અમુક લોકો માટે પ્રવાસ કરવો માત્ર એક શોખ છે અને અમુક લોકો માટે એક મિશન છે પણ આ ૨૭ વર્ષની મહિલા માટે આ બંને જ જરૂરી છે. કેસી-ડે-પેકોલે એ નક્કી કરી લીધું છે કે તે વિશ્વના દરેક દેશમાં પોતાની છાપ છોડીને જશે. કેસી સૌથી ઓછા સમયમાં ૧૯૬ દેશમાં ફરવાવાળી પહેલી મહિલા બનીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી દીધેલ છે. ૨૦૧૫ થી ૨૦૧૭ સુધીમાં તેણે રોકાયા વગર ૧૮૧ દેશ ફરી લીધેલ છે.
કેસીની આ યાત્રા એક અભિયાનની જેમ છે તેથી તેણે પોતાના આ મિશનનું નામ એક્સપીડિશન ૧૯૬ રાખેલ છે. કેસી માત્ર એક પ્રવાસી જ નથી પણ ઇન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર પીસ થ્રુ ટુરિઝમ ની શાંતિ દૂત પણ છે.
અમેરિકામાં જન્મેલ કેસીએ પોતાના પ્રવાસની શરૂઆત યુરોપ ફરીને કરી હતી. અને પછી દુનિયાના બધા દેશ ફરવાની આ સફર ૧૮ મહિના અને ૨૬ દિવસમાં પૂરી થઇ.પોતાના આ સફરમાં કેસી માત્ર ફરી જ નથી પરંતુ ત્યાં શાંતિનો સંદેશ પણ પહોંચાડયો છે. તેણે બધા દેશમાં જઈને અધિકારીઓ અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી અને પોતાનો સંદેશ આગળ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો.
કેસી બધી જગ્યાએ પોતાના કેમેરાની સાથે જ જાય છે અને પોતાના સારા અનુભવ અને ચિત્ર ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે. તે દરેક જગ્યાની સૌથી મહત્વની અને વિચિત્ર વસ્તુને પોતાના કેમેરામાં કેદ કરી લે છે. કેસી કહે છે કે દરેક દેશમાં ફરવું કેટલું અલગ છે, કેટલું મુશ્કિલ છે પણ છતાં કેટલું સુંદર છે.
કેસીની ઉંમર ભલે નાની છે પણ તેણે આ મોટું કામ કરીને આખી દુનિયામાં પોતાની નામના મેળવી લીધી છે.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ