ચાલીને પ્રવાસ કરવામાં કંઈક અલગ જ મજા હોય છે. તમે તમારી જાતને શેરીઓમાં ખોવાઈ શકો છો, તે જગ્યાનો ઈતિહાસ નજીકથી જાણી શકો છો, નવો ખોરાક અજમાવી શકો છો, લોકલ માર્કેટમાં ભાવ-તાલ કરી શકો છો, ત્યાંના સ્થાનિક લોકો સાથે વાત કરવી અને તે સ્થળની સંસ્કૃતિ વિશે જાણવા મળે છે. તમે હંમેશા જાણતા નથી હોતા કે નવી જગ્યા વિશે કેવી રીતે શોધવું અને ત્યાં કેવી રીતે જવું. તેને લીધે આ ચાલતા પ્રવાસ કરવાનો ખ્યાલ અમલમાં આવે છે. હાલના સમયમાં એવા ઘણા શહેરો છે જે તમને પ્લાન કરીને આસપાસની જગ્યાએ લઇ જાય છે અને તમને તે જગ્યા વિશે સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં મદદ કરે છે. અહી મારી પસંદગીની જગ્યાઓનું લિસ્ટ આપવામાં આવ્યું છે.
૧. હૈદરાબાદ જીઓલોજી ટૂર
જયારે તમે હૈદરાબાદ વિશે વિચારો છો ત્યારે પહેલી વસ્તુ મગજમાં આવશે તે છે બિરયાની અને પછી ચારમિનાર. અમુક લોકો કુદરતી જગ્યાઓ માણવા માટે હૈદરાબાદ જવાનું વિચારે છે. પણ હૈદરાબાદમાં સૌથી જોવાલાયક સ્થળ ડેકન પ્લુટો છે. અહી વિશાળ ગ્રેનાઈટ ખડકોનો સમાવેશ થાય છે જે કેટલાક જીઓલોજિસ્ટ ના મતે ૨૫૦૦ મિલિયન વર્ષો જુના છે. પ્લુટો એ તે વિસ્તારના ભૌગોલિક ઈતિહાસ અને પ્રાકૃતિક સુંદરતાને જાણવાનો બેસ્ટ રસ્તો છે. ડેકન પ્લુટોના રક્ષણ માટે જાગૃતિ લાવવા ધ સોસાયટી ઓફ સેવ રોક્સ સપ્તાહના અંતે હૈદરાબાદના આસપાસના વિસ્તારોમાં ટ્રેકનું આયોજન કરે છે જે રોક વોક્સ તરીકે ઓળખાય છે. તમારે કમ્ફર્ટેબલ કપડાં પહેરવા અને સાથે પાણી અને સનબ્લોક રાખવા. એડવેન્ચર પસંદ કરતા લોકો સોસાયટીની વાર્ષિક હૈદરાબાદ રોકાથોન જોઈ શકે છે જેમાં રેપેલિંગ, બોલ્ડરીંગ, રોક ફોટોગ્રાફી અને રોક બેલેન્સિંગ જેવી પ્રવૃત્તિઓ થાય છે.આ ટૂર દર મહિનાના ત્રીજા રવિવારે થાય છે અને આ ટૂર ધ સોસાયટી ટુ સેવ રોક્સ દ્વારા કરવામાં આવે છે. અને તે ફ્રી માં હોય છે.
૨. ચેન્નાઈની જવેલરી મુસાફરી:
જેમ્સ અને જવેલરી ચેન્નઇના ઈતિહાસ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા છે તેથી આ શહેર આખા વિશ્વમાં સોનાના દાગીના માટે જાણીતું છે. જવેલરી ટ્રેઇલ તમને માયલાપોર લેનમાંથી પસાર થઈને શહેરના સૌથી જુના પાડોસમાંના એક વર્ક શોપમાં લઇ જશે જ્યાં તમને હાથથી બનાવેલી સુંદર જવેલરી જોવા મળશે. ત્યાં તમે કારીગરો સાથે વાત કરી શકશો અને સોના અને કિંમતી જેમ્સનો ઈતિહાસ જાણવા મળશે અને રસપ્રદ વાર્તાઓ, પૌરાણિક કથાઓ અને દંતકથાઓ પણ સાંભળવા મળશે જેથી તમને તમારી આંખ સામે જાદુ થતો હશે એવું લાગશે. આ ટૂર સામાન્ય રીતે દરરોજ સાંજના ૪ વાગ્યાથી ૬ વાગ્યા સુધી કરવામાં આવે છે તમારે તેના માટે એડવાન્સ બુકીંગ કરાવવું પડશે. અને આ ટૂર સ્વતંત્ર સંસ્થા " સ્ટોરીટ્રેઇલ" દ્વારા કરવામાં આવે છે. પ્રાઇવેટ ટૂરની કિંમત ૬૦૦૦ રૂપિયા છે અને ગ્રુપની કિંમત ૩૬૦૦ રૂપિયા છે.
૩. બેંગ્લોરનું ગ્રીન હેરિટેજ વોક
શહેરનો ટ્રાફિક જોઈને તમને થશે કે આના જેટલું ખરાબ સ્થળ બીજું કોઈ નહીં હોય પણ એકવાર તમે બેંગ્લોરના બગીચા જોશો એટલે તમે તરત જ આ શહેરની સુંદરતાના પ્રેમમાં પડી જશો. બેંગ્લોરને દેશનું ગાર્ડન સિટી તરીકે ઓળખવામાં આવે છે.લાલબાગ અને ક્યુબન જેવા પાર્ક તેના વારસામાં મોટા પ્રમાણમાં ફાળો આપે છે અને પ્રકૃતિ પ્રેમીઓને મોટી તક આપે છે. જયારે તમે તમારી જાતે પાર્કની આસપાસ ફરવા જાવ છો ત્યારે બેંગ્લોર વોક્સ નામની ૧૨ વર્ષ જૂની સંસ્થા આખા શહેરમાં ક્યુરેટેડ ટૂરનું આયોજન કરે છે.તેમનું ગ્રીન હેરિટેજ વોક ખુબ જ પ્રખ્યાત છે અને સારી વાત તો એ છે કે તે આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડને અનુસરે છે જેવા કે લંડન અને બોસ્ટનમાં થતા વોક. સામાન્ય રીતે વોક રવિવારના સવારમાં ૭ વાગ્યાથી શરુ થાય છે . ધ ગ્રીન હેરિટેજ વોક બેંગ્લોર વોક દ્વારા તેને આયોજિત કરે છે. તેની કિંમત બાળકો અને વૃધ્ધો માટે ૪૦૦ રૂપિયા , પુખ્ત વયના લોકો માટે વ્યક્તિદીઠ ૫૫૦ રૂપિયા અને નાસ્તા માટે ૨૫૦ રૂપિયા છે.
૪. કલકત્તાની રસોઈનો અનુભવ
જો તમે કલકત્તામાં રહેતા બંગાળી વ્યક્તિ સાથે મિત્રતા કરી હશે તો તમને ખબર હશે કે ખાણીપીણીની બાબતમાં કલકત્તા શહેર અનન્ય છે. કલકત્તા શહેર તેની રસોઈ કલાને લીધે ઘણું વિકસ્યું છે. જો તમે થોડા પણ ખોરાક પ્રેમી છો તો આ ટૂર તમારા માટે છે .અને મારું વ્યક્તિગત માનવું છે કે ખોરાક દ્વારા શહેરને વિકસાવવા જેટલો સારો બીજો કોઈ રસ્તો નથી. તમારે સાચે આ શહેરમાં જવું જોઈએ અને ત્યાંની સરસ વાનગીઓનો અનુભવ કરવો જોઈએ અને તેમાં બંગાળી ફૂડ બનાવવા તેમાં કઈ વસ્તુ ઉમેરે છે તે જાણવું જોઈએ. આ ટૂર સાંજના ૬ થી ૯ વાગે થાય છે અને તેનું આયોજન કલકત્તા વોક્સ કરે છે અને તેનું મહિનાનું કેલેન્ડર પણ આપે છે જેમાં એક્ઝેટ તારીખ હોય છે . આ ટૂરની કિંમત વ્યક્તિદીઠ ૩૫૦૦ રૂપિયા છે.
૫. દિલ્લીમાં વેડિંગ વોક
ચાંદની ચોકમાં ગીચ ગલીઓ અને ગંદકીમાં ફરવું એ એ રોમાંચ છે. કિનારી બજાર અને દરીબા કલાન આ બે વિસ્તારો છે જે સ્થાનિક લોકોની લગ્નની ખરીદી માટે જાણીતા છે. જ્યાં તમને પ્રિન્ટેડ કાર્ડ્સ, કોસ્ચ્યુમ જ્વેલરી , ડિઝાઈનર લહેંગા આ બધું મળી રહેશે . પરંતુ જો તમે લગ્ન નથી કરી રહ્યા છતાં તમને લગ્નની ખરીદી આકર્ષે છે તો માસ્ટરજી કી હવેલી એક ઓલ્ડ દિલ્લી બજાર વોક નું આયોજન કરે છે જે તમને ચાંદની ચોકના રસપ્રદ ભાગોમાં લઈ જશે. આ ટૂર દરરોજ થાય છે અને તેના માટે ઘણા બધા વિકલ્પ છે કે વહેલી સવારની ટૂર , અડધા અને આખા દિવસની ટૂર વગેરે. આ ટૂર માસ્ટરજી કી હવેલી દ્વારા આયોજિત કરવામાં આવે છે. અને અડધા દિવસની ટુરની કિંમત અંદાજિત ૩૦૦૦ રૂપિયા અને આખા દિવસની ટુરની કિંમત ૬૦૦૦ રૂપિયા આસપાસ છે.
૬. મુંબઈમાં કાલા ઘોડા ખાતે આર્ટ વોક
મુંબઈનો દક્ષિણ વિસ્તાર એક સાંસ્કૃતિક હોટસ્પોટ છે જ્યાં આર્ટ ગેલેરીઓ , જૂની ઇમારતો અને દુકાનો અને સમકાલીન ભારતીય ચિત્રો અને શિલ્પની જીવંત દુનિયા જોવા મળે છે. કાલા ઘોડાની આર્ટ વોક તમને મુંબઈના બ્રિટિશ હેરિટેજ ડીસ્ટ્રીકની શાંતિ ભરી વોક પર લઈ જાય છે. કાલા ઘોડા એ એક સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકાસ પામ્યું છે. આ વોક તમને ૧૯૦૦ ના દાયકાથી લઈ અત્યાર સુધીની આધુનિક ભારતીય કલા અને તેની ઉત્ક્રાંતિ વિશે માહિતી આપે છે. આ વોક અઠવાડિયામાં સોમવાર સિવાય બધા દિવસે કરવામાં આવે છે અને સવારના ૧૧ વાગ્યાથી નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટથી શરૂ થાય છે.આ વોક મુંબઈ મેજીક દ્વારા આયોજિત કરવામાં આવે છે. એકલા ટ્રાવેલર માટે તેની કિંમત ૫૨૫૦ રૂપિયા છે અને ગ્રુપમાં ટ્રાવેલિંગ કરવા માટે ૧૫૦૦ રૂપિયા વ્યક્તિદીઠ છે.
૭. વારાણસીના ઉત્તર વિસ્તારની બજારો અને છુપાયેલા રસ્તાઓ જોવા
વારાણસી એ ખૂબ જ પ્રખ્યાત ફરવાનું સ્થળ હોવા છતાં ઘણા ઓછા લોકો ત્યાંના ઘાટ અને આરતીથી આગળ જાય છે. અને તેનાથી પણ ઓછા લોકો ત્યાંના જુના શહેરના ઉત્તર ભાગમાં આવેલા બજાર સુધી પહોંચે છે જ્યાં તેમને બનારસના કેટલાક પવિત્ર સ્થાનોમાંથી સીધા જ શહેરના જુના સ્થળોએ લઈ જતી ગલીઓ મળે છે. અને જેવા તમે આ ગલીઓમાં પ્રવેશ કરશો એટલે તમને દુકાનો અને મંદિરો જોવા મળશે અને એવા લોકોનું જીવન જોવા મળશે જેમણે કયારેય આ ગલીઓ છોડી નથી. હવે તમે જયારે પણ ત્યાં જાવ તો ઘાટ ને છોડીને આ ઉત્તર ભાગની બજારની મુલાકાત જરૂર લેવી. આ વોક દરેક વ્યક્તિની જરૂરિયાત મુજબ કરવામાં આવે છે . સામાન્ય રીતે સવારના મધ્ય ભાગથી બપોરનો મધ્ય ભાગ સલાહભર્યો છે. આ વોક વારાણસી વોક્સ દ્વારા આયોજિત કરવામાં આવે છે અને એકલા ટ્રાવેલર માટે તેની કિંમત વ્યક્તિદીઠ ૨૦૦૦ રૂપિયા છે અને ગ્રુપમાં ટ્રાવેલ કરવા માટે વ્યક્તિદીઠ ૧૨૦૦ રૂપિયા છે.
૮. શિમલામાં કબ્રસ્તાન લેન્સ વૉકનો રોમાંચ:
જો તમને ભૂતોની વાર્તાઓ ગમે છે તો શિમલાની આ જગ્યાએ વોક કરીને તમને જરૂર શાંતિ મળશે. શિમલાની કબ્રસ્તાનની લેન્સ વોક એ બ્રિટિશ રાજથી સ્થાપિત છે અને તે દેશના કેટલાક ભયાનક અનુભવોમાંથી એક ગણવામાં આવે છે.પણ આ માત્ર શાંતિ અને ભૂતોની વાર્તાઓ પૂરતું સીમિત નથી ત્યાં કેટલાક અગ્રણી લોકોને કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા છે અને તમને તે કબરોની મુલાકાત લેવાનું અને તેમનો ઇતિહાસ જાણવા પણ મળે છે. આ ટૂર જરૂરિયાત મુજબ કરવામાં આવે છે અને જે દિવસ તમે નક્કી કરો છો તે દિવસે સવારે ૯.૩૦ વાગે શરુ થાય છે. આ ટૂર શિમલા વોક્સ દ્વારા આયોજિત કરવામાં આવે છે. ૪ લોકોના ગ્રુપ માટે તેની કિંમત ૨૫૦૦ રૂપિયા છે અને વધારાના એક વ્યક્તિની વ્યક્તિદીઠ કિંમત ૫૦૦ રૂપિયા છે.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ