પર્વત પ્રેમીઓ! હિમાલયની તળેટીમાં આવેલી આ ૧૦ જગ્યાઓ તમારા વિકેન્ડને યાદગાર બનાવશે

Tripoto

હિમાલયમાં ઘણા પ્રખ્યાત હિલ સ્ટેશન આવેલા છે. આ આર્ટિકલમાં તમને દિલ્લી અને કલકત્તાની આસપાસ આવેલી ૧૦ જગ્યાની માહિતી આપવામાં આવી છે.

Photo of પર્વત પ્રેમીઓ! હિમાલયની તળેટીમાં આવેલી આ ૧૦ જગ્યાઓ તમારા વિકેન્ડને યાદગાર બનાવશે by Jhelum Kaushal
Photo of પર્વત પ્રેમીઓ! હિમાલયની તળેટીમાં આવેલી આ ૧૦ જગ્યાઓ તમારા વિકેન્ડને યાદગાર બનાવશે by Jhelum Kaushal
Photo of પર્વત પ્રેમીઓ! હિમાલયની તળેટીમાં આવેલી આ ૧૦ જગ્યાઓ તમારા વિકેન્ડને યાદગાર બનાવશે by Jhelum Kaushal

દિલ્લીથી જઈ શકાય તેવા વિકેન્ડ ડેસ્ટિનેશન:

૧. ચકરાતા

ક્યાં : ઉત્તરાખંડ

ચકરાતા તેની પ્રાચીન સુંદરતા માટે જાણીતું છે. તે સમુદ્ર સપાટીથી ૨૨૭૦ મીટરની ઉંચાઈ પર આવેલું છે.આ પહાડી નગર દેહરાદૂન જિલ્લામાં આવેલું છે અને તે બેકપેકર્સ માટે બેસ્ટ વિકેન્ડ વિકલ્પ છે. આ પૌરાણિક હિલ સ્ટેશનમાં તમને ઘણા ધોધ જોવા મળશે જે તમારા આત્માને શાંતિ આપશે. તમે ત્યાં ટ્રેકિંગ પણ કરી શકો છો જે કેસકેડિંગ વોટરફોલ અને ટાઇગર વોટરફોલમાંથી પસાર થાય છે. જો તમને એડવેન્ચર પસંદ છે તો તમે ત્યાં આવેલી વિશાળ ગુફાઓ અને પ્રાચીન મંદિરે પણ જઈ શકો છો.

Photo of પર્વત પ્રેમીઓ! હિમાલયની તળેટીમાં આવેલી આ ૧૦ જગ્યાઓ તમારા વિકેન્ડને યાદગાર બનાવશે by Jhelum Kaushal

કેવી રીતે પહોંચવું ?

ચકરાતા દિલ્લીથી અંદાજિત ૩૫૦ કી.મી. દૂર છે.તમે ફ્લાઈટ , ટ્રેન , અથવા તો બસ માં જઈ શકો છો પણ આ બધા વિકલ્પ સૌથી નજીકનું શહેર દેહરાદૂન સુધી જ ઉપલબ્ધ છે. દેહરાદૂન ચકરાતાથી ૯૨ કી.મી દૂર છે જ્યાંથી તમે ટેકસી અથવા તો કેબ કરીને પહોંચી શકો છો.

૨. બિર

ક્યાં : હિમાચલ પ્રદેશ

બિર એ ઉત્તર હિમાચલ પ્રદેશનું એક નાનું પર્વતીય શહેર છે જે એક કુદરતી બક્ષીશ છે અને જ્યાં તિબેટિયન લોકો રહે છે.બિર એ ધૌલાધર પર્વતમાળાની તળેટીમાં આવેલું છે. ધોધ, પાઈન જંગલો , સુંદર વાતાવરણ , એડવેન્ચર ને લગતી પ્રવૃત્તિઓ જેવી કે ટ્રેકિંગ, પેરાગ્લાઈડિંગ, હેન્ડ ગ્લાઈડિંગ અને માઉન્ટેઇન ગ્લાઈડિંગ આ નાના શાંત શહેર ને એક પ્રવાસન સ્થળ બનાવે છે જેની મુલાકાત લેવી જોઈએ .

Photo of પર્વત પ્રેમીઓ! હિમાલયની તળેટીમાં આવેલી આ ૧૦ જગ્યાઓ તમારા વિકેન્ડને યાદગાર બનાવશે by Jhelum Kaushal

કેવી રીતે પહોંચવું ?

બિર એ દિલ્લીથી અંદાજિત ૪૯૦ કી.મી. દૂર છે . બિર સુધીની કોઈ સીધી ફ્લાઈટ કે ટ્રેન નથી . બિર પહોંચવાનો સહેલો રસ્તો આખી રાતની પ્રાઇવેટ બસ કરવી તે છે. તમે પઠાણકોટથી બિર સુધી ટેકસી કે બસમાં જઈ શકો છો જેનું અંતર ૧૪૨.૨ કી.મી. છે.

૩. લેન્સડાઉન

ક્યાં : ઉત્તરાખંડ

લેન્સડાઉન એ ભારતનું સૌથી શાંત હિલ સ્ટેશનોમાંનું એક છે કે જે ગાઢ ઓક અને બ્લુ પાઈન જંગલોથી ઘેરાયેલું છે અને બ્રિટિશરો ભારતમાં આવ્યા ત્યારથી તે પ્રખ્યાત સ્થળ છે.લેન્સડાઉનનું વાતાવરણ તમને ધ્યાન કરવા માટે પણ પ્રોત્સાહન આપે છે. આ સ્થળે તમને સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો પણ જોવા મળે છે. લેન્સડાઉન એ એવું સ્થળ છે જ્યાં તમે તમારી રીતે વોક કરી શકો છો અને તેની આસપાસના જંગલો જોઈ શકો છો.

Photo of પર્વત પ્રેમીઓ! હિમાલયની તળેટીમાં આવેલી આ ૧૦ જગ્યાઓ તમારા વિકેન્ડને યાદગાર બનાવશે by Jhelum Kaushal

કેવી રીતે પહોંચવું ?

દિલ્લી અને લેન્સડાઉન વચ્ચેનું અંતર ૨૭૫ કી.મી. છે જે રોડ દ્વારા કાપવામાં ૬ થી ૭ કલાક લાગે છે . લેન્સડાઉનનું નજીકનું રેલવે સ્ટેશન એ કોટદ્વાર છે જેનું અંતર ૪૦ કી.મી. છે અને ત્યાંથી લેન્સડાઉન માટે તમને ટેકસી કે બસ મળી જાય છે.

૪.કસોલ

ક્યાં : હિમાચલ પ્રદેશ

જો તમે સુંદર, શાંત અને આખા વર્ષમાં ગમે ત્યારે જઈ શકાય એવું સ્થળ શોધો છો તો ભારતમાં કસોલ તેનું બેસ્ટ ઉદાહરણ છે. હિમાચલ પ્રદેશમાં આવેલું આ નાનું શહેર પાર્વતી નદીના કિનારે આવેલું છે અને ત્યાં આખા વર્ષ દરમિયાન સુંદરતાનું સ્તર જળવાઈ રહે છે. કસોલને મીની ઇઝરાયલ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે ત્યાં મોટી સંખ્યામાં ઇઝરાયલના લોકો વસે છે. કસોલમાં તમને ઇઝરાયલી ફૂડ ઓફર કરતા ઘણા કેફે અને હિબ્રૂમાં લખેલી સ્ટ્રીટ સાઈનપોસ્ટ પણ જોવા મળે છે.

Photo of પર્વત પ્રેમીઓ! હિમાલયની તળેટીમાં આવેલી આ ૧૦ જગ્યાઓ તમારા વિકેન્ડને યાદગાર બનાવશે by Jhelum Kaushal

કેવી રીતે પહોંચવું ?

કસોલ એ દિલ્લીથી અંદાજિત ૫૨૦ કી.મી. દૂર છે . દિલ્લીથી કસોલની કોઈ સીધી બસ નથી તમારે ભૂંતર બસ સ્ટેશન પર ઉતરવું પડશે. દિલ્લીથી ભૂંતર ની રાતની બસ લેવી તે બેસ્ટ વિકલ્પ છે જેનો ખર્ચ ૧૦૦૦ થી ૧૫૦૦ સુધીનો થશે અને ભૂંતર પહોંચ્યા પછી તમને કસોલ સુધીની HRTC બસ મળશે જે તમને એકાદ કલાકમાં કસોલ પહોંચાડી દેશે.

૫. કનાતલ

ક્યાં : ઉત્તરાખંડ

કનાતલ એ ગઢવાલ હિમાલયના સુંદર વાતાવરણમાં આવેલું છે . કનાતલનું હિલ સ્ટેશન થાકેલા વ્યક્તિઓ માટે બેસ્ટ વિકેન્ડ માણવાનો વિકલ્પ છે. આ સ્થળ પ્રવાસીઓમાં બહુ મોટા પ્રમાણમાં પ્રખ્યાત થયું નથી પણ તમે ઝડપતી કનતલની મુસાફરી કરી શકો છો કારણ કે તે મોટરેબલ રસ્તાઓ સાથે જોડાયેલું છે. અહી તમે ગામની આસપાસ ફરી શકો છો , સફરજનના બગીચા જોઈ શકો છો , ફોટોગ્રાફીની મજા લઇ શકો છો અને પ્રકૃતિ સાથે જોડાઈ શકો છો.

Photo of પર્વત પ્રેમીઓ! હિમાલયની તળેટીમાં આવેલી આ ૧૦ જગ્યાઓ તમારા વિકેન્ડને યાદગાર બનાવશે by Jhelum Kaushal

કેવી રીતે પહોંચવું ?

દિલ્લી અને કનાતલ વચ્ચેનું અંતર ૩૦૫ કી.મી. છે . તમે કનાતલ રોડ દ્વારા સહેલાઈથી પહોંચી શકો છો. તમે દેહરાદુનની ટ્રેન પણ લઈ શકો છો અને ત્યાંથી કનાતલ ૮૫ કી.મી. છે જ્યાંથી તમને ઘણી બધી બસ અને ટેકસી મળશે .

કલકત્તાથી જઈ શકાય તેવા વિકેન્ડ ડેસ્ટિનેશન

૬. રાવંગલા

ક્યાં : સિક્કિમ

રાવંગલા ૭૦૦૦ ફૂટની ઉંચાઈ પર સ્થિત છે તે દક્ષિણ સિક્કિમમાં આલ્પાઈન વૃક્ષોથી ઘેરાયેલું ગામ છે.તમે આ વિસ્તાર પરથી કેટલાક મુખ્ય હિમાલયના શિખરો જોઈ શકાય છે જેમ કે કંચનજંગા , પાંડિમ , સિનોલચુ અને કાબરૂ . દર વર્ષે રાવંગલા તેના વિદેશી વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ , બરફના પર્વતો , વહેતા ધોધ, અનોખા ગામો અને સુંદર વાતાવરણને કારણે ઘણા પ્રવાસીઓને આકર્ષે છે.

Photo of પર્વત પ્રેમીઓ! હિમાલયની તળેટીમાં આવેલી આ ૧૦ જગ્યાઓ તમારા વિકેન્ડને યાદગાર બનાવશે by Jhelum Kaushal

કેવી રીતે પહોંચવું ?

રાવંગલા કલકત્તાથી ૬૭૪ કી.મી. દૂર છે. તમારે પહેલા NJP રેલવે સ્ટેશન અથવા બાગડોગરા એરપોર્ટ જવું પડશે. ત્યાંથી અંદાજિત ૫ કલાકમાં તમે રાવંગલા પહોંચશો .

૭. બારા મંગવા

ક્યાં : પશ્ચિમ બંગાળ

જો તમે કુદરત સાથે ૨ દિવસ વિતાવવા માંગતા હો તો બારા મંગવા બેસ્ટ સ્થળ છે. તમને અનોખી ખેતીની પધ્ધ્તીઓ અને ગામડાના ખેડૂતો દ્વારા વાવેલા પાકની વિવિધ શ્રેણી જોવા મળશે. બારા મંગવા એ પ્રવાસીઓમાં પ્રખ્યાત નથી તેથી તેની કુદરતી સુંદરતા નાશ પામી નથી. તમે તમારા રૂમમાંથી કંચનજંગાના શિખરો જોઈ શકો તો તમે નસીબદાર છો.બારા મંગવા ઓરેન્જના બગીચા માટે પણ પ્રખ્યાત છે અને ઓરેન્જની ઋતુમાં ઓરેન્જ પ્રેમીઓ માટે તે સ્વર્ગ બની જાય છે.

Photo of પર્વત પ્રેમીઓ! હિમાલયની તળેટીમાં આવેલી આ ૧૦ જગ્યાઓ તમારા વિકેન્ડને યાદગાર બનાવશે by Jhelum Kaushal

કેવી રીતે પહોંચવું ?

બારા મંગવા કલકત્તાથી ૬૧૫ કી.મી દૂર છે . પહેલા તમારે હાવડાથી ન્યુ જલ્પાઈગુડીની રાતની ટ્રેન લેવી પડશે. ત્યાંથી બારા મંગવા ૬૫ કી.મી. છે જેથી ૨.૫ કલાકમાં પહોંચી જવાશે. તમે કલકત્તાથી બાગડોગરાની ફ્લાઈટ પણ કરી શકો છો ત્યાંથી પણ બારા મંગવા ૬૦ કી.મી. કરતા વધારે નથી . તમને ઘણી બધી ટેક્સી મળી રહેશે બંને જગ્યાએથી .

૮. લેપચાજગત

ક્યાં : પશ્ચિમ બંગાળ

લગભગ ૭૦૦૦ ફૂટ ઉંચાઈએ આવેલું સ્થળ લેપચાજગત જ્યાં તમે શાંતિ મેળવી શકો છો.આ સ્થળ પરથી તમે કંચનજંગાના સુંદર નજારા જોઈ શકો છો અને તમને તે હંમેશા યાદ રહેશે. લેપચાજગતના જંગલમાં તમે હિમાલયના પક્ષીઓને પણ જોઈ શકો છો.લેપચાજગતના ગામમાં તમે ટ્રેંલ્સ પર ચાલીને હિમાલયની વનસ્પતિની સુંદરતા જોઈ શકો છો.

Photo of પર્વત પ્રેમીઓ! હિમાલયની તળેટીમાં આવેલી આ ૧૦ જગ્યાઓ તમારા વિકેન્ડને યાદગાર બનાવશે by Jhelum Kaushal

કેવી રીતે પહોંચવું ?

લેપચાજગત દિલ્લીથી ૬૨૦ કી.મી. દૂર છે . પહેલા તમારે હાવડાથી ન્યુ જલ્પાઈગુડીની રાતની ટ્રેન લેવી પડશે. ત્યાંથી લેપચાજગત ૭૫ કી.મી. છે જે અંદાજિત ૩ કલાકના સમયમાં પહોંચાડશે . તમે કલકત્તાથી બાગડોગરાની ફ્લાઈટ પણ લઈ શકો છો ત્યાંથી લેપચાજગત ૭૦ કી.મી.કરતા વધારે નથી. બંને જગ્યાએથી તમને ઘણી ટેક્સી મળી રહેશે.

૯. મંગન

ક્યાં : સિક્કિમ

મંગન એ હિમાલયના પૂર્વીય ભાગમાં આવેલું છે જે ઉત્તર સિક્કિમના પ્રવેશ દ્વાર તરીકે કામ કરે છે. મંગન જંગલની ટેકરીઓ અને ટ્રેકિંગ ટ્રેંલ્સથી ઘેરાયેલું છે જેને ભારતની એલચીની રાજધાની કહેવામાં આવે છે. મંગનથી કંચનજંગા પર્વતના સુંદર નજારા જોવા મળે છે અને તે કારણથી જ તમારે આ સ્થળની મુલાકાત જરૂરથી લેવી જોઈએ . મંગન વિશેની સૌથી સારી વાત એ છે કે તે લેપચાની અજોડ સત્કાર છે.આ હોમ સ્ટે માં તમને માત્ર લેપચાના ઇતિહાસ અને સંસ્કૃતિનો પરિચય મળે છે.

Photo of પર્વત પ્રેમીઓ! હિમાલયની તળેટીમાં આવેલી આ ૧૦ જગ્યાઓ તમારા વિકેન્ડને યાદગાર બનાવશે by Jhelum Kaushal

કેવી રીતે પહોંચવું ?

મંગન કલકત્તાથી ૬૧૫ કી.મી. દૂર છે. મંગન પહોંચવા તમારે પહેલા NJP રેલવે સ્ટેશન અથવા બાગડોગરા એરપોર્ટ આવવું પડશે. ત્યાંથી તમને મંગન માટે ઘણી કાર મળશે.

૧૦. ચતકપુર

ક્યાં : પશ્ચિમ બંગાળ

ચતકપુર એ દરિયાની સપાટીથી ૭૮૮૭ ફૂટની ઉંચાઈ પર સોનાડા શહેરની ઉપરની ટેકરી પર આવેલું છે. ચતકપુર એ સેંચલ વન્યજીવ અભ્યારણ્યની અંદરનું એક પહાડી ગામ છે. ચતકપુરથી તમે કંચનજંગાની સમગ્ર શ્રેણીનો નજારો જોઈ શકો છો કારણ કે તે ટાઇગર હિલની બરાબર સામે આવેલી પહાડીની ટોચ છે. ચતકપુરમાં ઘણી બધી જંગલની કેડીઑ છે જે લીલીછમ હરિયાળીમાંથી પસાર થાય છે. જંગલમાં ટ્રેક માટે ગાઈડ લેવા જોઈએ કારણ કે જંગલમાં ચિત્તા , ભસતા હરણ અને બીજા કેટલાક પ્રાણીઓ રહે છે. જો તમને રેડ પાંડા જોવા મળે તો તમે નસીબદાર છો. આ જંગલ ઘણા બધા પક્ષીઓનું ઘર છે જેવા કે બ્લુ મેગપી,બુલબુલ, ફલાયકેચર, પીપિત વગેરે.

Photo of પર્વત પ્રેમીઓ! હિમાલયની તળેટીમાં આવેલી આ ૧૦ જગ્યાઓ તમારા વિકેન્ડને યાદગાર બનાવશે by Jhelum Kaushal

કેવી રીતે પહોંચવું ?

ચતકપુર કલકત્તાથી ૬૦૦ કી.મી. દૂર છે.સૌથી પહેલા તમારે હાવડાથી જલ્પાઈગુડીની રાતની ટ્રેન લેવી પડશે. ત્યાંથી ચતકપુર ફક્ત ૬૪ કી.મી. દૂર છે જેથી ત્યાં પહોંચતા ૨.૫ કલાક જેવું લાગશે. તમે કલકત્તાથી બાગડોગરાની ફ્લાઈટ પણ લઈ શકો છો ત્યાંથી પણ ચતકપુર ૬૦ કી.મી. કરતા વધારે નથી. બંને જગ્યાએથી તમને ઘણી બધી ટેક્સી મળી રહેશે. તમે ચતકપુર પહોંચવા કોઈ કાર પણ કરી શકો છો.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads