ભારત એક એવો દેશ છે જેમાં ફરવા નીકળશો તો ઘણી એવી જગ્યાઓ જોવા મળશે અને ઘણાં એવા કિસ્સાઓ પણ સાંભળવા મળશે જે તમને આશ્ચર્યમાં મૂકી દેશે. પરંતુ કેટલીક જગ્યાઓ તો એવી વિચિત્ર છે કે વિજ્ઞાન પણ તેની આગળ હાર મની ચૂક્યું છે. તો ચાલો તમને જણાવીએ 12 એવી વિચિત્ર જગ્યાઓ અંગે..
1. મહારાષ્ટ્રની અજંટા ઇલોરા ગુફાઓ
આજથી 4,000 વર્ષ પહેલાં બનેલી આ ગુફાઓને પહાડ કાપીને બનાવાઇ છે. આખી સભ્યતા ફક્ત એક પહાડથી બની છે. અજન્ટામાં કુલ 30 ગુફાઓ છે. જેમાં 5 પ્રાર્થના ભવન અને 25 વિશાળ બૌદ્ધ મઠ છે. આ સાથે જ ઇલોરા ગુફાઓમાં 12 ગુફાઓ બૌદ્ધ ધર્મ, 17 હિન્દૂ અને 5 જૈન ધર્મ પર આધારિત છે. કહેવાય છે કે આ વિશાળ ખડકોની નીચે એક શહેર પણ વસ્યું છે.
હવે સવાલ એ છે કે 4,000 વર્ષ પહેલાં કોણ આ મોટા પથ્થરને કાપીને ગુફાઓ બનાવી ગયું. અને તે પણ એવા સમયે જ્યારે આપણી પાસે આજની ટેકનિક કે હથિયાર પણ ન હતા. બીજો સવાલ એ કે જે પહાડને કાપીને ગુફાઓ બની તેનો બચેલો ભાગ ક્યાં ગયો. આ સવાલ આજે પણ લોકોના મગજમાં છે, જેનો જવાબ કોઇની પાસે નથી.
2. કેરળનું પદ્મનાભ સ્વામી મંદિર
આ વિશાળ મંદિર કળયુગમાં 5,000 વર્ષ પહેલાંનું હોવાનું માનવામાં આવે છે. અંદર ભગવાન વિષ્ણુ અનંતશય્યાની અવસ્થામાં બિરાજમાન છે. આ મંદિરમાં કુલ 6 દરવાજા છે જેમાંથી કેટલાકમાંથી કાઢવામાં આવેલા આભુષણોની કુલ કિંમત 1 લાખ કરોડથી પણ વધુ છે. જ્યારે કેટલાકને તો આજે પણ ખોલવામાં નથી આવ્યા. એક દરવાજો ચેમ્બર બીને ખોલવા માટે પવિત્ર અને સાધુ દ્વારા જ ખોલી શકાય છે જે ગરુડ મંત્રનો જાપ કરીને નાગબંધમ અને નાગપાશમનું નિવારણ જાણતો હોય. સવાલ એ છે કે આ મંદિરમાં આટલા બધા આભુષણ કોણ રાખી ગયું. સવાલ એ પણ છે કે આ દરવાજાને બંધ કોણે અને કેવી રીતે કર્યો.
3. રાજસ્થાનનો ભાનગઢ કિલ્લો
ભારત કહાનીઓનો દેશ છે. ગૂગલ કરી લો કે લોકોના મોંએથી સાંભળી લો, રાજસ્થાનની રાજધાની જયપુરથી 32 મીલ દૂર પોતાની કહાનીઓ અને ભુતિયા કિસ્સા માટે જાણીતો ભાનગઢ કિલ્લો 17મી સદીથી જ ભૂતપ્રેતવાળી જગ્યા માનવામાં આવે છે.
4. આસામનું જતિંગા ગામ
આસામના આ ગામે ન જાણે કેટલી વાર આકાશમાંથી પક્ષીઓને સ્વતઃ નીચે પડતા જોયા છે. ઓક્ટોબરની આસપાસ દર વર્ષે જેટલા પક્ષી અહીં ઉડે છે. બધા અકારણ નીચે પડવા લાગે છે. સાંજે 6 થી 9 વાગ્યાની વચ્ચે આ પંખી પડવાના કારણે મોતના શિકાર બને છે. નિરીક્ષક અને વૈજ્ઞાનિક આજ સુધી તેનું કારણ નથી જાણી શક્યા.
5. ઉત્તરાખંડનું રૂપકુંડ તળાવ
રૂપકંડુ તળાવનું નામ જેવું આવે છે, આંખોની સામે દેખાવા લાગે છે હાડપિંજરોના માથા અને હાડકા.
1942માં અંગ્રેજોના જંગલોના ગાર્ડે આ જગ્યાની શોધ કરી હતી. ત્યાર બાદ આ તળાવ વિદેશી અને દેશી પુરાતત્વ વિભાગનો અડ્ડો બની ગઇ. છેલ્લા કેટલાક દશકોમાં અહીં હજારો રિસર્ચ થઇ ચૂક્યા છે. પરંતુ કોઇ ન જણાવી શક્યું કે અહીં પર આટલા હાડપિંજર આવ્યા ક્યાંથી.
6. પાલી શહેરના બુલેટ બાબાની બાઇકનું મંદિર
રાજસ્થાનના જોધપુરથી 30 મીલ દૂર છે ગામ ચોટિલા. અહીં એક માણસ ઓમ બન્ના ઉર્ફે બુલેટ બાબા. વર્ષ 1988માં બાબા પોતાના ગામ તરફ બાઇક પર આવતા રસ્તામાં એક્સિડન્ટનો શિકાર બન્યા અને ત્યાં જ દમ તોડી દીધો.
આ એક્સિડેન્ટ પછી બાઇક ચાલવાની હાલતમાં નહોતી. બીજા દિવસે સવારે તેના ગાયબ થવા માટે પોલિસની દેખરેખ હેઠળ રાખવામાં આવી. શોધવા પર આ બાઇક ત્યાં જ મળી જ્યાં તેનો એક્સિડેન્ટ થયો હતો. આ બાઇકને ફરી પોલિસ સ્ટેશનમાં રાખવામાં આવી અને ફરીથી બાઇક ગાયબ થઇ ગઇ.
લોકોએ આ બાઇક અને બુલેટ બાબાને પવિત્ર આત્મા માનીને તેના માટે એક ભવ્ય મંદિર બનાવ્યું. આ બાઇકની ત્યાં પૂજા થવા લાગી. આસપાસના લોકો પણ આની પૂજા કરવા લાગ્યા અને મંદિર બુલેટ બાબાનું મંદિર નામથી પ્રસિદ્ધ થઇ ગયું.
7. રાજસ્થાનનું કલુધરા ગામ
જેસલમેરથી 20 કિ.મી. દૂર એક ગામ છે કુલધરા. 3 દશક પહેલા આ વિસ્તાર બ્રાહ્મણ સમાજનું ઘર ગણાતું હતું પરંતુ કેટલાક કારણોસર લોકો અહીંથી જતા રહ્યાં. કારણ કોઇને ખબર નહોતું, પંરતુ પુરાતત્વવાળાઓ માટે હવે આ સર્વેક્ષણ સ્થળ બની ચૂક્યું છે.
કેટલાક લોકો આને ભૂતપ્રેતનો પડછાયો ગણાવે છે. તો કેટલાક ભગવાનની માયા, શબ્દ સૌની પાસે છે પણ વાસ્તિવકતા સાથે તેને કોઇ લેવાદેવા નથી.
8. લેપાક્ષીનો લટકતો પિલર, આંધ્ર પ્રદેશ
આંધ્ર પ્રદેશના લેપાક્ષી ગામમાં 16મી સદીનું એક મંદિર છે જેનો વાસ્તુ આને આંખો ભરીને જોવાલાયક બનાવે છે. 70 પિલરવાળુ આ મંદિર ખરેખર નકશીકામની ખાણ છે.
પરંતુ આ મંદિરને વિચિત્ર બનાવે છે અહીંનો એક પિલર જે સીલિંગના સહારે હવામાં લટકતો રહે છે.
9. રાજસ્થાનનું કરણી માતાનું મંદિર
બીકાનેરથી 30 કિ.મી. દક્ષિણ બાજુ પર આવે છે આ ગામ જ્યાં દરરોજ 20,000થી વધુ સ્વાદિષ્ટ દૂધ અને ખાવાનું પીરસવામાં આવે છે. એટલે આને ઉંદરોનું મંદિર પણ કહેવાય છે.
માતા કરણીને લોકો 14મી સદીનું માની રહ્યા છે અને 15મી સદીમાં અહીંના રાજા ગંગા સિંહે માતા કરણીનું ભવ્ય મંદિર બનાવ્યું હતું. લોકો ઉંદરોનું વધેલું ખાવાનું ગ્રહણ કરે છે અને તો પણ બીમાર નથી પડતા.
10. મણિપુરનું લોકતક સરોવર
જો તમારે ધરતી પર સ્વર્ગ જોવાની ઇચ્છા છે અને ભગવાનની બનાવેલી સુંદર જગ્યાઓને આંખોમાં કેદ કરવી છે તો લોકતક તળાવ આવી જાઓ. આ ચમત્કારી તળાવ મણિપુરના લોકોની જીવનદાયિની છે. આ તળાવે પોતાની ઉપર એક આખા ટાપુને ઉઠાવીને રાખી છે જેને ફુમદીના નામે ઓળખવામાં આવે છે.
11. જોડકા બાળકોવાળુ કોડિન્હી ગામ, કેરળ
2000 પરિવારવાળા આ ગામમાં જોડિયા બાળકોના 220 જોડા મળશે તમને અહીં. લોકોનું કહેવું છે કે અહીં એક તાંત્રિક કોઇ જમાનામાં કાળા જાદુ કરતા હતા, રાતના સમયમાં જે લોકો ખોટા કામ કરતા હતા, તેમને મારતા હતા. ભારતના પુરાતત્વ વિભાગે સાંજ પછી કિલ્લાની અંદર ન જવાનું મોટુ બોર્ડ લગાવી રાખ્યું છે.
વર્ષ 2008માં 300માંથી 15 પરિવારોના ઘર જોડકાં બાળકો પેદા થયા. તો 2009થી 14ની વચ્ચે 30 પરિવારોના ઘરે જોડકાં બાળકો જન્મ્યા.
12. લદ્દાખનો ચુંબકવાળો રસ્તો
લદ્દાખથી લેહ જતી વખતે એક રોડ મળે છે જે ચારેબાજુ પહાડોથી ઘેરાયેલો છે, તેને મેગ્નેટિક હિલ કહેવાય છે. રોડ પર સીધુ ચઢાણ છે તો પણ ગાડી પોતાની મેળે ઉપર ચઢે છે. લદ્દાખની ચુંબકવાળી આ જગ્યા પર તમે બાઇકનું એન્જિન બંધ પણ કરો છો તો પણ ઉપરની બાજુ ખેંચાતી જશે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો