકાર થયું છે. હવે હું મારા સપનાને જીવી રહ્યો છું. દિલ્હીથી લંડનની આ મુસાફરી આમ જ નથી થઇ, આ દરમિયાન મને એટલી મજા આવી કે હું મારી લાગણીનું શબ્દોમાં વર્ણન નથી કરી શકતો" સિંહ ઇન્સ્ટાગ્રામ પર લખે છે.

Photo of 135 દિવસ, 33 દેશ, 1 ગાડી: 60 વર્ષના આ ઝનૂની મુસાફરે કરી આ અનોખી રોડ ટ્રિપ 5/12 by Paurav Joshi

પોતાની મુસાફરીની યાદોમાં યાદગાર પળ એ હતી જ્યારે તે પોતાની યાત્રામાં તે જ જર્મન કપલને આટલા વર્ષ પછી તેમના જ ઘર પર મળ્યા. 1979માં ભારતમાં થયેલી પહેલી મુલાકાત બાદ તેઓ સંપર્કમાં ન્હોતા. એટલા માટે હાલમાં જ થયેલી મુલાકાત આશ્ચર્યજનક હતી.

Photo of 135 દિવસ, 33 દેશ, 1 ગાડી: 60 વર્ષના આ ઝનૂની મુસાફરે કરી આ અનોખી રોડ ટ્રિપ 6/12 by Paurav Joshi

આ રોડ ટ્રિપ દરમિયાન અનેક દેશોમાં ફરેલા સિંહ પહેલા પણ પોતાના ધંધાના કામે આ દેશોમાં ફરી ચૂક્યા છે. જો કે, આ ખાસ રોડ ટ્રિપ દરમિયાન તેમને કેટલીક મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરવો પડ્યો, જેમ કે યૂરોપિયન સ્ટાઇલ શૌચાલય અને શાકાહારી ભોજન.

Photo of 135 દિવસ, 33 દેશ, 1 ગાડી: 60 વર્ષના આ ઝનૂની મુસાફરે કરી આ અનોખી રોડ ટ્રિપ 7/12 by Paurav Joshi

સિંહને 'ટર્નબ ટ્રાવેલર'ના નામથી પણ ઓળખવામાં આવે છે અને પોતાની આ ટ્રિપ દરમિયાન તેઓ ઘણાં હૉલીવુડ કલાકારોને પણ મળ્યા જેમ કે આર્નોલ્ડ શ્વાર્જનેગર. તેમની આ ટ્રિપની સૌથી ખાસ પળ એ હતી જ્યારે તેઓ બુડાપેસ્ટ હંગેરીમાં ફિલ્મ ટર્મિનેટર 4નું શૂટિંગ કરી રહેલા જાણીતા કલાકાર આર્નોલ્ડ શ્વાર્જનેગરને મળ્યા. તેમણે સિંહની ગાડી પર પોતાની સાઇન પણ કરી અને તેમની યાત્રાના વખાણ પણ કર્યા. 

Photo of 135 દિવસ, 33 દેશ, 1 ગાડી: 60 વર્ષના આ ઝનૂની મુસાફરે કરી આ અનોખી રોડ ટ્રિપ 8/12 by Paurav Joshi
Photo of 135 દિવસ, 33 દેશ, 1 ગાડી: 60 વર્ષના આ ઝનૂની મુસાફરે કરી આ અનોખી રોડ ટ્રિપ 9/12 by Paurav Joshi

વિદેશમાં પોતાના અનુભવ અંગે સિંહે એમ પણ કહ્યું કે ભલે તેમને નાની-મોટી મુશ્કેલી પડી હોય પરંતુ પોતાની સફરમાં તેમને ક્યારેય પોતાની ધાર્મિક ઓળખના કારણે મુશ્કેલીઓનો સામનો નથી કરવો પડ્યો.

Photo of 135 દિવસ, 33 દેશ, 1 ગાડી: 60 વર્ષના આ ઝનૂની મુસાફરે કરી આ અનોખી રોડ ટ્રિપ 10/12 by Paurav Joshi

સિંહને ટ્રિપના છેલ્લા મુકામ લંડન પહોચીને ઘણો આનંદ થયો. તેમનું માનવુ છે કે જે સપના જુએ છે તેમના માટે કંઇ પણ પ્રાપ્ત કરવું મુશ્કેલ નથી. 

Photo of 135 દિવસ, 33 દેશ, 1 ગાડી: 60 વર્ષના આ ઝનૂની મુસાફરે કરી આ અનોખી રોડ ટ્રિપ 11/12 by Paurav Joshi

આમ તો આ ટ્રિપ પોતાનામાં ઝિંદગી ભરની ઉપલબ્ધિ જેવી લાગે છે અને ઘણી થકાવનારી પણ, પરંતુ સિંહના સપના કંઇક બીજા જ છે. તેઓ ' ટર્બન ટ્રાવેલર' ને અને ભવિષ્યમાં પોતાની એસયૂવીમાં 7 મહાદ્વિપોમાં ફરવા માંગે છે.

Photo of 135 દિવસ, 33 દેશ, 1 ગાડી: 60 વર્ષના આ ઝનૂની મુસાફરે કરી આ અનોખી રોડ ટ્રિપ 12/12 by Paurav Joshi

આ માણસ જે આજના યુવા ટ્રાવેલર્સ માટે ઉદાહરણ બની ગયા છે, યુવાનોને એક સારો સંદેશ પણ આપે છે. તેઓ કહે છે કે ઉંમર ના જુઓ, દ્રઢ નિશ્ચય કરીને પોતાના લક્ષ્યને મેળવવા માટે મચી પડો. સપના પૂરા કરવાની કોઇ ઉંમર નથી હોતી.

બધી તસવીરોનો શ્રેય ટર્બન ટ્રાવેલરને આપવામાં આવે છે.

અમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો