ગધેથડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા ઉપલેટા તાલુકામાં આવેલું એક ગામ છે. ગધેથડ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. અહિયાં વેણુ નદીને કિનારે ગાયત્રી માતાજીનું મંદિર (ગાયત્રી આશ્રમ) આવેલું છે.જે એક પ્રખ્યાત યાત્રાધામ છે.તેમજ અહીં વેણૂ-૨ બંઘ બાંધવામાં આવ્યો છે.
હજારો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક સમા રાજકોટના સમા ગધેથડ ગાયત્રી આશ્રમના લાલબાપુનો 21 માસનો એકાંતવાસ આજે પૂર્ણ થયો છે. આ આશ્રમ ખાતે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઊમટ્યો હતો. લાલબાપુ 2017માં ચોથીવાર એકાંતવાસમાં ગયા હતા. આ પૂર્વે તેઓ 1992,1998 અને 2014માં એકાંતવાસમાં રહી ચૂક્યા છે. બેન્ડવાજા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકોને બાપુએ આશીર્વાદ આપ્યા હતા. CM વિજય રૂપાણીએ લાલબાપુને પારણા કરાવ્યા હતા.
આપણે ત્યાં એક કહેવત છે કે એક રાજા, ચારણ, વાણિયો અને એક નાનકડી નાર આ ચાર જીવ એવા છે, જેને જલદી ભક્તિ લાગે નહિ અને જો લાગી જાય તો બેડો પાર. ત્યારે રાજા એટલે ક્ષત્રિય ચારણ એટલે કે ગઢવી અને વાણિયો નાનકડી નારના આ જીવોને કોઈપણ ક્ષેત્રે ચિત લાગે નહિ અને જો લાગે તો એનો છેડો ગોત્યા વગર એ મૂકે નહિ. ત્યારે આજ કહેવત સાચી ઠરાવે છે લાલબાપુમા.
ઉપલેટા તાલુકાના વેણુ નદીના કાંઠે આવેલું આ ગામ છે ગધેથડ. એક સમય હતો જ્યારે આ માત્ર એક ગામ તરીકે જ ઓળખાતું, પરંતુ છેલ્લાં કેટલાંય વર્ષોથી આ ગામ મટી એક આસ્થાનું એક ભક્તિનું કેન્દ્ર બન્યું છે. ત્યારે આ આસ્થાનું આ ભક્તિનુ કેન્દ્ર બનવા પાછળ કોઈ કારણભૂત હોઈ તો તે છે અહી નિર્માણ પામેલા ગધેથડ ગાયત્રી આશ્રમ અને તેમના નિર્માણકર્તા લાલબાપુ.
લાલબાપુનો ઈતિહાસ
લાલબાપુની વાત કરીએ તો તેમનો જન્મ ક્ષત્રિય પરિવારમાં થયો છે. પિતા નવલસંગજી અને નંદુબાના પુત્ર તરીકે તેમને આજથી 60 વર્ષ પૂર્વે જન્મ લીધો હતો. જન્મે ક્ષત્રિય લાલબાપુનું નાનપણનું નામ લાલુભા હતું. લાલુભાના પરિવાર પાસે જમીન ઘણી હતી, પરંતુ પરિસ્થિતિવશ તેઓ નાગવદર ગામે સિમેન્ટના ભૂગળાનાં કારખાનામાં નોકરી કરી રૂ.2માં મજૂરી કરતા હતા. આમ, એક દિવસ તેઓ વેણુ નદીમા સ્નાન કરવા પડયા હતા. ત્યારે એક દિવ્ય અનુભૂતિ તેમને થઈ હતી. વેણુ નદીમાં તેમને એક દિવ્ય પ્રકાશપુંજ દેખાયો. જ્યારે એ પ્રકાશની સમિપ જ્યારે તેઓ પહોંચ્યા ત્યાં તેમને એક હનુમાનજી મહારાજની મૂર્તિ દેખાય. ત્યાર બાદ તેઓ એ મૂર્તિ લઈને બહાર આવ્યા. જે બાદ તેઓએ એક મારુતિ યજ્ઞ કર્યો, પરંતુ ઈશ્વર ક્યાંક ને ક્યાંક લાલબાપુને વધુ અને વધુ સંકેતો આપી રહ્યા હોઈ એવું લાગી રહ્યું હતું. એક તરફ નાગવદર ગામે મારુતિ યજ્ઞ ચાલી રહ્યો હતો. ત્યારે બીજી તરફ ત્યાં પડેલા નાળિયેર ધડાકાભેર ફાટતાં સૌકોઈ આશ્ચર્યચકિત રહી ગયા હતા. ત્યારે ખુદ લાલબાપુ પણ એમાંથી બાકાત નહોતા. સૌકોઈ આવું કેમ થયું એવા સવાલો સાથે મગન જોશી નામના શાસ્ત્રીજી પાસે પહોંચ્યા. આ સમયે લાલબાપુએ પોતાને સાધના કરવી છે એવું તેમને જણાવ્યું હતું. ત્યારે આ સમયે મગન જોશી નામના શાસ્ત્રીજીને તેઓએ ગુરુ ધારણ કરી મા ગાયત્રીની ઉપાસના શરૂ કરી.
બસ, એ જ દિવસથી લાલબાપુનો મા ગાયત્રી પ્રત્યેનો ભાવ દિવસે અને દિવસે વધતો ગયો. લાલબાપુ પહેલીવાર એકાંત વાસમાં 1992માં નાગવદર મુકામે ગયા હતા. આ સમયે પહેલી વાર તેમણે 3.5 વર્ષ સુધી એકાંત વાસમા રહી તેમણે માતાજીનું અનુષ્ઠાન કર્યું હતું. ત્યાર બાદ તેઓ નદીના કાંઠે આવેલા ગધેથડ ગામે પ્રયાણ કરી ગયા અને ત્યાં જ તેમને સ્થાપ્યો ગાયત્રી આશ્રમ.
આ સ્થળ એક આધ્યાત્મિક અને આસ્થા પૂર્ણ છે.અહિયા પર આવીને આપણાં મન ને શાંતિ નો આહલાદક અનુભવ થાય છે.
તો આ બાપુ ની જગ્યા ગાયત્રી આશ્રમ પર એક વખત તો જરૂર મુલાકાત લેવી જોઈએ.