
જ્યારે મિત્રમંડળી ભેગી થઇ હોય અને વાતો નીકળે ત્યારે ભૂતપ્રેતની વાતો ચોક્કસ થાય અને ત્યારે આવી ડરામણી જગ્યાઓ જવાનું પ્લાનિંગ પણ થતું હોય. પરંતુ ખરેખર આવી જગ્યાએ જવાનું કાચાપોચાનું કામ નથી હોતું. જો તમે નસીબવાળા હોવ તો જ આવી હોરર ટ્રિપ કરી શકો છો.
આવો જાણીએ આવી જ એક હોરર ટ્રિપ અંગે. જો તમે મસૂરી જતા હોવ તો તેની 10 કિલોમીટર પહેલા આવે છે લામ્બી દેહાર માઇન્સ. આ એક ઉજ્જડ ખાણ છે. જુના જમાનામાં અહીં ચુના પથ્થરની ખાણ હતી. હજારોની સંખ્યામાં મજૂરો કામ કરતા હતાં. થોડાક વર્ષો પછી અહીં મજૂરોના મોતનો સિલસિલો શરુ થઇ ગયો. એક-એક કરીને લોહીની ઉલટી થતી અને મજૂરોના મોત થઇ જતાં જે ઘણું ડરામણું હતું. પ્રારંભિક તપાસમાં ખબર પડી કે ખનની ખોટી રીતોના કારણે ઝેરી રસાયણો મજૂરોના શરીરમાં જતા હતા અને પરિણામે શ્વસન તંત્ર પર અસર થતી હતી અને રીબાઇ રીબાઇને મરી જતા હતા. જ્યાં સુધી કારણ જાણીને તેની પર કોઇ પ્રતિબંધ મૂકાતો ત્યાં સુધીમાં તો એક-એક કરીને 50 હજાર મજૂરોના મોત થઇ ગયા હતા. જો કે આ આંકડાની કોઇ પુષ્ટી નથી થતી. પરંતુ મોટી સંખ્યામાં મજૂરોના મોતનો સરકારી રેકોર્ડ મોજુદ છે.


Lambi Dehar Mines
વર્ષ 1996માં બંધ થયેલી લમ્બી દેહાર માઇન્સને ઉત્તરાખંડની સૌથી ડરામણી જગ્યાઓમાં સમાવેશ કરવામાં આવે છે. આજે પણ આ ખાણની આસપાસ રહેનારા ઘણાં ગામોમાં લોકો આ ખાણના કિસ્સા સાંભળાવતા ડરી જાય છે. સ્થાનિકોના મતે અહીં રાતના સમયે વિચિત્ર ચીસો સંભળાય છે. ખાણની સમાંતર રસ્તા પર અનેક અકસ્માતો થઇ ચૂક્યા છે. સ્થાનિકો રાતે આ રસ્તા પર જતા ડરે છે. એક હેલીકોપ્ટર પણ ક્રેશ થઇ ચૂક્યું છે. પેરાનોર્મલ એક્સપર્ટ્સે અહીં નેગેટિવ શક્તિઓની હાજનું સમર્થન કર્યું છે. કેટલાક પ્રત્યક્ષદર્શીઓના ફર્સ્ટ એકાઉન્ટ આ જગ્યાની ભયાનકતાની કહાનીઓ સંભળાવે છે.
જો કે હવે તે ધીમે ધીમે પર્યટનનું કેન્દ્ર બની રહ્યુ છે. મસૂરી આવતા પર્યટકો અહીં થોડોક સમય રોકાવાનું પસંદ કરે છે. અહીં હોરર ફિલ્મો અને સિરીયલોનું શૂટિંગ પણ શરુ થઇ ગયું છે અને પર્યટકોના ફોટો શૂટ માટે પણ પરફેક્ટ લોકેશન છે.
કેવીરીતે પહોંચશો લામ્બી દેહાર?
મસૂરી લાઇબ્રેરીથી આ ખાણનું અંતર 10 કિલોમીટર છે જ્યારે દેહરાદૂનથી આ જગ્યા 30 કિ.મી. દૂર છે. લામ્બી દેહારની સાથે તમે જોર્જ એવરેસ્ટ પણ જઇ શકો છો. જ્યાં કેમ્પિંગના વિકલ્પો પણ મળી રહે છે. એક દિવસની પિકનિક માટે આ સુંદર જગ્યા છે. જો કે સાંજ પછી રાતે ન જવું કારણ કે આસપાસ કોઇ વસતી નથી એટલે મદદ માટે કોઇ નહીં મળે.
જો તમે હોટલમાં રોકાયા હોવ તો ત્યાંથી સાથે પોતાનું ખાવાનું લઇ જજો. તેમજ ખતરાથી દૂર રહેવું હોય તો પ્રતિબંધિત વિસ્તારમાં જવાનું ટાળજો. બપોરે જ્યારે અમે આ જગ્યાએ પહોંચ્યા તો ત્યાં ખાસ્સી એવી ભીડ હતી એટલે કોઇ ખરાબ આત્માનો અનુભવ ન થયો. દોસ્તોને સંભળાવવા માટે તમને અહીં ઘણી કહાનીઓ સાંભળવા મળશે.
ફરવાનો અંદાજીત સમય : 2 કલાક
અનુકૂળ સમય: વરસાદ ઉપરાંત આખુ વર્ષ સવારથી સાંજ સુધી
ખર્ચઃ મસૂરીથી કેબના 200-300 રુપિયા. સાથે જ ત્યાંથી નીકળીને મસૂરી રોડના કોઇ મેગી પોઇન્ટ પર દોસ્તો સાથે ચા-મેગીનો આનંદ માણી શકો છો. પહાડોમાં મેગીની પ્લેટની લઘુત્તમ કિંમત 50 રુપિયા છે.
આસપાસ અન્ય પર્યટન સ્થળો: હાથીપગ, જોર્જ એવરેસ્ટ ક્લાઉડ એન્ડ




