હોટેલ કે હોમસ્ટે નહિ, ટ્રીહાઉસમાં રોકાણનો રોમાંચ માણો

Tripoto
Photo of હોટેલ કે હોમસ્ટે નહિ, ટ્રીહાઉસમાં રોકાણનો રોમાંચ માણો 1/1 by Jhelum Kaushal
ટ્રી હાઉસમાં રહેવાની મજા કઈક જુદી જ હોય છે

જો તમે નિયમિત રીતે પ્રવાસ કરતાં હોવ તો સામાન્ય રીતે હોટેલ, હોસ્ટેલ કે હોમસ્ટેમાં જ રોકાણ કરતાં હશો. આ ત્રણ જગ્યાઓ સિવાય કોઈ હટકે રોકાણની જગ્યા શું હોય શકે? જવાબ છે ટ્રી હાઉસ! ટ્રી હાઉસ કુદરત વચ્ચે રહેવાનો એક રોમાંચક અનુભવ કરવાનો એક અનેરો મોકો આપે છે. અહીં તમે આખી દુનિયાને ભૂલીને માત્ર કુદરતમાં જ મગ્ન થઈ જશો.

૧. જંગલબૂક મલબરી ટ્રી હાઉસ

હિમાલયમાં તીર્થન વેલીની મુલાકાત ત્યાં સુધી અધૂરી છે જ્યાં સુધી તમે આ આલીશાન જંગલબૂક મલબરી ટ્રી હાઉસની એકાદ બે દિવસ મુલાકાત ન લો. આ સુંદર જગ્યાએથી બહાર અદભૂત નજારો જોવા મળે છે. વળી, જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

પ્રતિ વ્યક્તિ, પ્રતિ દિન અંદાજિત ખર્ચ: ૧૬૦૦-૧૮૦૦

૨. વઈથીરિ રિસોર્ટ:

જો તમારે વાયનાડની ઐતિહાસિક જગ્યાઓ ઉપરાંત અહીંનાં જંગલો અને વન્યજીવોને પણ નજીકથી જોવા હોય તો આ ટ્રી હાઉસ શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. હરિયાળા વાતાવરણમાં શાંતિ અને તાજગીનો કઈક અનેરો જ અનુભવ થાય છે.

પ્રતિ વ્યક્તિ, પ્રતિ દિન અંદાજિત ખર્ચ: રુ ૮૫૦૦

૩. ટ્રી હાઉસ રિસોર્ટ

પ્રકૃતિનો સહવાસ અને ભરપૂર લકઝરી આ બંનેનું કોમ્બિનેશન ઘણું જ દુર્લભ છે. પણ જયપુર પાસે આવેલા ટ્રી હાઉસ રિસોર્ટમાં આ શક્ય છે! નેશનલ હાઇવેથી માત્ર ૨ કિમી દૂર સયારી ઘાટીમાં આ રિસોર્ટ આવેલો છે. કુદરતી સૌંદર્ય ધરાવતો આ લક્ઝુરિયસ ટ્રી હાઉસ રિસોર્ટ ચોક્કસપણે એક યાદગાર અનુભવ સાબિત થશે.

પ્રતિ વ્યક્તિ, પ્રતિ દિન અંદાજિત ખર્ચ: રુ ૧૩,૫૦૦-૨૧,૦૦૦

૪. હોર્નબિલ રિવર રિસોર્ટ:

હોર્નબિલ રિવર રિસોર્ટ કાલી નદી પાસે આવેલા એક જંગલમાં બનાવવામાં આવ્યો છે. કુદરતનો નજારો જોવામાં તેમજ એડવેન્ચરનાં શોખીન એવા લોકો માટે આ રિસોર્ટ એક આદર્શ ઠેકાણું છે. અહીં બર્ડ વોચિંગ, નેચર વોક, ફિશિંગ, સ્ટાર ગેઝિંગ જેવી અનેક પ્રવૃત્તિઓ ઉપલબ્ધ છે.

પ્રતિ વ્યક્તિ, પ્રતિ દિન અંદાજિત ખર્ચ: રુ ૧૪,૦૦૦

૫. નેચર ઝોન રિસોર્ટ

મુન્નારના નેચર ઝોન રિસોર્ટની સવાર કઈક અનેરી જ હોય છે. પક્ષીઓનાં કલરવ સાથે વહેલી સવારનો કૂણો તડકો માણવાની તક એક યાદગાર અનુભવ બની રહે છે. જંગલની બરાબર વચ્ચે બનાવવામાં આવેલા આ ટ્રી હાઉસમાં ઍટેચ ટોઇલેટ, બાલકની સાથેના શાનદાર રૂમમાંથી કુદરતનો શ્રેષ્ઠ નજારો માણી શકાય છે.

પ્રતિ વ્યક્તિ, પ્રતિ દિન અંદાજિત ખર્ચ: રુ ૧૨,૬૦૦

૬. દ મચાન

લોનાવાલા સ્થિર દ મચાન જંગલોથી ૪૦-૫૦ ફીટ ઉપર બનાવવામાં આવેલું એક અદભૂત ટ્રી હાઉસ છે. અહીં જંગલની વચ્ચે રહીને કુદરતના ખોળામાં રહેવાની સુખદ તક મળે છે. સાથે પુષ્કળ લક્ઝુરિયસ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

પ્રતિ વ્યક્તિ, પ્રતિ દિન અંદાજિત ખર્ચ: રુ ૧૭,૫૦૦-૫૦,૦૦૦

૭. ટ્રી હાઉસ હાઇડ વે

આ ટ્રી હાઉસ બાંધવગઢ નેશનલ પાર્કમાં બનાવવામાં આવ્યો છે. અહીં પરંપરાગત સ્થાનિક અનુભવની સાથોસાથ લાકડાની આકર્ષક કોતરણી તેમજ મહેમાનગતિ પણ પ્રખ્યાત છે.

આ રિસોર્ટની સુંદરતા અનેરી છે. અહીં પાંચ એર કંડિશનવાળા રૂમ છે જેમાં તમામમાં ઍટેચ બાથરૂમ છે જ્યાં ૨૪ કલાક ગરમ પાણીની સુવિધા ઉપલબ્ધ છે. ઉપરાંત એક બાર અને બાલકની પણ છે જ્યાં બેસીને નીચે જંગલી પ્રાણીઓની અવરજવર જોઈ શકાય છે.

પ્રતિ વ્યક્તિ, પ્રતિ દિન અંદાજિત ખર્ચ: રુ ૧૪,૦૦૦ પ્રતિ વ્યક્તિ, પ્રતિ દિન અંદાજિત ખર્ચ:

હિડન બરો એ હિમાલયના એક નાનકડા ગામ જીભીમાં આવેલો રિસોર્ટ છે. અહીંની સુંદરતાનું શબ્દોમાં વર્ણન અવર્ણનીય છે. પાયાની સુવિધાઓથી સજ્જ આ રિસોર્ટમાંથી હિમાલયનો અદભૂત નજારો માણી શકાય છે.

પ્રતિ વ્યક્તિ, પ્રતિ દિન અંદાજિત ખર્ચ: રુ ૫૦૦૦

૯. રેનફોરેસ્ટ અથીરાપલ્લી

રેનફોરેસ્ટ ટ્રી હાઉસ રિસોર્ટ અથીરાપલ્લી ફોલ્સની નજીકમાં આવેલા ઘેઘૂર જંગલો વચ્ચે બનાવવામાં આવ્યો છે. અહીંની સુંદરતા સ્વાભાવિક રીતે જ અહીં આવતા પ્રવાસીઓને આકર્ષે છે. આ ટ્રી હાઉસનાં રૂમ કિંગ-સાઇઝ બેડ તેમજ સુઘડ ફર્નિચરથી સજાવવામાં આવ્યા છે. બાલકનીમાંથી સુંદર ઝરણાનું રમણીય દ્રશ્ય જોઈ શકાય છે. આવનારા વેકેશનમાં કોઈ બીચ રિસોર્ટની બદલે આ સુંદર ટ્રી હાઉસ રિસોર્ટ જરૂર અજમાવવા લાયક છે.

પ્રતિ વ્યક્તિ, પ્રતિ દિન અંદાજિત ખર્ચ: રુ ૧૬,૦૦૦-૨૦,૦૦૦

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Related to this article
Weekend Getaways from Kullu,Places to Visit in Kullu,Places to Stay in Kullu,Things to Do in Kullu,Kullu Travel Guide,Places to Visit in Himachal pradesh,Places to Stay in Himachal pradesh,Things to Do in Himachal pradesh,Himachal pradesh Travel Guide,Things to Do in India,Places to Stay in India,Places to Visit in India,India Travel Guide,Weekend Getaways from Jaipur,Places to Visit in Jaipur,Places to Stay in Jaipur,Things to Do in Jaipur,Jaipur Travel Guide,Places to Stay in Rajasthan,Places to Visit in Rajasthan,Things to Do in Rajasthan,Rajasthan Travel Guide,Weekend Getaways from Wayanad,Places to Visit in Wayanad,Places to Stay in Wayanad,Things to Do in Wayanad,Wayanad Travel Guide,Places to Visit in Kerala,Places to Stay in Kerala,Things to Do in Kerala,Kerala Travel Guide,Places to Visit in Karnataka,Places to Stay in Karnataka,Things to Do in Karnataka,Karnataka Travel Guide,Weekend Getaways from Munnar,Places to Visit in Munnar,Places to Stay in Munnar,Things to Do in Munnar,Munnar Travel Guide,Weekend Getaways from Idukki,Places to Visit in Idukki,Places to Stay in Idukki,Things to Do in Idukki,Idukki Travel Guide,Weekend Getaways from Pune,Places to Visit in Pune,Places to Stay in Pune,Things to Do in Pune,Pune Travel Guide,Places to Visit in Maharashtra,Places to Stay in Maharashtra,Things to Do in Maharashtra,Maharashtra Travel Guide,Places to Visit in Madhya pradesh,Places to Stay in Madhya pradesh,Things to Do in Madhya pradesh,Madhya pradesh Travel Guide,Weekend Getaways from Jibhi,Places to Visit in Jibhi,Places to Stay in Jibhi,Things to Do in Jibhi,Jibhi Travel Guide,Weekend Getaways from Thrissur,Places to Visit in Thrissur,Places to Stay in Thrissur,Things to Do in Thrissur,Thrissur Travel Guide,