ફ્રીમાં સ્વાદિષ્ટ ભોજન કરવું હોય તો ભારતની આ સુંદર જગ્યાઓની મુલાકાત લો!

Tripoto
Photo of ફ્રીમાં સ્વાદિષ્ટ ભોજન કરવું હોય તો ભારતની આ સુંદર જગ્યાઓની મુલાકાત લો! 1/11 by Jhelum Kaushal

દિવસ 1

આપણે ઘરમાં ઘણી વાર સાંભળ્યું હોય છે કે આ ફ્રી માં નથી આવતું પરંતુ જો કોઈ સારી વસ્તુ મફતમાં મળી જાય તો આપણને આશ્ચર્ય તો થાય જ ને! અને એમાં ય એવી ખબર પડે કે અમુક જગ્યાએ ખાવાનું ફ્રી મળે છે તો!

અમે તમારા માટે એવી જગ્યાઓનું લિસ્ટ લાવ્યા છીએ જ્યાં તમે મફતમાં ખાઈ શકો છો!

કેરળનું જનકીય ભોજનાલય

Photo of ફ્રીમાં સ્વાદિષ્ટ ભોજન કરવું હોય તો ભારતની આ સુંદર જગ્યાઓની મુલાકાત લો! 2/11 by Jhelum Kaushal

કેરળના પંથીરાપલ્લીમાં જાનકીય ભક્ષણશાલા કરીને એક રેસ્ટોરન્ટ છે જ્યાં ફ્રીમાં ભોજન મળે છે. અહીંયા એક ડોનેશન બોક્સ રાખવામાં આવ્યું છે જેમાં તમારે જમ્યા પછી તમારી મરજી મુજબની રકમ નાખવાની હોય છે અને આ પૈસાથી જરૂરિયાતમંદ લોકોની મદદ કરવામાં આવે છે. અહીંયા 2 .5 એકરમાં ફેલાયેલું ઓર્ગેનિક ફાર્મ પણ આવેલું છે જ્યાંથી લોકો ઓર્ગેનિક શાકની ખરીદી પણ કરે છે.

કોચી - ટ્રી ઓફ ગુડનેસ

Photo of ફ્રીમાં સ્વાદિષ્ટ ભોજન કરવું હોય તો ભારતની આ સુંદર જગ્યાઓની મુલાકાત લો! 3/11 by Jhelum Kaushal

કોચીમાં એક રેસ્ટોરન્ટનું બહાર જરૂરિયાતમંદ લોકો માટે એક ફ્રિજ રાખવામાં આવ્યું છે જેનું નામ છે ટ્રી ઓફ ગુડનેસ. નીલુ પોલીનના રેસ્ટોરન્ટમાં જે કઈ પણ બચે છે એ આ ફ્રિજમાં મૂકી દે છે. અને કોચીના અન્ય લોકો પણ આમ વધારાની વસ્તુઓ મૂકી શકે છે.

દિલ્લી - એક્સચેન્જ ઓવર કોફી

Photo of ફ્રીમાં સ્વાદિષ્ટ ભોજન કરવું હોય તો ભારતની આ સુંદર જગ્યાઓની મુલાકાત લો! 4/11 by Jhelum Kaushal

દિલ્લીના નોર્થ કેમ્પસમાં આ કેફેમાં બુક્સની બદલે ખાવાનું આપવામાં આવે છે. મેનુમાંથી પસંદ પ્રમાણે ડીશ પસંદ કરીને તમે ખાવાનું લઇ શકો છો.

અમૃતસરનું ગોલ્ડન ટેમ્પલ

Photo of ફ્રીમાં સ્વાદિષ્ટ ભોજન કરવું હોય તો ભારતની આ સુંદર જગ્યાઓની મુલાકાત લો! 5/11 by Jhelum Kaushal

શીખોના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ ગોલ્ડન ટેમ્પલમાં રોજ્જે લગભગ એક લાખ લોકોને મફતમાં ભોજન આપવામાં આવે છે. શ્રદ્ધાળુઓ અને પર્યટકો બંને અહીંયા આ સુવિધાનો લાભ લે છે.

તિરૂપતિ મંદિર

Photo of ફ્રીમાં સ્વાદિષ્ટ ભોજન કરવું હોય તો ભારતની આ સુંદર જગ્યાઓની મુલાકાત લો! 6/11 by Jhelum Kaushal

માત્ર ભારત નહિ પરંતુ વિશ્વભરમાં પ્રસિદ્ધ તિરુપતિ મંદિરમાં હજારો લોકોને રોજ મફત ભોજન કરાવાય છે જેના બદલામાં કોઈક મદદ પણ એ લોકો કરી શકે છે પરંતુ એ કમ્પલસરી નથી.

ઇસ્કોન મંદિર, હુબલી

Photo of ફ્રીમાં સ્વાદિષ્ટ ભોજન કરવું હોય તો ભારતની આ સુંદર જગ્યાઓની મુલાકાત લો! 7/11 by Jhelum Kaushal

ઇસ્કોનનું એક NGO અક્ષયપાત્ર લગભગ 5 કલાકમાં લઘુતમ દોઢ લાખ લોકો માટે ભોજન બનાવે છે. બપોર અને રાતનું ભોજન પ્રસાદ રૂપે વહેંચવામાં આવે છે.

શિરડી સાંઈ બાબા

Photo of ફ્રીમાં સ્વાદિષ્ટ ભોજન કરવું હોય તો ભારતની આ સુંદર જગ્યાઓની મુલાકાત લો! 8/11 by Jhelum Kaushal

7.5 એકર જમીનમાં ફેલાયેલા શિરડી સાઈ સંસ્થાન માં 5500 લોકોની કેપેસીટી વાળો એક ડાઇનિંગ હોલ છે જ્યાં લગભગ રોજના એક લાખથી વધુ લોકો પ્રસાદ લે છે. શિરડી સંસ્થાન લગભગ વાર્ષિક 19 કરોડ રૂપિયાનો ખર્ચ આ ભોજન પાછળ કરે છે.

મંજુનાથ મન્દિર, કર્ણાટક

Photo of ફ્રીમાં સ્વાદિષ્ટ ભોજન કરવું હોય તો ભારતની આ સુંદર જગ્યાઓની મુલાકાત લો! 9/11 by Jhelum Kaushal

ઉડુપીમાં ભગવાન શિવને સમર્પિત મંજુનાથ મંદિર આવેલું છે. 21 પેઢીઓથી એક જ પરિવાર દ્વારા ચલાવવામાં આવતા આ મંદિરમાં દક્ષિણ ભારતમાં સૌથી વધુ શ્રદ્ધાળુઓ માટે ખાવાની વ્યવસ્થા કરવામાં આવે છે. મંદિરના રસોડામાં લગભગ 70 ક્વિન્ટલ ભાત અને 15 ક્વિન્ટલ શાકભાજી રોજ તૈયાર હોય છે અને રોજ્જે લગભગ 2000 નાળિયેર પણ ઉપયોગમાં લેવાય છે. એક વખતમાં હિયાના હોલમાં 2500 લોકો ભોજન કરી શકે છે.

જગન્નાથ મંદિર, ઓરિસ્સા

Photo of ફ્રીમાં સ્વાદિષ્ટ ભોજન કરવું હોય તો ભારતની આ સુંદર જગ્યાઓની મુલાકાત લો! 10/11 by Jhelum Kaushal

આ મંદિરનું રસોડું લગભગ સૌથી મોટું છે અને અહીંયા રોજ લગભગ 25000 લોકોને ભોજન અને 50000 ભક્તોને મહાપ્રસાદ વહેંચવામાં આવે છે જે 600 થી 700 રસોઈયાઓ બનાવે છે. માટીના વાસણમાં ભોજન બનાવવામાં આવે છે અને શ્રદ્ધા મુજબ લક્ષ્મી માતા પોતે અહીંયા રસોઈ કરવા આવે છે. આ ખુબ જ ધાર્મિક અને સુંદર સ્થળ છે.

ગુરુદ્વારા બંગલા સાહિબ, દિલ્હી

Photo of ફ્રીમાં સ્વાદિષ્ટ ભોજન કરવું હોય તો ભારતની આ સુંદર જગ્યાઓની મુલાકાત લો! 11/11 by Jhelum Kaushal

દિલ્હીના કનોટ પ્લેસમાં શીખોના ધાર્મિક સ્થળ ગુરુદ્વારા બાંગ્લા સાહિબમાં મફત ભોજન અને આરામ કરવાની વ્યવસ્થા છે. રોજ હજારો લોકો અહીંયા ભોજનનો લાભ લે છે.

મફતમાં ભોજન કોને પસંદ ન હોય? પરંતુ એક વાત તો ચોક્કસ છે કે ભારતના હિન્દૂ અને શીખ ધાર્મિક સ્થળો શ્રદ્ધાળુ ઉપરાંત અન્ય લોકો માટે પણ ભોજનની લાખોની સંખ્યામાં રોજ વ્યવસ્થા પુરી પડે છે જે અદભુત છે!

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ