Woods at Sasan: સિંહના પરિવાર વચ્ચે ફેમિલી વેકેશન માટેની પરફેક્ટ જગ્યા

Tripoto

ગુજરાત:

આવો પધારો, ગુજરાત અને ગુજરાતીઓ પ્રેમથી, પરંપરાગત રીતે પ્રવાસીઓને આવકારે છે. મંદિરો, દરિયાકિનારે વસેલા નગરો, ઐતિહાસિક સ્થળો, સ્વાદિષ્ટ વ્યંજનો, અને જંગલી પ્રાણીઓ ગુજરાતને ફેમિલી વેકેશન માટેની એક આદર્શ જગ્યા બનાવે છે.

ગીર:

ગુજરાત જંગલના રાજાનું ઘર છે! ભારતનું એકમાત્ર રાજ્ય જ્યાં એશિયાટિક સિંહ વસે છે. દૂર ક્યાંકથી સંભળાતી સિંહ-ગર્જના, ઘેઘુર જંગલોમાં છુપાયેલા પક્ષીઓનો કલરવ, એદીની જેમ પડેલા મગરો આ અનુભવને વધુ રોમાંચક બનાવે છે. અહીં 'લાયન સફારી'માં કદાચ સિંહ જોવા ન મળે તો પણ આ પ્રવાસ પોતે જ એક યાદગાર સવારી બની રહે તે ખાતરીપૂર્વક કહી શકાય છે.

Woods at Sasan:

ગીર જંગલના છેડે આવેલું 'વુડ્સ એટ સાસણ' એક વૈભવી રિસોર્ટ છે. વાઇલ્ડલાઇફ ચાહકોના રોકાણથી લઈને, તેમના ભોજન અને રસપ્રદ એક્ટિવિટીઝનું અનોખું આયોજન કરવું એ આ નયનરમ્ય પ્રોપર્ટીનો એકમાત્ર ઉદ્દેશ્ય છે. ગુજરાતની સંસ્કૃતિથી પ્રેરિત આ રિસોર્ટ પ્રવાસીઓનું રોકાણ આરામદાયકની સાથોસાથ યાદગાર બની રહે તેની વિશેષ તકેદારી રાખે છે.

Credits: Booking.com

Photo of Woods at Sasan, Sasan Gir, Gujarat, India by Jhelum Kaushal

આદર્શ:

આ જગ્યા મોજ-મસ્તી કરવા અને આરામ ફરમાવવા ઇચ્છતા પરિવારો માટે પરફેક્ટ છે. રિસોર્ટમાં ઉપલબ્ધ એક્ટિવિટીઝ સૌને આનંદમય વ્યસ્ત રાખે છે અને તેમ છતાંય, એકાંતનો લાભ તો ખરો જ.

Woods at Sasan વિષે:

ગીરના જંગલની ધારે આઠ એકરની ભવ્ય આંબાવાડી વચ્ચે બનેલો આ ઇકો-ફ્રેન્ડલી રિસોર્ટ એક યજમાન તરીકે પોતાના મહેમાનો માટે 'અતિથિ દેવો ભવઃ' સાર્થક કરે છે. સ્થાનિક સમુદાય સાથે મળીને કામ કરવાના મહત્વને પ્રાધાન્ય આપીને, Woods at Sasan ખાતે સ્થાનિક લોકો દ્વારા બનાવવામાં આવેલા હસ્તકળાના ઉત્કૃષ્ટ નમૂનાઓથી સજાવ્યું છે.

Credits: Booking.com

Photo of Woods at Sasan: સિંહના પરિવાર વચ્ચે ફેમિલી વેકેશન માટેની પરફેક્ટ જગ્યા by Jhelum Kaushal

ઘનઘોર છતાં પોતીકું Woods at Sasan તેના મુલાકાતીઓને શ્રેષ્ઠ અનુભવ મળી રહે તેની સંપૂર્ણ કાળજી લે છે. લાકડામાંથી બનાવવામાં આવેલા આ રિસોર્ટમાં તમામ અત્યાધુનિક સવલતોથી સજ્જ છે. રિસોર્ટમાં સ્ટાફ તરીકે સ્થાનિક રહેવાસીઓ જ કામ કરે છે જે તેમના બધા જ મહેમાનોને હૃદયપૂર્વક આવકારે છે. તેમને પ્રેમપૂર્વક વર્તન કરવાની કોઈ જ ટ્રેનિંગ નથી આપવામાં આવતી; તેઓ સૌ આવા જ છે.

Credits: Booking.com

Photo of Woods at Sasan: સિંહના પરિવાર વચ્ચે ફેમિલી વેકેશન માટેની પરફેક્ટ જગ્યા by Jhelum Kaushal

આધુનિક હોવાની સાથોસાથ આ રિસોર્ટમાં સ્થાનિક કાળા અને પરંપરાની સરળતા ખુબ સુંદર રીતે સજાવવામાં આવી છે. લોકલ ગુજરાતી રેસ્ટોરન્ટ 'સ્વદેશી'ના રસોયા મુકેશભાઈ હોય કે ઉત્કૃષ્ટ કુંભાર નાથાભાઈ, આ પ્રોપર્ટીની આસપાસના દરેક વ્યક્તિ આ માટીની ઉપજ છે અને પોતપોતાના ક્ષેત્રમાં નિષ્ણાત છે.

Credits: Booking.com

Photo of Woods at Sasan: સિંહના પરિવાર વચ્ચે ફેમિલી વેકેશન માટેની પરફેક્ટ જગ્યા by Jhelum Kaushal

રહેવા માટે અહીં ત્રણ અલગ અલગ સુવિધાઓ ઉપલબ્ધ છે: the Woods Studio, the Woods Pavilion and the Woods Villa.

The Woods Studio

પથ્થરની દીવાલો, હળવી છત અને અગાશી થકી મહેમાનો સંપૂર્ણપણે કુદરતનું સાનિધ્ય માની શકે તેની અહીં પુરેપુરી કાળજી રાખવામાં આવી છે. વાંસ અને જંગલી ઘાસ વચ્ચે વ્યાપેલો રિસોર્ટ કુદરતને કે એકાંતને કે પછી બંનેને માણવાની તક તેમજ વિકલ્પ આપે છે.

Photo of Woods at Sasan: સિંહના પરિવાર વચ્ચે ફેમિલી વેકેશન માટેની પરફેક્ટ જગ્યા by Jhelum Kaushal
Photo of Woods at Sasan: સિંહના પરિવાર વચ્ચે ફેમિલી વેકેશન માટેની પરફેક્ટ જગ્યા by Jhelum Kaushal

The Woods Pavilion

આંબાવાડી વચ્ચે બનાવવામાં આવેલા આ વિલા ખરેખર અનોખા છે કેમકે તે પ્રવાસીઓને કોઈ પણ શ્રમ કર્યા વિના જ કુદરતને માણવાની તક આપે છે. કાચના એક્સ્ટેરિયરને કારણે બહાર વાંસ અને લેમનગ્રાસના છોડની સુંદરતાનો અદભુત નજારો જોવા મળે છે. Open-to-sky રેઇન શાવર જંગલની વચ્ચે ન્હાવાના રોમાંચની અનુભૂતિ કરાવે છે. વિલાની સાથે જ ખાનગી બગીચો તમને કેરીના ઝાડની છાયામાં આરામ કરવાની તક આપે છે.

Photo of Woods at Sasan: સિંહના પરિવાર વચ્ચે ફેમિલી વેકેશન માટેની પરફેક્ટ જગ્યા by Jhelum Kaushal
Photo of Woods at Sasan: સિંહના પરિવાર વચ્ચે ફેમિલી વેકેશન માટેની પરફેક્ટ જગ્યા by Jhelum Kaushal

The Woods Villa

એક વૈભવી રોકાણ કેવું હોય તે જાણવું હોય તો આ વિલાઝ પરફેક્ટ છે. જરા વિચારો, પ્રાઇવેટ પૂલમાં તમારા બાળકો છબછબિયાં કરી રહ્યા છે, તમે તમારા અંગત ચાકરે પીરસેલા કોઈ ગરમ, સ્વાદિષ્ટ પીણાનો આનંદ માણી રહ્યા છો અને તમારા પાર્ટનર મસાજ કરાવી રહ્યા છે. આ અને આનાથી અનેકગણું વધુ વૈભવી આ વિલાઝમાં માણી શકાય છે. ત્રણ બેડરૂમ, પરંપરાગત હિંડોળા સાથેનો એક પ્રાઇવેટ બગીચો, ખાનગી પૂલ, વિશાળ લિવિંગ રૂમ, ખાનગી ઇન્ડોર તેમજ આઉટડોર ડાઇનિંગ સ્પેસ, રેઇન શાવર, બાથટબ વિથ સ્કાયલાઈટ, અને પર્સનલ બાર- એકથી એક ચડિયાતી અત્યાધુનિક સુવિધાઓનો અનુભવ ચૂકવા જેવો નથી.

Photo of Woods at Sasan: સિંહના પરિવાર વચ્ચે ફેમિલી વેકેશન માટેની પરફેક્ટ જગ્યા by Jhelum Kaushal
Photo of Woods at Sasan: સિંહના પરિવાર વચ્ચે ફેમિલી વેકેશન માટેની પરફેક્ટ જગ્યા by Jhelum Kaushal

ભોજન

Woods at Sasanમાં બે રેસ્ટોરન્ટ્સ છે: સ્વદેશ અને ટેરાકોટા. સ્વદેશ ખાતે આધુનિક રંગ સાથેની હજારો પરંપરાગત ગુજરાતી વાનગીઓ પ્રાપ્ય છે. તે ભોજનનો એક અનન્ય અને અવિસ્મરણીય અનુભવ કરાવે છે. કાચો માલ મોટે ભાગે નજીકના ખેતરોમાંથી મેળવવામાં આવે છે, દરેક ટેબલ પરના ટેબલક્લોથ ખાસ Woods at Sasan માટે તૈયાર કરાયેલા લાકડાના બ્લોકથી ડિઝાઇન કરવામાં આવ્યા છે. તમામ રસોઈયા પણ ગુજરાતી પાકશાસ્ત્રના જાણકાર છે અને નજીકના વિસ્તારોમાં જ વસે છે.

બીજી બાજુ ટેરાકોટા એક મલ્ટી-કવીઝીન રેસ્ટોરન્ટ છે જ્યાં આ લા કાર્ટ અને બુફે જેવી સુવિધા ઉપલબ્ધ છે. આ રેસ્ટોરાંનું નામ તેની સજાવટ પરથી આવે છે જેમાં ટેરાકોટા પોટ્સ, ફાનસ અને દિવાલના પ્લાન્ટરો જોવા મળે છે.

કિંમત:

દરેક રૂમના ભાવમાં બે વ્યક્તિદીઠ સવારનો નાસ્તો અને બંને સમયનું ભોજન સમાવિષ્ટ છે.

Woods Studio: ૧૧,૮૦૦ રુ.

Woods Pavilion: ૧૨,૬૦૦ રુ.

Wood Villa: ૧૫,૦૦૦ રુ.

ક્યારે જવું?

નવેમ્બરથી એપ્રિલ ગીરની મુલાકાતનો શ્રેષ્ઠ સમય છે. અલબત્ત, રિસોર્ટની મુલાકાત વર્ષમાં કોઈ પણ સમયે લઇ શકાય છે કેમકે તે આંબા અને વાંસના વૃક્ષોની છાયામાં બનેલું છે.

રિસોર્ટમાં અને તેની આસપાસ શું કરવું?

સોમ સ્પા

કુદરતનું સાનિધ્ય તમારો રોજિંદા જીવનનો બધો જ થાક દૂર કરીને એકાંતનો આનંદ માણવા પહોંચી જાઓ સોમ સ્પા. આ ઈન-હાઉસ સ્પામાં કાચના બનેલા રૂમો જંગલના વાતાવરણ વચ્ચે એકાંતનો દુર્લભ અનુભવ કરાવે છે. યોગ અને જિમ સહીત અહીં અનેક સુવિધાઓના વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

Photo of Woods at Sasan: સિંહના પરિવાર વચ્ચે ફેમિલી વેકેશન માટેની પરફેક્ટ જગ્યા by Jhelum Kaushal

ગીર સફારી

ગીર સફારી એ ગીર જંગલની યાદગાર સવારી છે, જ્યાં તમે એશિયાટિક સિંહોને તેમના પ્રાકૃતિક નિવાસસ્થાનમાં ફરતા નિહાળી શકો છો. સફારી સામાન્ય રીતે બેથી ચાર કલાક જેટલો સમય લે છે. ઉજ્જડ જમીન અને ઘનઘોર જંગલોનો દુર્લભ સમન્વય અહીં જોવા મળે છે.

Photo of Woods at Sasan: સિંહના પરિવાર વચ્ચે ફેમિલી વેકેશન માટેની પરફેક્ટ જગ્યા by Jhelum Kaushal
Photo of Woods at Sasan: સિંહના પરિવાર વચ્ચે ફેમિલી વેકેશન માટેની પરફેક્ટ જગ્યા by Jhelum Kaushal

ફોટોગ્રાફી રૂટ અને સનસેટ પોઇન્ટ

સાસણની મોહક સુંદરતા દરેક ફોટોગ્રાફરને મહાન તકો પ્રદાન કરે છે. અતિવિશાળ ગીર જંગલો ખાતે સૂર્યાસ્તનું અદભૂત દ્રશ્ય ફોટોગ્રાફર્સને ખુબ આકર્ષે છે.

વેરાવળ ફિશ માર્કેટ

મત્સ્યોદ્યોગ અને પુરજોશમાં વિકસી રહેલા ઉદ્યોગો માટે પ્રખ્યાત, વેરાવળ ખારવા માછીમારોનું ઘર છે. અહીં, માછીમારી કરવા અને આજીવિકા મેળવવા માટે સ્થાનિક લોકો પરંપરાગત પદ્ધતિઓ પર આધાર રાખતા જોઈ શકાય છે. તેઓ હજી પણ નાની બોટ, ટ્રોલર્સ અને સ્થાનિક રીતે બનાવવામાં આવેલી જાળીનો ઉપયોગ કરે છે.

Photo of Woods at Sasan: સિંહના પરિવાર વચ્ચે ફેમિલી વેકેશન માટેની પરફેક્ટ જગ્યા by Jhelum Kaushal

સ્થાનિક વિવાહ

વિશ્વમાં ગમે ત્યાં જાઓ, લગ્ન હંમેશા ખાસ હોય છે. આ હર્ષોલ્લાસના પ્રસંગને માણવાની તક મળે તો ક્યારેય ચૂકવી જ ન જોઈએ. અને Woods at Sasanનું રોકાણ એ જ તક આપે છે! પરંપરાગત કાઠિયાવાડી લગ્ન, ગરબા, સ્થાનિક સંગીત, રિવાજો, ભોજન, ફુલેકા, મામેરાં, પીઠી અને બીજું ઘણું બધું...

Photo of Woods at Sasan: સિંહના પરિવાર વચ્ચે ફેમિલી વેકેશન માટેની પરફેક્ટ જગ્યા by Jhelum Kaushal

સોમનાથ મંદિરની મુલાકાત:

૧૨ જ્યોતિર્લિંગમાંનું એક, શાશ્વત તીર્થ તરીકે જાણીતું શિવ મંદિર સોમનાથ ઈ.સ. ૩૨૦-૫૦૦ દરમિયાન નિર્માણ પામ્યું હતું. આ મંદિર પર કેટલીય વખત ચડાઈ કરવામાં આવી, અસંખ્ય વખત લુંટાયું, ભારત સ્વતંત્ર થયું ત્યાં સુધીમાં આ મંદિર પોતાની રોનક ગુમાવી ચૂક્યું હતું. અલબત્ત, ભક્તોની શ્રદ્ધા અડગ હતી. મંદિર ફરીથી બનાવવામાં આવ્યું અને આજે તે વિશ્વમાં સૌથી વધુ મુલાકાત લેવાતું શિવ મંદિર છે.

Photo of Somnath Temple, Gujarat State Highway 110, Amrapur, Gujarat, India by Jhelum Kaushal

પોર્ટુગીઝ કોલોનીની મુલાકાત:

પોર્ટુગીઝ કોલોની રહી ચુકેલો એક નાનકડો ટાપુ, નામે દીવ, સાસણ ગીરથી માત્ર ૯૫ કિમી દૂર છે. ૧૫૩૯ થી ૧૯૬૧ સુધીની પોર્ટુગીઝ વસાહત, તેના ચર્ચો, મંદિરો અને અન્ય ઐતિહાસિક ઇમારતો આજે પણ તેના ભૂતકાળની ચાડી ખાય છે. તેનો સુંદર દરિયાકિનારો, અને આરામદાયક વાતાવરણ આખા દેશમાં પ્રખ્યાત છે.

Photo of Diu Island, Daman and Diu by Jhelum Kaushal

કેવી રીતે પહોંચવું?

અમદાવાદ એરપોર્ટ Woods at Sasanથી સૌથી નજીકનું એરપોર્ટ છે.

હવાઇમાર્ગ: દેશના તમામ મુખ્ય શહેરોથી અમદાવાદ માટે ફ્લાઈટ્સ ઉપલબ્ધ છે. દિલ્હીથી અમદાવાદની રિટર્ન એરટિકિટનો દર આશરે રુ. ૫૮૦૦ છે.

રેલમાર્ગ: વેરાવળ નામના નગર ખાતે સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. વેરાવળ અન્ય ઘણા મોટા શહેરો સાથે રેલમાર્ગે જોડાયેલું છે. સાસણ પહોંચવા આ એક આદર્શ વિકલ્પ છે.

વાહનમાર્ગ: અમદાવાદથી વાહનમાર્ગે પણ સાસણ પહોંચી શકાય છે. આશરે ૪૦૦ કિમીનું અંતર ૮ કલાકમાં કાપી શકાય છે. તે માટે બેસ્ટ રૂટ NH147 અને NH47 છે.

શું તમે પણ કોઈ હોટેલ, હોમસ્ટે કે રિસોર્ટથી કોઈ સ્થળના પ્રેમમાં પડી ગયા? Tripoto પર તે વિષે લખો અને સૌને માહિતગાર કરો.

વિશેષ ઉલ્લેખ સિવાયના તમામ ફૉટૉઝનો સોર્સ: Woods at Sasan વેબસાઈટ

Tripoto travel community દ્વારા તમારા જેવા લાખો ટ્રાવેલર્સ સાથે તમારા ફોટોઝ અને ટ્રાવેલ સ્ટોરીઝ શેર કરો.

ફ્રીમાં ટ્રાવેલ કરવા તૈયાર છો? મેળવો ક્રેડિટ્સ અને તેને Tripotoની વિવિધ ઓફર્સ, હોટેલ બુકિંગ અને વેકેશન પેકેજીઝ સાથે રિડીમ કરો!

આ અનુવાદિત લેખ છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

Further Reads