ભારતના મંદિરોની યાત્રામાં છેતરપિંડીની આટલી રીતો બીજે ક્યાંય નથી જોઇ!

Tripoto

દુનિયા ફરવાનો શોખ છે મને. જ્યાં જાઉંછુ ત્યાંની સભ્યતા, લોગો, ભોજન અને રહેવા-જાણવાની જિજ્ઞાશા હંમેશા મને રહે છે. હવે જો સંસ્કૃતિને સમજવી હશે તો મંદિરોમા જઇને શિશ ઝુકાવવું જ પડશે. ભારતમાં મંદિરોની યાત્રા દરમિયાન જાણવાની સાથે ખાટા અનુભવો પણ થયા જે તમારી સમક્ષ શેર (વહેંચુ) કરું છું. મંદિરોના ગોટાળા તેના મહત્વને ઓછું કરી નાંખે છે.

દક્ષિણા અને તેનું સામાજિક દબાણ

Photo of ભારતના મંદિરોની યાત્રામાં છેતરપિંડીની આટલી રીતો બીજે ક્યાંય નથી જોઇ! 1/3 by Paurav Joshi
ક્રેડિટઃ બોલ્ડ સ્કાય

છેલ્લા ચાર વર્ષ હું જમ્મૂમાં રહ્યો. જમ્મૂનો અર્થ મંદિરોનું શહેર. દરેક જગ્યાએ મંદિર જ મંદિર. આ સાથે આખા ભારતમાં ફરીને મંદિરોના દર્શન ખુબ કર્યા. લોકો કહે છે કે મંદિર જવાથી મન પવિત્ર થઇ જાય છે અને ચિત્ત શાંત. મગજ વિકસિત થાય છે. પરંતુ આપણે વિકસિત તો ખુબ થયા પરંતુ દિમાગ આ રીતે વિકસિત થાય છે તે વિચાર્યું નહોતું.

જમ્મૂના એક મંદિરમાં હું દર્શન કરવા ગયો. પંડિતજીએ હાથમાં નાડા છડી બાંધી. માથે તિલક કર્યું. સામે રાખેલા થાળમાં દક્ષિણા રાખવા કહ્યું. થાળમાં રાખી હતી ફક્ત ₹500 અને ₹2000ની નોટ. એક પણ ₹10, ₹20 કે ₹100ની નહીં. હવે સ્વાભિવિક છે કે તમને ત્યાં ₹10ની નોટ મૂકતા કેવું લાગે. એક પ્રકારનું દબાણ મારા મન પર હાવી થઇ ગયું.

હવે તમને થાય કે દક્ષિણા આપવા માટે કોઇએ તમને કહ્યું તો નથી. તો શું કામ આપવી. પરંતુ અહીં એક સામાજિક દબાણ ઉભું થાય છે. જેવું કોઇના લગ્નમાં ચપ્પલ પહેરીને જવામાં થતું હોય છે. આ કેટલું સાર્થક છે તે તમે જ નક્કી કરો.

ઠીક છે, હું તો રહ્યો એન્જીનિયરિંગનો સ્ટુડન્ટ. બીજાની પાસેથી ઉધાર માંગીને મેગી ખાધી છે. તેથી મને કોઇ ફરક ન પડ્યો. પરંતુ તમે એકવાર વિચારો કે મંદિરોમાં પૈસાનું સામ્રાજ્ય છવાઇ જશે તો માણસ ક્યાં જશે.

વીવીઆઇપી દર્શનની માયા

Photo of ભારતના મંદિરોની યાત્રામાં છેતરપિંડીની આટલી રીતો બીજે ક્યાંય નથી જોઇ! 2/3 by Paurav Joshi
ક્રેડિટઃ સાંઇ અમૃત ધરા

ઇકબાલનો એક શેર છે-

"એક હી સફ મેં ખડે હો ગએ મહમૂદ ઔર અયાઝ

ન કોઇ બંદા રહા, ન કોઇ બંદા નવાઝ"

એટલે કે ભગવાનની સામે બધા ભક્ત એક જ સમાન હોય છે. કોઇ નાત, જાત કે લિંગનો ભેદભાવ નહીં. બધા ભક્તો એકસમાન.

મેં પણ આજ સાંભળ્યું હતું. ભગવાનની શરણમાં બધા એક જેવા. પરંતુ મહારાષ્ટ્રમાં મંદિરોમાં ગયા તો વીવીઆઇપી દર્શનનો નિયમ પણ અહીં જોવા મળ્યો. હું ખચકાયો, ચોંક્યો અને પછી વિચારવા લાગ્યો કે ભગવાન બધાના છે તો સ્પેશ્યલ ટ્રીટમેંટ કેમ?

બાકી મારા બોલવા પર તમને ગાળ બોલવાનો પૂરો હક છે.

પ્રસાદથી પ્રસન્ન થશે ભગવાન

મંદિર ગયા છો તો પ્રસાદ અવશ્ય ચઢાવજો, ભગવાન પ્રસન્ન થશે. આ લો ₹50નો છે, આ ₹100નો અને આ ₹200નો. ખાસ ₹500નો પણ છે. પ્રસાદનું એક નિર્ધારિત મુલ્ય ન હોઇ ગમે તેટલી કિંમત બોલવામાં આવે છે અને આપણે આપવી પડે છે. કારણ કે પ્રસાદથી ભગવાન ખુશ થઇ જાય છે.

તમે કેટલો ચઢાવ્યો. ભગવાન પ્રસન્ન થયા કે નહીં. બીજી વાર ₹500નો ચઢાવીશ. ત્યારે પ્રસન્ન થશે ભગવાન. શું આટલા પૈસા નથી તમારી પાસે. તો પછી બીજી જગ્યાએ ટ્રાય કરો. અને હું ઘરે પાછો આવી ગયો.

બાબાજીના બોલ બચન

Photo of ભારતના મંદિરોની યાત્રામાં છેતરપિંડીની આટલી રીતો બીજે ક્યાંય નથી જોઇ! 3/3 by Paurav Joshi

બનારસ છે ભગવાન શિવની નગરી. દરેક ભક્ત ટ્રેનમાંથી ઉતરાત જ હર હર મહાદેવનો જયકારો લગાવે છે. મેં પણ લગાવ્યો. હર હર મહાદેવ...

પછી તે સ્ટેશનથી સીધો ઘાટ પહોંચી જાય છે. હું પણ પહોંચ્યો.

પછી ભક્તને પકડે છે બાબાજી. સંભળાવે છે દુનિયાનું જ્ઞાન, ક્યાં કર્મકાંડ કરાવવા, કેવીરીતે કરાવવા. સ્મશાનની પોતાની સ્કીમ છે. તેનો પણ તોડ છે બાબાજીની પાસે. પછી આ બધુ બતાવવાના પૈસા.

હું તો ઘાટમાં ન્હાવા માટે ગયો હતો પ્રભુ. જરુર હોય તો હું સ્વંય આવી જાઉં તમારી પાસે.

મને એમ પણ લાગ્યું કે કદાચ જે થઇ રહ્યું છે, તે ધર્મનો હિસ્સો નથી. ધંધો બની ગયો છે કદાચ.

એક ખોખલો ધર્મ માણસને ખોટો ભરોસો આપી શકે છે, એનાથી વધારે કંઇ નહીં.

 હું એક નિમ્ન મધ્યમવર્ગીય પરિવારનો છોકરો છું. એક કપડું ખરીદતા પહેલા સો વાર વિચારીએ છીએ કે લઇએ કે ન લઇએ. આના કારણે સમાજ અમને અલગ નજરે જુએ છે. ભગવાનથી અલગ થઇ જઇશું તો ક્યાં જઇશું.

એટલા માટે બસ એક ચીજ જે દિલથી નીકળીને આવી છે કે આ બધાની ઉચિત કિંમત હોવી જોઇએ. જો મંદિરને પણ તમે ઇકોનોમીનો હિસ્સો બનાવી દેશો તો એક મોટો વર્ગ પોતાના માટે નવો ધર્મ શોધવા લાગશે. નહીંતર અમારા માટે મૂર્તિઓ ત્યાં જ રહી જશે. બસ તેમાં ભગવાન નહીં હોય, એ ભગવાન જે તેમના બાળકોને મળવા માટે પણ તગડી ફી વસૂલે છે.

તમે પણ ઘણી જગ્યાએ ફરવા ગયા હશો. મંદિરોના આ કામ પર તમારુ શું કહેવું છે. અમને કોમેન્ટ બોક્સમાં જણાવો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads