
દિવસ ૧
મહારાષ્ટ્ર
એડવેન્ચર સ્પોર્ટ્સ
તારકર્લી એમટીડીસી ( મહારાષ્ટ્ર પર્યટન વિકાસ નિગમ ) એ હાલમાં જ નવા આર્મર સ્કૂબા ડાઈવ બોટ નો શુભારંભ કર્યો છે જે રાજ્યની પહેલી સ્કૂબા ડાઈવ બોટ છે. આ નવી બોટ સર્વિસ મહારાષ્ટ્રમાં સાહસિક પર્યટન ને વધારવાની સાથે સાથે સ્થાનીય લોકોને રોજગાર પણ પ્રદાન કરે છે.


સિંધુદુર્ગ
મહારાષ્ટ્રના પર્યટન મંત્રાલયે સિંધુદુર્ગ જિલ્લામાં રાજ્યની પહેલી સ્કૂબા ડાઈવિંગ બોટ ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૨ ના તારકર્લી બીચ પર શરુ કરેલ છે. તે માલવણ તાલુકામાં છે જે પોતાના માલવણી ભોજન માટે ખુબ જ પ્રસિદ્ધ છે.

તારકર્લી બીચ
તારકર્લી મહારાષ્ટ્રના કોંકણ તટ પર સ્થિત છે અને અહીના સૌથી સુંદર અને સ્વચ્છ સમુદ્ર તટોમાંથી એક છે. તે પોતાના પ્રાચીન વાઈટ સેન્ડ તટો માટે ઘણું પ્રસિદ્ધ છે. તારકર્લી મુંબઈથી લગભગ ૫૫૦ કી.મી. દૂર છે અને ૧૨ કલાકની સફર છે. ગોવા અહીંથી માત્ર ૬૦ કી.મી. દૂર છે.
વોટર સ્પોર્ટ્સની ઘણી સુવિધા જેવી કે સ્કૂબા ડાઈવિંગ , જેટ-સ્કીઈંગ, પેરાસેલિંગ , સ્પીડબોટ રાઈડ , સ્નોક્રેલિંગ , બનાના બોટ વગેરે પહેલાથી ઘણા પ્રસિદ્ધ છે. પ્રવાસીઓ અહી ડોલ્ફિન માછલીઓને સમુદ્રમાં ચક્કર મારતા પણ જોઈ શકે છે.


અહી એમટીડીસી રિસોર્ટમાં પર્યટકો માટે બધી આધુનિક સુવિધાઓની સાથે લગ્ઝરી સ્ટે પણ ઉપલબ્ધ છે. સમુદ્ર તટ પર સ્થિત હોવાને કારણે અરબ સાગરનો મનમોહક નજારો અહીંથી જોવા મળે છે. અહી હોમસ્ટે પણ તમને મળી જશે. આ સમુદ્રિ સુંદરતામાં ખોવાઈ જવાની સાથે સાથે આ એડવેન્ચર સ્પોર્ટ્સ નો અનુભવ લેવાની સાથે અહીના પ્રસિદ્ધ માલવણી વ્યંજનોનો સ્વાદ તમને પૂરી રીતે સંતુષ્ટ કરી દેશે.
તો નીકળી જાવ પોતાનું બેકપેક લઈને આ અનુભવનો આનંદ લેવા માટે.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ