દુનિયાનું ભૂતકાળ અને વર્તમાન છે આ તસવીરોમાં

Tripoto
Photo of દુનિયાનું ભૂતકાળ અને વર્તમાન છે આ તસવીરોમાં by UMANG PUROHIT

હાલના આધુનિક સમયમાં આપણને વિમાનના સસ્તા ભાડા, સોશ્યિલ મીડિયા, ઈનટરનેટ અને વીજળીથી ચાલી શકે તેવા વાહનો વિશે થોડા દાયકા પહેલા કોઇએ વિચાર્યું પણ નહીં હોય પરંતુ વધતા જતા આ વિશ્વમાં નવી-નવી વસ્તુઓ આવતી જ જાય છે. દાયકાઓ પહેલાની દુનિયા અને આજની દુનિયામાં જાણે જમની-આકાશનો ભેદ આવી ગયો છે. દુનિયા એટલી ઝડપથી આગળ વધી રહીં છે અને બદલાઇ રહીં છે કે જેની માણસે સપનામાં પણ કલ્પના કરી નહીં હોય. આજે અહીં કેટલીક એવી તસવીરો તમારી સામે રાખવામાં આવી રહીં છે કે જેના થોડાક બદલાવ તમને ગમશે તો કેટલાક બદલાવ જોઇને તમે કહેશો કે આ ન થયું હોત તો સારું હતું.

બ્રોડ સ્ટ્રિટ, ન્યૂયોર્કઃ 1900 VS 2021

ખરેખર આવા સુંદર ઈંટના કામને કાચથી બદલવાની જરૂર હતી?

Photo of દુનિયાનું ભૂતકાળ અને વર્તમાન છે આ તસવીરોમાં 1/17 by UMANG PUROHIT

યોર્કની એક ગલી, ઈંગ્લેન્ડઃ 1800 VS 2021

તેની પ્રેરણા હેરી પોર્ટર ફિલ્મની ડિયાગન એલીમાંથી લેવામાં આવી છે અને ખૂબજ સુંદર રીતે કામ કરવામાં આવ્યું છે.

Photo of દુનિયાનું ભૂતકાળ અને વર્તમાન છે આ તસવીરોમાં 2/17 by UMANG PUROHIT

વેયેનાઃ 1907 VS 2021

આ બન્ને તસવીર પરથી તમે અંદાજ લાગવી શકો છો કેવી રીતે આપણે દાયકાઓ આગળ વધી રહ્યા છીએ

Photo of દુનિયાનું ભૂતકાળ અને વર્તમાન છે આ તસવીરોમાં 3/17 by UMANG PUROHIT

બર્લિન વોલઃ 1989 VS 2021

આ તસવીરમાં તમે જોઇ શકો છો કે કેવી રીતે બર્લિનની એક મોટી એવી દિવાલને હટાવીને લોકો વચ્ચેનું અંતર દૂર કરવામાં આવ્યું.

Photo of દુનિયાનું ભૂતકાળ અને વર્તમાન છે આ તસવીરોમાં 4/17 by UMANG PUROHIT

બ્રાનબર્ગ ગેટ, બર્લિનઃ 1945 VS 2021

બર્લિનના યુદ્ધે આખા શહેરને નષ્ટ કરી નાખ્યું હતું. કોણ કહી શકે કે આ તસવીરો એક જ સ્થળેથી લેવામાં આવી છે?

Photo of દુનિયાનું ભૂતકાળ અને વર્તમાન છે આ તસવીરોમાં 5/17 by UMANG PUROHIT

દુબઈ મરીનાઃ 2000 VS 2021

શહેરની આખી તસવીર જ બદલી નાખી

Photo of દુનિયાનું ભૂતકાળ અને વર્તમાન છે આ તસવીરોમાં 6/17 by UMANG PUROHIT

હોલસ્ટેટ, ઓસ્ટ્રિયાઃ 1910 VS 2020

જો તસવીરના વર્ષ લખવામાં ન આવ્યા હોત તો તમે ઓળખી શક્યા હોત ?

Photo of દુનિયાનું ભૂતકાળ અને વર્તમાન છે આ તસવીરોમાં 7/17 by UMANG PUROHIT

મદ્રાસ હાઇકોર્ટ, ચેન્નઈઃ 1905 VS 2021

Photo of દુનિયાનું ભૂતકાળ અને વર્તમાન છે આ તસવીરોમાં 8/17 by UMANG PUROHIT

તાજ હોટેલ, મુંબઈઃ 1907 VS 2018

છે ને બાકી સાંદાર ? મુંબઈમાં થયેલા આંતકવાદી હુમલા પછી પણ ફરી બેઠી થઈ છે આ સુંદર હોટેલ.

Photo of દુનિયાનું ભૂતકાળ અને વર્તમાન છે આ તસવીરોમાં 9/17 by UMANG PUROHIT

દુબઈઃ 1990 VS 2020

લોકોને એમ હતું કે આ ધુંળીયું શહેર શું વિકાસ કરવાનું?, જોઈલો ત્યારે તમે હેવે.

Photo of દુનિયાનું ભૂતકાળ અને વર્તમાન છે આ તસવીરોમાં 10/17 by UMANG PUROHIT

ઉત્રેચ, નેધરલેન્ડઃ 1982 VS 2021

તેમણે રસ્તાઓને કેનાલ બનાવી નાખી, શહેરને વધારે કેનાલની જરૂર છે.

Photo of દુનિયાનું ભૂતકાળ અને વર્તમાન છે આ તસવીરોમાં 11/17 by UMANG PUROHIT

પ્રાગઃ 1910 VS 2021

ભૂતકાળમાં જ્યારે યુરોપ ટ્રિપનું ચલણ ન હતું ત્યારે ને આજે જોઇલો.

Photo of દુનિયાનું ભૂતકાળ અને વર્તમાન છે આ તસવીરોમાં 12/17 by UMANG PUROHIT

શિંગાપોરઃ 2000 VS 2021

તમને જોઈને જ નવાઈ લાગી આવશે, વિકાસ તો ભાઈ આને કહેવાય.

Photo of દુનિયાનું ભૂતકાળ અને વર્તમાન છે આ તસવીરોમાં 13/17 by UMANG PUROHIT

તાજ મહેલ, આગ્રાઃ 1890 VS 2021

શાહજહા દ્વારા પોતાની બેગમ મુંમતાઝ મહલની યાદમાં બનાવવામાં આવેલી આ સુંદર ઈમારત તે સમયે તો સુંદર હશે જ પરંતુ આજની 21મી સદીમાં પણ તેની સુંદરતા અંકબંધ છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ તેને 1643માં બનાવવામાં આવ્યું હતું.

Photo of દુનિયાનું ભૂતકાળ અને વર્તમાન છે આ તસવીરોમાં 14/17 by UMANG PUROHIT

બેંગ્લોરઃ 1950 VS 2021

પ્રથમ તસવીરમાં ખાલી દેખાતા આ શહેરમાં આજે ટ્રાફિકની ખૂબજ સમસ્યા વધી ગઈ છે.

Photo of દુનિયાનું ભૂતકાળ અને વર્તમાન છે આ તસવીરોમાં 15/17 by UMANG PUROHIT

ગોલ્ડન ટેમ્પલ, અમૃતસરઃ 1983 VS 2021

ધ્યાનથી જોશો તો તમને બદલાવ દેખાશે.

Photo of દુનિયાનું ભૂતકાળ અને વર્તમાન છે આ તસવીરોમાં 16/17 by UMANG PUROHIT

એફિલ ટાવર, પેરિસઃ 1889 VS 2021

Photo of દુનિયાનું ભૂતકાળ અને વર્તમાન છે આ તસવીરોમાં 17/17 by UMANG PUROHIT

એક અદ્ભૂત તસવીર કે જેમાં એક બાજુ તે બની રહ્યો છે અને એક બાજુ બનીને તૈયાર.

તો જોયું ને તમે ? કેવી રીતે આખી દુનિયા ધીરે-ધીરે આગળ વધી રહીં છે. અમુંક જગ્યા જોઇને તમને પણ લાગશે કે કદાચ આ જગ્યામાં પહેલાની જેમ જ સુંદરતા જાળવી રાખવાની જરૂર હતી. એટલે કે તેને મૂળ સ્થિતિમાં જ રાખી હોત તો શારૂ હતું કારણ કે તે જગ્યા સાથે કદાચ તમારી જુની યાદો જોડાયેલી હશે.

તો કદાચ તમારી પાસે પણ આવી કોઇ યાદ સાથે જોડાયેલી હોય તો અમારી સાથે શેર કરો.

Further Reads