આ રિસોર્ટમાં મજાથી કરો ચાંદ-તારાની સફર

Tripoto
Photo of આ રિસોર્ટમાં મજાથી કરો ચાંદ-તારાની સફર 1/7 by Paurav Joshi

ઇન્ડિયાનો પહેલો અને એકમાત્ર એસ્ટ્રોનૉમી રિસોર્ટ- એસ્ટ્રોપોર્ટ

"અને હવે આ બધુ બિલકુલ સ્પષ્ટ છે," તેમણે ટેલિસ્કોપ આઇ પીસને મારી તરફ કરતાં કહ્યું "શું તમે એક જ લાઇન પર એક પોઇન્ટ અને ત્રણ બીજા નાના પોઇન્ટને જોઇ શકો છો?"

"તે ગુરુ (જ્યુપિટર) અને તેના 3 ચંદ્રમા છે"

જયપુરથી 100 કિ.મી. દૂર એક સ્થાન પર એક મોટી લૉનમાં ઉભા રહીને અમે 6 ડિગ્રી રાતની ઠંડીમાં, ગુરુ ગ્રહ અને તેના બે ચાંદ જોઇ રહ્યા હતા. અમે વાત કરી રહ્યા છીએ સરિસ્કાની એસ્ટ્રોનૉમી રિસોર્ટ, એસ્ટ્રોપોર્ટની.

એસ્ટ્રોપોર્ટ

એક વર્ષ પહેલા મેં ટ્રિપોટો પર આ હટકે રિસોર્ટ અંગે વાચ્યું હતું અને ત્યારથી જ અહીં જવા મારુ મન આતુર હતું. મને હંમેશા રાતમાં ચાંદ અને તારાને તાકીને જોતા રહેવાનું ઘણું સારુ લાગે છે અને તેમને જોઇને દર વખતે મારા મનમાં વિચાર આવે છે કે ત્યાં પણ કોઇ જીવન છે કે નથી?

પોતાના આ જુનુનને શાંત કરવા માટે મેં ફોટોગ્રાફી સીખી અને એસ્ટ્રોફોટોગ્રાફીમાં હાથ અજમાવ્યો. મેં મિલ્કી વે એટલે આકાશ ગંગા અંગે શિખ્યા. તારા અને તેમની ટ્રેલ્સ, નક્ષત્ર અને ગ્રહ વગેરે અંગે વાંચ્યુ. પરંતુ બધી એપ્સ અને ઓનલાઇન સાઇટો અંગે વધારે કંઇ ખાતરી ન થઇ. વાસ્તવમાં સમજી જ નહોતું શકાતુ કે એસ્ટ્રોનૉમી અંગે વધુ જાણવાનું કેવીરીતે મળશે. પરંતુ પછી એસ્ટ્રોપોર્ટની ખબર પડી.

એસ્ટ્રોપોર્ટ મારા જેવા લોકો માટે જ છે. તેવા લોકો માટે જે ચાંદ-તારાને પ્રેમ કરે છે અને તેમના વિશે વધારે જાણવા પણ માંગે છે, પરંતુ તેમની પાસે કોઇ દોસ્ત નથી જેમની પાસે હાઇ એન્ડ ટેલિસ્કોપ હોય કે તેમને તારા અને નક્ષત્રોનું ગાઢ જ્ઞાન હોય.

એસ્ટ્રોપોર્ટ સરિસ્કામાં બનેલુ એક નક્ષત્ર વિજ્ઞાન રિસોર્ટ છે. સરિસ્કા, જયપુરથી 100 કિ.મી. દૂર એક ટાઇગર રિઝર્વ ક્ષેત્ર છે. આ ક્ષેત્રને આખા ભારતમાં બીજુ સૌથી વધુ અંધારાવાળુ સ્થાન ગણવામાં આવે છે. જે તારાને સારીરીતે જોવાની શાનદાર તક આપે છે.

અમે આખા દિવસની ડ્રાઇવ પછી સાંજે 7 વાગે એસ્ટ્રોપોર્ટ પહોંચ્યા. જો કે, અહીં પહોંચવામાં થોડીક મુશ્કેલ જરુર પડી કારણ કે અમે અંધારાના કારણે થોડા ભટકી ગયા હતા. થોડાક સ્થાનિક લોકોની મદદથી અમે આ સુંદર જગ્યાએ પહોંચ્યા.

Photo of આ રિસોર્ટમાં મજાથી કરો ચાંદ-તારાની સફર 2/7 by Paurav Joshi

એક ટેન્ટમાં અમારુ સ્વાગત કરવામાં આવ્યું જે એક નક્ષત્રના નામે હતું. દરેક ટેન્ટમાં 4 લોકોની જગ્યા હતી. તેમની પાસે મોટા ટેન્ટ પણ છે જેમાં 7 લોકો બેઠા હતા. અમે ફ્રેશ થયા બાદ ડિનર કરવા માટે જતા રહ્યા. ખાવામાં સ્વાદિષ્ટ રોટી, દાળ અને 2 પ્રકારના શાકભાજી હતા અને ગળ્યામાં ગુલાબ જાંબુ પિરસવામાં આવ્યા.

Photo of આ રિસોર્ટમાં મજાથી કરો ચાંદ-તારાની સફર 3/7 by Paurav Joshi

ડિનર કર્યા બાદ અંદાજે 8:30 વાગે, અમને એસ્ટ્રોપોર્ટના ઇન-હાઉસ સ્ટાર એસ્ટ્રોનૉમર્સ, સંકલ્પ અને આશીષ સાથે મુલાકાત કરાવવામાં આવી જે નક્ષત્ર સાયન્સના રિસર્ચ સ્ટુન્ડ છે. તે સ્ટાર ગેજિંગમાં અમારી મદદ કરવા માટે ત્યાં હતા. અમને એક લૉનમાં બેસાડવામાં આવ્યા. જેમાં 5 ખુરશી, કેટલાક મોટા મોટા ટેલિસ્કોપ અને બે સુંદર કૂતરા હતા. થોડીકવાર અમે એસ્ટ્રોનૉમર્સની સાથે ગ્રહો, અને નક્ષત્રો અંગે ચર્ચા કરી. સૌથી પહેલા તેમણે અમને નોર્થ સ્ટાર, પોલારિસને શોધ કરવાની રીત શિખવાડી. નોર્થ સ્ટાર, આકાશનો એકમાત્ર તારો છે જે સ્થિર દેખાય છે જ્યારે બાકી તારા ગતિમાન પ્રતિત થાય છે. આ તારો પૃથ્વીની ધરીની ઠીક ઉપર છે, એટલે હલતો નથી દેખાતો.

Photo of આ રિસોર્ટમાં મજાથી કરો ચાંદ-તારાની સફર 4/7 by Paurav Joshi

એસ્ટ્રોનોમર્સની મદદથી અમે એસ્ટ્રોનૉમી ફોટોગ્રાફીમાં પોતાનો હાથ અજમાવ્યો અને એક સ્ટાર ટ્રેલની ફોટો લીધી. જ્યારે 10 મિનિટથી વધુ કેમેરા શટર ખુલે છે તો દરેક સ્ટારની પાસે એક ગોલ નિશાન દેખાવા લાગે છે. કેમેરા, તારાની સાથે કોઇ પણ હલતી રોશનીને પકડી લે છે. અને નોર્થ સ્ટાર, પોલારિસ હંમેશા તારાના આ સર્ક્યુલર મૂવમેન્ટના કેન્દ્રમાં હોય છે.

Photo of આ રિસોર્ટમાં મજાથી કરો ચાંદ-તારાની સફર 5/7 by Paurav Joshi

જેમ-જેમ અંધારુ ગાઢ થાય છે અને રાત થવા લાગી, સરિસ્કામાં તાપમાન પણ ઘટવાનું શરુ થઇ ગયુ. એક કપ ગરમાગરમ ચાની સાથે અમે આકાશ અને તારાને એક્સપ્લોર કરવાનું ચાલુ રાખ્યું.

Photo of આ રિસોર્ટમાં મજાથી કરો ચાંદ-તારાની સફર 6/7 by Paurav Joshi

સરિસ્કાના ઇન હાઉસ એસ્ટ્રોનોર્મસે અમને બધા નક્ષત્રોને દેખાડ્યું. મોટુ ઉપર, નાનું નીચે, ઉરસા માઇનર, ઉરસા મેજર, કેસિઓપિયા, પેગાસસ અને ઘણું બધુ. લગભગ 5 કલાકના સ્ટાર ગેજિંગ પછી જ્યારે વાદળ વિખરાવા લાગ્યા તો અમે સુવાનો નિર્ણય કર્યો. એસ્ટ્રોનોર્મસે અમને જણાવ્યું કે તેમણે અમને બીજુ પણ કંઇક બતાવવાનું છે એટલા માટે અમને સવારે જલદી જગાડી દેશે.

3 કલાકની ગાઢ ઊંઘ પછી, અમે અમારા ટેન્ટની બહાર એક અવાજ સાંભળ્યો, અને અમે વધારે ઠંડી, અંધારી રાતમાં તારાને જોવા નીકળી પડ્યા. લૉનમાં પહેલેથી બે ટેલિસ્કોપ સેટ કર્યા હતા. સવાર થતા પહેલા અમે જે સાંભળ્યુ, તેને હું ક્યારેય નહીં ભૂલી શકું. અમે અમારા સોલાર સિસ્ટમનો સૌથી મોટો ગ્રહ, ગુરુ જોયો. હોરાઇઝન પર ચમકતો અદ્ભુત ગુરુ અને તેની સાથે તેના ચાર ચંદ્રમા.

મારા જેવા વ્યક્તિ માટે આ ઘણો જ સુંદર અને રોમાંચક અનુભવ હતો કારણ કે તેમના વિશે લગભગ કંઇપણ નહોતી જાણતી. પછી અમને મંગલ ગ્રહ બતાવાયો. અમારી ખુશીનો આનંદ નહોતો સમાતો કારણકે અમને સ્પષ્ટ રીતે તે ગ્રહ જોવાની તક મળી. સાથે જ કેટલાક કલાકો બાદ ઊંઘ પૂરી કરવા માટે ટેન્ટમાં પાછા જતા પહેલા શાનદાર સૂર્યોદય જોવાની તક પણ મળી.

Photo of આ રિસોર્ટમાં મજાથી કરો ચાંદ-તારાની સફર 7/7 by Paurav Joshi

સરિસ્કામાં વિતાવેલી રાત કોઇ જાદૂથી કમ નહોતી. અમે એ ચીજો વિશે જાણ્યું જેને અમે હંમેશા જોતા હતા. આ જાણકારીની સાથે હવે તો તારાને જોવામાં વધુ મજા આવે છે.

બીજા દિવસે અમે એસ્ટ્રોપોર્ટના પેટ્સ મળ્ય હતા. આ નાનકડા કુતરા ઘણાં જ પ્રેમાળ હતા અને તેમની નામ પણ આકાશના બે તારાના નામ પર હતા લાઇરા અને સીરિયસ!

આ રિસોર્ટમાં સ્ટાર ગેજિંગ અને એસ્ટ્રોફોટોગ્રાફીનો શાનદાર અનુભવ, એક નવો શોખ શરુ કરવાની યોગ્ય રીત હતી.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો