હરવા-ફરવાની મજા તો આવે પણ તેમાં ખર્ચો પણ થાય છે અને મોંઘવારીનું તો શું કહેવું! પરંતુ શું તમે જાણો છો કે એવા ઘણાં દેશ છે, જ્યાં રુપિયાની કિંમત, અન્ય મુદ્રાઓના મુકાબલે ઘણી વધુ છે. એટલે તમે ઓછા બજેટમાં પણ વિદેશનું ચક્કર લગાવી શકો છો. છેવટે કઇ છે એ જગ્યા જ્યાં રુપિયો ખરેખર ઘણો મોટો છે, ચાલો જણાવું.
1. નેપાળ
ભારતીય 1 રુપિયો = 1.60 નેપાળી રુપિયા
એક્સપર્ટ ટીપઃ જો તમને શહેરની ભીડભાડ પસંદ નથી તો થામેલ કેન્દ્રથી થોડાક બહારની તરફ તમને શાંતિ અને હળવાશ મળશે.
ક્યાં ફરશો: પશુપતિનાથ મંદિર, બુદ્ધ મંદિર, સિંબુનાથ મંદિર, થામેલ, પોખરા
ક્યાં રોકાશો: 2,000 રુપિયાથી ઓછી કિંમતમાં હોટલ નેપાલય મળી જશે
2. શ્રીલંકા
ભારતીય 1 રુપિયો = 2.52 શ્રીલંકન રુપિયા
એક્સપર્ટ ટિપ : જો બજેટ ટ્રિપ પર છો તો ફરવા માટે સાર્વજનિક સાધન જેવી કે બસો અને ટ્રેનોનો ઉપયોગ કરો. આમનું નેટવર્ક ઘણું ફેલાયેલું છે. ટેક્સીથી જશો તો વધુ પૈસા થશે.
ક્યાં ફરશો : પિનાવાલા હાથી અનાથાલય, કોલંબો, બેંટોટા, કેન્ડી, જેટવિંગ લાઇટહાઉસ, ઉનાવટુના બીચ, ટૂથ રેલિકનું મંદિર, લુનુગંગા
ક્યાં રોકાશો: 2,000 રુપિયાથી ઓછામાં બ્લૂ હેવન ગેસ્ટ હાઉસ
3. કંબોડિયા
ભારતીય 1 રુપિયો = 58.36 કંબોડિયન રિયલ
એક્સપર્ટ ટિપ : અંગકોરમાં રોકાવાની કોઇ જગ્યા નથી. નજીકમાં જ સીમ રીપ છે જ્યાં રોકાઇ શકાય છે.
ક્યાં ફરશો : અંગકોર વાટ, ધ બેયોન, સીમ રીપ, કમ્પોંગ ચામ, ક્રેટી, નોમ પેન્હ, કિલિંગ ફીલ્ડ્સ (જો કંબોડિયાના ઇતિહાસમાં રસ ધરાવો છો તો જરુર જાઓ)
ક્યાં રોકાશો: 4,000 રુપિયાથી ઓછામાં વિલા ગ્રીન લીફ બુટીક હોટલ
4. ઇંડોનેશિયા
ભારતીય 1 રુપિયો = 204.60 ઇંડોનેશિયન રુપિયા
એક્સપર્ટ ટિપ : અહીં અંડરવોટર ટૂરિઝમ માટે ઘણાં સારા વિકલ્પ છે. અહીંનો કપોપોસંગ ટાપુ ડાઇવિંગ માટે જાણીતો છે.
ક્યાં ફરશો : બાલી, જકાર્તા, બોરોબુદુર મંદિર, બોર્નિયો ટ્રેલ, કેરેટન, તમન સરી, કોમોડો આઇલેન્ડ, પિંક બીચ
ક્યાં રોકાશો: 2,000 રુપિયાથી ઓછામાં ક્રેસ્ટ હોટલ કુટામાં રોકાઇ શકો છો.
5. મંગોલિયા
ભારતીય 1 રુપિયો = 38 મંગોલિયન ટુગરિક
એક્સપર્ટ ટિપ : રશિયા અને ચીન જેવા વિશાળ દેશો વચ્ચે વસેલુ મંગોલિયા દૂરથી નીરસ લાગી શકે છે. પરંતુ એકવખત મંગોલિયાની તરફ બાંહો ફેલાવીને જાઓ, તો ખબર પડે કે મંગોલિયામાં કોઇ રસપ્રદ ચીજો અને અનોખા રોમાંચ છુપાયેલા છે.
ક્યાં ફરશો : ઓરોગ નૂર, ગાચેન લામા મઠ, ઓરખોન ઘાટી, પ્રાકૃતિક અને ઐતિહાસિક રિઝર્વ, ખંગઇ પર્વત, ત્સત્સિન નદી, ઉલાનબટાર
ક્યાં રોકાશો: 1,500 રુપિયાથી ઓછામાં ડનિસ્ટા નોમેડ્સ ટૂર હોસ્ટેલમાં રોકાઇ શકો છો.
6. વિયેતનામ
ભારતીય 1 રુપિયો = 335.67 વિયતનામી ડૉંગ
એક્સપર્ટ ટિપ : શહેરના જુના ભાગો (જેને 36 સ્ટ્રીટ્સના નામથી પણ ઓળખવામાં આવે છે)ને સાયકલ પર ફરીને જોઇ શકાય છે.
ક્યાં ફરશો : હાલોંગ બે, ડા નાંગ, દનાંગ, હોઇ એન, હો ચી મિન્હ સિટી, ફુ ક્વોક
ક્યાં રોકાશો: 1,000 રુપિયાથી ઓછામાં સાઇગૉન બાલો હોટલમાં રોકાઇ શકાય છે.
7. લાઓસ
ભારતીય 1 રુપિયો = 125.03 લાઓ કિપ
એક્સપર્ટ ટિપ: લાઓસ ફરવાનો યોગ્ય સમય નવેમ્બરથી માર્ચ વચ્ચેનો છે. જ્યારે સાધારણ વરસાદની સાથે વાતાવરણ પણ ખુશનુમા થઇ જાય છે.
ક્યાં ફરશો : વિયેનતિયાને, ફા કિ લુઆંગ, મેકાંગ, થામ પુખમ ગુફા, લુઆંગ પ્રબંધ
ક્યાં રોકાશો: 2,000 રુપિયાથી ઓછામાં સઇઓ શિયોંગ મૌનેમાં રોકાઇ શકાય છે.
8. તંજાનિયા
ભારતીય 1 રુપિયો = 33.46 તાનજાની શિલિંગ
એક્સપર્ટ ટિપ : ક્રૂગર નેશનલ પાર્કમાં બધા પ્રકારના પ્રવાસીઓ માટે સફારીના ઘણાં પ્રકારના વિકલ્પ મળી જશે.
ક્યાં ફરશો : ક્રૂગર નેશનલ પાર્ક, સમ્બુરુ નેશનલ રિઝર્વ, સેરેન્ગેટી નેશનલ પાર્ક, ક્લાસિક સોંગા સ્ટાઇલ્સ હટ્સ, લોરિયન, સ્વાંપ, કિલિમંજારો
ક્યાં રોકાશો : 2,500 રુપિયાથી ઓછામાં વ્હાઇટ હાઉસ ઓફ ટાંઝાનિયામાં રોકાઇ શકો છો.
9. જાપાન
ભારતીય 1 રુપિયો = 1.61 જાપાની યેન
એક્સપર્ટ ટિપ: જાપાનમાં મેટ્રો અને ટ્રેન સિસ્ટમ સુંદર છે. બસ તેને થોડુક સમજવાની જરુર છે અને તમે જાપાનના મોટાભાગના વિસ્તારોમાં આના દ્ધારા સરળતાથી પહોંચી શકો છો.
ક્યાં ફરશો : માઉન્ટ ફિજી, કોયા-સાન, ઇશીગાકી, હિરોશીમા, કામાકુરા, ક્યોટો, ટોકિયો
ક્યાં રોકાશો: 2,000 રુપિયાથી ઓછામાં હોટલ શિમ ઇમામિયામાં રોકાઇ શકો છો.
10. સાઉથ કોરિયા
ભારતીય 1 રુપિયો = 16.44 સાઉથ કોરિયન વૉન
એક્સપર્ટ ટિપ: સાઉથ કોરિયાના ખાવા અંગે ભલે તમે વધારે ન સાંભળ્યું હોય પરંતુ આનો સ્વાદ ચાખ્યા વગર અહીંથી જતા નહીં. અહીંની સ્પાઇસી કિમચી જરુર ખાઓ.
ક્યાં ફરશો : માઉન્ટ ફિજી, કોયા-સાન, ઇશીગાકી, હિરોશીમા, કામાકુરા, ક્યોટો, ટોક્યો
ક્યાં રોકાશો: 2,000 રુપિયાથી પણ ઓછામાં K2 મોટલમાં રોકાઇ શકો છો.
તો હવે તમે એવા દેશો વિશે જાણી ચૂક્યા છો જ્યાં આપણો ભારતીય રુપિયો મજબૂત છે. કદાચ તમે તમારા બેન્ક એકાઉન્ટ તરફ જોઇ રહ્યા હશો. જુઓ અને વિચારો કે આટલા પૈસામાં તમને કેટલું બધું મળી શકે છે.