ભારતમાં બંજી જમ્પિંગઃ તોફાની રોમાંચની મજા ચાખવાની ટૉપ 7 જગ્યા

Tripoto
Photo of ભારતમાં બંજી જમ્પિંગઃ તોફાની રોમાંચની મજા ચાખવાની ટૉપ 7 જગ્યા 1/8 by Paurav Joshi
ક્રેડિટઃ માર્ટિન મુન્નેકે

લોકોને રોમાંચ કરવા માટે અલગ, અનોખી, નવી-નવી ચીજો કરવાનો શોખ હોય છે. સામાન્ય રીતે આપણે ઓફિસની ચાર દિવાલો વચ્ચે કેદ રહીને સપ્તાહ આખુ કામકાજમાં વ્યસ્ત રહીએ છીએ. એટલા માટે પોતાને ફ્રેશ રાખવા માટે એ જરુરી છે કે આપણે કેટલીક આઉટડોર એક્ટિવિટી કરીએ જેનાથી આપણી માનસિક થકાવટ દૂર થાય. બધી ચિંતાઓને ભુલાવી દેવા માટે બંજી જમ્પિંગ એડવેન્ચર એક સારી જગ્યા બની ગઇ છે.

ભારતમાં બંજી જમ્પિંગે હાલમાં જ રોમાંચના દિવાનાઓમાં પોતાની જગ્યા બનાવી છે. આનું કારણ એ છે તેની સુરક્ષામાં વધારો અને ઇન્ટરનેટ પર લોકપ્રિયતા. મને સંપૂર્ણ ખાતરી છે કે જો તમે તમારી ચારે બાજુ બાંધેલા દોરડાની સાથે એક ઊંચાઇથી કૂદકો મારી ચૂક્યા છો તો તમારી પાસે જીવનભર માટે બતાવવા માટે ઘણી સ્ટોરી છે. જો તમે હજુ સુધી આ પ્રયત્ન નથી કર્યો તો અહીં ભારતમાં બંજી જમ્પિંગ માટે ટોપ 7 જગ્યા છે.

1. જમ્પિંગ હાઇટ્સ

ઋષિકેશ

Photo of ભારતમાં બંજી જમ્પિંગઃ તોફાની રોમાંચની મજા ચાખવાની ટૉપ 7 જગ્યા 2/8 by Paurav Joshi
ક્રેડિટઃ જમ્પિંગ હાઇટ્સ

જનતા માટે પ્રોફેશનલ બંજી જમ્પિંગ કરનારી પહેલી કંપનીઓમાંની એક, જમ્પિંગ હાઇટ્સ આના નામને યોગ્ય સાબિત કરે છે. આ ઋષિકેશની પાસે મોહનચટ્ટીમાં ભારતનું સૌથી ઊંચું ફિકસ્ડ પ્લેટફોર્મવાળુ બંજી જમ્પિંગ સ્ટેશન છે અહીં બંજીને ન્યૂઝિલેન્ડના ડેવિડ અલાર્ડિસ દ્ધારા ડિઝાઇન કરવામાં આવી છે અને પ્રોફેસનલ જપિંગ માસ્ટર્સને કૂદવામાં મદદ કરે છે.

સ્થાન: મોહનચટ્ટી (ઋષિકેશથી 25 કિ.મી. દૂર)

કિંમત: ₹3,500

ઊંચાઇ: 83 મીટર

વેબસાઇટ: www.jumpingheights.com

2. ઓજોન એડવેન્ચર્સ

બેંગ્લોર

Photo of ભારતમાં બંજી જમ્પિંગઃ તોફાની રોમાંચની મજા ચાખવાની ટૉપ 7 જગ્યા 3/8 by Paurav Joshi
ક્રેડિટઃ આર્નોડ બડેઉ

ઋષિકેશથી ઉલટુ, બંજી જમ્પિંગ માટે અહીં કોઇ ફિકસ્ડ પ્લેટફોર્મ નથી આખુ મંચ એક 130 ફૂટ ઉંચા મોબાઇલ ક્રેનથી જોડાયેલું છે, જે જંપને થોડુક વધારે ખતરનાક બનાવી દે છે. 18થી 60 વર્ષની ઉંમરની વચ્ચેના કોઇપણ આને ટ્રાય કરી શકે છે.

સ્થાન: સેન્ટ માર્ક રોડ, બેંગ્લોર

કિંમત: ₹500

ઊંચાઇ: 25 મીટર

વેબસાઇટ: www.ozoneadventures.com

3. વંડરલસ્ટ ઑપરેટર્સ

દિલ્હી

Photo of ભારતમાં બંજી જમ્પિંગઃ તોફાની રોમાંચની મજા ચાખવાની ટૉપ 7 જગ્યા 4/8 by Paurav Joshi
ક્રેડિટઃ વન્ડરલસ્ટ ઓપરેટર્સ

"ભારતના એકમાત્ર ઓફિસિયલ બંજી જમ્પિંગ ઓપરેટર" હોવાનો દાવો કરતા વેન્ડરલસ્ટ ઑપરેટર આખા બંજી જમ્પિંગ સાધનો ભાડા પર કે વેચાણ માટે આપે છે. આ 1999થી ભારતમાં બંજી જમ્પિંગ કરાવી રહ્યા છે અને ક્રેન, પુલ અને ટાવર જમ્પિંગમાં એક્સપર્ટ છે.

સ્થાન: ગ્રેટર કૈલાસ II, નવી દિલ્હી

કિંમત: 1500 રુપિયા

ઊંચાઇ: 25 મીટર

વેબસાઇટ: www.wanderlustindia.com

4. ગ્રેવિટી એડવેન્ચર ઝોન

ગોવા

Photo of ભારતમાં બંજી જમ્પિંગઃ તોફાની રોમાંચની મજા ચાખવાની ટૉપ 7 જગ્યા 5/8 by Paurav Joshi
ક્રેડિટઃ અશ્વિન કુમાર

ભારતમાં સૌથી સુંદર (અને તર્કસંગત રીતે સૌથી રોમાંચકારી) બંજી જંપ પ્રદાન કરતા, ગુરુત્વાકર્ષણ એડવેન્ચર ઝોન ગોવામાં ફક્ત શરાબ અને નાઇટલાઇફથી વધુ લોકોની શોધમાં લોકો માટે એક જગ્યા છે. સુંદર અંજુના બીચની નજીક સ્થિત આ સ્થાન સામાન્ય રીતે પહેલી જગ્યા છે. જ્યાં મોટાભાગના લોકો ભારતમાં બંજી કૂદકા લગાવે છે. જો કે, ઘણું જ સુરક્ષિત અને પ્રોફેશનલ ચોમાસા દરમિયાન અહીં કૂદવું જોઇએ.

સ્થાન: માર્કેટ રોડ, અંજુના ખીણ

કિંમત: ₹500

ઊંચાઇ: 25 મીટર

વેબસાઇટ: www.365hops.com

5. ડેલા એડવેન્ચર

લોનાવલા

Photo of ભારતમાં બંજી જમ્પિંગઃ તોફાની રોમાંચની મજા ચાખવાની ટૉપ 7 જગ્યા 6/8 by Paurav Joshi
ક્રેડિટઃ ડેલા એડવેન્ચર

ડેલા એડવેન્ચરનો દાવો છે કે આ "ભારતનો સૌથી મોટો એક્સટ્રીમ એડવેન્ચર પાર્ક છે, એટલા માટે જો તમે મુંબઇમાં એક કોર્પોરેટ ગુલામ છો અને એક પળ માટે પોતાની શ્વાસની સ્પીડને વધારવા માંગો છો તો આમ કરવા માટે આ બેસ્ટ જગ્યા છે. આ બંજી જમ્પિંગનો એક વિકલ્પ વધુ સુરક્ષિત રીતે કરાવે છે. જેને બંજી ટ્રેમ્પોલીન કહેવાય છે. તમે આને ઘણાં મોલમાં પણ જોયો હશે, પરંતુ અહીં ફક્ત 18 વર્ષથી વધુ ઉંમરવાળા લોકો જ ભાગ લઇ શકે છે. કારણ કે આ 28 મીટર ઊંચો છે. આ તમને ચારે બાજુથી બરોબર પકડીને એક લાંબા ઉડાન પર મોકલે છે.

સ્થાન: ઓલ્ડ હાઇવે, કુનેગાંવ, લોનાવલા

કિંમત: ₹500

ઊંચાઇ: 28 મીટર

વેબસાઇટ: www.dellaadventure.com

6. જગદલપુર

Photo of ભારતમાં બંજી જમ્પિંગઃ તોફાની રોમાંચની મજા ચાખવાની ટૉપ 7 જગ્યા 7/8 by Paurav Joshi
ક્રેડિટઃ આંદ્રા બાલ્ચી

છત્તીસગઢમાં છેલ્લી જગ્યા છે જ્યાં તમે એક સાહસિક રમતમાં સામેલ થવાની આશા રાખશો પરંતુ તમે અહીં આવ્યા બાદ હેરાન થઇ જશો. બંજી જમ્પિંગની જગ્યા વાસ્તવમાં પહાડના શિખર પર છે, એટલા માટે જ્યારે તમે કુદો છો તો તમારી આંખોની સામેનું દ્રશ્ય તમને આશ્ચર્યમાં મુકી દે છે. આ એક સ્થાન પણ છે જ્યાં બંજી જંપિંગ સૌથી સસ્તુ છે, જે કદાચ તમને આ સ્થાન પર આવવા માટે પ્રોત્સાહિત કરશે. આની પર વિશ્વાસ કરવા માટે આનો અનુભવ કરો.

સ્થાન: જગદલપુર

કિંમત: ₹300

ઊંચાઇ: 30 મીટર

7. હિમવેલી કેમ્પ્સ

મનાલી

Photo of ભારતમાં બંજી જમ્પિંગઃ તોફાની રોમાંચની મજા ચાખવાની ટૉપ 7 જગ્યા 8/8 by Paurav Joshi
ક્રેડિટઃ માર્ક હારકિન

મનાલીના ભીડવાળા મૉલ રોડથી 5 કિ.મી.થી પણ ઓછા અંતરે બહંગ નામની એક શાંત જગ્યા છે. બધા સુરક્ષાના ઉપાયોની સંપૂર્ણ રીતે દેખરેખ રાખવામાં આવે છે પરંતુ હિમાચલની ખીણોમાં ફ્રી કૉલનો આ અનુભવ એવો છે જે પહેલેથી તમારા શ્વાસ અદ્ધર કરી દેશે.

સ્થાન: બહાંગ

કિંમત: ₹350

ઊંચાઇ: 25 મીટર

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads