₹1500 થી ઓછા બજેટમાં ગોવાના આ સુંદર હોમ સ્ટે તમારા લિસ્ટમાં જરુર હોવા જોઇએ!

Tripoto

ગોવા લોકો માત્ર મોજ મસ્તી કરવા આવે છે. ગુજરાતીઓનું તો આ ફેવરિટ સ્થળ છે. જો તમે પણ ગોવા ફરવા જવા માંગો છો તો અમારી પાસે છે 16 હોમ સ્ટે, જ્યાં તમે રજાઓ સસ્તામાં પસાર કરી શકો છો.

1. હોમ અવે ફ્રોમ હોમ, અંજુના

Photo of ₹1500 થી ઓછા બજેટમાં ગોવાના આ સુંદર હોમ સ્ટે તમારા લિસ્ટમાં જરુર હોવા જોઇએ! 1/16 by Paurav Joshi
ક્રેડિટઃ એરબીએનબી

અંજુના બીચ પર આ એક પોર્ટુગીઝ ઘર છે. તેમાં પાંચ મોટા રુમની સાથે એટેચ બાથરુમ છે. એક મોટો હોલ પણ છે.

કિંમત- ₹1,029 પ્રતિ દિન

2. હૉલિડે એપાર્ટમેન્ટ, કેન્ડોલિમ

Photo of ₹1500 થી ઓછા બજેટમાં ગોવાના આ સુંદર હોમ સ્ટે તમારા લિસ્ટમાં જરુર હોવા જોઇએ! 2/16 by Paurav Joshi
ક્રેડિટઃ એરબીએનબી

એરબીએનબીનો આ હોમ સ્ટે નોર્થ ગોવાના બાગા બીચથી ફક્ત 2 કિ.મી. દૂર છે. આમાં રુમની સાથે બે બાલ્કની પણ મળે છે. આ સાથે જ સ્વિમિંગ પુલ અને જિમની પણ સુવિધા આપવામાં આવી છે.

કિંમત- ₹1,610 પ્રતિ દિન

3. ધ પરેરા વિલેજ વિલા, વાસ્કો દ ગામા

Photo of ₹1500 થી ઓછા બજેટમાં ગોવાના આ સુંદર હોમ સ્ટે તમારા લિસ્ટમાં જરુર હોવા જોઇએ! 3/16 by Paurav Joshi
ક્રેડિટઃ એરબીએનબી

વાસ્કો રેલવે સ્ટેશનથી 3 કિ.મી. અને એરપોર્ટથી 7 કિ.મી. દૂર છે. આ સુંદર હોમ સ્ટેમાં તમે એકલા પણ રહી શકો છો. એક જમાનામાં અહીં પરેરા પરિવારની પાંચ પેઢીઓ રહી ચુકી છે. પરંતુ હવે આને ગામનો આકાર આપીને સુંદર હોમ સ્ટે તૈયાર કરવામાં આવ્યું છે.

કિંમત- ₹902 પ્રતિ દિન

4. જેકફ્રૂટ સ્ટુડિયો એપાર્ટમેન્ટ, કેન્ડોલિમ

Photo of ₹1500 થી ઓછા બજેટમાં ગોવાના આ સુંદર હોમ સ્ટે તમારા લિસ્ટમાં જરુર હોવા જોઇએ! 4/16 by Paurav Joshi
ક્રેડિટઃ એરબીએનબી

આ એરબીએનબીનું ગોવામાં ઘણીબધી હરિયાળીથી ભરેલુ હોમસ્ટે છે, જ્યાં હવામાં તરો, આરામ કરો. આ હોમસ્ટેમાં તમારી જરુરીયાતની બધી ચીજો મળી જશે. જો તમે એક લાંબી ટ્રિપ પર રોકાવાનો પ્લાન કરી રહ્યા છો તો તે અનુભવ શાનદાર હશે. કેન્ડોલિમ ચર્ચની બાજુમાં સ્થિત આ હોમસ્ટે અગોડા કિલ્લાથી ફક્ત 10 મિનિટના અંતરે છે.

કિંમત- ₹1,031 પ્રતિ દિન

5. બજેટ એપાર્ટમેન્ટ, કેન્ડોલિમ

Photo of ₹1500 થી ઓછા બજેટમાં ગોવાના આ સુંદર હોમ સ્ટે તમારા લિસ્ટમાં જરુર હોવા જોઇએ! 5/16 by Paurav Joshi
ક્રેડિટઃ એરબીએનબી

કલંગુટ બીચની ઘણી નજીક છે આ એરબીએનબી હોમસ્ટે. 1 BHK વાળો આ એપાર્ટમેન્ટ તમારી બધી સુવિધાનો ખ્યાલ રાખીને બનાવાયો છે. ટેલિવિઝન, ફ્રિજ, કિચન, ઇંડક્શન, વાસણ અને જરુરીયાતની બધી ચીજો તમને મળી જશે. સાથે જ એક સ્વિમિંગ પુલ પણ છે.

કિંમત- ₹1,159 પ્રતિ દિન

6. હાઇલેન્ડ વિલાસ, પૈના ડિ ફ્રેન્કા

Photo of ₹1500 થી ઓછા બજેટમાં ગોવાના આ સુંદર હોમ સ્ટે તમારા લિસ્ટમાં જરુર હોવા જોઇએ! 6/16 by Paurav Joshi
ક્રેડિટઃ એરબીએનબી

પણજીથી 8 અને બાગા બીચથી 12 કિ.મી. દૂર પોરવોરિમ બીચ પર છે. ખાસ વાત અહીં બનેલું જંગલ અને હરિયાળી છે. અહીં 30 જાતના ઝાડ-પાન જોવા મળે છે. એટેચ બાથરુમ, 24 કલાક વીજળી, ગરમ પાણી, ઇન્ટરનેટ સહિત તમામ સુવિધા અહીં મળી રહે છે.

કિંમત- ₹837 પ્રતિ દિન

7. સ્ટૂડિયો એપાર્ટમેન્ટ, કલુંગુટ

Photo of ₹1500 થી ઓછા બજેટમાં ગોવાના આ સુંદર હોમ સ્ટે તમારા લિસ્ટમાં જરુર હોવા જોઇએ! 7/16 by Paurav Joshi
ક્રેડિટઃ એરબીએનબી

કલંગુટ બીચથી થોડેક જ દૂર તમે પહોંચી જાઓ છો આ સુંદર કોજી સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં. તમારી જરુરીયાતની દરેક ચીજની સાથે રોકાવાની ઉત્તમ વ્યવસ્થા છે આ એપાર્ટમેન્ટમાં. સાથે જ કિચનની જગ્યા પર તમે તમારુ મનપસંદ ખાવાનું બનાવી શકો.

કિંમત- ₹1,610 પ્રતિ દિન

8. પ્રિજન, અંજુના

Photo of ₹1500 થી ઓછા બજેટમાં ગોવાના આ સુંદર હોમ સ્ટે તમારા લિસ્ટમાં જરુર હોવા જોઇએ! 8/16 by Paurav Joshi
ક્રેડિટઃ એરબીએનબી

નામથી જ ખબર પડે છે કોઇ જેલ જેવુ બન્યુ છે પ્રિજન હોમસ્ટે. એક શાનદાર વાસ્તુકળાનું ઉદાહરણ તમને કોઇ જેલનો અનુભવ કરાવે છે, જ્યાંથી તમે તમારી મરજીથી બહાર જઇ શકો છો.

કિંમત- ₹1,413 પ્રતિ દિન

9. મૉડર્ન એપાર્ટમેન્ટ, માપુસા

Photo of ₹1500 થી ઓછા બજેટમાં ગોવાના આ સુંદર હોમ સ્ટે તમારા લિસ્ટમાં જરુર હોવા જોઇએ! 9/16 by Paurav Joshi
ક્રેડિટઃ એરબીએનબી

આ એપાર્ટમેન્ટમાં તમારી જરુરીયાતની બધી વસ્તુઓ મળી જશે. આ સાથે જ અહીં એક પૂલ, સન બેડ, જાકુઝી, સ્ટીમ રુમ, જિમનો પણ આનંદ લઇ શકાય છે. પરિવાર સાથે અહીં એકવાર રોકાવું જોઇએ.

કિંમત- ₹1,224 પ્રતિ દિન

10. લૂસિયર હૉલિડે હોમ, પણજી

Photo of ₹1500 થી ઓછા બજેટમાં ગોવાના આ સુંદર હોમ સ્ટે તમારા લિસ્ટમાં જરુર હોવા જોઇએ! 10/16 by Paurav Joshi
ક્રેડિટઃ એરબીએનબી

આ એક શાંત જગ્યા છે. કેરનજલેમ બીચથી આ હોમ સ્ટે કોઇ 10 મિનિટના અંતરે હશે. ઘણી બધી જગ્યાથી ભરેલા આ હોમ સ્ટેમાં તમે ઘણોબધો સમય પસાર કરી શકો છો.

કિંમત- ₹1,288 પ્રતિ દિન

11. બ્લિસ હૉલિડે ઇન, કલંગુટ

Photo of ₹1500 થી ઓછા બજેટમાં ગોવાના આ સુંદર હોમ સ્ટે તમારા લિસ્ટમાં જરુર હોવા જોઇએ! 11/16 by Paurav Joshi
ક્રેડિટઃ એરબીએનબી

કલંગુટેબીચથી થોડાક પગલા દૂર ગોવાનો આ એરબીએનબી કોઇપણ ઋતુમાં રજાઓ પસાર કરવા માટે પરફેક્ટ જગ્યા છે. મધ્યમ સાઇઝના રુમમાં તમારી જરુરીયાતનો દરેક સામાન મળશે. બાલ્કનીમાં પણ દોસ્તો સાથે સમય પસાર કરી શકાય છે.

કિંમત- ₹1,610 પ્રતિ દિન

12. કેજ રિવરવ્યૂ, અરપોરા

Photo of ₹1500 થી ઓછા બજેટમાં ગોવાના આ સુંદર હોમ સ્ટે તમારા લિસ્ટમાં જરુર હોવા જોઇએ! 12/16 by Paurav Joshi
ક્રેડિટઃ એરબીએનબી

બાગા બીચ નજીક આ હોમ સ્ટેમાં તમારી જરુરીયાતની દરેક ચીજ મળશે. દર શનિવારે સાંજે અરપોરામાં એક મોટુ બજાર ભરાય છે. જયાં તમે તમારી જરુરીયાતની દરેક ચીજો ખરીદી શકો છો.

કિંમત- ₹1,224 પ્રતિ દિન

13. કોજી બોહેમિયન એપાર્ટમેન્ટ, પણજી

Photo of ₹1500 થી ઓછા બજેટમાં ગોવાના આ સુંદર હોમ સ્ટે તમારા લિસ્ટમાં જરુર હોવા જોઇએ! 13/16 by Paurav Joshi
ક્રેડિટઃ એરબીએનબી

કાર્નાજલેમ બીચની પાસે સ્થિત કોજી બોહેમિયન એપાર્ટમેન્ટ ગોવાના એરપોર્ટથી 29 કિ.મી. દૂર છે. બોહેમિયન સ્ટાઇલને ધ્યાનમાં રાખીને આ એપાર્ટમેન્ટ બનાવાયો છે. હવાઉજાણવાળા રુમની સાથે એટેચ બાથરુમની સુવિધા છે. અહીં બાલ્કનીમાંથી દરિયો જોઇ શકાય છે.

કિંમત- ₹1,482 એક દિવસ માટે

14. હોમસ્ટે વિથ સી વ્યૂ, પૈના ડિ ફ્રેન્કા

Photo of ₹1500 થી ઓછા બજેટમાં ગોવાના આ સુંદર હોમ સ્ટે તમારા લિસ્ટમાં જરુર હોવા જોઇએ! 14/16 by Paurav Joshi
ક્રેડિટઃ એરબીએનબી

ડો. સલીમ અલી બર્ડ સેન્ચુરીની ઘણી નજીક છે. બાલ્કનીમાંથી સવાર સવારમાં જુદા જુદા પંખીઓને જોઇ શકાય છે. દરેક રુમમાં જરુરી વસ્તુઓ છે. આ સાથે દૂર માછલી પકડવા માટે સાલ્વાડોર ડો મુડો, પોમબુરપા અને પેન્હા ગામ જઇ શકો છો.

કિંમત- ₹1,224 પ્રતિ દિન

15. પોર્ટુગીઝ સૂઇટ, અસાગામ

Photo of ₹1500 થી ઓછા બજેટમાં ગોવાના આ સુંદર હોમ સ્ટે તમારા લિસ્ટમાં જરુર હોવા જોઇએ! 15/16 by Paurav Joshi
ક્રેડિટઃ એરબીએનબી

કોઇ પરંપરાગત પોર્ટુગીઝ ઘર જેવું બનેલું છે, જે ગોવાના ચાર મોટા બીચ અંજુના, વાગાતર અને બાગાની નજીક છે. કોઇ જમાનામાં ઇસ.1863માં બનેલી આ પ્રોપર્ટી પોતાના બે સૂઇટમાં કેવળ બેથી ચાર મહેમાનોને જ પોતાની સેવા આપે છે. હવે તેને બિલકુલ ગામ જેવું બનાવી દેવાયું છે.

કિંમત- ₹1,546 પ્રતિ દિન

16. બર્થા રિવરવ્યૂ હોમ સ્ટે, તિવિમ

Photo of ₹1500 થી ઓછા બજેટમાં ગોવાના આ સુંદર હોમ સ્ટે તમારા લિસ્ટમાં જરુર હોવા જોઇએ! 16/16 by Paurav Joshi
ક્રેડિટઃ એરબીએનબી

તિવિમ ગામમાં આ એક બજેટ હોમ સ્ટે છે. દરિયાની લહેરોના અવાજો સાંભળવા મળે છે. અહીં પ્રાઇવેટ પોર્ચ અને બગીચા છે જ્યાંથી તમે નદી જોઇ શકો છો. નજીકમાં માછલી પકડવા પણ જઇ શકો છો.

કિંમત- ₹1,417 પ્રતિ દિન

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

More By This Author

Further Reads