શાકાહારી ગુજરાતીઓ માટે પ્રવાસમાં અપનાવવા જેવી ફૂડ ટિપ્સ!

Tripoto

દેશ-દુનિયામાં ઠેર-ઠેર ફરતા ગુજરાતીઓ પ્રવાસ દરમિયાન કોઈ પણ અગવડ ભોગવવા તૈયાર હોય છે. પણ, મોટા ભાગના ગુજરાતીઓ એક બાબતમાં સહેજ પણ કોમ્પ્રોમાઇઝ નથી કરી શકતા, અને તે છે શાકાહારી ભોજન. વિદેશમાં સ્થાયી થયેલા ઘણા લોકો પાસેથી તમને એવું સાંભળવા મળશે કે તેઓ જ્યારે ભારત છોડીને ગયા હતા ત્યારે અમુક વખત બિસ્કિટ ખાઈને કે દૂધ પીને પણ પેટ ભરવાનો વારો આવ્યો હોય કારણકે માંસાહાર ન ખાવો એ વણલખ્યો નિયમ હોય.

Photo of શાકાહારી ગુજરાતીઓ માટે પ્રવાસમાં અપનાવવા જેવી ફૂડ ટિપ્સ! 1/4 by Jhelum Kaushal

અલબત્ત, આજે કેટલાય ગુજરાતીઓ માંસાહારી છે, પણ 21મી સદીના 21માં વર્ષમાં પણ કરોડો ગુજરાતીઓ સામે એ રેશિયો ઘણો ઓછો છે. જ્યારે ફેમિલી ટ્રીપની વાત આવે તો દેશ-દુનિયામાં ગમે ત્યાં પ્રવાસ કરતાં મોટા ભાગના ફેમિલી વેજીટેરિયન મિલ જ લેતા હોય છે.

નાના હતા ત્યારે મનાલી, નૈનીતાલ, કોડાઈ-કેનાલ, ચેન્નાઈ, પોંડિચેરી, દાર્જીલિંગ, ગંગટોક વગેરે જેવા સ્થળોએ વેજ રેસ્ટોરાંની શોધમાં કેટલુંય પગપાળા ચાલ્યા હોવાનું મને બરાબર યાદ છે. આજે ટેકનોલોજી એડવાન્સ પણ છે અને સુલભ પણ છે એટલે હવે ગૂગલની મદદથી વેજ રેસ્ટોરાં મળી જાય છે.

તેમ છતાંય prevention is always better than cure!

આ ટિપ્સ અનુસરવાથી તમે એકાદ અઠવાડિયાના પ્રવાસમાં આરામથી શાકાહારી ભોજન જમી શકશો!

થેપલા

ગુજરાતીઓ માટે થેપલા એ પ્રવાસ સાથે જોડાયેલું એક અભિન્ન ખાણું છે. કોઈ ગામડાના પ્રવાસે જતાં હોય કે પછી કોઈ ફાઇવ સ્ટાર હોટેલમાં ઉતારો હોય તેવો પ્રવાસ- મુસાફરી દરમિયાન કે તે પછી ખાવા માટે- કુલ 2 દિવસ ચાલે તેટલા થેપલા આપણે સૌ સાથે રાખતા જ હોઈએ છીએ. ઇન્સ્ટન્ટ ચાના પેકેટ્સ સાથે રાખો અથવા હોટેલ રૂમમાં માત્ર ચાની વ્યવસ્થા કરો તો તમારી એકાદ-બે ટંક ઘરનું ભોજન ખાઈને આરામથી નીકળી જશે.

Photo of શાકાહારી ગુજરાતીઓ માટે પ્રવાસમાં અપનાવવા જેવી ફૂડ ટિપ્સ! 2/4 by Jhelum Kaushal

બ્રેડ-બટર/ બ્રેડ-જામ

મોટા ભાગના શાકાહારીઓ માટે ઈંડા એ માંસાહાર જ છે. એટલે શક્ય છે કે તમે જ્યાં પ્રવાસ કરી રહ્યા હોવ ત્યાં એગલેસ બ્રેડ પણ ન હોય. 4-5 દિવસ પછીની એક્સપાયરી ડેટ ધરાવતું બ્રેડનું એક પેકેટ તમારી ઘણી સમસ્યાનું સમાધાન સાબિત થઈ શકે છે. બટર, જામ, ચા/કોફી/દૂધ વગેરે કોઈ પણ જગ્યાએ ખૂબ સરળતાથી મળી જાય છે જેની સાથે બ્રેડ ખાવાથી ભારે નાસ્તો થઈ જાય છે.

Photo of શાકાહારી ગુજરાતીઓ માટે પ્રવાસમાં અપનાવવા જેવી ફૂડ ટિપ્સ! 3/4 by Jhelum Kaushal

ઇન્સ્ટન્ટ નાસ્તા મિક્સ

આજકાલ માર્કેટમાં અનેક બ્રાન્ડ્સ માત્ર ગરમ પાણી નાખીને બની જાય તેવા નાસ્તાના પેકેટ્સ મળે છે. પૌવા, ઉપમા, ઓટ્સ કે ઇવન મેગી આ પ્રકારના સ્વરૂપે ઉપલબ્ધ છે. હોટેલ્સમાં ચા-કોફી માટે ગરમ પાણી કરવાની કેટલ્સ હોય જ છે, એટલે આ પેકેટને કોઈ સ્ટીલના વાસણમાં ખાલી કરી, તેમાં ઉકાળેલું પાણી નાખીને 5 મિનિટ રહેવા દો. નાસ્તો તૈયાર! ઇન્સ્ટન્ટ ચા સાથે આ ગરમાગરમ નાસ્તો કરવાથી તમને સંતોષ પણ થશે અને બહાર પણ નહિ જવું પડે!

Photo of શાકાહારી ગુજરાતીઓ માટે પ્રવાસમાં અપનાવવા જેવી ફૂડ ટિપ્સ! 4/4 by Jhelum Kaushal

ભેળ

પ્રવાસના અમુક દિવસો પસાર થઈ ગયા હોય ત્યારે ઘરેથી સાથે લાવેલો બધો જ નાસ્તો સાવ થોડી-થોડી માત્રામાં વધ્યો હોય છે. જો તમારી પાસે મમરા પણ હોય, અથવા એ તમે ખરીદી શકો, તો સૌથી સરળ વાનગી બનાવી શકાય છે: ભેળ! મમરામાં અન્ય તમામ નાસ્તો મિક્સ કરી તેમાં પ્રમાણસર દહી/કેચઅપ નાખીને ભેળ બની શકે છે.

મિક્સ એન્ડ મેચ

આજકાલ કોઈ પણ પર્યટન સ્થળમાં મેગી સૌથી સુલભ છે. અથવા

અંતે તમારે જો વેજ-નેન વેજ બંને મળતું હોય તેવી હોટેલમાંથી ખાવાનું લાવવું જ પડે તો રાઈસ (ભાત) ઓર્ડર કરો, માર્કેટમાંથી દહી ખરીદીને કર્ડ-રાઈસ (દહી-ભાત) ખાઈ શકાય છે. અથવા

ફ્રૂટ્સ ખરીદીને તેની ફ્રૂટ-ડિશ બનાવી શકાય છે. અથવા

ચાટમાં કશું જ નોન-વેજ નથી હોતું, જે તે પર્યટન સ્થળના પ્રખ્યાત ચાટ પણ ટ્રાય કરી શકાય.

તમે શાકાહારી ભોજન મેળવવા કેવા કેવા જુગાડ કર્યા? કમેન્ટ્સમાં જણાવો.

.

વાચકવર્ગને વિનંતી છે કે કોવિડ-19 મહામારી બાદ મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ