કહેવાય છે કે દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક જેને પહાડો પ્રત્યે પ્રેમ હોય છે અને બીજા એ લોકો જે દરિયાના મોજામાં શાંતિ શોધે છે. પરંતુ હું આ બન્ને જેવો નથી. હું મારી જાતને રણપ્રેમી માનું છું. મારા મતે રણપ્રેમી હોવું એ સારી વાત છે. વર્ષોથી ચાલ્યો આવતો રીવાજ તોડવા માટે થોડું બદલાવું પણ જોઈએ.
જ્યારથી મેં જાતે જ ફરવાનું ચાલુ કર્યું છે, તો મેં જોયું કે ઘણાં લોકો રણ ને ઓછું આંકે છે. કોલેજમાં હતો ત્યારે મારા મિત્રો, ફ્લેટમેટ્સ, સાથે કામ કરતા લોકો અને મારા પરિવાર સાથે અનેક જગ્યાની યાત્રા કરી ચુક્યો છું. પરંતુ દરેક વખતે પહાડો કે દરિયો હોય એવી જગ્યાની પસંદગી કરવામાં આવતી. હું એ છું જેને દુર સુધી ફેલાયેલા રણને જોઈને ખુશી મળે છે. આટલું કહ્યા પછી મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે, આપના જુના વિચારોમાંથી બહાર નીકળીને કુદરતી ચમત્કારો વિષે પણ ધ્યાન આપવું જોઈએ.
રણ જ કેમ ?
મને રણ પસંદ છે પણ એવું બિલકુલ નથી કે મને પર્વતો અને બીચ ઓછું પસંદ છે. હજી પણ હું માનું છું કે દરિયાના મોજા જોતા જોતા આખી બપોર પસાર કરવા જેવું ઉતમ બીજું કઈ નથી. જો મારું માનું તો પહાડોમાં ફરવા જેવી ઉતમ રોમેન્ટિક જગ્યા મળવી મુશ્કેલ છે. પરંતુ રણ અને મારી સાથે એવો સંબંધ છે કે જેને શબ્દોમાં વર્ણન ના કરી શકાય.
રણના અનંત અંતર વચ્ચે મને જે અનુભૂતિ થાય છે, તે કદાચ મને બીજે ક્યાંય નહિ મળે. શહેરના કોન્ક્રીટના જંગલથી દૂર, રેતીના મેદાનમાં રહેવાથી કેટલી સ્વતંત્રતા મળે છે તેનો કદાચ તમને ખ્યાલ નહિ હોય. પરંતુ જો તમે પણ રણને મારી નજરેથી જોશો તો તમે પણ એજ કહેશો જે હું કહું છું. આથમતા સૂર્યની લાલાશ, રણની સફારી, અવારનવાર સરકતા રેતીના ટેકરાઓ અને અજાણ્યા લોકોને મળીને ઘર જેવું વાતાવરણ બનાવી લેવું, ખરેખર, કેટલું બધું હોય છે..આ રણમાં?
ડેઝર્ટ ટૂરિઝમનું મહત્વ
ભારતમાં ટૂરિઝમ વધી રહ્યું છે કસોલ, મેક્લોડગંજ, શિમલા અને કેરળમાં વધતી પ્રવાસીઓની સંખ્યા પરથી સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. પરંતુ ભારતના રણ પ્રદેશને હજુ આટલું મહત્વ નથી મળ્યું. ડેડેડેઝર્ટ ટૂરિઝમના વિકાસથી કેરળ, કસોલ જેવી જગ્યાઓ પરથી ભારણ ઓછું થશે, સાથે જ લોકલ ટૂરિઝમને પ્રોત્સાહન મળશે.
આ છે ભારતના સૌથી સારા ડેઝર્ટ ટૂરિઝમના અનુભવોની યાદી
ભારતમાં એવા ઘણાં રણ છે જે અજાણ્યા છે. પરંતુ જો તમે પહેલીવાર ડેઝર્ટ એડવેન્ચર પર જવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો જાણીતા ડેઝર્ટથી શરૂઆત કરવી જોઇએ. જો તમને આ રણ વિશે નથી ખબર તો અમે જણાવી દઇએ.
1. જેસલમેરમાં લક્ઝરી કેમ્પિંગ
રાજસ્થાનના થાર રણની વચ્ચે આવેલું જેસલમેર ભારતનું સૌથી ફેવરિટ ડેઝર્ટ ડેસ્ટીનેશન પૈકીનું એક છે. જેસલમેરની સમૃદ્ધ વિરાસત અને સંસ્કૃતિ આ જગ્યાને રખડુઓ માટે એકદમ પરફેક્ટ ડેસ્ટિનેશન બનાવે છે. જો તમે પહેલીવાર રણનો અનુભવ લેવા જઇ રહ્યા છો તો તમારે શહેરની હોટલોને છોડીને ડેઝર્ટમાં કેમ્પિંગ કરવાની મજા લેવી જોઇએ. વિશ્વાસ રાખો કે કેમ્પિંગ કરવાનો અનુભવ તમને ઝિંદગીભર યાદ રહી જશે.
જેસલમેરના પેકેજ અંગે જાણવા માટે અહીં ક્લિક કરો
2. કચ્છના રણનો ઉત્સવ જુઓ
કાદવ-કિચડવાળી જગ્યા જે શિયાળામાં મીઠાનું સુંદર રણ બનાવી દે છે. તમારા પહેલા ડેઝર્ટનો અનુભવ કરવા માટે બેસ્ટ જગ્યા છે. જો તમે ભારતના સૌથી સુંદર અને જાણીતા ઉત્સવને જોવા માંગો છો તો તમારે કચ્છના રણમાં જરૂર જવું જોઇએ. નવેમ્બર અને ફેબ્રુઆરી દરમિયાન ઉજવાતા આ ઉત્સવ દરમિયાન આખા શહેરમાં નાના-નાના રંગબેરંગી તંબુ જોવા મળે છે જે ઘણાં જ સુંદર દેખાય છે. આ ચાર મહિના સુધી ચાલનારા ફેસ્ટિવલમાં તમને ગુજરાતી આર્ટ, કલ્ચર અને સંસ્કૃતિનું ઉત્તમ પ્રદર્શન જોવા મળે છે.
રણ ઉત્સવ અંગે વધારે માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો
3. સ્પીતિના પહાડોમાં ટ્રેક કરો
જો તમે એવા લોકોમાં છો જે પોતાના પહેલા ડેઝર્ટ અનુભવમાં એડવેન્ચરનો સ્વાદ પણ જોડવા માંગો છો તો સ્પીતિ વેલીમાં તેની તમામ વ્યવસ્થા છે. સ્પીતિ વેલીની ઓળખ અહીં જોવા મળતા મઠ, વન્ય જીવન અને આકર્ષક દ્રશ્યો છે જે આને ઑફ બીટ ડેસ્ટિનેશનની સાથે સાથે ઘણું જ સુંદર બનાવે છે. સ્પીતિના વેરાન પહાડો જોવા માટે દુનિયાભરથી સ્ટ્રોલર્સ આવે છે જે અહીં ટ્રેક અને હાઇક કરવાનું પસંદ કરે છે. જો તમે સામાન્ય રણમાં ના જઇને કંઇક નવો અનુભવ કરવા માંગો છો તો તમારે સ્પીતિના ઠંડા ડેઝર્ટમાં જવું જોઇએ.
સ્પીતિ વેલી અંગે જાણવા માટે અહીં ક્લિક કરો
4. પુષ્કર મેળો જુઓ
પહેલી નજરમાં પુષ્કર તમને બાકી રણપ્રદેશના શહેરો જેવું જ લાગે છે. પરંતુ જો તમે પુષ્કર મેળાના સમયે આ શહેરમાં જશો તો તેની ભવ્યતા જોઇને હેરાન થઇ જશો. દર વર્ષે યોજાતા આ ફેસ્ટિવલને ઉંટોનો મેળો પણ કહેવાય છે. આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે દુનિયાના દરેક ખુણાથી રખડુઓ, લેખક, બેગપેકર અને ફોટોગ્રાફર આવે છે. જો તમારે એક જગ્યાએ રાજસ્થાની સંસ્કૃતિને જોવી છે તો તમને પુષ્કર મેળાથી વધારે સારી જગ્યા નહીં મળે.
પુષ્કર અંગે જાણવા માટે અહીં ક્લિક કરો
5. નુબ્રા વેલીમાં તિબેટિયન કલ્ચર
હિમાલયના બર્ફિલા પહાડોના ખોળામાં સ્થિત નુબ્રા વેલી જવું દરેક માટે શક્ય નથી. સ્પીતિની જેમ જ આ પણ ઠંડુ રણ છે જ્યાં ઘણાં ઓછા લોકો જાય છે. નુબ્રા વેલીમાં બે નદીઓ હોવા છતાં અહીં ઘણી ઓછી ખેતી થાય છે. નુબ્રા વેલીમાં તમે મઠ જોઇ શકો છો જેમાં તમે બૌદ્ધ ધર્મ અંગે જાણી શકો છો. નુબ્રા વેલીમાં રેતીના ઢગલા અને બે ખુંધવાળા ઉંટ પણ જોઇ શકાય છે.
નુબ્રા વેલીમાં જાણવા અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો