દિલ્હીના પ્રદૂષણથી કંટાળી ગયા છો? ઈટાલીનું આ ઘર ફ્રીમાં ઘર ઓફર કરે છે

Tripoto
Photo of દિલ્હીના પ્રદૂષણથી કંટાળી ગયા છો? ઈટાલીનું આ ઘર ફ્રીમાં ઘર ઓફર કરે છે 1/1 by Jhelum Kaushal

જો તમે દિલ્હીના અત્યંત ખરાબ એર ક્વોલિટી ઇન્ડેક્સ AQIથી ત્રાસી ગયા હોવ તો તમારી પાસે તક છે ઈટાલીના એ શહેરમાં વસવાની જ્યાં AQI ૨૫ કરતાં પણ નીચો છે! જી હા, આજે જ બેગ પેક કરો અને એક શાનદાર ઇટાલિયન ઘરમાં સ્થાયી થાઓ- એ પણ ફ્રીમાં!

ઈટાલીમાં પોતાનું ઘર લેવા માટે લાખો યુરોઝનો ખર્ચો થાય છે, પણ કામરતા નામનું એક નગર તમને મફતમાં ઘર ઓફર કરે છે. આ નગરના મેયર વિનસેન્ઝૉ ગિયાંબરોનનું એવું કહેવું છે કે પોતાની લુપ્ત થયેલી નગરી તેમજ સમુદાયને બચાવવા આવું પગલું લેવાઈ રહ્યું છે.

યુવા પેઢી અર્થોપાર્જનના હેતુથી મોટા શહેરોમાં વસે છે અને એટલે જ સીસીલીના પાટનગર પલેરમોથી ૩૭ કિમી દૂર આવેલા આ કામરતા નગરમાં ફક્ત ૬૧૨૦ જેટલા જ નાગરિકો બચ્યા છે. ૩૨૮૧ ફીટ ઊચાઇ પર આવેલા આ નગરના લોકો પોતાના ઘરને એમનું એમ છોડીને હિજરત કરી રહ્યા છે. ઘર વ્યવસ્થિત કરાવ્યા વિના જ તેણે છોડી દેતા નાગરિકો આ નગરની પ્રાચીન રહેણીકરણીને પણ ત્યજી રહ્યા છે. કામરતાના મેયર આ ઐતિહાસિક નગરીને કાટમાળ બનતી નથી જોવા ઇચ્છતા અને તેથી જ તેઓ અહીંના સ્થાનિકોને તેમના ઘરની માલિકી નવા લોકોને આપવા અપીલ કરી રહ્યા છે.

પણ હા, તમે ધાર્યું હશે એ સાચું જ છે. અહીં પણ એક શરત છે. કોઈ પણ આઉટસાઇડરે અહીં આવીને જે તે મકાનનું રિનોવેશન કરાવવું પડે છે જે ત્રણ વર્ષમાં પૂર્ણ થઈ જવું જોઈએ. વળી, ૫૦૦૦ યુરોઝની ડિપોઝિટ પણ આપવી પડે છે જે રિનોવેશન પૂર્ણ થયા પર પાછી મળી જાય છે.

અલબત્ત, કામરતામાં રિનોવેશન કરાવવાનો શું ખર્ચ થાય છે તે જાણકારી પ્રાપ્ય નથી. પણ અહીંથી ૧૧ માઈલ દૂર આવેલા ગામ મુસોલીમાં રિનોવેશનનો અંદાજિત ખર્ચ એક સ્ક્વેર મીટરના ૧૦૦ થી ૭૦૦ યુરો થાય છે તેવું જાણવામાં આવ્યું છે. ઇટલીની ઐતિહાસિક નગરીમાં પોતાનું ઘર હોવું એ સપનું સાચું પડવા જેવી જ વાત છે.

હજુ સુધી માત્ર આઠ ઘરો નવા માલિકો માટે ઉપલબ્ધ છે પણ અહીંના મેયરના કહ્યા અનુસાર આવનારા અમુક મહિનાઓમાં વધુ ૧૦૦ મકાનો ન્યુકમર્સ માટે પ્રાપ્ય બનશે. નાના બાળકો ધરાવતા યુવા કપલને આ માટે પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. વળી, જો કોઈ દંપત્તિ અહીં આવીને બાળકને જન્મ આપે તેમના માટે મેયરે ૧૦૦૦ યુરોનું ઈનામ પણ જાહેર કર્યું છે. પછીથી ન્યુકમર્સ આ મકાનોનો રહેવા કે વ્યવસાય કરવા ઉપયોગ કરી શકે છે.

ઘણાં જ પ્રેમાળ સ્થાનિકો ધરાવતું કામરતા ભવ્ય અને અદભૂત નજારાઓ માટે જાણીતું છે. વિદેશીઓ તેમજ આઉટસાઇડર્સને તેઓ હોંશભેર આવકારે છે. ચોખ્ખી હવા અને રમણીય વાતાવરણ ધરાવતું આ નગર એ લોકો માટે પરફેક્ટ છે જે આપણી પ્રદૂષિત રાજધાનીથી દૂર એક નવું જીવન શરૂ કરવા માંગે છે.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.