આજે અમે આપને ભગવાન શિવના 12 જ્યોર્તિર્લિગોમાંથી એક તેમજ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત બાબા કેદારનાથની યાત્રા અંગે સંપૂર્ણ જાણકારી આપવાના છીએ. તમે અહીં કેવી રીતે આવો, ક્યાં રોકાઓ, યાત્રામાં કેટલો ખર્ચ આવે, સાથે જ હેલીકૉપ્ટરથી યાત્રા કરવાનો કેટલો ખર્ચ આવશે, આ અંગે આપીશું પૂર્ણ જાણકારી.
સૌથી પહેલા વાત કરીએ ટ્રેનની તો અહીં આવવા માટે ઉત્તરાખંડમાં સ્થિત હરિદ્ધાર, ઋષિકેશ કે દેહરાદૂન રેલવે સ્ટેશનમાંથી કોઇ પણ રેલવે સ્ટેશન પહોંચી શકો છો. પરંતુ ભારતના બધા પ્રદેશોથી મોટાભાગની ટ્રેનો દેહરાદૂન કે હરિદ્ધાર જ જાય છે. આપને જણાવી દઇએ કે કેદારનાથ પહોંચવા માટે આ ત્રણેય સ્ટેશનથી તમારે વાયા રોડ ટેક્સી કે બસથી ઉત્તરાખંડના સોનપ્રયાગ પહોંચવું પડશે. દેહરાદૂન રેલવે સ્ટેશનથી સોનપ્રયાગનું અંતર 250 કિ.મી. છે. હરિદ્ધાર રેલવે સ્ટેશનથી સોનપ્રયાગનું અંતર 235 કિ.મી. છે જ્યારે ઋષિકેશથી સોનપ્રયાગનું અંતર સૌથી ઓછુ 210 કિ.મી. છે.
કેદારનાથ પહોચવા માટે નજીકનું એરપોર્ટ જૉલી ગ્રાન્ટ એરપોર્ટ દેહરાદૂનમાં આવેલું છે. અહીં પહોંચીને પણ તમારે વાયા રોડ ટેક્સી કે બસથી જ ઉત્તરાખંડના સોનપ્રયાગ પહોંચવું પડશે.
જો તમે ખાનગી વાહનથી આવી રહ્યા છો તો પણ તમારે સોનપ્રયાગ જ પહોંચવું પડશે. આની આગળની મુસાફરી તમે ખાનગી વાહનથી નહીં કરી શકો.
Day 1
હવે વાત કરીએ હરિદ્ધાર, ઋષિકેશ, દેહરાદૂન રેલવે સ્ટેશન પહોંચીને તમે આગળની મુસાફરી કેવીરીતે કરશો.
રેલવે સ્ટેશન તેમજ એરપોર્ટથી નીકળી તમે બસ કે ટેક્સી કરીને સીધા સોનપ્રયાગ પહોંચી શકો છો.
બસ તમને સવારે 5 વાગ્યાથી સાંજ સુધી મળી શકે છે. પરંતુ મારા મતે તમે સવારે જલદી 5 થી 7ની વચ્ચે નીકળો કારણ કે આ સફર અંદાજે 9થી 10 કલાકની હોય છે. જલદી સોનપ્રયાગ પહોંચીને તમે સરળતાથી રુમ વગેરે, લઇને આરામ કરી શકો છો. કારણ કે બીજા દિવસે પણ સવારે જલદી સોનપ્રયાગથી નીકળવું પડે છે. બસ ટિકિટ તમે બસ સ્ટેન્ડના કાઉન્ટર કે કોઇ ટ્રાવેલ એજન્સી કે જાતે ઓનલાઇન બુક કરી શકો છો. જેનું ભાડુ બસ પ્રમાણે 350 થી 500 રુપિયાની આસપાસ હોય છે. ઓનલાઇન ટિકિટ બુક કરવા પર તમને થોડીક મોંઘી પડી શકે છે. પરંતુ તમે મનપસંદ સીટ બુક કરી શકો છો કે પીક સીઝનની ભીડભાડમાં જઇ રહ્યા છો તો મારા મતે તમે ઓનલાઇન જ ટિકિટ કરાવી લો.
પરંતુ તમને જણાવી દઉં કે કોરોના સમયમાં ગત વર્ષે બસો કે ટેક્સીમાં બેસનારી સવારીની સંખ્યાને અડધી કરી દેવામાં આવી હતી. એટલા માટે બસનું હરિદ્ધારથી સોનપ્રયાગનું ભાડું 930 રુપિયા થઇ ગયું હતું.
આ જ રીતે શેરિંગ ટેક્સીનું હરિદ્ધારથી સોનપ્રયાગ સુધીનું ભાડુ જે કોરોના મહામારી પહેલા 750 રુપિયા હતું, વધીને 1500 રુપિયા પ્રતિ વ્યક્તિ થઇ ગયું હતું. અહીં મોટાભાગે તમને શેરિંગ ટેક્સીમાં ટાટા સૂમો મળશે. જો તમે તમારા પ્રાઇવેટ વાહનથી આવી રહ્યા છો તો તમારે પણ હરિદ્ધાર કે ઋષિકેશથી સીધા સોનપ્રયાગ આવવું પડશે. અહીંથી તમે તમારા વાહનથી નહીં જઇ શકો.
આની આગળ તમને યૂનિયનની ટેક્સી દ્ધારા ગૌરીકુંડ સુધી જવું પડશે, જેનું ભાડું 40 રુપિયા પ્રતિ વ્યક્તિ પડે છે.
સોનપ્રયાગમાં તમને હોટલ 800થી 1000 રુપિયામાં મળી જશે પરંતુ પીક સીઝન મે-જૂનમાં આવે છે તો આ ભાડું 1500 થી 2000 સુધી પણ જઇ શકે છે. અહીં સોનપ્રયાગમાં ડોર્મેટરીની સુવિધા પણ છે, જેનું ભાડું 100 થી 300 રુપિયા પ્રતિવ્યક્તિ પણ છે. અહીં લૉકરની સુવિધા પણ ઉપલબ્ધ છે. અમે તમને જણાવી દઇએ કે જ્યારે અમે 2020માં અહી આવ્યા હતા તો કોરોનાના કારણે લોકો બિલકુલ પણ નહોતા આવી રહ્યા જેના કારણે અમને 5 લોકોને રુમ 500 રુપિયામાં મળી ગઇ હતી, એટલે કે 100 રુપિયા પ્રતિવ્યક્તિ. અહીં ખાવાનું તમે હોટલમાં પણ ખાઇ શકો છો પરંતુ બહાર નીકળીને ઢાબા કે રેસ્ટોરન્ટમાં ખાઓ છો તો થોડું સસ્તું પડશે.
Day 2
બીજા દિવસે તમારે અહીંથી સવારે જલદી નીકળવું પડશે. એક વધુ જરુરી વાત કરી દઉં કે તમને અહીં સોનપ્રયાગમાં બનેલા રજિસ્ટ્રેશન કાઉન્ટર પર આધાર કાર્ડથી રજિસ્ટ્રેશન પણ કરાવવું પડે છે. જો તમે પહેલેથી જ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી લીધું છે તો આની જરુરીયાત નહીં પડે. મારા મતે જ્યારે પણ અહીંનો પ્લાન બનાવો તો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવીને જ આવો. કારણ કે પીક સીઝનમાં તમને અહીં લાઇનમાં કેટલાક કલાક ઉભા રહેવું પડે છે.
દોસ્તો હવે વાત કરીએ ઘોડા/ખચ્ચર અને હેલીકૉપ્ટરના ભાડાની
જો તમે સોનપ્રયાગ અને ગૌરીકુંડથી આગળ પગપાળા યાત્રા કરવા માંગો છો તો તમને ઘોડા સોનપ્રયાગ કે ગૌરીકુંડ બન્ને જગ્યાએથી મળી જશે. સોનપ્રયાગથી મંદિર સુધી ઘોડાનું ભાડું 3000 રુપિયા જ્યારે ગૌરીકુંડથી ઘોડાનું ભાડું 2500 રુપિયા છે અને દોસ્તો પીટ્ટૂનું ભાડું 5000થી 6000 રુપિયા થાય છે.
દોસ્તો આ ઉપરાંત, તમારા માટે અહીં હેલીકોપ્ટર સુવિધા પણ ઉપલબ્ધ છે. આના માટે તમારે સોનપ્રયાગથી 15 કિ.મી. પહેલા આવેલા ફાંટા પહોંચવાનું હોય છે. દોસ્તો હેલીકોપ્ટરથી આવવા-જવાનું ભાડું 6000 રુપિયા પ્રતિ વ્યક્તિ થાય છે.
ચાલો દોસ્તો હવે વાત કરીએ અમારી પગપાળા યાત્રાની
દોસ્તો તમારે બીજા દિવસે સવારે જલદી ઉભા થઇને દરેક હાલતમાં 5 વાગ્યા સુધી ટેક્સીની લાઇનમાં લાગી જવાનું છે. દોસ્તો તમને જણાવી દઇએ કે સોનપ્રયાગથી ગૌરીકુંડ સુધી તમને શેરિંગ ટેક્સીથી જવું પડશે. જેનું ભાડું 40 રુપિયા પ્રતિવ્યક્તિ લાગે છે. દોસ્તો ગૌરીકુંડથી શરુ થાય છે તમારી પગપાળા યાત્રા જે 21 કિ.મી. લાંબી છે.
દોસ્તો જો તમે પોતાની ગાડીથી આવ્યા છો તો પણ તમારે તમારી ગાડી સોનપ્રયાગમાં પાર્ક કરીને ગૌરીકુંડ સુધીની સફર ટેક્સીથી જ કરવી પડશે.
દોસ્તો હવે વાત કરીએ સામાન કે ગિયરની જે યાત્રા દરમિયાન તમારી પાસે હોવો જોઇએ.
મિત્રો જો બની શકે તો આ યાત્રા પર તમારી બેગ કે જુતા વૉટરપ્રુફ હોવા જોઇએ, જો નથી તો પણ કોઇ મોટી સમસ્યા નથી. ફક્ત તમે રેનકોટ કે પોન્ચો કે વરસાદી છત્રી જરુર લઇ લો. જેનાથી તમે વરસાદથી બચી શકો. આ સાથે જ યાત્રા માટે સોનપ્રયાગ કે ગૌરીકુંડથી એક ડંડો જરુર ખરીદી લો જેથી 20 થી 30 રુપિયામાં મળી જશે. અને ટ્રેકિંગ દરમિયાન તમારો ઘણો જ સાથ આપશે. ગરમ કપડાં, ગ્લવ્ઝ અને કેપ જરુર રાખો.
હવે શરુ કરીએ છીએ પગપાળા યાત્રા- મિત્રો તમે ગૌરીકુંડમાં સ્નાન કરીને જે ગરમ પાણીનું કુંડ છે, અહીં બનેલા ગૌરીમાતાની પૂજા અર્ચના કરીને પોતાની યાત્રાની શરુઆત કરી શકો છો.
આ આખી પગપાળા યાત્રાનો માર્ગ અંદાજે 21 કિ.મી.નો છે. જે કુદરતી રીતે ઘણો જ સુંદર છે.
આપને જણાવી દઇએ કે કેદારનાથ મંદિરના કપાટ એપ્રિલ-મેમાં અક્ષય તૃતીયાના દિવસે ખુલીને ઓક્ટોબર નવેમ્બરમાં કાર્તિક પૂર્ણિમાના દિવસે બંધ થઇ જાય છે. આ યાત્રા લગભગ 6 મહિના સુધી ચાલે છે. હું તમને કહીશ કે આ યાત્રા પર જવાનો સૌથી સારો સમય ઓક્ટોબરથી નવેમ્બર હોય છે. કારણ કે મંદિર ખુલ્યા પછી 2 મહિના સુધી ઘણી ભીડ ભાડ રહે છે જેના કારણે બધી હોટલ તેમજ આવવા જવાનું ઘણું મોઘું પડે છે. ત્યાર બાદ જુલાઇ અને ઓગસ્ટમાં વરસાદની સંભાવના રહે છે.
આ આખી યાત્રાના રસ્તે તમને ચા તેમજ મેગીની દુકાનો મળી જશે. જ્યારે તમે 5 થી 6 કિ.મી.ની યાત્રા કરીને રામબાણ પહોંચો તો ત્યાં તમને 2013ની હોનારતના નિશાન પણ નજરે પડશે. રામબાણ એક બજાર હતું જે પુરમાં સંપૂર્ણ રીતે વહી ગયું તેમજ તેની આગળનો માર્ગ પણ. આની આગળ એક આખો નવો માર્ગ બન્યો છે. યાત્રા દરમિયાન તમને એક તૂટેલો પુલ પણ જોવા મળશે જે તે દુર્ઘટનામાં વહી ગયો હતો. આ આખી યાત્રા ઘણી સુંદર છે. આ યાત્રા માર્ગની સાથે વહેતી મંદાકિની નદીના પાણીના અવાજમાં તમે ખોવાઇ શકો છો. આ આખી યાત્રાને પુરી કરવામાં તમને 7 થી 8 કલાકનો સમય લાગી શકે છે.
હવે વાત કરીએ કે તમે મંદિર પહોંચીને રોકાશો ક્યાં
મિત્રો કેદારનાથ બેઝ કેમ્પ જે મંદિરથી 1 કિલોમીટર પહેલા જ છે. અહીં પહોંચીને તમે GMVNના બનેલા ટેન્ટ, હટ કે હટ હાઉસમાં રોકાઇ શકો છો. ટેન્ટનું ભાડું 300 રુપિયા પ્રતિ વ્યક્તિ છે જેમાં 10 લોકો રોકાઇ શકે છે. હટનું ભાડું 750 રુપિયા વ્યક્તિદીઠ જ્યારે હટ હાઉસનું ભાડું વ્યક્તિદીઠ 1000 રુપિયા પ્રતિ વ્યક્તિ હોય છે. મિત્રો હટહાઉસમાં તમે ફેમિલીની સાથે રોકાઇ શકો છો. હટ હાઉસમાં 6 બેડ જ હોય છે.
પરંતુ મારુ માનીએ તો તમે થોડા જલદી પહોંચીને મંદિરની બિલકુલ બાજુમાં 100 મીટરના અંતરે બનેલા હોમસ્ટે કે ધર્મશાળામાં જ રોકાઇ શકો છો. જલદી પહોંચવાની વાત હું એટલા માટે કરી રહ્યો છું કારણ કે તેની સંખ્યા ઓછી છે. આ રુમનું ભાડું કોરોના ટાઇમમાં 500થી 600 રુપિયા હતું. જેમાં 2 ડબલ બેડ હતા. અહીં રોકાવાની પોતાની અલગ જ મજા છે કારણ કે રુમની બારીમાંથી મંદિરના દર્શન થાય છે. તમે સવારે જલદી ઉઠીને સવારની આરતીમાં સામેલ થઇ શકો છો. દોસ્તો કેદારનાથમાં તમને સ્વર્ગની અનુભૂતિ થશે. મંદિરના પ્રાંગણમાં સારી રીતે ફરો તેમજ મંદિરની પાછળ રાખેલી ભીમશાળાના પણ દર્શન કરો જેને જોઇને 2013ની ભયંકર દુર્ઘટના યાદ આવી જશે.
Day 3
Bhairavnath Temple
બાબા કેદારનાથની આરતી સવારે 6 વાગે અને સાંજે 6 વાગે થાય છે. તમે તેમાં જરુર સામેલ થાઓ. મનને અપાર શાંતિ મળશે. બીજા દિવસે સવારની આરતી પછી બાબાના દર્શન કરો ત્યાર બાદ અહીંથી 500 થી 800 મીટરનું ચઢાણ કરીને બાબા ભૈરવના દર્શન જરુર કરો. બાબા ભૈરવના મંદિરથી કેદારખીણનો નજારો ઘણો જ આકર્ષક લાગે છે. આ નજારો લેવાનું બિલકુલ ન ભુલતા.
આ સાથે જ તમે અહીંથી 8 થી 9 કિ.મી. ચડીને વાસુકી તાલ પણ જઇ શકો છો. જ્યાં તમને બાબા કેદારનાથની પૂજામાં ઉપયોગમાં આવતા બ્રહ્મકમળ મળે છે. પરંતુ અહીં જવા માટે તમારે વધુ એક દિવસ અહીં સ્ટે કરવો જોઇએ.
દોસ્તો તમે આ યાત્રા હરિદ્ધારથી શરુ કરીને પાછા હરિદ્ધાર 4 દિવસમાં પાછા ફરી શકો છો. પરંતુ વાસુકીતાલ જશો તો એક દિવસ વધી જશે એટલે કે 5 દિવસ લાગશે.