એક સમય એવો હતો કે વિદેશ જવા માટે કેટલુંય પ્લાનિંગ અને રિસર્ચ કરવું પડતું તથા વિઝા અને પરમિશનમાં જ ઘણો સમય જતો રહેતો. પરંતુ હવે ભારતીય પાસપોર્ટના આધારે જ ઘણા દેશો વિઝા વગર ફરી શકાય છે. ચાલો જોઈએ એ 7 સુંદર દેશો જ્યાં ભારતીયને વિઝાની જરુર નથી!
ઈન્ડોનેશિયા
ઇન્ડોનેશિયામાં ભારતીય પાસપોર્ટના આધારે વિઝા વગર 30 દિવસ રહી શકાય છે. અહિયાના સૌથી પ્રસિદ્ધ બાલી દ્વીપ સાથે તમને ભૂરો સમુદ્ર, સુંદર મરીન લાઇફ, અને જ્વાળામુખીવાળા પહાડો જોવા હોય તો અહિયાં ચોક્કસ જવું જોઈએ.
ક્યાં ફરવું: ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા નાઇટ લાઇફ, ચહલ પહલ અને શોપિંગ સેન્ટરમાટે જાણીતી છે. વોટર સ્પોર્ટ્સ માટે તમે પોપુઆ આઇલેંડ જઈ શકો છો અને લોમબોક, તોબા લેક, તથા કોમોડો દ્વીપ એ મુખ્ય આકર્ષણ છે.
ફરવાનો ખર્ચ: 2 લોકો માટે 6 દિવસનું પેકેજ અંદાજે 70-80 હજારમાં મળી રહે છે.
ભૂટાન
ભારતનાં પાડોશી દેશ હોવાના કારણે ભૂટાન પહોંચવું સરળ છે. અહિયાં તમે હવાઈ અથવા વાહન માર્ગે પહોંચી શકો છો. પૈસા કરતાં ખુશીને આ દેશમાં વધુ મહત્વ આપવામાં આવે છે. ટ્રેકિંગ અને પ્રાકૃતિક સૌંદર્ય માટે આ દેશ ઉત્તમ છે.
ક્યાં ફરવું: ટાઇગર નેસ્ટ, હા વેલી, પુનખ જોંગ, દોચૂલા પાસ, અને બુદ્ધ પ્રતિમા ફરવા લાયક સ્થળોમાંના છે. ટાઇગર નેસ્ટ તો દુર્ગમ પહાડો પર બનેલું બૌદ્ધ મઠનો સમૂહ છે જે પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે.
ફરવાનો ખર્ચ: 2 લોકો માટે 3-4 દિવસનું પેકેજ અંદાજે 60 હજારમાં મળી રહે છે.
માલદીવ
હજારથી પણ વધારે નાના નાના દ્વીપનો સમૂહ એવું માલદીવ સાફ બીચ, ભૂરું આકાશ અને પાણી તથા સુંદર કોરલ માટે જાણીતું છે. અહિયાં તમે સમુદ્રની અંદરની દુનિયા સ્કૂબા, અંડર વોટર ફોટોગ્રાફી, અને બીજા વોટર સ્પોર્ટ્સ કરીને જોઈ શકો છો. અહિયાં તમને પહોંચ્યા પછી વિઝા આપવામાં આવે છે.
ક્યાં ફરવું: સૌથી પહેલા માલે દ્વીપ પહોંચીને આર્ટિફિશ્યલ બીચ, નેશનલ મ્યુઝિયમ, સુનામી મોન્યુમેન્ટ વગેરે જોઈ શકો છો. પાર્ટનર સાથે રોમૅંટિક સમય વિતાવવા માટે અહીંયા વોટર વિલામાં જરુર રહો. એ ઉપરાંત બનાના રીફ અને સન આઇલેંડ જઈ શકો છો.
ફરવાનો ખર્ચ: 2 લોકો માટે 5 દિવસનું ટૂર પેકેજ અંદાજે 70 હજારમાં મળી રહે છે.
મોરેશિયસ
તમને મોરેશિયસમાં ભારતીય કલ્ચર ખૂબ જ જોવા મળશે. હરિયાળીભરી ધરતી, સાફ સમુદ્ર અને સાફ સમુદ્ર કિનારા, અને પહાડો વચ્ચે ટકરાતી સમુદ્રની લહેરો, અહીનું પ્રાકૃતિક સૌંદર્ય ગજબ છે.
ક્યાં ફરવું: અહિયાં વોટર સ્પોર્ટ્સની મજા લેવાનું અને સાત રંગો વળી જમીન જોવાનું ન ચુકતા. વોટર સ્પોર્ટ્સ કરવા માટે કેમબુસ. ઓઇલ ઓક્સ, જેવા દ્વીપ પર જવાનું ન ભૂલતા.
ફરવાનો ખર્ચ: 2 લોકો માટે 6-7 દિવસનું પેકેજ અંદાજે 1.50 લાખમાં મળી રહે છે.
સેશેલ્સ
પૂર્વ આફ્રિકામાં આવેલ સેશેલ્સ લગભગ 100 દ્વીપનો સમૂહ છે. આ દેશ મૂંગા ચટ્ટાનો અને સુંદર સમુદ્ર કિનારા માટે જાણીતો છે.
ક્યાં ફરવું: અહીંયા માહે, પ્રેસલીન જેવા આઇલેંડ પર તમે ફેમિલી અથવા પાર્ટનર સાથે જઈ શકો છો. સ્કૂબા ડાઇવિંગ અને સર્ફિંગ શોખીનો માટે અહિયાં વોટર સ્પોર્ટ્સ પણ છે.
ફરવાનો ખર્ચ: સેશેલ્સ ફરવા માટે થોડું મોંઘું છે. 2 લોકો માટે 6 દિવસનું પેકેજ અંદાજે 1.50 લાખમાં પડે છે.
ફિજી
ફિજી એ એક દ્વીપ સમૂહ છે જય ફિજી હિન્દી બોલવા વાળા ઘણા જ લોકો મળી રહે છે. અહિયાં ભારતીય મૂળના અઢળક લોકો વસે છે અને ફરવા માટે પણ ઘણા ભારતીયો જાય છે. અહીંયા સુંદર રેસોર્ટ્સ અને સુંદર મિજાજી લોકો તમારી સફરને યાદગાર બનાવી દેશે.
ક્યાં ફરવું: સુવા ફોરેસ્ટ પાર્ક, ફિજી મ્યુઝિયમ, ગાર્ડન ઓફ સ્લીપિંગ જાયંટ, વગેરે।
ફરવાનો ખર્ચ: 2 લોકો માટે 5 દિવસનું પેકેજ અંદાજે 2 લાખમાં પડે છે.
નેપાળ
ગોવાના ખર્ચમાં તમારે જો વિદેશની સફર કરવી હોય તો નેપાળ બેસ્ટ છે. નેપાળની રાજધાની કાઠમંડુ એ વિશ્વમાં પ્રાચીન શહેરોમાનું એક છે. પોખર શહેરને સરોવરોનું શહેર કહેવામાં આવે છે. હિમાલયના પહાડોમાં આ નાનકડો દેશ એડવેન્ચર અને પ્રાકૃતિક સુંદરતા બંને પૂરા પાડે છે.
ક્યાં ફરવું: પશુપતિનાથ અને મુક્તિનાથ જેવા પ્રાચીન મંદિરો, અને પોખર જેવા કુદરતી સુંદરતા ધરાવતા શહેરો નેપાળમાં છે. લુંબિનીમાં ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો એ સ્થળ પણ છે. પશુપતિનાથ મંદિર તો હિન્દુઓના પ્રમુખ મંદિરોમાનું એક છે.
ફરવાનો ખર્ચ: હવાઈ અને સડક એમ બંને માર્ગે અહિયાં પહોંચી શકાય છે. 2 લોકો માટે 5-6 દિવસનું પેકેજ અંદાજે 50 હજારમાં મળી રહે છે.
આ દેશોમાં તમે વિઝા વગર જઈ શકો છો પરંતુ અમુક બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે. તમારી પાસે પાસપોર્ટ સાથે પાછા ફરવાની વેલીડ ટિકિટ હોવી જરૂરી છે. અને સાથે જ એ દેશમાં ફરવા માટેના જરૂરી પૈસા હોવા જોઈએ. આ બાબતોનું ધ્યાન રાખીને તમરી રજાઓનું આયોજન કરો અને રજાઓને યાદગાર બનાવો.
.
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.