જુગનું એટલે કે બાયોલ્યુમિનોસેન્સ પ્રક્રિયાને કારણે જોવા મળતા પ્રકાશ ઉત્પન્ન કરતા જીવજંતુ. ગાઢ જંગલોમાં ધોધમાર વરસાદ પછી આરામથી જુગનુઓ જોઈ શકાતા હોય છે.
રાજમચી ફોર્ટ ટાવર
જો તમને જુગનુઓ પસંદ હોય તો મહારાષ્ટ્રમાં રાજમચી ફોર્ટ ટ્રેક તમે કરી શકો છો. આ ટ્રેકમાં અત્યંત સુંદર ધોધ અને બુદ્ધિષ્ટ ગુફાઓ ઉપરાંત જુગનુઓનો નજારો જોઈ શકાય છે. આ ફોર્ટનું મરાઠા સામ્રાજ્ય દર્મીયાનનું ઐતિહાસિક મહત્વ પણ છે. આઝાદી પછી અહીંયાના શ્રીવર્ધન ફોર્ટ અને મનરંજન ફોર્ટને સુરક્ષિત મોન્યુમેન્ટ ઘોષિત કરવામાં આવ્યા છે.
કરજત
રૂટ A: તમે પુના ખંડાલા હાઇવે પરના આ ગામડાથી ટ્રેક શરુ કરીને 16 બુદ્ધિસ્ટ ગુફાઓ વાળા કોન્ડાના કેવું થઈને ઊધેવાડી ગામ પસાર કરીને ટ્રેક શરૂ કરી શકો છો જે ગામ ફોર્ટ થી માત્ર એક કિમી દૂર છે.
લોનાવાલા
રૂટ B: લોનાવાલાથી ટુંગરાળી ડેમ થઈને પણ રાજમચી ફોર્ટ પહોંચી શકાય છે. આ પંદર કિમી લમ્બો સીધો રસ્તો છે પરંતુ વાહનો એક લિમિટ સુધી જ જઈ શકે છે. લોનાવાલાથી અહીંયા પહોંચવા માટે એક દિવસથી વધુ સમય લાગવાની સંભાવના નથી.
અંતર: 15 કિમી
ક્યાં રહેવું: કરજત
કાળ ભૈરવનાથ મંદિર
તમે અહીંયા ગામડામાં હોમસ્ટે પણ કરી શકો છો અને બેઝ પાસે કાળ ભૈરવનાથ મંદિર નજીક ટેન્ટ લગાવીને પણ રહી શકો છો.
ખોપોલી
લોનાવાલા
લોનાવાલાથી જો આવતા હો તો રાત્રિરોકાણની જરૂર નથી, પરંતુ જો રહેવું જ હોય તો દીદી ફાર્મહાઉસ બેસ્ટ છે. આ ફાર્મ ફોર્ટ થી માત્ર 25 કિમી દૂર છે. તમે અહીંયા પણ રાત્રે જુગનૂઓને જોઈ શકો છો.
અહીંથી કાવાળે ડેમ નજીક છે અને આ જગ્યાએ ટ્રેડિશનલ કિચન પણ આવેલું છે. જો તમને એડવેન્ચરનો શોખ હોય તો તમે ગરમ પાણીના ઝરા જઈને વૉટર સ્પોર્ટ્સ પણ કરી શકો છો. એક રૂમનું ભાડું છે 1037 રૂપિયા એક રાત્રી માટે.
પ્લાન
સવારે 10 વાગે ટ્રેક શરુ કરો તો સાંજે 3 થી 4 સુધીમાં તમે રાજમચી ફોર્ટ પહોંચી શકો છો. રાત્રે ગામડામાં કેમ્પીંગ કરો અને બીજા દિવસે કરજત જવા નીકળો.
અંતર - 13 કિમી અને સમય - 5 કલાક
આ ટ્રેક માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
1) પુનાથી આવતા સમયે કરજત પાસે કોઈકને ક્લીયર રસ્તો પૂછીને આગળ વધો અને ભૂલથી ખંડાલાના રાજમચી વ્યૂ પોઇન્ટ ન પહોંચી જતા.
2) બેઝ કેમ્પ પહોંચવા માટે જો થાકેલ હો તો કોન્ડેન કેવ્સમાં ટેન્ટ લગાવો.
3) ચોમાસામાં કરજતથી ગાઈડ સાથે રાખવો સલાહભર્યો છે
4) અહીંયા ઘણા ધોધ હોવા છતાં પોતાનું પીવાનું પાણી સાથે રાખવું હિતાવહ છે અને કચરો ન કરો.
5) મચ્છર ભગાવવા માટેના ક્રીમ અને લીચ ગાર્ડ સાથે રાખો
6) હોમસ્ટેમા તમારે શું ખાવું છે એ બિન્દાસ જણાવો
7) કોઈ પણ પ્લાસ્ટિક કે અન્ય કચરો ન ફેલાવો
8) વ્યૂ નો આનંદ લેવા માટે સાથે દૂરબીન રાખો
9) ચોમાસુ હોવાથી રેઇનકોટ પણ જરૂરી છે.
10) જુગનૂઓને પકડવાની કોશિશ ન કરો
11) વધારે માત્રામાં જુગનું જોવા માટે કૃત્રિમ લાઈટ આકાશ તરફ ફેલાવીને જુગનૂને ભાસ કરવો કે એ કુદરતી છે.
12) મેં જૂનમાં અહીંયા તાપમાન 33 ડિગ્રી આસપાસ રહે છે, એ ગણતરીએ કપડાં નક્કી કરો.
તો જાઓ નીકળી પડો આ મસ્ત ટ્રેક માટે!
.
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.