આભાર બોલીવુડ..! આ સુંદર પર્યટક સ્થળોને નષ્ટ કરવા..!

Tripoto
Photo of આભાર બોલીવુડ..! આ સુંદર પર્યટક સ્થળોને નષ્ટ કરવા..! 1/12 by Vadher Dhara

ફિલ્મો એ સમાજનો અરીસો છે. અરીસો કંઈપણ છુપાવતો નથી. સૌંદર્ય પણ એટલું જ બતાવે છે જેટલી બદસુરતી. કોઈને કદરૂપુ બતાવવાનો અરિસાને કોઈ અધિકાર નથી. અને તે કરતો પણ નથી, ફિલ્મના લોકો બદમાશ છે.

દિગ્દર્શકોએ તેમની ફિલ્મોમાં શ્રેષ્ઠ સ્થાન દર્શાવવાના ચક્કરમાં આ પર્યટક સ્થળોને ઘણું નુકસાન કર્યું છે. એકવાર મને લાગ્યું કે આ શ્રેષ્ઠ મૂવી સ્થાનો પર જવુ જોઈએ. મેં પણ ટિકિટ બુક કરાવી. પરંતુ ત્યાં પહોંચતાં જ હું અહીં ભારે ભીડ અને ગંદકી જોઇને આ હિન્દી ફિલ્મોથી નારાજ થઈ ગઈ.

પહેલાં આ જગ્યાઓ સારી રહેતી હતી, પરંતુ ફિલ્મો લાઇમલાઇટમાં આવ્યા પછી તેમની સ્થિતિ શરમજનક બની છે.

ભારતના સુંદર પર્યટક સ્થળો જુઓ, જે ફિલ્મોના કારણે બરબાદ થઈ ગયા.

1. પેંગોંગ તળાવ, લદ્દાખ

Photo of આભાર બોલીવુડ..! આ સુંદર પર્યટક સ્થળોને નષ્ટ કરવા..! 2/12 by Vadher Dhara
credit : Disha Kapkoti
Photo of આભાર બોલીવુડ..! આ સુંદર પર્યટક સ્થળોને નષ્ટ કરવા..! 3/12 by Vadher Dhara
credit : dishakapkoti

તમે ફિલ્મ '3 ઇડિઅટ્સ' જોઇ હશે. તો જોઈ લ્યો, આવા 'ચમત્કાર' ફરી ફરીને નથી થતા. તે એક ઉત્તમ ફિલ્મ છે. પરંતુ લદ્દાખમાં બ્લુ પાણીનુ પ્રખ્યાત પેંગોંગ સરોવર આ ફિલ્મ પછી જબરદસ્ત રીતે બરબાદ થઈ ગયુ છે.

આમિર ખાને કદી વિચાર્યું નહિ હોય, કે તેમની ફિલ્મનું સ્થાન લોકોને એટલું ગમશે કે તેઓ તે સ્થળે આવી સ્થિતિ ઉભી કરશે.

જો કે આ જ એક જગ્યા નથી જેણે આમિર ખાનની ફિલ્મથી આવી કદરુપી પ્રસિદ્ધિ મેળવી છે, આગળનું સ્થાન પણ તેવું છે.

2. ચપોરા ફોર્ટ, ગોવા

Photo of આભાર બોલીવુડ..! આ સુંદર પર્યટક સ્થળોને નષ્ટ કરવા..! 4/12 by Vadher Dhara
credit : trip advisor

'દિલ ચાહતા હૈ' ફિલ્મના કારણે ગોવાના ચપોરાનો કિલ્લો લોકોના ધ્યાનમાં આવ્યો. ત્યારથી, ત્રણ મિત્રોની જોડી અહીં આવીને આખો કિલ્લા નો ઘાણ કાઢી નાખ્યો.

Photo of આભાર બોલીવુડ..! આ સુંદર પર્યટક સ્થળોને નષ્ટ કરવા..! 5/12 by Vadher Dhara

હવે સ્થિતિ એવી છે કે સ્થળની હાલત ખરાબ છે, અને આવતા લોકોનો ભાર એટલો વધારે છે કે નજીકના વિસ્તારમાં નુકસાન થઈ રહ્યું છે.

3. દૂધસાગર ધોધ, ગોવા

Photo of આભાર બોલીવુડ..! આ સુંદર પર્યટક સ્થળોને નષ્ટ કરવા..! 6/12 by Vadher Dhara
credit : wikimedia

ફિલ્મ 'ચેન્નાઇ એક્સપ્રેસ' ને કારણે હેડલાઇન્સ બનાવનાર દૂધસાગર વોટરફોલ હવે ગોવાનુ નવુ પર્યટન સ્થળ બન્યુ છે.

આ ધોધમાં ખાસ કંઈ નથી, પરંતુ તેને જોવા માટે, તમારે એક ટ્રેનની ટિકિટ પણ લેવી પડશે. પણ એમ કાઈ હાલે.! શાહરુખ ની ફિલ્મ છે અને દરેક ને દિપીકા જોઈયે છે, તો ટિકિટ લઈ રહ્યા છે અને શાહરુખ બની રહ્યા છે.

Photo of આભાર બોલીવુડ..! આ સુંદર પર્યટક સ્થળોને નષ્ટ કરવા..! 7/12 by Vadher Dhara

આ ફિલ્મનો દૂધસાગર ધોધ પર એટલો અસર થયો કે તે થોડા દિવસોમાં જ જબરદસ્ત પ્રખ્યાત થઈ ગયો. ન તો ધોધ આ ખ્યાતિ માટે તૈયાર હતો, ન લોકો. પરંતુ કોઈને શું ફરક પડે છે, જો પૈસા આવે છે તો બધું સારું છે.

4. આથીરાપલ્લી ધોધ, કેરળ

Photo of આભાર બોલીવુડ..! આ સુંદર પર્યટક સ્થળોને નષ્ટ કરવા..! 8/12 by Vadher Dhara
credit : tejasvi bhatt

મણિ રત્નમ, તમિલ ફિલ્મ્સના જાણીતા નિર્દેશક છે. તેમને આ સ્થાન ખૂબ જ ગમે છે. ખુબ મતલબ ખુબ એમ. સરજીએ આ સ્થળે બે હિન્દી ફિલ્મ્સનું શૂટિંગ કર્યું છે. રાવણ અને ગુરુ. બંને ફિલ્મ્સ સુપરહિટ.

Photo of આભાર બોલીવુડ..! આ સુંદર પર્યટક સ્થળોને નષ્ટ કરવા..! 9/12 by Vadher Dhara

ફિલ્મ સુપરહિટ, ઐશ્વર્યાનું ગીત 'બારસો રે મેઘા મેઘા' સુપર ડુપર હિટ રહ્યું હતું. ગીત સાથે સ્થાનની પણ ચર્ચા કરવામાં આવી હતી. હવે દરેકને ઐશ્વર્યા બનવુ છે, અહીં નાચવુ છે, ગાવુ છે, ફોટા લેવા છે.

Photo of આભાર બોલીવુડ..! આ સુંદર પર્યટક સ્થળોને નષ્ટ કરવા..! 10/12 by Vadher Dhara

મણિ રત્નમ પછી, આ સ્થાન પર દિલ આવ્યું શ્રી રાજામૌલી નુ. અરે ભાઈ આપણી બાહુબલીના ડાયરેક્ટર. તેમણે પણ પ્રભાસને ચડાવી દીધો જય માહિષ્મતી કરવા.

એના ચક્કર મા ખરાબ થઈ ગઈ આ ખુબસુરતી ની જન્નત.

અગાઉ આ સ્થાન પ્રખ્યાત હતું, પણ તે પછી તો અહીં મુલાકાતીઓનો પૂર હતો. તમે પરિણામ જોઇ ચૂક્યા છો.

5. હિડિમ્બા દેવી મંદિર, મનાલી

Photo of આભાર બોલીવુડ..! આ સુંદર પર્યટક સ્થળોને નષ્ટ કરવા..! 11/12 by Vadher Dhara
credit : wikimedia

મનાલીનું હિડિમ્બા દેવી મંદિર, હિમાચલમાં જોવા માટેના પ્રખ્યાત મંદિરોમાનુ એક, જે હવે વધુ પ્રખ્યાત બન્યું છે. આ પ્રખ્યાત મંદિરમાં રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'યે જવાની હૈ દીવાની'નું શૂટિંગ કરવામાં આવ્યું છે.

Photo of આભાર બોલીવુડ..! આ સુંદર પર્યટક સ્થળોને નષ્ટ કરવા..! 12/12 by Vadher Dhara

આ ફિલ્મની રજૂઆત પછીથી આ મંદિરની લોકપ્રિયતા વધી છે. આસપાસના વિસ્તારોમાં હવે તેને 'યે જવાની હૈ દીવાની' મંદિર પણ કહેવામાં આવે છે. ફિલ્મના કારણે પ્રવાસીઓ વધ્યા અને સ્થળ પર લોકોનો ભાર વધ્યો.

ઉદ્દેશ કોઈ દિગ્દર્શક અથવા ફિલ્મનો પ્રચાર કરવાનો નથી, પરંતુ ફક્ત તે નોંધવું છે કે તેમની બેભાનતા અથવા સુંદરતા બતાવવાની વિનંતી, સ્થળ અને આસપાસના વાતાવરણને કેટલી અસર કરે છે.

ધારો કે તમે તમારા ઘરની બહાર નીકળો છો અને 500 લોકોની ભીડ છે. એક બે દિવસ માટે સારું છે પરંતુ તે પછી તમે પણ ખીજ ચડશે.

અહીં રહેતા લોકોને તેવું જ લાગે છે જ્યારે આપણે તે સ્થળને પર્યટક સ્થળ કહીએ છીએ, તેમના ક્ષેત્રને નુકસાન પહોંચાડીએ છીએ, કચરો ફેલાવીએ છીએ અને બિનજરૂરી રીતે દખલ કરીએ છીએ. આપણા ચક્કરમા, તે સ્થાન પર પૈસા તો ઉત્પન્ન થાય છે, પરંતુ પૈસાની અતિશયતા કોઈ દિવસ ખાતરી આપી શકશે નહીં કે દિવસો સારા રહેશે.

આ સ્થાનોના ભવિષ્ય વિશે તમારો મત શું છે જે ફિલ્મોને કારણે પ્રખ્યાત બન્યા. તે કોની ભૂલ છે, ડિરેક્ટર અથવા પ્રવાસીઓ, અમને કોમેન્ટ બોક્સ મા કહો.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

બંગાળી અને ગુજરાતીમાં સફરાનામો વાંચવા અને શેર કરવા માટે Tripoto બાંગ્લા અને Tripoto ગુજરાતીને અનુસરો.

Tripoto હિન્દી ઇન્સ્ટાગ્રામ પર જોડાઓ અને ફિચર થવની તક મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.