ભારત એ પહાડો, મેદાનો, ઝરણાઓ અને અનેક કુદરતી સુંદરતાથી ભરેલો દેશ છે. ક્યારેય આ બધું સાઇકલ પર ફરવાનું વિચાર્યું છે! ભારતમાં અમુક જગ્યાઓ એવી છે જે સાઇકલ પર ફરવા માટે બેસ્ટ છે!
1. મનાલી લેહ
મનાલી લેહની રોડટ્રિપનું સપનું કોને ન હોય! પરંતુ સાઇકલ પર લેહ જવું સહેલું નથી. પહાડી મોસમ અને પહાડી રસ્તાનો અનુભવ હોવો જરૂરી છે. આ જ રીતે તમે રોહતાંગ પાસ અને તંગલાંગ પાસ પણ જઈ શકો છો. આ બેહદ સુંદર રસ્તા પર સાઇકલ સવારી જરૂર કરો!
2. મુન્નારથી અન્નામલાઈ
કેરળનું મુન્નાર ચાના બગીચા માટે જાણીતું છે. આ બગીચાઓની વચ્ચેથી જતા રસ્તા પર સાઇકલિંગની મજા જ કૈક ઔર છે. અહીંયા તમારું નસીબ હશે તો તમને જંગલી જાનવરો પણ જોવા મળી શકે છે.
3. બોમડિલથી તવાંગ
અરુણાચલ પ્રદેશમાં બોમડિલથી તવંગનો રસ્તો ખુબ જ સુંદર છે. પહાડો પર અડીને ચાલતા વાદળો જોવાનો નજારો અત્યન્ત સુંદર હોય છે. રસ્તામાં ચારેબાજુ હરિયાળી અને પહાડો જોવા મળે છે.
4. ઉદયપુર - જોધપુર
પહાડો સિવાય રાજસ્થાનના રણમાં સાઈકલિંગ કરવું એ પણ અનોખો અનુભવ છે. સરોવરના શહેર ઉદયપુરથી શરુ કરીને જોધપુર સુધીનો આ રૂટ તમને રાજસ્થાનની ઓળખ કરાવશે.
5. કલીમ્પોન્ગથી ઝૂલુંક
ઓફબીટ જગ્યાઓ ફરવી એ શ્રેષ્ઠ અનુભવ હોય છે. અહીંયા તમને સુંદર જગ્યાઓ સાથે મિલનસાર લોકો પણ મળે છે. કલીમ્પોન્ગથી ઝૂલૂકનો રસ્તો ઘણો જ ખતરનાક ગણવામાં આવે છે.
6. સોમનાથથી દીવ
સાઇકલથી સમુદ્રકિનારે કિનારે સફર કરવી કેટલી રોમાંચક છે! સોમનાથ દીવની આ યાત્રામાં તમને ગુજરાતની સંસ્કૃતિ સાથે સાથે પોતાના વિષે પણ વિચારવાનો સમય મળશે. સાથે રસ્તામાં ગીર નેશનલ પાર્કની પણ મુલાકાત લો! જ્યાં તમારા નસીબે તમને સિંહ પણ જોવા મળશે!
7. મેંગ્લોરથી ગોવા
ગોવા બીચ અને પાર્ટી માટે જાણીતું છે. રસ્તા પણ બેહદ સરસ છે. માટે તમારે મેંગ્લોરથી ગોવાની મુસાફરી કરવી જોઈએ. તમને રસ્તામાં ગોકર્ણ જવાનો પણ લાભ મળશે. આ સુંદર નજારો વચ્ચે ગોવાની યાત્રા આહલાદક બની જશે!
.