6 સ્ટ્રીટ ફૂડ જે તમારે વારાણસીમાં જરુર ખાવા જોઇએ

Tripoto
Photo of 6 સ્ટ્રીટ ફૂડ જે તમારે વારાણસીમાં જરુર ખાવા જોઇએ 1/10 by Paurav Joshi

સ્ટ્રીટ ફૂડ શહેરમા રહેનારા સ્થાનિક લોકોના કલ્ચર અને ઘરેલુ જીવનને દર્શાવે છે. સ્ટ્રીય ફૂડ આપને સામાન્ય લોકોની દૈનિક પ્રાથમિકતાઓમાં સ્વાદના મહત્વને સમજવામાં મદદ કરે છે. અહીંનું સ્ટ્રીટ ફૂડ આ પવિત્ર શહેરની પરંપરાઓને પારીભાષિત કરે છે. અહીંની કચોરી અને પાનના સ્વાદનો કોઇ જવાબ નથી. મોટાભાગના સ્ટ્રીટ ફૂડ સ્વાદિષ્ટ હોવાની સાથે જ સસ્તા પણ છે. અહીં હું તમને ફેમસ ખાવાની ચીજો અને તેની કિંમતો અંગે જણાવીશ.

ગોદોલિયા

1. કચોરી સબ્જી - આ શહેરમા નાસ્તાનો સૌથી ફેમસ ઓપ્શન છે. કચોરી ખાવા માટે તમે અહીં દરેક વેંડરની પાસે મોંમા પાણી માટે લોકોની ભીડ જોઇ શકે છે. અહીંની કચોરીના બે પ્રકાર છે "બડા" અને "છોટા". "બડા" લોકોને બટાકાની શાકભાજી સાથે પીરસવામાં આવે છે જેનું સ્ટફીંગ બટાકાના મસાલેદાર મિશ્રણની સાથે કરવામાં આવે છે. દેશી ઘીની જલેબીની સાથે આને ખાવું એ સોના પર સુગંધ જેવું છે. કચોરીની એક પ્લેટની કિંમત 30 રુપિયા બરોબર હોય છે. ગોદોલિયા ચોકની આસપાસ કચોરીની ઘણી બધી દુકાનો જોવા મળશે. અમે સંદીપ ચાટ ભંડાર પર કચોરી ખાધી હતી, જેનો સ્વાદ અત્યાર સુધી મારી જીભ પર છે.

Photo of 6 સ્ટ્રીટ ફૂડ જે તમારે વારાણસીમાં જરુર ખાવા જોઇએ 2/10 by Paurav Joshi

દશાશ્વમેઘ ઘાટ રોડ

2. મસાલાવાળી મગફળી - મોટા શહેરોમાં અમે મોટાભાગના ડ્રિંક્સની સાથે સ્નેક્સ તરીકે ખાય છે, પરંતુ અહીં સવારના સમયથી જ મળવાનું શરુ થઇ જાય છે. લોકો આનો ઉપયોગ દિવસની એનર્જીના સોર્સ તરીકે લે છે. ડુંગળી અને લીલા મરચા અને મસાલાવાળા ધાણાની ચટણીની સાથે આને ગરમ કુલડીમાં ચાની સાથે પીરસવામાં આવે છે. આની એક પ્લેટની કિંમત સાઇઝના હિસાબે 10 થી 30 રુપિયા સુધી હોય છે.

Photo of 6 સ્ટ્રીટ ફૂડ જે તમારે વારાણસીમાં જરુર ખાવા જોઇએ 3/10 by Paurav Joshi
Photo of 6 સ્ટ્રીટ ફૂડ જે તમારે વારાણસીમાં જરુર ખાવા જોઇએ 4/10 by Paurav Joshi

અસ્સી ઘાટ

3.ફ્રાઇડ ઇડલી - આમ તો સાઉથ ઇન્ડિયામાં તે ઘણું જ પોપ્યુલર છે, પરંતુ આનું ફ્રાઇ વર્ઝન મેં અહીં ખાધુ. બહારથી ક્રંચી દેખાતી અને અંદરથી નરમ ઇડલી કોફીની સાથે મળીને તમારા નાસ્તાને પૂરા કરે છે. આની એક પ્લેટની કિંમત લગભગ 15 રુપિયા બરોબર છે.

Photo of 6 સ્ટ્રીટ ફૂડ જે તમારે વારાણસીમાં જરુર ખાવા જોઇએ 5/10 by Paurav Joshi
Photo of 6 સ્ટ્રીટ ફૂડ જે તમારે વારાણસીમાં જરુર ખાવા જોઇએ 6/10 by Paurav Joshi

4. વેજ થાળી- હું હંમેશા લોકોને એવી જ સલાહ આપવા માંગીશ કે તમે જ્યારે પણ નવા શહેરમાં જાઓ છો તો ત્યાંની થાળી જરુર ટ્રાય કરો. કારણ કે એવુ બની શકે કે ખાવાનું બનાવવાની રીત એજ હોય પરંતુ મસાલાનો સ્વાદ હંમેશા અલગ હોય છે. અમે મિક્સ વેજની સાથે દાળ ફ્રાયવાળી થાળી ખાધી હતી. દાળ ઘણી જ મસાલેદાર હતી અને લીલા મરચાની સાથે મિક્સ વેજ અમને સલાડ જેવી લાગી. (આ થાળીની કિંમત 100 રુપિયા છે.)

Photo of 6 સ્ટ્રીટ ફૂડ જે તમારે વારાણસીમાં જરુર ખાવા જોઇએ 7/10 by Paurav Joshi

બ્લૂ લસ્સીની દુકાન

5. ઠંડાઇ કે લસ્સી- વારાણસીના મુખ્ય ચોકમાં અને ઘાટો પર પણ ઠંડાઇ અને લસ્સીની ઘણી બધી દુકાનો છે. પ્રસિદ્ધ બ્લૂ લસ્સી શોપ અસ્સી ઘાટની પાસે છે. અહીં સ્ટ્રોબેરી, મેંગો, ચૉકલેટ જેવી ઘણી લસ્સીની ફ્લેવર છે, પરંતુ મૂળ સ્વાદ માટે સાધારણ લસ્સીને જ પસંદ કરો. સૌથી જરુરી વાત એ છે કે ભાંગ અહીં માન્ય છે અને તમે અહીં ભાંગ લસ્સીની મજા લઇ શકો છો. ફ્લેવરના આધારે પ્રત્યેક ગ્લાની કિંમત 50 થી 150 રુપિયા સુધી હોય છે.

Photo of 6 સ્ટ્રીટ ફૂડ જે તમારે વારાણસીમાં જરુર ખાવા જોઇએ 8/10 by Paurav Joshi
Photo of 6 સ્ટ્રીટ ફૂડ જે તમારે વારાણસીમાં જરુર ખાવા જોઇએ 9/10 by Paurav Joshi

6. બનારસી પાન - તમે વારાણસી જઇને અહીંનું સુંદર "બનારસી પાન" ખાધા વગર નહીં જઇ શકો. જ્યારે તમે પત્તામાં લપેટાયેલી મીઠી સોપારીની સાથે ફ્લેવર પાનને મોંમા રાખો છો તો આ મીઠાસની સાથે ફૂટે છે. જેનો ઘણો જ અલગ સ્વાદ છે.

Photo of 6 સ્ટ્રીટ ફૂડ જે તમારે વારાણસીમાં જરુર ખાવા જોઇએ 10/10 by Paurav Joshi

મને જરુર જણાવો હું અહીં શું ભૂલ્યો છું ? ભવિષ્યમાં દરેક જગ્યાએ થઇને આવીશ

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

More By This Author

Further Reads