કોરોનામાં ધંધો બંધ થયો તો આ બિઝનેસમેને માત્ર ₹12,000માં કર્યું ભારત દર્શન

Tripoto

આઝાદી પછી કોરોના જેવી ભયાનક બીમારી કદાચ ભારતીયોએ જોઇ નથી. COVID-19 મહામારી દરમિયાન ઘણાં મજૂરોએ નોકરી ગુમાવી તો ઘણાંના ધંધા ઠપ થયાં. લોકો આર્થિક રીતે તો પાયમાલ થયા સાથે સાથે માનસિક રીતે પણ પડી ભાંગ્યા. જો કે, વિશાલ વિશ્વનાથ, જે બેંગલુરુમાં એક ઇવેન્ટ મેનેજમેન્ટ ફર્મના માલિક છે, તેમણે આશા ન ગુમાવી. જ્યારે લૉકડાઉન અને લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકાયો તો તેમનો બિઝનેસ પણ પ્રભાવિત થયો. આવી સ્થિતિમાં તેઓ નિરાશ ન થયા પરંતુ બેગ પેક કરીને ભારત ભ્રમણ કરવા ઉપડી ગયા.

28 રાજ્યોમાં 278 દિવસનો લાંબો પ્રવાસ કરીને આવ્યા બાદ વિશાલે લખ્યું, ઝિંદગીએ મને અત્યાર સુધીનો સૌથી સારો ઉપહાર આપ્યો. તેમણે વધુમાં કહ્યું કે છેલ્લા 9 મહિનામાં હું એક બીજુ જીવન જીવ્યો, જે અંગે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે અનુભવ પણ કર્યો નહોતો. કોઇ જગ્યાએ તંબુ તાણવો, ગમે તે જગ્યાએ સુઇ જવું, મોટાભાગે ફળો ખાઇને જીવવું, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરવી કે હિચહાઇકિંગના માધ્યમથી ફરવું. દરેક દિવસ અને દરેક પળ મારા માટે એક નવા જીવન સમાન હતી.

Photo of કોરોનામાં ધંધો બંધ થયો તો આ બિઝનેસમેને માત્ર ₹12,000માં કર્યું ભારત દર્શન by Paurav Joshi

કેરળના કન્નૂરના મૂળ નિવાસી એવા વિશાલ ઘણાં વર્ષો પહેલા બેંગલુરુ ગયા હતા અને બીટીએમ લેઆઉટમાં રહેતા હતા. ગત વર્ષે 26 જુલાઇથી 9 મહિના માટે તેઓ ભારત દર્શને નીકળી પડ્યા હતા. કેટલીક જગ્યાએ સહયાત્રી કે બસો અને ટ્રેનો જેવા ટ્રાન્સપોર્ટના સાધનોનો ઉપયોગ વિશાલે કર્યો. વિશાલ ભારતના 28 રાજ્ય અને કેટલાક કેન્દ્રશાસિત પ્રદેશમાં ગયા અને તેમનો અંતિમ પડાવ હતો બેગલુરુ. 32 વર્ષના વિશાલે તેમના પ્રવાસમાં જનરલ ટ્રેનમાં મુસાફરી કરી તો સુવા માટે ટેન્ટનો ઉપયોગ પણ કર્યો.

વિશાલે એક ન્યૂઝ પેપરને જણાવ્યું કે બિનપરંપરાગત યાત્રા હંમેશા તેમના માટે ફેવરીટ રહી છે. તેઓએ અગાઉ દક્ષિણ ભારતની યાત્રા કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે કોરોનાએ તેમના ધંધાને પ્રભાવિત કર્યો તો તેમણે પ્રવાસે જવાની યોજના બનાવી દીધી. તેઓ જુદી જુદી સંસ્કૃતિને જાણવા અને તેનો અનુભવ કરવા માંગતા હતા.

વિશાલ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખે છે કે "હું જે જગ્યાઓ પર ગયો, જે લોકોને મળ્યો, જે પહાડો પર ચઢ્યો, જે રસ્તેથી પસાર થયો, જે ખાવાનું મેં ખાધું, દરેક પળે મને એક અલગ જ પ્રકારની લાગણીનો અનુભવ થયો. શારિરીક અને માનસિક રીતે જ્યારે હું થાકેલો હતો ત્યારે એક નાનકડી સ્માઇલે મારામાં ઉર્જાનો સંચાર કર્યો. આ બધુ યાદ કરું છું તો મારુ મન ભરાઇ આવે છે. પહેલીવાર જે લાગણીનો મેં અનુભવ કર્યો તે હવે ફરી નહીં થાય તેનો મને અફસોસ રહેશે.

વિશાલનું પહેલું ડેસ્ટિનેશન ગુવાહાટી હતું. ત્યારબાદ તેઓ અરુણાચલ પ્રદેશ ગયા. ત્યાં સુધી કે જુલાઇમાં કોવિડની બીજી લહેરમાં અધિકારીઓએ તેમને રાજ્યની બોર્ડર પર રોક્યા અને એન્ટ્રી કરવાની ના પાડી તોય દ્રઢ સંકલ્પ સાથે આગળ વધ્યા. પૂર્વોત્તરમાં એક ચક્કર લગાવી તેઓ કોલકતા પહોંચ્યા.

ઉત્તર-પૂર્વમાં વિશાલે મોટાભાગે સાર્વજનિક બસોમાં મુસાફરી કરી અને ઝારખંડના ધનબાદ અને પછી બિહારના બોધિગયા પહોંચ્યા. પોતાના પ્રવાસ દરમિયાન વિશાલે જુદીજુદી સંસ્કૃતિના લોકો સાથે વાતચીત કરી અને કહ્યું કે છેલ્લા 32 વર્ષમાં આ પ્રકારનો અનુભવ તેમને થયો નથી. તેઓ ઓગસ્ટમાં ઉત્તર પ્રદેશ જતા રહ્યા. વારાસણીમાં જીવનનો આનંંદ માણ્યો પછી લખનઉ અને આગ્રા થઇને દિલ્હી પહોંચ્યા.

Photo of કોરોનામાં ધંધો બંધ થયો તો આ બિઝનેસમેને માત્ર ₹12,000માં કર્યું ભારત દર્શન by Paurav Joshi

વિશાલ ખિસ્સામાં ફક્ત 12 હજાર રૂપિયા લઇને ઘરેથી નીકળ્યા હતા અને દિલ્હીમાં જ્યાં સુધી રહ્યાં ત્યાં સુધી હિચહાઇકર બનીને એટલે કે મફતમાં બીજા પાસેથી લિફ્ટ માંગીને મુસાફરી કરતાં રહ્યા. તેમણે નૈનીતાલ, ઋષિકેશ અને બદ્રીનાથની રોડ મુસાફરી કરી. પછી શિમલામાં પગ મૂક્યો અને જણાવ્યું કે આ વિસ્તારના લોકોની મહેમાનવાજી કાબિલે તારીફ હતી. લોકો તેમને પોતાના ઘરમાં ચા-પાણી માટે આમંત્રિત કરતા હતા.

Photo of કોરોનામાં ધંધો બંધ થયો તો આ બિઝનેસમેને માત્ર ₹12,000માં કર્યું ભારત દર્શન by Paurav Joshi

ત્યાંથી ઉત્તર તરફ આગળ વધતાં વિશાલે પોતાની યાત્રાની યાદીમાં લદ્દાખ અને કાશ્મીર તરફ પ્રયાણ કર્યું. પોતાના પ્રવાસ દરમિયાન કઠોર પ્રવાસનો સામનો કર્યો. વિશાલે મીડિયાને જણાવ્યું કે જ્યારે ઓક્ટોબરમાં માઇનસ 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં તેઓએ એક રાત અન્ય યાત્રીઓ અને નિવાસિયોની સાથે એક બસમાં શરણ લીધી હતી. સમુદ્રથી 3,300 મીટરની ઊંચાઇ પર સ્થિત કારગિલ દુનિયાનું બીજું સૌથી ઠંડુ સ્થાન છે.

પછી તે પશ્ચિમ તરફ પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત બાજુ ગયા અને પછી છત્તીસગઢથી દક્ષિણ તરફ ઓરિસ્સાની યાત્રા કરી.

Photo of કોરોનામાં ધંધો બંધ થયો તો આ બિઝનેસમેને માત્ર ₹12,000માં કર્યું ભારત દર્શન by Paurav Joshi

ત્યારે તેમને ખબર પડી કે ઉત્તર-પૂર્વી રાજ્યોએ COVID-19 પ્રતિબંધમાં ઢિલ આપી છે, એટલે વિશાલે માર્ચમાં પૂર્વોત્તર ભારતના ઘણાં હિસ્સાને કવર કર્યા અને મેઘાલયથી આંધ્ર પ્રદેશ માટે ટ્રેનમાં દક્ષિણ તરફ નીકળી પડ્યા. તેલંગાણાના કેટલાક હિસ્સાને કવર કરતાં કરતાં વિશાલ મહારાષ્ટ્ર અને ગોવાને પાક કરી ગયા. પછી કર્ણાટક આવી ગયા, ત્યારબાદ સોમવારે કેરળમાં તે તેમના વતન કન્નૂર જતા રહ્યાં.

Photo of કોરોનામાં ધંધો બંધ થયો તો આ બિઝનેસમેને માત્ર ₹12,000માં કર્યું ભારત દર્શન by Paurav Joshi

વિશાલને ઘણાં બધા લોકોએ ભારત પ્રવાસમાં થયેલા ખર્ચ વિશે પૂછ્યું તો તેમણે જણાવ્યું કે આ મારી નોર્મલ લાઇફ કરતાં ઓછો હતો. કોઇપણ વ્યક્તિ ટ્રાવેલ કરી શકે છે. પરંતુ તે કેવી રીતે કરવી તે તમારા હાથમાં છે. મને હંમેશા લોકો એવું પૂછતા કે આ રીતે કેમ યાત્રા કરો છો તેનાથી તમને શું મળવાનું છે. ? હવે હું કહી શકું છું કે હું એક જીવન જીવ્યો. મને આનાથી વધારે કંઇ નથી જોઇતું. મેં જે સમયનો અનુભવ કર્યો તે હંમેશા મારા રહેવાના છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો