રોડ ટ્રીપનો વિચાર જેટલો રોમાંચક હોય છે તેને કરવું તેટલું જ મુશ્કિલ હોય છે. આ એક એવો વિચાર છે જેને કરવા માટે ખુબ જ સારું આયોજન અને જુનુન જોઈએ છે અને જો તમે તમારા પરિવાર સાથે રોડ ટ્રીપ પર જવા ઈચ્છો છો તો તમારે આ પરિવારની કહાની જરૂર જાણી લેવી જોઈએ.
૧ કાર, ૧ પરિવાર , ૧૧ દેશ , ૨૨૭૮૦ કી.મી.અને રોડ ટ્રીપના સુંદર ૧૧૧ દિવસ. બેંગ્લોરના બૈદ પરિવાર માટે એડવેન્ચરની કંઈક અલગ પરિભાષા છે. આ એ પરિવાર છે જેમણે પોતાના બેગ પેક કરી લીધા અને પોતાની ફિએટ લિનિયામાં બેંગ્લોરથી પેરિસ સુધી અડધી દુનિયાની સફર કરી લીધી.
તે પરિવારે પોતાની આ યાત્રાને એક નામ આપ્યું. ટીમ એલ.આઈ.એ.ઈ. એટલે કે લિટલ ઇન્ડિયન ફેમિલી ઓફ એક્સપ્લોલર કુલ ૪ વ્યક્તિઓથી બનેલ એક નાની ટોળીનું નામ છે જેમણે આ ચમત્કાર કરી બતાવેલ છે. તેમાં ૩૮ વર્ષના આનંદ બૈદ છે જે એનિમેટર અને એજ્યુકેટર છે. આ ટીમમાં તેમની સાથે તેમની ૩૬ વર્ષની પત્ની પુનિતા બૈદ અને તેમના ૨ બાળકો યશ અને ધૃતિ શામેલ છે.
કહેવાય છે કે યાત્રાઓ વ્યક્તિને પોતાની અંદર જાકવાની તક આપે છે. યાત્રા તમને તમારી સાથે જોડાયેલા એવા કેટલાક પાસાઓથી જાણકાર કરાવે છે જેને તમે ઘરે બેઠા નથી જાણી શકતા. આનંદનું પણ કંઈક આવું જ માનવું છે. તે કહે છે તેઓ તેમના પરિવાર સાથે બેંગ્લોરથી રાજસ્થાન રોડ ટ્રીપ પર ગયા હતા ત્યારથી તેમણે આખી દુનિયા જોવાનું મન બનાવી લીધું હતું.
કહેવાય છે કે દરેક યાત્રા પહેલા થોડી પ્લાનિંગ અને જાણકારી મેળવી લેવી જોઈએ.જો તમે આટલી લાંબી રોડ ટ્રીપ પર જવા ઈચ્છો છો તો પ્લાનિંગ કરવું વધારે જરૂરી બની જાય છે. પરંતુ આ રોડ ટ્રીપના સપનાને પૂરું કરવા માટે આનંદને સૌથી પહેલા જરૂરત હતી પોતાના પરિવારની મંજૂરીની. જેના પછી તે પોતાની પ્લાનિંગ શરુ કરી શકે. આનંદ કહે છે કે , " શરૂઆતમાં મારી પત્નીએ માત્ર એટલે હા કહી કારણકે તેને લાગ્યું કે આ રોડ ટ્રીપ શક્ય જ નથી અને તે માત્ર મારા મનનો વિચાર છે. તે જાણતી હતી કે તેણે ના કહી તો હું તેનેવારંવાર એ જ સવાલ પૂછતો રહીશ. પરંતુ તેને એ નહોતી ખબર કે હું આ રોડ ટ્રીપ માટે કેટલો ઉત્સાહિત હતો."
" મારા મમ્મીએ તો અમારા જવાના એક મહિના પહેલા સુધી મારી યોજના પર વિશ્વાસ નહોતો કર્યો. પરંતુ જયારે તેમણે મને વિઝા માટે આમ તેમ ભાગતા જોયો ત્યારે તેમને લાગ્યું કે હું ગંભીર છું."
આનંદ આગળ કહે છે કે , " મારી પત્નીએ આ ટ્રીપ વિશે વિચાર્યું અને અમારા બાળકો માટે આ ટ્રીપથી થતા ફાયદાને સમજ્યા. મારી પત્નીમાં મને એક શાનદાર ફરવા માટે સાથી મળેલ છે. અમે બંને સાથે ઘણી જગ્યાઓ ફર્યા છીએ. અમે બંને અમારા આ સફરમાં કેટલાક વધારે હસીન પળો જોડવા માંગતા હતા અને જોવા માંગતા હતા કે આ ટ્રીપ અમને ક્યાં લઇ જાય છે."
" જયારે તમે કોઈ વસ્તુ પામવા ઈચ્છો છો તો પૂરી કાયનાત તેને તમારાથી મેળવવાની કોશિશ કરે છે. મારી આ રોડ ટ્રીપમાં પરિવારને સમજવા કરતા વધારે મુશ્કિલ બાળકોને સ્કૂલમાંથી પરમિશન મેળવવામાં હતી. જેથી બાળકોને સ્કૂલમાંથી વધારે રજા મળે." આનંદ કહે છે તેમની રોડ ટ્રીપનો વિચાર સ્કૂલવાળાને એક શાનદાર આઈડિયા લાગ્યો. જેના પછી તેમણે બાળકોને ટ્રીપ પર જવા માટે સહેલાઈથી મંજૂરી આપી દીધી.
આ રોડ ટ્રીપમાં બૈદ પરિવારે કુલ ૧૧ દેશોની યાત્રા કરી જેમાં નેપાળ , તિબ્બત, ચીન, તુર્કમેનિસ્તાન , કીર્ગીસ્તાન, ઉજબેકિસ્તાન ગ્રીસ, તુર્કી, ઈરાન અને અંતમાં ફ્રાન્સ સામેલ હતું.
તેમેને આ યાત્રામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સૌથી પહેલા નેપાળમાં જ તેમેને દુર્ઘટનાના રૂપમાં ઝટકો મળ્યો. આનંદ એક ઓફિસમાં પોતાના પાસપોર્ટ પર સ્ટેમ્પ કરાવી રહ્યા હતા ત્યારે તેમેને જમીન હલતી હોય તેવું લાગ્યું. આનંદ કહે છે કે, " મેં મારા દીકરાને ચિંતા ન કરવા કહ્યું કારણ કે મને લાગ્યું કે આ ઝટકા મેટ્રો ના કારણે છે." પરંતુ થોડી વાર પછી તેમેને ખબર પડી કે તે ભૂકંપના ઝટકા છે.
ભૂકંપના કારણે આખો પરિવાર પાંચ દિવસ સુધી નેપાળ અને ચીનની સીમા પર અટકાયેલા રહ્યા. આનંદ કહે છે કે, " તે દરેક પળે ભૂકંપ પછીના ઝટકા અનુભવતા હતા અને તે પૂરું થાય તેની રાહ જોતા હતા." આટલા દિવસ એમનો આખો પરિવાર ગાડીમાં રહ્યો અને અમુક જરૂરી કામ માટે જ બહાર નીકળતા હતા.
કહેવાય છે કે યાત્રા તમને ઘણું બધું શીખવાડે છે. યાત્રા તમને તમારા રૂમની ચાર દીવાલની બહાર નીકળીને જાણવાની તક આપે છે.
" જિંદગીમાં પ્રવાસી હોવું કેટલું જરૂરી હોય છે તે તમે ઘરથી બહાર નીકળીને સમજી શકાશે. જયારે તમે ઘરથી દૂર કોઈ નવી જગ્યા પર જાવ છો ત્યારે તમે પોતાને સારી રીતે સમજી શકો છો. આ ટ્રીપ પર અમે ઘણી બધી વસ્તુ એક જ સમય પર થતા જોઈ રહ્યા હતા. જેને લીધે અમારા હોવાનો અહેસાસ અમે તે સમયે સમજી ન શક્યા. પરંતુ ટ્રીપ પરથી પરત આવીને વિચારવાની તક મળી. તેના પછી ખબર પડી કે અમે વ્યક્તિગત રૂપે કેટલા વિકસિત થઇ ગયા છીએ. પ્રવાસથી તમે તમારી ક્ષમતાને વધતી જોઈ શકો છો જેમાં ફરેલ દુનિયા પણ સામેલ હોય છે."
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ