ટ્રેનના એ ખરાબ કિસ્સાઓ કે જે ભુલાવી શકાતા નથી, સાંભળો ટ્રીપોટો લેખકો ની કહાની

Tripoto

વિશ્વનુ ચોથુ સૌથી મોટું રેલ નેટવર્ક ભારતીય રેલ નુ છે. એક દિવસ માટે જો આ ટ્રેન અટકી જાય, તો સમજો અડધું ભારત એની જગ્યા પર સ્થિર થઈ ગયું છે.

ભારતમાં બાળપણથી જ ટ્રેન સાથે રમવાનો સંબંધ હોય છે, પણ તેમ છતા ટ્રીપોટો ના લેખકોનો ટ્રેનને લઈને કઈક અલગ જ વિચાર છે. જેને તમે નકારી નહિ શકો. આ છે ટ્રીપોટો લેખકોની ટ્રેન યાત્રાના સૌથી ખરાબ અનુભવો. વાંચો, તેઓ શું કહી રહ્યા છે....

1. મારી સીટ મારી રહી જ નહિ

Photo of ટ્રેનના એ ખરાબ કિસ્સાઓ કે જે ભુલાવી શકાતા નથી, સાંભળો ટ્રીપોટો લેખકો ની કહાની 1/3 by Romance_with_India
Credit : Sreshti verma

એકવાર દિલ્હી થી દહેરાદૂન જવા માટે મેં શતાબ્દી ટ્રેન બુક કરી. મારા નસીબ સારા હતા કે મને બારી વાળી સીટ મળી. પરંતુ મારું આ સારું નસીબ ટ્રેનમાં બેઠતા ની સાથે જ ખરાબ થઈ ગયું. મારી બાજુમાં એક સામાન્યથી વધારે જાડા કાકાની સીટ હતી. એ અંકલ મને આખા રસ્તામાં ટીકી ટીકીને જોઈ રહ્યા. અને મારી અડધી સીટ પર તો એ એમ પણ કબજો કરીને બેઠા હતા. એક તો કારેલુ ઉપરથી લીમડો. વળી પાછી ટ્રેન પાંચ કલાક મોડી પહોંચી. પસીના વાળા કાકા અને બારી વાળી સીટની વચ્ચે મારો આ બાર કલાકનો સફર જે ગયો છે, ભગવાન જ બચાવે. - Sreshti Verma

2. મારી સીટ મને મળી જ નહિ

Photo of ટ્રેનના એ ખરાબ કિસ્સાઓ કે જે ભુલાવી શકાતા નથી, સાંભળો ટ્રીપોટો લેખકો ની કહાની 2/3 by Romance_with_India
Credit : Kanj Saurav

એક કોલેજ ફેસ્ટીવલમાં ભાગ લઈને અમે 40 મિત્રો કાનપુર થી દિલ્હી આવી રહ્યા હતા. બધા જ મિત્રો ની ટિકિટ બુક થયેલી હતી. પણ જેવા અમે ટ્રેનમાં બેઠા, તો ત્યાં અમારી સીટ પર સેંકડો લોકો બેઠેલા હતા, જે દિલ્હીમાં અન્ના હજારે ની સાથે ધારણામાં શામિલ થવા જઈ રહ્યા હતા. એમાંથી કોઈપણ પાસે ટિકીટ ન હતી. તે લોકો ના તો અમારી સીટ ઉપરથી ઉઠ્યા કે ના તો અમને બેઠવા દીધા. જ્યારે અમે તેમને અમારી સીટ ઉપરથી ઉભા થવાનું કહ્યું ત્યારે એ લોકો અમને હક, વિશેષ અધિકાર જેવી વસ્તુઓ ઉપર પ્રવચન દેવા લાગ્યા, પણ સીટ પરથી ખસ્યા નહીં. અમારે બધા જ મિત્રો એ ટ્રેનમાં ઉભા ઉભા આવવુ પડ્યું. - Kanj Saurav

3. ઉડતું મળ

આ મારી મિત્રની વાર્તા છે, પરંતુ તેમ છતાં હું તે કહેવા માંગુ છું. મારી એક મિત્ર તેની મમ્મી સાથે કોલકાતાથી મુંબઇ જઈ રહી હતી. આન્ટિને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો, તેથી તેમણે ધાબળો લીધો અને તે ધાબળો ખોલતાંની સાથે જ ઉડતી સ્ટૂલ સીધી જમીન પર પડી. ટીટીએ આવીને તેમને સૌથી સાફ બાથરૂમ આપ્યું જેમાં માસીને નહાવાનું હતું. આગળની યાત્રામાં પણ આન્ટિની તબિયત નબળી રહી. જ્યારે પણ હું આ ઘટના વિશે વિચારું છું, હું ધ્રુજી જાવ છું. - Adete Dahiya

4. ટ્રેન વાળી ચોર પોલીસ ની રમત

ફેબ્રુઆરી 2015 માં હું દિલ્હીથી મુંબઇ રાજધાની જઇ રહ્યો હતો. હું મારા કોચમાં બેઠો હતો કે મારી બેગ લઈને એક આધેડ છોકરો ટ્રેનમાંથી ભાગવા લાગ્યો. તે ચોર હતો અને કોઈક રીતે મેં તેના ખભાને પકડ્યો. ત્યારે સાથે બેઠેલા લોકોએ તેને જોરદાર માર માર્યો હતો. પરંતુ ખરેખરી વાત તો આ પછી શરૂ થાય છે.

Photo of ટ્રેનના એ ખરાબ કિસ્સાઓ કે જે ભુલાવી શકાતા નથી, સાંભળો ટ્રીપોટો લેખકો ની કહાની 3/3 by Romance_with_India

હું તેને મુંબઇ સેન્ટ્રલ સ્ટેશનની પોલીસને સોંપવા જઇ રહ્યો હતો, તે પહેલાં જ નાર્કોટિક્સ વિભાગ પોલીસે મને પકડ્યો અને બેગની શોધખોળ શરૂ કરી. તેને શંકા હતી કે મારી પાસે ડ્રગ્સ છે. 10 મિનિટ પછી પોલીસે મને છૂટો કર્યો, પરંતુ ત્યાં સુધીમાં ચોર ફરાર થઈ ગયો હતો. - Prateek Dham

5. શૌચાલયની ગંધથી ભરેલી યાત્રા

સદભાગ્યે મને ગેટની નજીકની સીટ મળી. આ સીટ ફાટક પાસે શૌચાલયની નજીક ખુલે છે. લોકો એટલા બેદરકાર હતા કે તેઓ ટોઇલેટનો ગેટ ખુલ્લો મૂકીને જતા રહ્યા હતા. તેની ગંધ થી મારુ મગજ ખરાબ થઈ ગયુ. તે રાતની મુસાફરીમાં મારે ટોઇલેટમાં જવું પડ્યું અને ગેટ બંધ કરવો પડ્યો, જેમાંથી કોઈ હમણાં જ બહાર આવ્યું હતું. મારી સફરની શરૂઆત આટલી હદે ખરાબ હશે, મેં તેની કલ્પના ક્યારેય કરી નહોતી. - Mahima Agarwal

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.