“મ્હારી છોરી છોરો સે કમ હૈ કે?”
આ પ્રસિધ્ધ ડાયલોગ ભારતની એક દીકરીએ સાચો સાબિત કરી બતાવ્યો છે અને તે દીકરીનું નામ છે અપર્ણા કુમારી. નોર્થ અમેરિકામાં અલાસ્કામાં સૌથી ઊંચું માઉન્ટ ડેનાલી શિખર સર કરીને તેઓ 7 સમિટ ચેલેન્જ પૂરી કરનાર દેશના પ્રથમ IPS અધિકારી બન્યા છે. ઇન્ડો-તિબેટ બોર્ડર પોલીસમાં DIG તરીકે કાર્યરત અપર્ણાએ વિશ્વના 7 ખંડના સૌથી ઊંચા શિખર સર કર્યા છે અને 7 સમિટ પર્વતારોહણ ચેલેન્જ પૂરો કરીને આ ખિતાબ પોતાને નામ કર્યો છે.
જૂન 2015 થી અપર્ણાએ આ સાહસિક યાત્રા શરુ કરી હતી અને અલાસ્કામાં 20,3010 ફીટ ઊંચા માઉન્ટ ડેનાલી શિખર પર આ સફર પૂરી થઈ. 7 સમિટ ચેલેન્જ પૂરું કરવા માટે આ પહેલા તેમણે નેપાળમાં માઉન્ટ એવરેસ્ટ, આર્જેન્ટિના આકોનકાગુઆ, તાન્ઝાનિયામાં માઉન્ટ કીલીમંજારો, રશિયામાં માઉન્ટ એલબ્રસ, એન્ટાર્કટિકામાં વિનસન, તેમજ ઓસ્ટ્રેલિયામાં પુંજક જાયા અને માઉન્ટ કૉસ્કીઓસ્કૉ શિખર પર ભારતનો ઝંડો લહેરાવ્યો હતો.
એટલું જ નહિ 35 કિલો વજન ઊંચકીને 111 કિમી ચાલીને સાઉથ પોલ પહોંચનારી પ્રથમ IPS ઓફિસર છે. અપર્ણા UP IPS ઓફિસર કેડર 2002 બેચનો હિસ્સો છે અને દહેરાદૂનસ્થિત ITBPમાં નોર્થ ફ્રન્ટિયર હેડક્વાર્ટરમાં તૈનાત છે.
આ ઊંચાઈ પર પહોંચીને અપર્ણાએ ભારતનું નામ રોશન કર્યું જ છે. સાથોસાથ હજારો મહિલાઓને પણ પ્રેરણા આપે તેવું કામ કર્યું છે.
.
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.