વિશ્વ આખામાં લોકો પોતાના મનગમતા પૌરાણિક ચરિત્રોની ભગવાન ના રુપમાં પૂજા કરે છે. પણ શું તમે જાણો છો, કે કેટલાક લોકો તો એ જ પૌરાણિક કથાઓના અસુરો કે રાક્ષસોની વિચારધારાથી પ્રભાવિત થઈને તેમની ઊપાસના કરે છે.
તમે માનો કે ના માનો, પણ ભારતમાં હિંદુ પૌરાણિક કથાઓના કેટલાક પ્રખ્યાત વિલનો ના પણ મંદિર છે. આ જાણવા માટે વાંચો આ લિસ્ટમાં તમારા પણ કોઈ મનગમતા પાત્રો તો નથી ને? તો ચાલો અમે તમને થોડા તમે ન સાંભળ્યા હોય તેવા મંદિરોની યાત્રા પર લઈ જઈએ.
શકુનિ મંદિર, કોલ્લમ, કેરલ
મંદિરોના લિસ્ટની શરુઆત મહાભારતના પાત્ર મામા શકુનિથી કરીએ કે જેઓ ચોપાટની રમતમાં મહારથી હતા. ચાલાક અને બધાને ભ્રમમાં નાખવા વાળા શકુનિ, પાંડવો અને કૌરવોની વચ્ચે કુરુક્ષેત્ર નુ યુદ્ધ સળગાવવા જવાબદાર હતા. જો કે તેઓ એક વિલન છે તો પણ કેરલમાં એક સમુદાય એવો છે જે તેમને સાચા માને છે. તેમના અનુસાર તે એક સમર્પિત ભાઈ હતા, જે તેની બહેનનું સૌથી સારુ ઈચ્છતા હતા. તેથી આ સમુદાયે પવિત્રેશ્વરમમા તેમને સન્માનિત કરવા એક મંદિરનું નિર્માણ કર્યું.
આ મંદિરમાં એક સિંહાસન છે, જેના વિશે એવું માનવામાં આવે છે કે તેનો ઉપયોગ શકુનિએ કર્યો હતો. અહીં કોઈપણ પ્રકારની પૂજા કે તાંત્રિક અનુષ્ઠાન કરવામાં આવતા નથી, તો પણ ભક્તો મંદિરમાં પ્રસાદ તરિકે નાળિયેર, રેશમ, તાડની દારુ(તાડી) વગેરે ચડાવે છે. મંદિરની રખવાળી આ ક્ષેત્રના કુરવા સમુદાય દ્વારા કરવામાં આવે છે.
લોકોનું માનવું છે કે મહાભારતના યુદ્ધ દરમિયાન, શકુનિએ કૌરવો સાથે અહીં યાત્રા કરી હતી અને સેનાએ અંદરોઅંદર હથિયાર વહેંચી લીધા હતા. સ્થાનિક લોકોનું માનવુ છે કે શકુનિ યુદ્ધ પછી પવિત્રેશ્વરમ આવી ગયા હતા અને ભગવાન શિવના આશિર્વાદથી તેમને અહીં મોક્ષ પ્રાપ્તિ થઈ હતી. શકુનિ મંદિરની પાસે જ તેના સહયોગી અને વ્હાલા રાજકુમારનું પણ એક મંદિર છે. તમે સમજી જ ગયા હશો કે કોની વાત થઈ રહી છે.
દુર્યોધનનું મંદિર, કેરલ
શકુનીનો સાથી અને ચેલો દુર્યોધન, આ લિસ્ટમાં બીજા સ્થાને છે. પોરુવાઝી, કોલ્લમમાં પેરુવતી મલાનાડા મંદિર, દુર્યોધનને સમર્પિત છે અને શકુનિ ના મંદિરની પાસે જ છે.
દુર્યોધન, કૌરવોમાં સૌથી મોટો અને પાંડવોનો મુખ્ય શત્રુ હતો. મંદિરમાં કોઈ મુર્તિ નથી, પણ માત્ર એક ચબુતરો છે. સંકલ્પ દ્વારા અહીં ભક્ત એક માનસિક પ્રક્રિયાથી દૈવી શક્તિને નમન કરે છે. એમ તો ભારતમાં દુર્યોધનના ઘણા મંદિરો છે, પરંતુ આ મંદિર સૌથી વધુ લોકપ્રિય છે.
અહીં તાડી ઉપરાંત સોપારી, મરઘી, અરૈક અને લાલ કપડું ચડાવવામાં આવે છે. મજાની વાત તો એ છે કે આ પ્રોપર્ટીનો લેન્ડ ટેક્સ હજુ પણ દુર્યોધનના નામે વસુલ કરવામાં આવે છે. આ તો ભઈ હંમેશા કોઈને યાદોમાં જીવતા રાખવાની વાત થઈ.
રાવણ મંદિર, આંધ્ર પ્રદેશ
તો વાત કરીએ રામાયણના મુખ્ય પાત્ર રાવણની. સૌથી વધુ બદનામ પૌરાણિક પાત્રોમાંથી એક હોવોના કારણે, તેમના નામનું મંદિર તો સૌથી વધુ આશ્ચર્યચકિત કરી દે તેવુ છે. અને પાછુ આ એક જ મંદિર નથી હો. ભારતમાં કમ સે કમ એવા સાત મંદિરો છે જ્યાં રાવણની પૂજા થાય છે.
આંઘ્ર પ્રદેશના કાકીનાડા મંદિર ને રાવણનું જન્મસ્થાન માનવામાં આવે છે. આ મંદિર રાવણ ભક્તો માટે ખુબ પવિત્ર છે. આસપાસના અદ્ભુત પરિવેશ અને નજીકમાં જ દરિયો હોવાને કારણે આ જગ્યા જોવાલાયક છે.
દિલ્હી-NCR માં બિસરાખ, કાનપુરમાં દશાનન, રાજસ્થાનમાં રાવણગ્રામ, મધ્યપ્રદેશમાં રાવણ રુંડી, અને હિમાચલમાં બૈધનાથ; રાવણને અન્ય સમર્પિત મંદિરો છે.
કર્ણ મંદિર, ઉત્તરાખંડ
મહાભારતના એક બદ્કિસ્મત પાત્ર અને પાંડવોના વિરોધી એવા કર્ણની પૂજા ઉત્તરકાશીના દેવરામાં કરવામાં આવે છે. પાડવ ભાઈ-બહેનોમાં સૌથી વધુ ધર્મી અને દાનવીર કર્ણ, કૌરવો તરફથી લડ્યા હતા. કેમ કે તેમણે બરાઈનો સાથ આપ્યો અટલે તેમને પણ વિલન માનવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે કર્ણએ સુર્યદેવને પ્રસન્ન કરવા આ સ્થળે ધ્યાન ધર્યુ હતું. એટલે આ સ્થળને કર્ણપ્રયાગ થી પણ ઓળખવામાં આવે છે. એક બીજી કથા એવી પણ છે કે ભગવાન કૃષ્ણએ અર્જુનના હાથે કર્ણના મૃત્યુ બાદ તેનો અંતિમ સંસ્કાર અહીં જ કર્યો હતો.
લાકડાથી બનેલુ આ મંદિર આકારમાં લંબચોરસ છે, જે પારંપરિક મંદિરોથી બિલકુલ અલગ છે. આજે લોકો પોતાની ઈચ્છા પુરી થવા પર શ્રંધ્ધાંજલીના રુપમા મંદિરની દિવાલો પર સિક્કા ફેંકે છે.
ગાંધારી મંદિર, મૈસુર
કૌરવોની માતા ગાંધારીને પાંડવોની વિરુધ્ધ હોવાને કારણે એક નકારાત્નક પાત્ર તરિકે જોવામાં આવે છે. જો કે તેના પતિ અને બાળકો માટેની સમર્પણની ભાવનાથી ઓછા લોકો અસહમત હશે.
લગ્ન પછી જીવનભર અંધ બનવાનો નિર્ણય તેમના મજબુત ચરિત્ર અને પતિ પ્રત્યેની વફાદારીનું ઊદાહરણ હતું. આ ભક્તિ અને નિષ્ઠાથી પ્રભાવિત થઈ મૈસુરના એક સમુદાય એ 2.5 કરોડની અનુમાનિત રકમથી 2008માં ગાંધારી મંદિરનું નિર્માણ કર્યું.
ભીષ્મ મંદિર, પ્રયાગરાજ
ભીષ્મ પિતાનહનું પાત્ર એવું હતુ કે જેણે વચનને ખાતર અંત સુધી કૌરવો માટે લડવું પડ્યું હતું. પ્રયાગરાજમાં એક મંદિર એમના માટે સમર્પિત છે જ્યાં તેમને બાણશય્યા પર સુવડાવવામાં આવ્યા છે.
આ મંદિર, પ્રસિધ્ધ નાગવાસુકી મંદિરની પાસે દારાગંજમાં સ્થિત છે. કુરુક્ષેત્રમાં પણ ભીષ્મનું એક મંદિર છે પણ પ્રયાગરાજ મંદિર વધુ પ્રસિધ્ધ છે.
આ મંદિરોનુ હોવું એ વાતનું પ્રમાણ છે કે દરેકમાં એક સારી બાબત પણ છુપાયેલી હોય છે. કોઈકે આ દુષ્ટ પાત્રોની સારપ ને ધ્યાનમાં લીધી અને તેની પર પ્રકાશ પાડ્યો.