ભારતનું આ રાજ્ય છે વિશ્વનું સૌથી લોકપ્રિય ફેમિલી ટુરિસ્ટ ડેસ્ટિનેશન

Tripoto

ભારત દેશના દક્ષિણના રાજ્યોને સમુદ્રએ અનેક અદભૂત કુદરતી સ્થળોની ભેટ આપી છે. વળી, દરિયા ઉપરાંત, કુદરત પર્વતો, નદીઓ, વનરાજી વગેરે બાબતમાં પણ આ રાજ્યો પર ભરપૂર મહેરબાન છે. પણ આ સૌનું સર્વ શ્રેષ્ઠ કોમ્બિનેશન જ્યાં જોવા મળે, અને જે દરેક પ્રવાસી ફરવા ઈચ્છે છે તે રાજ્ય એટલે કેરળ: ગોડ્ઝ ઔન કન્ટ્રી!

Photo of Kerala, India by Jhelum Kaushal
Photo of Kerala, India by Jhelum Kaushal

કેરળ એટલું સુંદર રાજ્ય છે કે ‘લોનલી પ્લેનેટ’ નામની સંસ્થા દ્વારા વિશ્વના પાંચ શ્રેષ્ઠ ફેમિલી હોલિડે ડેસ્ટિનેશનમાં કેરળનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

નારિયેળની ભૂમિ: ‘ગોડ્ઝ ઔન કન્ટ્રી’ એ કેરળને મળેલું બહુમાન છે. કેરળ શબ્દનો અર્થ નારિયેળની ભૂમિ તેવો થાય છે. મલયાલમ ભાષામાં કેરમ એટલે નારિયેળ અને તેના પરથી કેરલામ એટલે કે નારિયેળની ભૂમિને આ નામ આપવામાં આવ્યું હતું.

Photo of ભારતનું આ રાજ્ય છે વિશ્વનું સૌથી લોકપ્રિય ફેમિલી ટુરિસ્ટ ડેસ્ટિનેશન by Jhelum Kaushal

સાક્ષરતા: 90% કરતાં વધુ સાક્ષરતા સાથે દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતા રાજ્યોમાં કેરળનું સ્થાન હંમેશા મોખરાનું રહ્યું છે. પોતાની ભાષા માટે અનહદ પ્રેમ ધરાવતા તમિલનાડુ જેટલો જ ભાષા પ્રેમ અહીં પણ જોવા મળે છે. પરંતુ શિક્ષિત લોકો હોવાથી મોટા ભાગના લોકો અંગ્રેજી સમજે છે જે પ્રવાસીઓ માટે એક રાહતની વાત છે. કેરળનું એર્નાકુલમ 100% સાક્ષરતા ધરાવતું ભારતનું પ્રથમ શહેર હતું.

Photo of ભારતનું આ રાજ્ય છે વિશ્વનું સૌથી લોકપ્રિય ફેમિલી ટુરિસ્ટ ડેસ્ટિનેશન by Jhelum Kaushal

આયુર્વેદ: કહેવાય છે કે કેરળ એ ભારતનું એક એવું અનોખુ રાજ્ય છે જ્યાં કોઈ પણ રોગના ઈલાજ માટે સૌ પ્રથમ આયુર્વેદનો આધાર લેવામાં આવે છે. અહીંના કોવલમ બીચ ખાતે વિશ્વનો સૌથી પહેલો આયુર્વેદ રિસોર્ટ શરુ કરવામાં આવ્યો છે. કેરળ ટુરિઝમને વેગ આપવામાં આયુર્વેદનો પણ ફાળો છે.

Photo of ભારતનું આ રાજ્ય છે વિશ્વનું સૌથી લોકપ્રિય ફેમિલી ટુરિસ્ટ ડેસ્ટિનેશન by Jhelum Kaushal

બેકવોટર્સ: આના માટે કોઈ ગુજરાતી શબ્દ હોય તો હું તે વિષે અજાણ છું. પરંતુ બેકવોટર્સ શબ્દનો ઉલ્લેખ સાંભળતા જ આપણા માનસપટ પર બે બાજુ ઘેઘૂર વૃક્ષો, વચ્ચે શાંત પાણી અને તેના પર પસાર થતી કોઈ આકર્ષક હોડી તરવરી ઉઠે. અને આપણું મન જાણે છે કે આ જગ્યા કેરળ છે.

Photo of ભારતનું આ રાજ્ય છે વિશ્વનું સૌથી લોકપ્રિય ફેમિલી ટુરિસ્ટ ડેસ્ટિનેશન by Jhelum Kaushal

ગજરાજની ભૂમિ: નારિયેળ ઉપરાંત કેરળની ભૂમિ હાથીઓ માટે પણ પ્રખ્યાત છે. મોટા ભાગના હાથી અહીં ધાર્મિક જગ્યાઓએ જોવા મળે છે અને સાચવવામાં આવે છે. કહેવાય છે કે કેરળમાં 700 કરતાં પણ વધુ હાથી વસે છે.

Photo of ભારતનું આ રાજ્ય છે વિશ્વનું સૌથી લોકપ્રિય ફેમિલી ટુરિસ્ટ ડેસ્ટિનેશન by Jhelum Kaushal

પ્રથમ વરસાદ: ખેતી પ્રધાન ભારતમાં વરસાદનું ખૂબ જ મહત્વ છે. આપણા શાસ્ત્રોમાં પણ તેને દેવસ્થાને પૂજવામાં આવે છે. ભારતમાં ચોમાસાની શરૂઆત કેરળથી થાય છે. અને કદાચ એટલે જ, ભારતમાં લોકો કેરળમાં ચોમાસું બેસે તેની કાગડોળે રાહ જોતાં હોય છે.

Photo of ભારતનું આ રાજ્ય છે વિશ્વનું સૌથી લોકપ્રિય ફેમિલી ટુરિસ્ટ ડેસ્ટિનેશન by Jhelum Kaushal

તો તમે ક્યારે ગોડ્ઝ ઔન કન્ટ્રીની મુલાકાત લઈ રહ્યા છો?

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ