દક્ષિણ-ભારતનું સૌથી અજ્ઞાત અને મહત્વપૂર્ણ સ્થળ જે તમારા લિસ્ટમાં હોવું જોઇએ!

Tripoto

શું તમે ક્યારેય એવું વિચાર્યુ છે કે ભારતનો સૌથી દક્ષિણી છેડો કેવો લાગતો હશે? ઠીક છે, તમારા જુના દોસ્ત Google પર આધાર રાખવાના બદલે, તમે જાતે જ જઇને કેમ શોધવાનો પ્રયત્ન નથી કરતા ? જી નહિં, અમે ક્ન્યાકુમારી નહીં, આ વખતે અમે વાત કરી રહ્યા છીએ ઓછા જાણીતા એવા ભારતના વાસ્તવિક દક્ષિણીતમ બિંદુ નિકોબાર ટાપુ પર સ્થિત ઇન્દિરા પોઇન્ટની. આ પ્રસિદ્ધ નિકોબાર ટાપુની અંદર વરસાદી જંગલોમાં વસ્યું છે. આ સમય છે કે ઇન્દિરા પોઇન્ટની યાત્રાને તમારા બકેટ લિસ્ટમાં રાખવામાં આવે.

Photo of દક્ષિણ-ભારતનું સૌથી અજ્ઞાત અને મહત્વપૂર્ણ સ્થળ જે તમારા લિસ્ટમાં હોવું જોઇએ! 1/3 by Paurav Joshi

ઇન્દિરા પૉઇન્ટ કેમ ફરવું જોઇએ:

ઇન્દિરા પૉઇન્ટ કેમ્પબેલ ખાડી (અખાત) પર સ્થિત એક ગામ છે, જેને "મિની પંજાબ"ના નામથી પણ ઓળખવામાં આવે છે કારણ કે ત્યાં એક ગુરુદ્ધારા હતું. કહેવાય છે કે કેમ્પબેલ ખાડી ભારતના સૌથી રહસ્યમય સ્થાનોમાંનું એક છે. જો કે, રિપોર્ટ જણાવે છે કે આ જગ્યા નિકોબારમાં ઘણાં ઓછા સ્થાનોમાંનું એક છે જે પર્યટકો માટે ખુલ્યું છે.

ઇન્દિરા પૉઇન્ટ એક આલીશાન સમુદ્ર કિનારો છે, જે દુનિયાના સૌથી અદ્ભુત લાઇટ હાઉસિસમાંનું એક છે. ઘણાં બધા એવા ભારતીય યાત્રીઓ જેમણે લાઇટ હાઉસ નથી જોયા તેમના માટે ઇન્દિરા પોઇન્ટ એક જોવા લાયક જગ્યા છે. એકવાર જયારે તમે સમુદ્ર કિનારે એકતરફ પાણીથી અને બીજી તરફ જંગલોથી ઘેરાયેલા હોવ ત્યારે એવું લાગે છે કે તમે એક પ્રસિદ્ધ ફેમસ ફાઇવ નવલકથા પાત્રમાં છો. ઇન્દિરા પૉઇન્ટ વાસ્તવમાં ગ્રેટ નિકોબાર ટાપુ સમૂહનું એક રત્ન છે, જે પુરી રીતે અલગ છે અને બેજોડ તટીય સૌંદર્ય પ્રદાન કરે છે. ઇન્દિરા પૉઇન્ટની યાત્રાને જીવનકાળના અનુભવથી પરિભાષિત કરવામાં આવ્યું છે, જે ક્યારેય પણ સમાપ્ત થવા માટે મુશ્કેલ છે. સૂર્યાસ્ત દરમિયાન અહીં યાત્રા કરવાનું સૌથી સારુ છે, તમે સમુદ્ર કિનારે આંટો મારી શકો છો. તમે ઇન્દિરા પોઇન્ટ પર સ્થિત જંગલની શોધ પણ કરી શકો છો, જે વિસ્મયકારી મેંગ્રોવ અને પર્ણપાતી ઝાડોથી વ્યાપત છે. આ ઉપરાંત, એકાંત પૉઇન્ટ પર તમે પ્રાણીઓની અનોખી પ્રજાતિઓ પણ જોઇ શકો છો. કરચલા ખાનારા મકાક (લંગૂર), વિશાળકાય કરચલા, વિશાળકાય ચામડીના પાછળના કાચબા અને ત્યાં સુધી કે જાળીદાર અજગર, નિકોબાર નાગિન ચીલ અને ખારા પાણીના મગરને ઇન્દિરા પૉઇન્ટ પર તેમના કુદરતી નિવાસસ્થાનમાં જોઇ શકાય છે.

Photo of દક્ષિણ-ભારતનું સૌથી અજ્ઞાત અને મહત્વપૂર્ણ સ્થળ જે તમારા લિસ્ટમાં હોવું જોઇએ! 2/3 by Paurav Joshi
Photo of દક્ષિણ-ભારતનું સૌથી અજ્ઞાત અને મહત્વપૂર્ણ સ્થળ જે તમારા લિસ્ટમાં હોવું જોઇએ! 3/3 by Paurav Joshi

ઇન્દિરા પૉઇન્ટ સુધી કેવી રીતે પહોંચશો:

આ જગ્યા ઉજ્જડ અને માનવવસ્તી વગરની હોવા પાછળનું કારણ ત્યાં સુધી પહોંચવાનું ટાસ્ક છે.

વિમાન દ્ધારા: ઇન્દિરા પૉઇન્ટની સૌથી નજીકનું એરપોર્ટ પોર્ટ બ્લેરમાં સ્થિત વીર સાવરકર ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, જ્યાંથી તમે પવનહંસના પોઇન્ટ પર પહોંચી શકે છે, આ એક મુખ્ય રાષ્ટ્રીય હેલીકૉપ્ટર છે જે આ ક્ષેત્રમાં આંતર-ટાપુ સેવાઓ પ્રદાન કરે છે. જો કે સીઝન પ્રમાણે તેના ભાડામાં ફેરફાર થતો રહે છે, તમે વધુ માહિતી માટે નાગરિક ઉડ્ડયનના નિર્દેશકથી 03192-230480 પર સંપર્ક કરી શકો છો.

રેલવે દ્ધારા: ચેન્નઇમાં ઇન્દિરા પોઇન્ટ માટે નજીકનું રેલવે સ્ટેશન પોર્ટ બ્લેરથી લગભગ 1300 કિ.મી. દૂર છે. ચેન્નઇથી પોર્ટ બ્લેર પહોંચવા માટેનું સૌથી ઝડપી સાધન વિમાન માર્ગ છે. ચેન્નઇથી બે કલાકમાં તમે અંદામાન ટાપુ પર પહોંચી જશો. ત્યાર બાદ તમારે પવનહંસનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

રોડ માર્ગે: પોર્ટ બ્લેરથી ઇન્દિરા પોઇન્ટ સુધી કોઇ રોડ કનેક્શન નથી. જોકે, 56 કિ.મી.ના રોડ વે કનેક્શનનો રિપોર્ટ છે જે કેમ્પબેલ બેના ઝીરો પોઇન્ટથી ઇન્દિરા પોઇન્ટની વચ્ચે વિકસિત થઇ રહી છે.

ઇન્દિરા પૉઇન્ટ અંગે જાણકારીનું મુખ્ય કારણ છે કે દર વર્ષે અહીં ઓછા લોકો આવે છે. જોકે, તમે આની પવિત્રતા અને શાંતિને મેળવવા માટે દ્રઢ છો તો તમારે આને જરુર જોવું જોઇએ.

ઇન્દિરા પૉઇન્ટની યાત્રા માટે મહત્વપૂર્ણ નંબર:

પર્યટન, અંદામાન અને નિકોબાર ટાપુ સમૂહ નિર્દેશાલય: 03192-232694 / 232642, ફેક્સ -03192-232747

શિપિંગ સેવા નિર્દેશાલય, એ અને એન પ્રશાસન: 03192-232528 / 232742

લાઇટહાઉસ અને રોશની નિર્દેશાલય: No.01392-233164

ઇન્દિરા પોઇન્ટની યાત્રા માટેની વધુ જાણકારી માટે આ નંબરો પર કૉલ કરો. તો તમે કોની રાહ જોઇ રહ્યા છો ? તમારા કોઇ ખાસ વ્યક્તિને પકડો જેની સાથે તમે આ છુપાયેલા હીરાને જોઇ શકો છો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો