અરુણાચલની ‘માધુરી દિક્ષિત’ નામની આ જગ્યા જન્નતથી ઓછી નથી

Tripoto

Credit: Discover tawang

Photo of અરુણાચલની ‘માધુરી દિક્ષિત’ નામની આ જગ્યા જન્નતથી ઓછી નથી by Romance_with_India

આપણી ધક ધક ગર્લના દિલના ધબકારા પણ ધબકવાનુ ચુકી ગયા હશે જ્યારે તેઓએ સાંગેસર તળાવની સુંદરતાની એક ઝલક જોઈ હશે. પણ એમને પણ ક્યા ખબર હતી કે તળાવના કિનારે ફિલ્માવેલુ એમનો ડાંસ એટલો ફેમસ થઈ જશે કે લોકો આ તળાવને જ ‘માધુરી તળાવ’ કહેવા લાગશે.

એમ તો માધુરીજી ની સુંદરતાનો કોઈ જવાબ નથી પણ આ ગીતમા તળાવની સુંદરતા પણ ટક્કર આપે તેવી રહી. એટલે જ આટલા વર્ષો પછી પણ લોકો આ તળાવને માધુરીના નામથી પણ ઓળખે છે. તો ચલો આપણે પણ જાણીયે કે ડાઈરેક્ટરે આ ગીત આ તળાવ ના કિનારે જ કેમ ફિલ્માવ્યુ :

સમુદ્ર તળથી 15,200 ફુટની ઊંચાઈ પર સ્થિત અરુણાચલ પ્રદેશનુ સાંગેસર તળાવ ભુકમ્પને કારણે બન્યુ હતુ. સ્થાનિક લોકોના કહેવા અનુસાર આ તળાવ તેની વર્તમાન જગ્યાથી થોડા જ અંતરે હતુ.

પણ ટેક્ટોનિક પ્લેટ્સ ખસવાને કારણે આ તળાવ આજે તેની વર્તમાન જગ્યાએથી ખસી ગયુ છે જેના કારણે દેવદાર જંગલોનો એક મોટો ભાગ પાણીમા ગરકાવ થઈ ગયો. આજે પણ ઝાડના ઉપરના ભાગો ખુબ અજીબ રીતે પાણીના સ્તર પર નીકળતા જોવા મળે છે.

સાંગેસર તળાવ ફરવા શુ કામ જવુ જોઈયે?

આ તળાવની આસપાસની સુંદરતામા પણ એ જ કમાલ છે જે હિમાલયના ખોળામા વસેલા તળાવમા હોય છે. ચારેય બાજુથી દેવદારના વૃક્ષોથી ઘેરાયેલા આ તળાવમા દુર દુર સુધી ફેલાયેલા પહાડોનુ પ્રતિબિમ્બ જોવા મળે છે. જાણે કુદરતે ખુબ નવરાશથી આ તળાવને બનાવ્યુ હશે.

કેવી રીતે પહોંચવુ?

તળાવ ભારત-ચીન સીમાની નજીક સ્થિત છે અને તળાવ જોવા તમારે જીલ્લા આયુક્તની પરવાનગી લેવી પડશે. તવાંગથી આ તળાવ સુધી પહોંચવામા 2 કલાક થાય છે અને માત્ર ભારતિયોને જ ત્યા જવાની પરવાનગી છે.

તો રાહ શેની જુઓ છો? હિમાલયની સુંદરતા અને આ તળાવની ભવ્યતા જોવાનો પ્લાન બનાવો અને તમારી ટ્રાવેલ લિસ્ટ્મા અપડેટ કરતા રહો.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Further Reads