હિમાલયની પર્વતમાળાની દક્ષિણે એક સુંદર મકાન બાંધવામાં આવ્યું છે જે એક સંસ્કૃત વિદ્વાને તેની પૉલિશ પ્રેમિકા માટે ચેસ્ટનટ હાઉસ બનાવ્યું હતું. વર્ષ 1933માં તે પૉલિશ સ્ત્રી પોતાના વતનની ઠંડી આબોહવા ઝંખી રહી હતી ત્યારે આ સજ્જને ઉત્તરાખંડના જંગલોમાં થઈને હિમાલયની ગોદમાં પોતાની પત્ની માટે આ ઘર બનાવ્યું હતું. વર્ષો પસાર થયા અને આજે 80 વર્ષ પછી આ ઘરને હોમસ્ટે બનાવી દેવામાં આવ્યું છે.
અહીંના રૂમ તેમજ ડેકોરને હિમાલયન ફ્લોરા-ફૌનાના નામ આપવામાં આવ્યા છે. ગ્રાઉન્ડ ફ્લોર પર બે સ્યુટ છે જેના નામ બુરાંશ અને ઉતીશ છે. પહેલા મળે ડબલ બેડના બે રૂમ્સ આવેલા છે જેના નામ કફલ અને પદમ છે.
બુરાંશ
બુરાંશ એ હિમાલયના પહાડી વિસ્તારમાં ઊગતા એક ફૂલનું નામ છે. તેનો રંગ લાલાશપડતો હોય છે અને આ સ્યુટને પણ એવો જ રંગ કરવામાં આવ્યો છે. અહીં ફાયર-સ્પેસ, લક્ઝુરિયસ કિંગ સાઇઝ બેડ, એક સુંદર એકસ્ટ્રા બેડ અને સ્ટડી ટેબલ ઉપલબ્ધ છે. આ સ્યુટની બહાર એક વરંડો બનાવવામાં આવ્યો છે. ત્યાં પણ ફાયર સ્પેસ છે જે ઠંડીના સમયમાં ખૂબ જ હૂંફ આપે છે.
ઉતીશ
ઉત્તર ભારતનાં જંગલોમાં આ નામનું વૃક્ષ જોવા મળે છે જે કાંસાના રંગના થડ માટે જાણીતું છે. આ સ્યુટ તેના નામને એટલો વફાદાર છે કે અહીંના ઘણા નાના-મોટા ફર્નિચર ઉતીશ વૃક્ષના જ લાકડામાંથી બનાવવામાં આવ્યા છે. ભૂરા રંગની દીવાલોથી સજેલો આ સ્યુટ નાના પરિવાર માટે આદર્શ છે. તેનો દરવાજો એક આકર્ષક વરંડામાં ખૂલે છે અને પાછળ એક નાનો બગીચો પણ છે. સ્યુટના લિવિંગ રૂમમાં ફાયર પ્લેસ છે અને નાના-મોટા સૌને ગમે તેવું ગેમ્સનું કલેક્શન પણ છે.
કફલ
ભારત અને નેપાળના પર્વતીય વિસ્તારોમાં થતી બે બેરીની વનસ્પતિ પરથી આ રૂમને કફલ નામ આપવામાં આવ્યું છે. રૂમમાં પીળા અને લીલા રંગની છાંટ જોવા મળે છે. બારીઓ એટલી ભવ્ય છે કે અહીં સવારે ઊઠતાની સાથે જ હિમાલયના દર્શન થાય છે અને રાત્રે એવું લાગે કે જાણે તારાઓથી ટમટમતા આકાશ નીચે જ સૂતા છીએ. પહેલા માળે ઘરના છેડે આ રૂમ આવેલો છે જે આરામદાયક પ્રવાસ માટે આવેલા કપલ્સ માટે બેસ્ટ સાબિત થઈ શકે તેમ છે.
પદમ
મિનિ સ્યુટ કહી શકાય એવો આ રૂમ ગુલાબી રંગના ફૂલોથી પ્રેરિત છે. વસંતની ખુશનુમા મોસમ જેવો આ રૂમ બનાવવામાં આવ્યો છે અને અહીં પણ મોટી બારીઓમાંથી હિમાલયના હિમાચ્છાદિત શિખરો જોવાની ખૂબ મજા આવે છે. બે વ્યક્તિઓ માટે આ રૂમ આદર્શ છે. બહાર વરંડામાં બેસીને સાંજે ગરમાગરમ ચા પીવાની ખૂબ મજા આવશે.
રીંગોલ
આ જ પરિસરમાં વાંસના લાકડામાંથી બનાવવામાં આવેલું એક સુંદર કોટેજ એટલે રીંગોલ. હિમાલયના આ વિસ્તારની આસપાસ વસતા સ્થાનિકોમાં વાંસના લાકડાનું ઘણું જ મહત્વ છે અને એટલે જ આ કોટેજ બનાવવામાં આવ્યું છે. બે માળના આ કોટેજમાં લિવિંગ રૂમ, અલાયદો ડાઈનિંગ રૂમ, એક આકર્ષક બેડરૂમ અને બધી જ જરૂરી સામગ્રીઓ ધરાવતું રસોડું આવેલું છે.
શું કરવું:
જીલિંગ ટેરેસમાં રોકાણ કરવું એ જ એક અનેરો અનુભવ છે. તે લોકો ક્લાઉડશોપ્સ નામની આર્ટ એન્ડ ક્રાફ્ટની વર્કશોપ ચલાવે છે જેમાં તમે ભાગ લઈ શકો છો. સ્યુટ અને કોટેજમાં પણ કેટલીક ગેમ્સ મુકવામાં આવી છે. ઉપરાંત અહીંથી બે અલગ અલગ ટ્રેક ઘણા જ લોકપ્રિય છે.
ટ્રેક:
ગૌલા રિવર
10 કિમી નો આ ટ્રેક પૂરો કરતાં 8 કલાક થાય છે, એટલે કે ડિફીકલ્ટી લેવલની બાબતમાં તેને ‘હાર્ડ’ની કેટેગરીમાં મૂકી શકાય. આ ટ્રેક દરમિયાન ઘણા જ અદભૂત નજારા જોવા મળે છે. ખાસ તો વોટરફોલના. જો વાતાવરણ સારું હોય ટુ ગૌલા દ્વારા નિર્મિત કુદરતી પૂલમાં તમે ડૂબકી પણ લગાવી શકો છો.
કનારખા ટ્રેક
જીલિંગ ટેરેસથી નીકળીને અડધા દિવસમાં આ ટ્રેક કરી શકાય છે. ‘મીડિયમ’ ડિફીકલ્ટી લેવલ ધરાવતા આ ટ્રેકમાં 8 કિમીનું અંતર કાપતા 6 કલાક લાગે છે. ઘણા ઊંચાઈ તેમજ ખીણ પ્રદેશમાંથી થઈને કનારખા ગામમાંથી આ ટ્રેક પસાર થાય છે.
કેવી રીતે પહોંચવું:
સૌથી નજીકનું રેલવે સ્ટેશન: કઠગોદામ
સૌથી નજીકનું એરપોર્ટ: પંતનગર
ચાર્જિસ:
(જુલાઇ 2017 અનુસાર)
ઉતીશ: 13,500 રૂ
બુરાંશ: 13,500 રૂ
ચેસ્ટનટ હાઉસ: 1,24,000 રૂ (મિનિમમ 2 રાત)
પદમ: 10,000 રૂ
રીંગોલ: 13,500 રૂ
કાફલ: 10,000 રૂ
.