આ 14 જગ્યાઓ સાઉથ ઇન્ડિયાને લઇને તમારો વિચાર બદલી નાંખશે

Tripoto
Photo of આ 14 જગ્યાઓ સાઉથ ઇન્ડિયાને લઇને તમારો વિચાર બદલી નાંખશે 1/15 by Paurav Joshi

ભારતમાં ફરવા લાયક સ્થળોમાં દક્ષિણ ભારતનો ક્રમ પણ આગળ આવે છે. અહીં જોવાલાયક અનેક જગ્યાઓ છે. દક્ષિણ ભારતમાં જવાનો સૌથી સારો સમય ઓગસ્ટથી ડિસેમ્બર સુધીનો છે. ભારતનો આ ભાગ એડવેન્ચર પ્રેમીઓથી માંડિને શાંત લોકો સુધી, બધા માટે કંઇક ને કંઇક અહીં જરુર મળી જશે. અમે આપને દક્ષિણ ભારતની કેટલીક એવી જગ્યાઓ બતાવીશું જે સાઉથ ઇન્ડિયાને લઇને તમારી વિચારસરણી જરુર બદલી નાંખશે.

1. અથિરાપલ્લી વોટરફૉલ, કેરળ

Photo of આ 14 જગ્યાઓ સાઉથ ઇન્ડિયાને લઇને તમારો વિચાર બદલી નાંખશે 2/15 by Paurav Joshi

કેરળના ઝરણા ભારતના સૌથી સુંદર ઝરણામાં સમાવેશ થાય છે. તેમાંનું એક છે અથિરાપલ્લી વોટરફૉલ. આ ધોધ 80 ફૂટ ઊંચો છે. થરિસ્સુર જિલ્લા પર્યટન તરફથી મલક્કપ્પરા માટે દરરોજ જંગલ સફારી ચલાવવામાં આવે છે. જેની એક વાર મજા તો લેવી જ જોઇએ. આ વૉટરફૉલ સુધી પહોંચવાનો રસ્તો સાંકડો અને વળાંકદાર છે.

2. ગંદિકોટા, આંધ્ર પ્રદેશ

Photo of આ 14 જગ્યાઓ સાઉથ ઇન્ડિયાને લઇને તમારો વિચાર બદલી નાંખશે 3/15 by Paurav Joshi

ભારતનું ગ્રાન્ડ કેંયો નામથી ફેમસ ગંદિકોટા આંધ્રપ્રદેશના કડાપા જિલ્લાના એક નાનકડા ગામમાં આવેલું છે. પેન્નાર નદીના કિનારે વસેલું આ કૈન્યોં સુધી પહોંચવાનું સરળ નથી. અહીંથી જોવા મળતા દ્રશ્યો એટલા સુંદર છે કે તમે તમારો થાક ભુલી જશો. નદીના કિનારે જવા માટે એક સુંદર ટ્રેક પણ છે જે કૈંયોની અંદર થઇને પસાર થાય છે.

3. સ્કંદગિરી હિલ્સ, કર્ણાટક

Photo of આ 14 જગ્યાઓ સાઉથ ઇન્ડિયાને લઇને તમારો વિચાર બદલી નાંખશે 4/15 by Paurav Joshi

બેંગ્લોરથી 70 કિ.મી. દૂર સ્કંદગિરીના પહાડોને કલાવા દુર્ગાના નામથી પણ ઓળખવામાં આવે છે. જેનો અર્થ છે પહાડનો કિલ્લો. નંદી અને મુદ્દેનાહૉલી પહાડોને અડીને આવેલી આ જગ્યા સુંદર નજારાથી ભરપૂર છે. 1,350 મીટર ઊંચાઇ ધરાવતી આ જગ્યા અંગે ઘણાં ઓછા લોકોને ખબર છે.

4. મર્વથે બીચ, કર્ણાટક

Photo of આ 14 જગ્યાઓ સાઉથ ઇન્ડિયાને લઇને તમારો વિચાર બદલી નાંખશે 5/15 by Paurav Joshi

ગોવાનો ભીડભાડવાળો દરિયો છોડીને કોઇ શાંત જગ્યાએ જવાનું મન હોય તો તમારે કર્ણાટકના મર્વથે બીચ પર જવું જોઇએ. મેંગ્લોરથી ગોવા કે મુંબઇ જવાના રસ્તે આવતો આ એક અદ્ભુત બીચ છે. રસ્તાની એક બાજુ સમુદ્ર તો બીજી બાજુ નદી છે. આ નજારો એકદમ સુંદર અને ખુશ કરી નાંખે છે. અહીં જવાનો સૌથી સારો સમય ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચેનો છે. વરસાદના સમયમાં અહીં જવાથી બચવું જોઇએ.

5. ગોકર્ણ, કર્ણાટક

Photo of આ 14 જગ્યાઓ સાઉથ ઇન્ડિયાને લઇને તમારો વિચાર બદલી નાંખશે 6/15 by Paurav Joshi

આપણે ગોવા તો જતા રહી એ છીએ પરંતુ અહીંથી નજીક એક જગ્યા છે જે ઘણી શાંત અને ઘોંઘાટથી દૂર છે. ભારતના પશ્ચિમી કિનારે વસેલું ગોકર્ણ તેના સુંદર દરિયા કિનારા માટે ફેમસ છે. કુલ મળીને ગોકર્ણ મીની ગોવા ગણાય છે.

6. દાંડેલી, કર્ણાટક

Photo of આ 14 જગ્યાઓ સાઉથ ઇન્ડિયાને લઇને તમારો વિચાર બદલી નાંખશે 7/15 by Paurav Joshi

જો તમે પ્રકૃતિ પ્રેમી છો તો સાઉથ ઇન્ડિયામાં એવી ઘણી જગ્યાઓ છે જે તમને પ્રકૃતિ સાથે રુબરુ કરાવશે. તેમાંની એક જગ્યા છે કર્ણાટકની દાંડેલી. નેચર અને એડવેન્ચર પ્રેમીઓ માટે અહીંની વાઇલ્ડલાઇફ સેંક્ચુરી સૌથી ખાસ છે. ગાઢ જંગલો, ઘણાં પ્રકારના પ્રાણીઓ અને નદીઓ ધરાવતી આ સેન્ક્ચુરી તમારે જરુર જોવી જોઇએ. અહી તમે બોટિંગ, ટ્રેકિંગ અને રિવર રાફ્ટીંગ પણ કરી શકો છો.

7. એલેપ્પી, કેરળ

Photo of આ 14 જગ્યાઓ સાઉથ ઇન્ડિયાને લઇને તમારો વિચાર બદલી નાંખશે 8/15 by Paurav Joshi

વેનિસ ઓફ ઇસ્ટના નામથી ફેમસ એલેપ્પી તેના બેકવોટર્સ અને હાઉસબોટ માટે જાણીતું છે. સવારના કિરણો જ્યારે પાણી પર પડે છે ત્યારે અહીંની સુંદરતા ખીલી ઉઠે છે. એલેપ્પીમાં ફરવા અને શાંતિથી સમય પસાર કરવાલાયક અનેક જગ્યાઓ છે.

8. પોંડિચેરી, તમિલનાડુ

Photo of આ 14 જગ્યાઓ સાઉથ ઇન્ડિયાને લઇને તમારો વિચાર બદલી નાંખશે 9/15 by Paurav Joshi

શહેરની ચમકથી દૂર પોંડિચેરી પોતાનામાં એક અલગ જ દુનિયા છે. રંગીન ઘરો ધરાવતા આ શહેરમાં ઝિંદગીની રફતાર થોડીક ધીમી થઇ જાય છે. ભારતની ફ્રેન્ચ કોલોનીના નામથી ફેમસ પોંડિચેરીમાં આર્કિટેક્ચરમાં પણ કોલોનિયલ ટચ જોવા મળે છે. ચર્ચ અને બીચ વચ્ચે ફેમસ એવી જગ્યાઓમાં છે જેને રખડનારાઓ પસંદ કરે છે.

9. ગવી, કેરળ

Photo of આ 14 જગ્યાઓ સાઉથ ઇન્ડિયાને લઇને તમારો વિચાર બદલી નાંખશે 10/15 by Paurav Joshi

કેરળનું ગવી એડવેન્ચરના શોખીન માટે કોઇ સ્વર્ગથી કમ નથી. ટ્રેકિંગ, કેપિંગ, સફારી અને બોટિંગ માટે ગવી કેરળની સૌથી સારી જગ્યાઓમાં એક છે. ગવી એક નાની પરંતુ સુંદર જગ્યા છે. અહીં જંગલી હાથી અને બીજા પણ ઘણાં પ્રાણીઓ છે. અહીં આસપાસ મસાલાની ફેક્ટરીમાં જવાનું ન ભૂલતા.

10. હમ્પી, કર્ણાટક

Photo of આ 14 જગ્યાઓ સાઉથ ઇન્ડિયાને લઇને તમારો વિચાર બદલી નાંખશે 11/15 by Paurav Joshi

આ જગ્યા ક્યારેક વિજયનગર સામ્રાજ્યનો હિસ્સો ગણાતી હતી. હમ્પી યૂનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સામેલ છે. અહીંની કેટલીક ઇમારતો હવે ખંડેર બની ચુકી છે પરંતુ આ જગ્યા એટલી મોટી છે કે તેને જોવી કોઇ એડવેન્ચરથી કમ નથી. સુંદર પણ એટલી જ છે.

11. ધનુષકોડી, તામિલનાડુ

Photo of આ 14 જગ્યાઓ સાઉથ ઇન્ડિયાને લઇને તમારો વિચાર બદલી નાંખશે 12/15 by Paurav Joshi

ભારતના દરિયાનો છેડો એટલે તામિલનાડુનું ધનુષકોડી. આ જગ્યા ભુતિયા નગર અને લૉસ્ટ લેન્ડના નામથી ફેમસ છે. પાંબન ટાપુના છેડે સ્થિત આ જગ્યા શ્રીલંકાના તલાઇમન્નારથી ફક્ત 29 કિ.મી. દૂર છે. 45 મીટરમાં ફેલાયેલી આ જગ્યા ભારત અને શ્રીલંકાની વચ્ચે એકમાત્ર જમીન છે. ખંડેર થઇ ચુકેલી આ જગ્યાએ લોકો હજુ આવવાનું પસંદ કરે છે.

12. હોગેનક્કલ, ફૉલ્સ, તામિલનાડુ

Photo of આ 14 જગ્યાઓ સાઉથ ઇન્ડિયાને લઇને તમારો વિચાર બદલી નાંખશે 13/15 by Paurav Joshi

કુદરતની સુંદરતા આગળ બધુ જ ફિક્કું છે. તામિલનાડુમાં આવી જ એક સુંદર જગ્યા છે હોગેનક્કલ વોટરફોલ. આ ફોલ ધર્માપુરી જિલ્લાના કાવેરી નદી પર આવેલો છે. બેંગ્લોરથી 180 કિ.મી. અને ધર્માપુરી નગરથી 46 કિ.મી. દૂર જડીબુટ્ટી માટે ફેમસ આ વૉટરફૉલ હજુ પણ પ્રવાસીઓની નજરોથી દૂર જ છે.

13. પાપી કોંદલૂ, આંધ્ર પ્રદેશ

Photo of આ 14 જગ્યાઓ સાઉથ ઇન્ડિયાને લઇને તમારો વિચાર બદલી નાંખશે 14/15 by Paurav Joshi

આંધ્ર પ્રદેશના રાજમુંદરીના આ પર્વતો દક્ષિણ ભારતના છુપાયેલી હિરા છે. આ આખી પહાડોની સીરીઝ છે. અહીં એટલા પહાડ છે કે તેને ગણવા મુશ્કેલ છે. પાપી હિલ વચ્ચે ગોદાવરી નદીમાં બોટીંગ કરવાની મજા આવશે. આના માટે તમારે ભદ્રાચલમ, રાજમુંદરી અને કુનવારામથી બોટ સરળતાથી મળી જશે. આંધ્ર પ્રદે જાઓ તો આ જગ્યા પર જવાનું ભૂલતા નહીં.

14. વરકલા, કેરળ

Photo of આ 14 જગ્યાઓ સાઉથ ઇન્ડિયાને લઇને તમારો વિચાર બદલી નાંખશે 15/15 by Paurav Joshi

જો એક જ જગ્યાએ પહાડ અને સમુદ્ર બન્ને મળી જાય તો તેનાથી વધારે રુડું શું હોઇ શકે? કેરળના વરકલામાં તમને આ બન્ને મળી જશે. આ તિરુઅનંતપુરમનું એક નાનકડું શહેર છે.

હવે જ્યારે તમે વિચારો છો કે સાઉથ ઇન્ડિયા એક જેવું છે? તો હવે મોડું ન કરો, બસ ટિકિટ બુક કરો અને નીકળી જાઓ દક્ષિણ ભારતની શાનદાર સફર પર.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો