ગુજરાતના આ ‘વન’માં તમને પણ ગમશે, રામાયણની થીમ પર બન્યું છે

Tripoto
Photo of ગુજરાતના આ ‘વન’માં તમને પણ ગમશે, રામાયણની થીમ પર બન્યું છે by Paurav Joshi

આમ તો તમે ડાંગ, ગીર કે જાંબુઘોડાના જંગલમાં ગયા જ હશો. જંગલમાં જવું કોને ન ગમે..અમદાવાદીઓ તો વીકેન્ડમાં પોળોના જંગલ સુધી લાંબા થાય છે. પરંતુ આજે અમે એક એવા જંગલની વાત કરીશું જ્યાં ભગવાન રામે 14 વર્ષનો વનવાસ વેઠ્યો હતો. હવે તમને થશે કે આ જંગલ જોવા તો ગુજરાતની બહાર જવું પડે કે શબરીધામ જવું પડે. પરંતુ તમારે આટલે દૂર જવાની પણ જરૂર નથી. રાજકોટ પાસે એક જંગલ આકાર લઇ રહ્યું છે જેમાં તમે ભગવાન રામ સાથે સંકળાયેલા તમામ પ્રસંગોનો અનુભવ કરી શકો છો.

Photo of ગુજરાતના આ ‘વન’માં તમને પણ ગમશે, રામાયણની થીમ પર બન્યું છે by Paurav Joshi

ગુજરાતમાં પ્રથમ રાજકોટમાં અર્બન ફોરેસ્ટમાં 47 એકર એટલે કે 117 વીઘાની જગ્યામાં રામ વન આકાર લઇ રહ્યું છે. આજીડેમ નજીક કિશાન ગૌશાળા સામે બની રહેલા રામ વનનું 98 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. રામ વનની વિશેષતા એ છે કે, ભગવાન રામે કરેલા 14 વર્ષના વનવાસના પ્રસંગો આબેહૂબ કંડારવામાં આવ્યા છે. આ ઉપરાંત ભગવાન રામના જીવન ચરિત્ર સાથે સંકળાયેલા અલગ અલગ પ્રસંગોની ઝાંખીના દર્શન પણ થશે. આગામી જન્માષ્ટમી સુધીમાં રામ વન ખુલ્લું મુકવામાં આવે તેવી શક્યતા છે. હાલ રામ વનનું 2 ટકા બાકી રહેલું નાનુ-મોટુ ફિનિશિંગ કામ ટૂંક સમયમાં પૂર્ણ કરી દેવાશે.

રામ વનનો એન્ટ્રી ગેટ

Photo of ગુજરાતના આ ‘વન’માં તમને પણ ગમશે, રામાયણની થીમ પર બન્યું છે by Paurav Joshi

સૌપ્રથમ રામ વનના એન્ટ્રી ગેટ એટલે કે જે મુખ્ય પ્રવેશ દ્વાર છે તે ભગવાન રામના ધનુષ આકારનો તૈયાર કરવામાં આવ્યો છે. થોડે આગળ ભગવાન રામની વિશાળ મૂર્તિના દર્શન કરવા મળે છે. ત્યારબાદ થોડે આગળ જટાયુ ચોક ખાતે જટાયુ દ્વાર આકર્ષણનું કેન્દ્ર છે. તેના પર જટાયુ બેઠેલા નજરે પડે છે. તેનાથી આગળ બાળકોને રમવા માટે હીંચકા, લપસીયા અને નાનું મેદાન બનાવ્યું છે. અહીં સાથે સાથે ઋષિમુનિઓ દ્વારા જંગલમાં જે રીતે યોગ કરવામાં આવતા હતા તે યોગ મુદ્રાના સ્કલ્પ્ચર પણ મૂકવામાં આવ્યા છે. ભગવાન રામનો રાજ્યાભિષેક સમયનું સ્કલ્પ્ચર મૂકવામાં આવ્યું છે. ત્યાંથી આગળ એક નાનું તળાવ બાદમાં મોટું તળાવ, રામ અને શબરીનું મિલન જોવા મળે છે. જેની બાજુમાં એક થિયેટર બનાવવામાં આવ્યું છે.

Photo of ગુજરાતના આ ‘વન’માં તમને પણ ગમશે, રામાયણની થીમ પર બન્યું છે by Paurav Joshi

થિયેટરની આગળ જોવામાં આવે તો ભગવાન રામ અને સુગ્રીવ સેનાએ તેમજ તેનાથી આગળ જડીબુટીના બદલે આખો પર્વત ઉપાડીને લઇ આવેલા હનુમાનજી મહારાજનું સ્કલ્પ્ચર જોવા મળે છે. બાદમાં આગળ ભગવાન રામ અને સીતા માતા હરણને નિહાળતા સ્કલ્પ્ચર પણ ખૂબ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં ખાસ તળાવ ઉપર એક રામસેતુ પણ બનાવવામાં આવ્યો છે. જેનાથી આગળ જતા ભગવાન રામ-લક્ષ્મણ અને સીતા માતાના વનવાસ સમયની ઝાંખી કરાવતું સ્કલ્પ્ચર જોવા મળે છે.

Photo of ગુજરાતના આ ‘વન’માં તમને પણ ગમશે, રામાયણની થીમ પર બન્યું છે by Paurav Joshi

તમે અહીં ચાલી શકો છો અને ન ચાલી શકો તો ઇલેક્ટ્રિક કારની સેવા પણ મળશે.

રામાયણ શું છે અને તેનું આપણા જીવનમાં શું મહત્વ છે તે તમામ બાબતોને તમે રામ વનમાં જોઇ શકો છે. એક ઓફિસ અને મિટિંગ હોલ પણ બનાવવામાં આવ્યો છે.

ગુજરાતમાં રામાયણ સાથે જોડાયેલા સ્થળ

Photo of ગુજરાતના આ ‘વન’માં તમને પણ ગમશે, રામાયણની થીમ પર બન્યું છે by Paurav Joshi

રાજકોટમાં તો રામવન બની જ રહ્યું છે પરંતુ જો તમારે ભગવાન રામના પરમભક્ત શબરીમાતાના દર્શન કરવા હોય તો તમે દક્ષિણ ગુજરાતમાં આવેલા શબરીધામ જઇ શકો છો. આ સ્થળ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાથી આશરે ૩૩ કિલોમીટરના અંતરે સુબિર ગામમાં આવેલું છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ડાંગ જિલ્લામાં પૂર્ણા અભ્યારણ્ય, શબરીધામ, પંપા સરોવર, મહાલ કેમ્પ સાઈટમાં વનવિભાગ અને સ્થાનિક વન સમિતિ દ્વારા ઈકો ટુરિઝમનો વિકાસ કરાયો છે. ઘનઘોર જંગલ અને ખળ ખળ વહેતી પૂર્ણા નદી કિનારે મહાલ ઈકો કેમ્પ સાઈટ ડેવલપ કરાઈ છે.

Photo of ગુજરાતના આ ‘વન’માં તમને પણ ગમશે, રામાયણની થીમ પર બન્યું છે by Paurav Joshi

શબરીના ધામથી 7 કી.મી દૂર જારશોળ ગામ નજીક આવેલ પંપા સરોવર રામાયણ કાળની વાતો સાથે જોડાયેલ સ્થળ છે. લોકવાયકા મુજબ માતંગ ઋષિ અહીં તપ કરતાં હતાં. તે દરમિયાન માતંગ ૠષિની શિષ્યા માતા શબરી ગુરુની સેવા કરતાં હતાં. અવસાન પહેલાં માતંગ ઋષિએ માતા શબરીને જણાવ્યું હતું કે તેમને અવશ્ય ભગવાન રામના દર્શન થશે. ગુરુના નિધન પછી માતા શબરી ભગવાન રામની પ્રતિક્ષામાં ઘણાં વર્ષો આશ્રમમાં રહ્યાં અને રામભજન કરતાં રહ્યાં. વર્ષો વીત્યા બાદ ભગવાન રામ લંકા જતી વખતે રસ્તામાં તેમનાં આંગણે પધાર્યા હતાં જે આજે શબરીધામ તરીકે ઓળખાય છે. ગુજરાત રાજ્યના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંદાજે ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે શબરીધામ મંદિર પરિસરને અદ્યતન બનાવ્યું છે. જેમાં શૌચાલય, પાર્કિંગ, બાગ-બગીચા અને રંગબેરંગી ફૂવારાઓ સહિત સોલાર અને વીજ સ્ટ્રીટલાઈટોથી ઝગમગાવી દીધું છે. ઉપરાંત શબરીધામથી પંપાસરોવરને જોડતો ડામર સપાટીનો માર્ગ બનાવાયો છે.

શબરીધામથી નજીક સાપુતારા

Photo of ગુજરાતના આ ‘વન’માં તમને પણ ગમશે, રામાયણની થીમ પર બન્યું છે by Paurav Joshi

શબરીધામ અને પંપા સરોવરથી નજીક સાપુતારા પણ છે. જ્યાં તમે ચોમાસામાં જઇ શકો છો. સાપુતારાનું હવામાન એકદમ ખુશ્નુમા હોય છે અને હંમેશા રહે છે. સાપુતારામાં એક વખત પગ મુકીએ એટલે ત્યાં જ રહી જવાનું મન થઇ જાય! ગરમીની ઋતુમાં પણ અહી તાપમાન ૨૮ ડિગ્રી સેલ્શિયસથી વધારે હોતું નથી. સાપુતારા આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે જઇ શકાય પણ ત્યાં જવા માટેનો શ્રેષ્ઠ સમય માર્ચ અને નવેમ્બર મહિના વચ્ચેનો છે. ઓગસ્ટ મહિનો સાપુતારા ફરવા માટે શ્રેષ્ઠ મહિનો છે. આ સમય દરમિયાન તમે અહીં લીલી વનરાજી જોઇ શકો છો. ડુંગર પર જાણે કે લીલી ચાદર પાથરેલી હોય તેવું દ્રશ્ય આંખો સમક્ષ પથરાય છે. ગરાળ વિસ્તારને કારણે સાપુતારામાં રસ્તાઓ સર્પાકારે આવેલા છે. સાપુતારા હિલસ્ટેશન ખુબ જ સુંદર તળાવો, બગીચાઓ માટે પ્રખ્યાત છે. ડાંગ જિલ્લામાં વાંસના જંગલો આવેલા છે તેથી અહીં હાથ બનાવટની વાંસની સુંદર વસ્તુઓની બજાર વિશેષ છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો